Sunday, March 31, 2019

Sheila Dikshit

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ નિધન
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

🎯💥💠દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિત (Sheila Dikshit) શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થઇ ગયું. 81 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયતી બિમાર હતા. તેમને આજે સવારે જ દિલ્હીની એસ્કાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દિલ્હી કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ પણ હતા. મળતી માહિતી અનુસાર લાંબા સમયતી બિમાર હતા. હાલમાં જ શીલા દીક્ષિત એઆઇસીસીમાં રાષ્ટ્રીય રાજધાની મુદ્દાના વડા પીસી ચાકોની સાથે ચાલી રહેલા મતભેદોના કારણે માધ્યમોમાં ચમક્યા હતા.

🎯1. શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ થયો હતો.

🎯2. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્ય મંત્રી રહી ચુક્યા છે.

🎯3. શીલા દીક્ષિત લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીના ઉત્તરપૂર્વી સીટથી ચૂંટણી લડ્યા હતા. જો કે આ સીટ પર ભાજપ નેતા મનોજ તિવારીએ તેમને પરાજીત કર્યા હતા.




🎯4. શીલા દીક્ષિતનાં રાજનીતિક સફરની વાત કરીએ તો તેઓ 1984થી 89 સુધી કન્નોજ (ઉપ્ર)થી સાંસદ હતા.

🎯5. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પંચનુ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે જ લોકસભાની સમીતિઓમાં પણ જોડાયેલા રહ્યા હતા.

🎯6. શીલા દીક્ષિત રાજીવ ગાંધી સરકારમાંકેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે.

🎯7. શીલા દીક્ષિત 1998થી 2013 સુધી સતત 3 વખત દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. ત્યાર બાદ તેઓ 2014માં કેરળનાં રાજ્યપાલ પણ રહ્યા.


🎯8. શીલા દીક્ષિતનાં વ્યક્તિગત્ત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ પંજાબના કપુરથલામાં થયો હતો. શીલા દીક્ષિતે દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસમાં ઇતિહાસ સાથે માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

🎯9. તેમના લગ્ન યુપીના ઉન્નાવના આઇએએસ અધિકારી સ્વર્ગીય વિનોદ દીક્ષિત સાથે થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિનોદ દીક્ષિત બંગાળના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસનાં મોટા નેતા સ્વર્ગીય ઉમાશંકર દીક્ષિતનાં પુત્ર હતા. શીલા દીક્ષિતનો પુત્ર સંદિપ દીક્ષિત પણ દિલ્હીના પૂર્વ સાંસદ રહી ચુક્યા છે.

🎯10. દિલ્હીના 3 વખત મુખ્યમંત્રી રહી ચુકેલ શીલા દીક્ષિતને રાજીવ ગાંધી બાદ સોનિયા ગાંધી પણ ખાસ મહત્વ આપતા હતા.

🎯11.શીલા દીક્ષિત વર્ષ 1998માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવાયા હતા.

👍12. 1998માં જ લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે પૂર્વી દિલ્હીથી ચૂંટણીમાં ઉતર્યા હતા જો કે હારી ગયા હતા. જો કે તેમ છતા પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવતા તેઓ સતત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.

🎯🙏🙏જઞાન સારથિ🙏🎯🎯
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

No comments:

Post a Comment