Saturday, February 2, 2019

વિશ્વ વેટલેન્ડ ડે - World Wetlands Day

 

World Wetlands Day

Celebration
World Wetlands Day is an environmentally related celebration which dates back to the year of 1971 when several environmentalists gathered to reaffirm the protection and love for wetlands. Wikipedia
Date: Tuesday, 2 February, 2021
 

*આજ 2ફેબ્રુઆરી આ દિવસને વિશ્વ વેટલેન્ડ ડે તરીકે ઉજવાય છે.*
પણ અફસોસ આ વિશે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાં માહિતી આપવામાં આવતી નથી🌴🌿🌲🍀🌴🍀🌴☘️🌴
*જલપ્લાવિત અને રામસર સાઇટ* Wetlands and Ramsar Sites
🍃🍀🌴☘️🌴☘️🌱🍀🍃🍀🌳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*🍄🍂🌾જલપ્લાવિત વિસ્તારો અંગે ‘રામસર કન્વેન્શન’ એ આવા વિસ્તારો અને ત્યાંની જૈવિક સમૃદ્ધિના સંરક્ષણ માટે લેવામાં આવેલું એક વૈશ્વિક સ્તરનું પગલું છે.*

*🌴🌾🍂આપણાં રાજ્યના પણ બે જલપ્લાવિત વિસ્તારો (1) નળસરોવર અને (2) કચ્છના નાના રણને પણ ‘રામસર સાઇટ’ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.*

*🌴🌱આપણા રાજ્યના જલપ્લાવિત વિસ્તારો આગવી સૃષ્ટિનું સર્જન કરે છે. 🌊🌊દરિયાકાંઠાનો જલપ્લાવિત વિસ્તાર અને 🌎જમીન ઉપરના જલપ્લાવિત વિસ્તારો બંનેમાં જો જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ સામાન્ય હોય તો તે પક્ષીઓ છે.*
🌚🌗 આ બંને પ્રકારના જલપ્લાવિત વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ લાખોની સંખ્યામાં ઊમટે છે અને સર્જે છે. આગવું પરિસરતંત્ર અને સાથે-સાથે સહેલાણીઓ માટેનું સ્વર્ગ ! ધ્યાનથી જોવામાં આવે તો આ સામાન્ય લાગતી પ્રક્રિયામાં અનેક વિસ્મયકારી ઘટનાઓ બનતી હોય છે.

🌚🌍જમ કે આ વરસે જામનગર સમુદ્રી ઉદ્યાનના વનસંરક્ષકશ્રી અને નાયબ વનસંરક્ષકશ્રી દ્વારા જામનગર સમુદ્રી ઉદ્યાનના દરિયાકાંઠા નજીકમાં *🦅🦅‘કાસ્પિયન ટર્ન’* કે જે કઝાકિસ્તાન અને દૂર દૂરના પ્રદેશોમાંથી આવતું યાયાવર પક્ષી છે.
 તેણે 400થી વધુ માળા એક જ સ્થળે બનાવેલા હોવાનું નોંધાયેલ છે. આ એક વિરલ ઘટના છે. ગુજરાતના દરિયાકાંઠે આટલી મોટી સંખ્યામાં આ પક્ષીના માળા એ એક રેકોર્ડ છે અને આ બાબતને પક્ષીવિદો ‘સેલિબ્રેટ’ કરી રહ્યા છે.

👆👉આવી તો પ્રકૃતિમાં ઘણી ઘટનાઓ બને છે. જો સામાન્ય નજરથી જોવામાં આવે તો તે ધ્યાનમાં પણ ન આવે પરંતુ વર્ષોવર્ષ તેનો ‘ટ્રેક’ રાખવામાં આવે તો તેમાં રોમાંચિત થિ જવાય તેવી બાબતો બનતી જોવામાં આવતી હોય છે.
👉કયારેક કોિ આપમા વિસ્તારોમાં ક્યારેય જોવા ના મળતું હોય તેવું યાયાવર...
 *‘વેગ્રન્ટ’ ભૂલથી આવી ગયેલું પક્ષી...* ક્યારેક સમુદ્રકાંઠા ઉપર *‘ગ્રીન ટર્ટલે’* કરેલું પ્રજનન કે પછી કાંઠા ઉપર આવી ચડતી વ્હેલ શાર્ક, દુગોંગ અને સામાન્ય રીતે જેના મોસમી સ્થળાંતરના ક્ષેત્રમાં ભારતના દરિયાકાંઠાનો સમાવેશ થતો નથી તેવી ભૂલથી આવી ચડેલી ‘બ્લૂ વ્હેલ’ આવી ઘણી રોમાંચ પમાડે તેવી ઘટનાઓ બનતી રહે છે.
પાણીની જૈવિકસૃષ્ટિથી આપણે મોટે ભાગે અજાણ છીે. નાના સૂક્ષ્મ જીવો, ફાયટોપ્લાન્કટન, અને ઝૂ પ્લાન્કટન એ પાણીમાં ઉદભવતી આહારશૃંખલાઓના પાયામાં છે. ત્યાંથી શરૂ થતી આહાર શૃંખલાને અસર કરતા હોય છે. આવી અનેક વિસ્મયકારી માહિતી લઇને ‘સૃષ્ટિ’નો વધુ એક અંક તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે વાચકમિત્રો તેને આવકારશે.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 
 
🔘🔘🔘🔘🔘🔘🔘🔘
      રામસર કન્વેન્શન, 1971
🔘🔘🔘🔘🔘🔘🔘🔘

♨️ રામસર સંમેલન પાણી ધરાવતી ભીની જમીનના સંરક્ષણ અંગેનો વિશ્વસ્તરીય પ્રયાસ છે.

♨️ભવિષ્યમાં ઝરણા, પાણીના વહેણ અને તળાવ જેવા 'વેટલેન્ડ"ના રક્ષણ માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય, રાજસ્થાન સરકાર તેમજ ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ કમીટી જાપાનના સયુંકત પ્રયાસોથી 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ" ની રચના કરવામાં આવી છે.

♨️IUCN : International Union for the Conservation of Nature
⏩HQ : ગ્લેન્ડ, સ્વિટઝરલેન્ડ

♨️1971 માં ઈરાનના  શહેર રામસરમાં આ કન્વેન્શન અપનાવવામાં આવ્યું હતું.

♨️2, ફેબ્રુઆરી, 1971ના રોજ સર્વપ્રથમ રામસર સંમેલનને તૈયાર કરવામાં આવ્યો હતો અને એ બાદ 21, ડીસેમ્બર, 1975 થી પૂર્ણત: અમલમાં મુકવામાં આવેલો હતો.

♨️ ભારત પહેલો એવો દેશ છે જેણે જળ પ્રદૂષણને ડામવા માટે વ્યાપક કાનુન બનાવેલા છે અને વિશ્વ સ્તર ઉપર વર્ષ 1981 માં 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ" દ્વારા આયોજિત સંમેલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.

♳વેટલેન્ડના સંરક્ષણ માટે સૌ પ્રથમ વર્ષ 1981માં પહેલું સંમેલન આયોજિત કરવામાં આવેલું હતું. આ સંમેલન બાદ દર 3 વર્ષે વિશ્વના કોઇ એક દેશમાં આ સંમેલન સતત કરવામાં આવી રહ્યું છે.

⚛️સમેલન

⏩COP : Conference of the Contracting Parties

🔙છલ્લુ સંમેલન - COP12  -  2015 : પુંન્ટા ડેલ એસ્ટ, ઉરુગ્વે

🔜COP13 -ઓક્ટોબર, 2018 - દુબઈ, સંયુક્ત અરબ અમીરાત

♨️વિશ્વ વેટલેન્ડ દિવસ : 2 જી ફેબ્રુઆરી

⏩ વર્ષ 1997થી વિશ્વ વેટલેન્ડ દિવસની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ માટે એક થીમ નક્કી કરવામાં આવે છે અને એ થીમના અનુસંધાનમાં ઉજવણી કરવામા આવે છે.
💥2018 ની થીમ : Wetlands for a Sustainable Urban Future


 ♨️ ભારતમાં વેટલેન્ડના સંરક્ષણ માટેના અનેક પ્રયાસો સફળતાપૂર્વક કરવામાં આવેલા છે. ઓરિસ્સામાં આવેલા ચિલ્કા સરોવરના સંરક્ષણ અને તેની મરામત માટે ભારતને વર્ષ 2002 મા "રામસર સંરક્ષણ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવેલ છે.

🔸વિશ્વમા કુલ રામસર સાઇટ : 2,306
🔸સૌથી વધુ સંખ્યા : યુનાઇટેડ કિંગડમ-170
🔸સૌથી વધુ વિસ્તારમાં :  બોલિવિયા

⚛️ ભારતમા કુલ 26 વિસ્તારોને આંતરરાષ્ટ્રિય સ્તરે 'રામસર સાઇટ" તરીકે ઓળખવામાં આવે છે.
  ⏩સૌથી વધુ : જમ્મુ કાશ્મીર...4 સાઈટ

📴  એક સર્વેક્ષણ પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ 831 વેટલેન્ડસ્ છે પણ દુર્ભાગ્યવશ માત્ર એક જ 'રામસર સાઇટ" તરીકે જાહેર કરવામાં આવેલ છે..."નળ સરોવર પક્ષી અભ્યારણ્ય " 😑😑..2012 મા....
  ⏩ જોકે વેટલેન્ડસ્ ઇન્ટરનેશનલના મંતવ્ય પ્રમાણે ગુજરાતમાં 31 વેટલેન્ડસ્ એવા છે જેનો સમાવેશ રામસર સાઇટની યાદીમાં થઇ શકે તેમ છે.🤗
જય હિંદ🇮🇳🇮🇳

No comments:

Post a Comment