Saturday, March 23, 2019

રામ મનોહર લોહિયા -- Ram Manohar Lohia

💐👏💐👏💐👏💐👏💐👏💐
*👏👏રામ મનોહર લોહિયા👏👏*
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*ડો. રામમનોહર લોહિયા સમાજવાદી પક્ષના ને તા હતા, પરંતુ સાથે ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર પણ હતા. તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હિરાલાલ હતું. તેઓ શિક્ષક હતા તેમ જ રાષ્ટ્રવાદમાં રંગાયેલા હતા. ડો. રામમનોહર અદના માણસ હતા. એમણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે એમના બેંક બેલેન્સમાં તેમ જ મિલકતમાં કશું જ ન હતું.*

રામ મનોહર લોહિયા માનતા કે ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન ઘણું નીચું છે અને તેથી દરેક બાબતમાં તેમને પુરુષોને સમકક્ષ લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલાં તો મહિલાઓ માટે ટોઈલેટ ઉપલબ્ધ હોવા જોઈએ એમ તેઓ માનતા. લોહિયાના મતે લગ્નસંસ્થાનો કોઈ મતલબ નથી. તેમની વિચારધારા ક્રાંતિકારી હતી તેમાં શંકા નથી, પરંતુ સાથે એ પણ હકીકત છે કે મહિલાઓ સાથેના તેમના સંબંધોના વિવાદમાંથી પણ લોહિયા બચી શક્યા નહોતા. કહેવાય છે કે પ્રારંભમાં તેઓ ઈંદિરા ગાંધી તેમજ તારકેશ્વરી સિંહાના સૌંદર્યથી પ્રભાવિત હતા. પાછળથી તેમણે ઈંદિરા ગાંધીને ‘બહેરી ઢીંગલી’ તરીકે ઓળખાવ્યાં હતાં. દિલ્હી યુનિવર્સિટીના લેક્ચરર અને સમાજવાદી ચળવળનાં અગ્રણી રમા મિત્રા સાથેના લોહિયાના સંબંધો અંગે તે સમયે ઘણી ગુસપુસ થતી હતી.


💠🙏👉 બિહાર માં રામ મનોહર લોહિયાની વિચારધારાની પ્રેરણા લઈને ૨૦૦૯માં લોહિયા સ્‍વચ્‍છતા યોજનાનો અમલ કરવામાં આવ્‍યો હતો જે અંતર્ગત દરેક ધરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યુ છે.
👉મહારાષ્‍ટ્ર બાદ બિહાર બીજા નંબરનું રાજ્‍ય છે કે જેણે જાહેરમાં હિજરતની સમસ્‍યાનો સામનો કરવા યોજના બનાવી છે. લોહિયા સ્‍વચ્‍છતા અંતર્ગત રાજ્‍યના દરેક ધરમાં શૌચાલયનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યુ છે.

🎯👉🔰સન ૧૯૪૨નું વર્ષ હતું. હિંદ મહાસાગર તરફથી ચોમાસાનું આગમન થઇ ગયું હતું અને દેશમાં પૂર્ણ સ્વરાજની માગ બુલંદ બની હતી. આઠમી ઓગસ્ટની પૂર્વસંધ્યાએ ગાંધીજીએ રાષ્ટ્રને હાકલ કરી. તેમણે કહ્યું, ‘આ એક મંત્ર છે. એક નાનકડો મંત્ર તમને આપું છું જેને તમે તમારા હૃદયમાં સંગ્રહ કરી લો અને તમારા દરેક શ્વાસમાં તે વ્યાપી જવો જોઇએ. મંત્ર છેઃ કરો યા મરો.’ આ શબ્દ સાથે જ હિંદ છોડો ચળવળનો પ્રારંભ થયો. પૂર્વ અને પશ્ચિમમાં યુદ્ધ જારી હતું, સામ્રાજ્યવાદ સામેની લડત વધુ તીવ્ર બની. એક તરફ ભારત મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આગળ વધવા આતુર હતું. ગાંધીજી સમાજને અહિંસક આંદોલન અને સત્યાગ્રહ તરફ વાળવા માગતા હતા. તો બંગાળના સિંહ સુભાષચંદ્ર બોઝે 'દિલ્લી ચલો'નું સૂત્ર આપ્યું હતું અને તેઓ દેશને આઝાદ કરાવવા સૈન્ય સાથે આગળ ધપી રહ્યા હતા.
ચળવળની જાહેરાતના ૨૪ કલાકમાં તો તમામ મોટા નેતાઓની ધરપકડ કરી લેવાઇ હતી. આમ દિશાસૂચન કરનારું કોઈ ન હતું છતાં સમાજના તમામ નેતાઓએ લડત જારી રાખી હતી. સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ સાથે દેખાવો થતા હતા. પ્રજા બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં દેખાવો કરવાની સાથે સરકારી મકાનો પર કોંગ્રેસનો ધ્વજ ફરકાવી રહી હતી. લોકો ધરપકડ વહોરતા હતા અને જનજીવન ખોરવી નાંખ્યું હતું. વિદ્યાર્થીઓ અને ચળવળકારોએ હડતાલના મંડાણ કર્યા હતા. બંગાળમાં ખેડૂતોએ કરવધારા સામે લડત આપી હતી તો સરકારી અધિકારી કાયદો તોડી રહ્યા હતા. આ ઐતિહાસિક ઘટના હતી. આ માત્ર વિદેશીઓ સામેની ચળવળ ન હતી પરંતુ ભારતીય પ્રજામાં આવેલી જાગૃતિ હતી. આ ચળવળનો ઇતિહાસ ઘણા અજાણ્યા હીરોથી ભરેલો છે. ખેડૂતો, કામદારો, પત્રકારો, કલાકારો, વિદ્યાર્થી, શિક્ષણશાસ્ત્રીઓ, ધાર્મિક વડાઓ અને દલિતોની ઘણી અકથિત વાતો છે.
આ ચળવળે ઘણા નેતાઓને જન્મ આપ્યો, જેમાં ડો. રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ, અરુણા અસફ અલી વગેરે સામેલ હતા. દેશના ઘણા ભાગોમાં સમાંતર સરકારની રચાવા લાગી હતી. ચિત્તુ પાંડેએ બલિયામાં તો વાય. બી. ચવાણ અને નાના પાટિલે સતારામાં સરકાર રચી હતી. હિંદ છોડો આંદોલન એ રીતે એક વિરલ ઘટના હતી કેમ કે તેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. કેટલીક જગ્યાએ તો તેમણે ચળવળનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તેમાં માતંગીની હાઝરાનો ઉલ્લેખ નોંધનીય છે, જેણે મહિલાની બહુમlr ધરાવતું ૬૦૦૦ લોકોનું સરઘસ કાઢ્યું હતું અને એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતી. પોલીસ ગોળીબારમાં તેણે જીવ ગુમાવ્યો ત્યારે તિરંગો તેમના હાથમાં હતો. એ પછી સૂચેતા ક્રિપલાણી હતાં, જે પાછળથી દેશના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. ઓરિસામાં નંદીની દેવી અને શશિબાળા દેવી હતા જ્યારે આસામ કનકલતા બરુઆ અને કાહુલી દેવી જેવી યુવા મહિલા નેતાઓનું સાક્ષી બન્યું જેમણે પોલીસના દમનમાં જીવ ગુમાવ્યા હતા. ઉષા મહેતાનું યોગદાન વિરલ હતું કેમ કે તેમણે મુંબઈમાં કોંગ્રેસના ગુપ્ત રેડિયોનો પ્રારંભ કર્યો હતો. હિંદ છોડો આંદોલન એક પ્રકારે ઉથલપાથલનો પ્રારંભ હતો. જેણે ભારતના ભાવિ રાજકારણનો તખતો ઘડ્યો. ગાંધીજીએ ગોવાલિયા ટેન્ક મેદાનના ઐતિહાસિક પ્રવચનમાં કહ્યું હતું, ‘સત્તા આવશે તો તે ભારતની પ્રજાની હશે અને તેને કેવી રીતે સાચવવી તેનો નિર્ણય તેમણે કરવાનો છે.’

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

પ્રકાશ ન. શાહ દ્વારા ઓપીનીયન સમાચાર કોલમ માં આ લેખ રામ મનોહર લોહિયાની જન્મ શતાબ્દીની અવસર પર છપાયેલ હતો. આજે એમના અવસાન ને ૫૦ વર્ષ પૂર્ણ થયા. ત્યારે એમની સંપૂર્ણ માહિતી મેળવવા ફરી એકવાર જુનો લેખ રજુ કરીશ.

Category :- Samantar Gujarat / Samantar

રામ મનોહર લોહિયા : શતાબ્દીની સલામ 

ઝુઝારુ સમાજવાદી રામમનોહર લોહિયા (૨૩-૩-૧૯૧૦ : ૧૨-૧૦-૧૯૬૭)નું તો આ શતાબ્દી વર્ષ છે. કિયે છેડેથી એમને સંભારવાનું શરૂ કરવું ? થાય છે, જગતતખતે ઓબામાના ઉદયને અનુલક્ષીને અમેરિકી છેડેથી બે'ક વાત કરું. સ્વરાજ પછી લોહિયા બે વાર અમેરિકા ગયા હતા, ૧૯૫૧માં અને ૧૯૬૪માં પહેલીવાર એ ગયા અને અમેરિકામાં ઠેકઠેકાણે મળવાબોલવાનું, જાણવાસમજવાનું બન્યું એમાં મોન્ટગોમેરીનીયે મુલાકાતનો સમાવેશ થતો હતો. ત્યાંની એક સભામાં એ રંગદ્વેષ વિશે તેમ અન્યાય સામે સવિનય કાનૂનભંગ અગર સિવિલ નાફરમાનીના ગાંધીદીધા હથિયાર બાબત ખુલીને બોલ્યા હતા, બોલતે બોલતે ખીલ્યા હતા. કહે છે કે સભાર્થીઓમાં એક અશ્વેત સન્નારી પણ હતાં - રોઝા પાર્ક્સ. પછીથી, જેમના બસ-ધરણા સાથે સમતાની લડાઈ માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં એક નવો મુકામ હાંસલ કરવાની હતી એ રોઝા પાર્ક્સ.

જોકે ૧૯૫૧ની એ મુલાકાતમાં નહીં એટલા લોહિયા, પછીથી, ૧૯૬૪ની મુલાકાતમાં ઝળક્યા અને ચમક્યા હતા : હવે ચોપ્પનેક વરસના એ, ૧૯૪૨ના વીરનાયકો પૈકીના એક, સ્વરાજનાં બરાબળ સોળે વરસે ૧૯૬૩માં પહેલપરથમ લોકસભા લગી પહોંચ્યા હતા અને લાંબા સમય લગી વડાપ્રધાનપદે રહેલા જવાહરલાલ નેહરુ સામે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત પર બહસ શક્ય બનાવીને ઇતિહાસ સર્જ્યો હતો. સ્વરાજના સત્તા-પ્રતિષ્ઠાનની ભીંત ફાડીને પીપળો જાણે કે ઊગવા કરતો હતો. સાંસદ લોહિયાએ અમેરિકાની મુલાકાત દરમ્યાન, ભારતીય લેબાસમાં (અલબત્ત, થોડા ગોરા મિત્રો સાથે) એક કાફેટેરિયામાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, અને તેઓ એક અશ્વેત હોઈ એમને રોકવામાં આવ્યા હતા. હોહલ્લા વચ્ચે, આ સિવિલ નાફરમાનદારને પોલીસ બંદોબસ્ત ઉર્ફે પકડમાં ત્યાંથી ખસેડવાની નોબત આવી હતી.

ગમે તેમ પણ, લોહિયાને અમેરિકી ધરતી પર સત્યાગ્રહી પ્રતિકાર સૂઝી રહ્યો એ બીનામાં એક સાથે બે વાનાં બહાર આવ્યાં - એક તો , એ વિશ્વ નાગરિક હતા, અને બીજી વાત કે સમતાના સદાસન્નદ્ધ સિપાહી પણ હતા. સમતા અને સ્વતંત્રતાની લડાઈ તેમજ સિવિલ નાફરમાનીનું ઓજાર, એમને સારુ સર્વદેશીય-સાર્વભૌમ-સર્વકાલીન બાબત હતી. કદાચ એ જ એમના અસ્તિત્વની ઓળખ અને પરખ હતી. નેપાળ, જ્યાં એ, જયપ્રકાશ અને બીજા ૧૯૪૨માં કયારેક ભોમભીતર હતા - એ નેપાળમાં, પછીનાં વરસોમાં રાણાશાહી સામેના સંઘર્ષમાં ; દેશ આઝાદ થવામાં હતો અને ગોવા હજુ પોર્ટુગલ તાબે હતું ત્યારે ત્યાં સ્વરાજને સારુ સિવિલ નાફરમાની છેડવામાં, લોહિયા ક્યાં ક્યાં નહોતા ! ગોવાની જેલમાં હતા એ, ગાંધીએ ત્યારે કહેલું - લોહિયા આજે કારાગૃહમાં છે તો માનો કે ભારતનો અંતરાત્મા બંધનોમાં છે.

લોકસભામાં લોહિયા જેમ અવિશ્વાસની દરખાસ્ત ઉગામીને તેમ દેશવાસીની સરેરાશ આવક વાસ્તવમાં કેટલી છે એ મુદ્દે બહસ ઉપાડીને છવાઈ ગયા હતા. આ બહસની પિછવાઈ કહો, પગેરું કહો એમની એ માંડણીને આભારી હતાં કે અમેરિકા એના પ્રમુખ પાછળ પોતાની સરેરાશ માથાદીઠ આવકને હિસાબે જે ખરચે છે એના કરતાં અનેકગણું ગરીબ ભારત એના વડાપ્રધાન પાછળ ખરચે છે - રોજના પચીસ હજાર રૂપિયા. જવાહરલાલે પ્લાનિંગ કમિશનને ટાંકીને રોજની માથાદીઠ આવક ૧૫ આના કહી ત્યારે લોહિયાએ ૩ આના સાબિત કરી બતાવ્યા હતા. પહેલી વાર, ગરીબો અને ગરીબી એક સાર્થક ચર્ચાનો મુદ્દો ત્યારે બન્યાં હતાં. કદાચ છેલ્લી વાર પણ ; કેમકે ઇંદિરાજીનાં 'ગરીબી હટાઓ'માં પોપ્યુલિસ્ટ પોલિટિક્સનો પાક્કો પેચ હતો. જોકે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના દોરમાં વિશ્વવિમર્શમાંથી હવે તો ગરીબીનો કાંકરો જ નીકળી ગયો છે એ જોતાં આ પોપ્યુલિસ્ટ તો પોપ્યુલિસ્ટ બેત પણ ઠીક લાગે તો નવાઈ નહીં.

લોહિયા સમાજવાદી હતા, નિ:શંક હતા. પણ ગરીબીની ચર્ચામાં એમને માર્ક્સ સુધ્ધાં (માર્ક્સવાદની સહજ યુરોપીય પાર્શ્વભૂ જોતાં) બધો વખત જેમના તેમ સ્વીકાર્ય હશે તેમ જણાતું નથી. કૈં નહીં તોપણ એમનાં બે નિરીક્ષણો આ સંદર્ભમાં લાજિમ છે. એક તો, શું મૂડીવાદ કે શું સામ્યવાદ, બેઉ મોટા ઉદ્યોગો ને રાક્ષસકાય યંત્રઆયોજના પર ભાર મૂકે છે, એની સામે રોજગાર એટલા પ્રમાણમાં શક્ય નથી. જે ત્રીજી દુનિયા છે એને તો એની વિશાળ આમજનતા માટે, એના મધ્યમવર્ગી અને મહેનતકશ તબકાઓ માટે રોજગાર જ રોજગારની તાકીદ અને તકાજો તેમજ તાણ છે. યંત્રથી માણસનો વૃથા શ્રમ - ખાસ કરીને વેઠ - ઘટે તે ઠીક જ છે, પણ જરૂરત માફકસરની ટેક્નોલોજીની છે - એવી ટેક્નોલોજીની જેમાં દૂર બેઠે કોઈ ભીમકાય ઉદ્યોગશાહનો, બહુરાષ્ટ્રીય કંપનીનો સંચાર ન હોય. ૧૯૫૧માં, અમેરિકાની મુલાકાત દરમ્યાન લોહિયાએ વ્યક્ત કરેલી ચિંતાઓ - કોઈએ ૨૦૦૮-૨૦૦૯ના અમેરિકાને યાદ કરાવવા જેવી છે.
〰〰〰〰〰〰〰〰

ઝુઝારુ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા ! કહે છે કે લખતાં લોહિયો તેમ લઢતાં લોહિયો ! પક્ષો જ્યારે નકરાં ઇલેક્શન એન્જિન બનીને ખોવાતા ને ખવાતા માલૂમ પડ્યા ત્યારેઆ એક માણસ એવો હતો, સદૈવ સિવિલ નાફરમાની મિજાજનો, જેણે કહ્યે રાખ્યું હતું કે જિંદા કૌમે પાંચ સાલ તક ઇંતજાર નહીં કરતી. પછીથી, ૧૯૪૨માં, દેશમાં નવી નેતાગીરીને મોખરે જે બે વ્યક્તિત્વ ઉભરવાનાં હતાં - ૪૦ વરસના જયપ્રકાશ અને ૩૨ વરસના રામ મનોહર - એમનું માન ને મૂલ્યાંકન કેવું હશે હરિજન પત્રોના તંત્રી (મહાત્મા ગાંધી)ના મનમાં કે કૉંગ્રેસે અપનાવવા જોગ સમાજવાદી કાર્યક્રમની જેપીની હિમાયત એમણે ૧૯૪૦માં ચહીને પ્રકાશિત કરી હતી ; જેમ 'સત્યાગ્રહ, આજે ને અબઘડી' ('સત્યાગ્રહ નાઉ') એ લોહિયાનો લેખ જૂન ૧૯૪૧માં પ્રકાશિત કર્યો હતો... 'ક્વિટ ઇન્ડિયા'નો ઠરાવ તો હજુ ઑગસ્ટ ૧૯૪૨માં આવવાનો હતો, પણ એના સવા વરસ પહેલાં.

જિંદા કૌમે પાંચ સાલ તક ઇન્તજાર નહીં કરતી, એ લોહિયા-ભૂમિકા સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કેવળ બરકરાર જ ન રહી, ઓર નિખરી. જેમ બીજા કેટલાક તેજસ્વી માણસોની તેમ આ બે જણની - લોહિયા અને જયપ્રકાશની - વિશેષતા એ રહી કે તેઓ સત્તાની લગોલગ હોઈ શકે ત્યારે પણ એમણે સમાજની સટોસટ દિલ્હી દરબાર નહીં પણ લોક મોઝાર રહેવું પસંદ કર્યું. જયપ્રકાશ સર્વોદય અને રચનાકાર્યમાં ચાલ્યા ગયા તો લોહિયા અણથક રાજકીય સંઘર્ષમાં રમતા રહ્યા. પણ એમના સંઘર્ષોમાં એક સાંસ્કૃતિક પિછવાઈ સતત રહી. પાછલાં વર્ષોમાં જેમ જયપ્રકાશે 'સંપૂર્ણ ક્રાન્તિ'ને ધોરણે એક લડાયકવિધાયક નેતૃત્વ આપ્યું, લોહિયાએ તેમ એમના સંઘર્ષોમાં 'સપ્ત ક્રાન્તિ'ની ભૂમિકા લીધી : આર્થિક અસમાનતાનું નિર્મૂલન ; નાતજાતગત ઊંચનીચ ભેદભાવ ; સ્ત્રી-પુરુષ અસમાનતા; સામ્રાજ્યવાદ; રંગદ્વેષ; સમષ્ટિ (કલેક્ટિવિટી)ના ઓથર સામે વ્યક્તિગત અધિકારો; સવિનય કાનૂનભંગની વિધિવત્ સ્થાપના - આ એમનાં ક્રાન્તિક્ષેત્રો રહ્યાં.

એમણે જોયું કે ઇલેક્શન એન્જિન અને સત્તા - પ્રતિષ્ઠાન બની રહેલ કૉંગ્રેસ પક્ષ એવો ને એટલો જામી પડેલો છે કે એને હટાવ્યા વગર યથાસ્થિતિને સ્થાને પરિવર્તનની રાજનીતિને સારુ અવકાશ હોવાનો નથી. આ સમજમાંથી એમણે બિનકૉંગ્રેસવાદનો અભિગમ વ્યૂહ નિપજાવી કાઢ્યો. ૧૯૬૭માં સંવિદ કહેતાં સંયુક્ત વિધાયક દળની જે રણનીતિ બની તે આ બિનકૉંગ્રેસવાદને આભારી હતી : '૬૭ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પછી કેટલાક મહિનાઓ લગી એક એવી પરિસ્થિતિ બની હતી કે તમે અમૃતરસથી ગાડી પકડો અને કલકત્તા પહોંચો ત્યાં લગી એકે કૉંગ્રેસ-શાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે. કમનસીબે, ૧૯૬૭ના ઑક્ટોબરમાં લોહિયા ગયા અને આ પ્રયોગનો કસ કાઢવા સારુ એમની ઓથ અને સોબત ન રહી.

પણ તમે જુઓ કે, અલગ છેડેથી, ૧૯૭૭નું જનતા રાજ્યારોહણ એ બરાબર એક દસકે નવી દિલ્હીમાં બિનકૉંગ્રેસવાદની પ્રતિષ્ઠાનું હતું. અલબત્ત, ૧૯૬૭માં નહીં એવું ને એટલું લોક આંદોલનનું સૅન્ક્શન ૧૯૭૭ના જનતા પર્વની પાછળ હતું. જેપીએ જી. જાનથી, સંપૂર્ણ સમર્પિતતાથી એમની છેલ્લી (જે ખરું જોતાં છેલ્લાથી આગલી હોવી જોઈતી હતી) ઇનિંગ્ઝ ત્યારે ખેલી જાણી હતી. લોકશાહીની પુન:પ્રતિષ્ઠામાં એ ઇતિહાસનિમિત્ત બની રહ્યા ; પણ લોકશાહી સુવાણ થકી જે ક્રાન્તિ ડગ શક્ય બનત એને પૂરો અવસર ન મળ્યો, કેમકે શ્વાસનો હિસાબ ખૂટ્યો હતો.

લોહિયા-જયપ્રકાશ-ક્રિપલાણી આદિને આપણે સ્વાભાવિક જ કેવળ લોકશાહી માળખા અને પ્રક્રિયાના સીમિત સંદર્ભમાં સંભારતા નથી. ધોરણસરના રાજકારણથી - અને એ પણ મોટી વાત છે - આગળ વધીને પરિવર્તન વાસ્તે ભોં ભંગાતી ચાલે એવી જે એક આપણી ધખના અને ચાલના છે એ સ્તો આપણને આવાં વ્યક્તિત્વ અને નેતૃત્વ કને વારેવારે જવા ધકેલે છે, નોળિયાને જેમ નોળવેલ.

જોકે, આ નોળવેલનું સારસત્ત્વ અને સ્વારસ્ય 'બિનકૉંગ્રેસવાદ' અગર 'ઇંદિરા હટાઓ' માં સીમિત નહોતું ને નથી. ભાજપની ઘોર સાંપ્રદાયિક રાજનીતિ માટે અંજીરપાંદ (ફિગલીક) બની રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ તે લોહિયાઈ બિનકૉંગ્રેસવાદના વારસદાર બિલકુલ નથી. જ્યાં સુધી રાષ્ટ્રવાદનો અને હિંદુ વારસાનો સવાલ છે, લોહિયાએ 'હિંદુ બનામ હિંદુ'થી માંડીને 'રામાયણ મેળા' સરખી માંડણીઓ થકી રીનેસાંસ અને રેફર્મેશન તેમ નાગરિક સમાજને લાયક સાંસ્કૃતિક નવજાગરણની એક ભૂમિકા રચવા ધારી હતી. ફર્નાન્ડીઝ પુરસ્કૃત અડવાણી કારણ જેવો ધરમમજહબનો કારોબાર એ બેલાશક નહોતો.

'હિંદુ બનામ હિંદુ' એ એક સ્વતંત્ર નિરૂપણ ને વિચારણા માગી લેતી વાત છે, અને એની ચર્ચા વળી ક્યારેક ... હાલ તો, રામ મનોહર લોહિયાને શતાબ્દીની સલામ !
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment