Sunday, March 24, 2019

24 March --- વિશ્વ ક્ષય દિન

જ્ઞાન સારથિ, [24.03.17 08:46]
[Forwarded from Yuvirajsinh Jadeja]
😷😷😷😷😷😷😷😷
વિશ્વ ક્ષય નિવારણ દિન
✏️✏️✏️✏️✏️✏️✏️✏️


🚬પરતિ વર્ષ ૨૪મી માર્ચ ‘ વિશ્વ ક્ષય દિન’ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ૨૪ માર્ચ ૧૮૮૨માં જર્મની વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોકએ ટી.બી.ના જંતુ શોધ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે.

 અગાઉના સમયમાં આજના સમય જેટલું વિજ્ઞાન વિકસ્યું નહોતું અને તબીબી વિજ્ઞાના પણ આજની કક્ષાએ કાર્યરત નહોતું. ત્યારે કેટલાક જીવલેણ રોગોમાં મોટી સંખ્યામાં માનવમૃત્યું થતાં હતા. એ સમયમાં જેના નામ માત્રથી ભયભીત થવાતું તેવો ચિંતાજનક રોગ ક્ષયનો હતો જેને ટી.બીના નામે ઓળખવામાં આવતો હતો. આજે વિજ્ઞાના ટેકનોલોજીના અતિ આધુનિક વિકાસની સાથે તબીબી નિદાન સારવારના ક્ષેત્રે પણ ઘણી સારી શોધો થઇ છે. અને માનવજીવનને વધુ સ્વાસ્થ્યપૂર્ણ નીરોગી, સલામત, દીર્ઘાયુ બનાવવાની દિશામાં સિદ્ધિ મેળવી શકાઈ છે. લોકશિક્ષણની સાથે જનજાગૃતિ વધી છે. રોગ થતાં પહેલાની સાવચેતી અપનાવવામાં આવે છે. અને થયેલા ગંભીર રોગને શરૂઆતના તબક્કે જ યોગ્ય સારવાર આપી શકાય છે.



📌વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યૂ એચ ઓ (WHO)દ્વારા વિવિધ રોગોની જાગૃતિ માટે વિવિધ પ્રચાર પ્રસાર કરે છે.
📍આપણા દેશમાં પ્રત્યેક દિવસે દર દોઢ મીનીટે એક માનવીનું મૃત્યું ટી.બી.ને કારણે થાય છે. અને
📍૪૦,૦૦૦થી વધુ વ્યક્તિઓ ચેપ મલાગતાંદરરોજ ૫૦૦૦ લોકો આ રોગનો ભોગ બંને છે. આ કારણે આપણા દેશમાં દર વર્ષે રૂ. ૧૨,૦૦૦ કરોડનું આર્થિક નુકસાન થાય છે.
📌સમગ્ર વિશ્વમાં આ રોગને ઉગતો જ ડામવા માટે જાગૃતિના પ્રસાર માટે, એના નિયંત્રણ માટે વિવિધ સ્તરે કાર્ય કરવામાં આવિ રહ્યું છે. પ્રત્યેક વ્યક્તિ સમાજના, રાજ્ય,રાષ્ટ્રના જવાબદાર અંગ તરીકે આ દિશામાં જાગૃત બંને તો જ સાચા અર્થમાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી સાર્થક બને. આ રોગ સામે એક પ્રકારની લડતનું આંદોલન જગાવવામાં આવ્યું છે.

🛡 ગજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવે છે. અને વિવિધ પગલાં થકી આ રોગના ભોગ બનેલ વ્યક્તિઓને શોધી યોગ્ય સારવાર થકી તેમણે ક્ષયમુક્ત કરવામાં આવે છે. સરકારી આરોગ્ય સાથે સંકળાયેલ કર્મચારીઓ, તથા સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાનમાં જોડાયેલ છે.
💎ટી.બી.ની ગળફા તપાસ દ્વારા નિદાન અને ડોટ્સ પદ્ધતિની સારવાર બાબતે શ્રેષ્ઠ કામગીરી માટે ગાંધીનગર જિલ્લાએ આર.એન.ટી.સી.પી.ની કામગીરીમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત થયેલ છે. જાગૃત નાગરિક તરીકે આપણે પણ આસપાસમાં ક્યાંય પણ ક્ષયનો કોઈ દર્દી હોવાનું જણાય તો તેમના માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી આપણે સમાજની મોટી સેવા કરી શકીએ.

No comments:

Post a Comment