Friday, February 1, 2019

Venibhai Purohit - વેણીભાઈ પુરોહિત

Venibhai Purohit

Poet
Available on
Venibhai Jamnadas Purohit was Gujarati poet, lyricist, short story writer and journalist. Wikipedia
Born: 1 February 1916, Khambhalia
Died: 3 January 1980, Mumbai
 

🔘💠🔰🔘💠🔰🔘💠🔰🔘💠
*👇👇વણીભાઈ પુરોહિત🔰🔰*
*ઉપનામ== સંત ખુરશીદાસ’*
🔰💠🔘🔰💠🔘🔰💠🔘🔰💠
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠🎯👉"અખાભગત’ના ઉપનામથી એમણે ‘જન્મભૂમિ’માં કટાક્ષ-કટાર ચલાવી હતી.*

                  *ગુજરાતી કવિ અને વાર્તાકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિતનો જન્મ તા. ૧/૨/૧૯૧૬ના દિવસે  જામખંભાળિયામાં થયો હતો.*

💠👉 તમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું.
*💠👉ઈ.સ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં ‘પ્રભાત’ દૈનિકમાં ત્યારપછી  ‘ભારતી સાહિત્ય સંઘ’ અને ‘સસ્તું સાહિત્ય’માં પ્રુફફરીડિંગ તરીકેની કામગીરી કરી.*
*💠👉ઈ.સ. ૧૯૪૨ ની લડતમાં દસ માસ જેલવાસ પણ ભોગવ્યો હતો.*
*💠👉ઈ.સ.૧૯૪૪ થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે સેવા આપી.*

*🔰👉ઈ.સ. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં કામગીરી કરી.*  

*💠💠🔘🔰👉‘સંત ખુરશીદાસ’ નાં ઉપનામથી સાહિત્યસર્જન કર્યું છે.*
💠👉એમણે ‘સિંજારવ’, ‘ગુલઝારે શાયરી’, ‘દીપ્તિ’ અને ‘આચમન’ કાવ્યસંગ્રહોની રચના કરી. માત્રા મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે. એમની કવિતાઓમાં ગીતો અને ભજનો છે. ‘નાનકડી નારનો મેળો’, ‘ઝરમર’, ‘અમારા મનમાં’, ‘પરોઢિયાની પદમણી’ વગેરે નોંધપાત્ર ગીતો છે. ‘નયણાં’, ‘અમલકટોરી’, ‘હેલી’, ‘વિસામો’, ‘સુખડ અને બાવળ’ વગેરે ઉત્તમ ભજનો છે.
*🔘💠👉પરણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓ તેમના કાવ્યના વિષયો છે.*

*💠🔰🔘👉‘અખાભગત’ના ઉપનામથી એમણે ‘જન્મભૂમિ’માં કટાક્ષ-કટાર ચલાવી હતી.*

*💠👉 ‘કાવ્યપ્રયાગ’ માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો આસ્વાદ છે. એમણે ‘અત્તરના દીવા’, ‘વાંસનું વન’, ‘સેતુ’ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે. ત્રીજી જાન્યુઆરી ૧૯૮૦નાં દિવસે મુંબઈમાં અવસાન થયું.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

 

No comments:

Post a Comment