Friday, April 5, 2019

બાબુ જગજીવનરામ --- Babu Jagjivan Ram

♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
🔘🔘🔘બાબુ જગજીવનરામ🔘🔘🔘
⭕️💠⭕️💠⭕️💠♦️💠♦️💠♦️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાં કુમાર
👉પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામના પુત્રી છે.

♦️🙏👉⛳જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

🍃🌴🌲🌳🌿ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🎍💣🔫ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️⭕️⭕️→ જગજીવન રામના જીવનનાં ઘણાં બધાં પાસાં છે. ભારતના સંસદીય લોકતંત્રના વિકાસમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહેલું છે. ૧૯૩૬માં માત્ર ૨૮
વર્ષની ઉંમરે ભિજાર વિધાનસભા પરિષદના સભ્ય તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

⭕️⭕️⭕️→ જગજીવન રામનો જન્મ ભિજાર રાજ્યમાં આવેલ અરાહ શહેરની પાસે આવેલ ચંડવા ગામ ખાતે ૫ એપ્રિલ, ૧૯૦૮ના રોજ થયો હતો.

⭕️⭕️⭕️→ જ્યારે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫
અનુસાર ૧૯૩૭માં ચૂંટણી થઇ ત્યારે જગજીવન રામ ડિપ્રેસ્ડ ક્લાસ લીગના ઉમેદવાર તરીકે નિર્વિરોધ એમએલએ ચૂંટાયા હતા. તે સમયે દેશ આઝાદ થયો ન હતો.

⭕️⭕️⭕️→ અંગ્રેજો બિહારમાં પોતાની સરકાર બનાવવા માગતા હતા જેના માટે તેમણે જગજીવન રામને લાલચ આપી તેમની તરફેણમાં લેવાનો પ્રયાસ
કર્યો હતો. પણ જગજીવન રામે અંગ્રેજોને સાથ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તે પછી બિહારમાં કોંગ્રેસની સરકાર આવી અને જગજીવન રામ મંત્રી બન્યા. પણ વર્ષની અંદર જ અંગ્રેજોના બેજવાબદારીભર્યા વર્તનને પરિણામે જગજીવન રામે મહાત્મા ગાંધીના કહેવા પર કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.

⭕️⭕️⭕️→ જે પછી જગજીવન રામ ગાંધીજીએ શરૂ કરેલ આંદોલનમાં જોડાયા અને તેમની સાથે જેલમાં પણ ગયા.

⭕️⭕️⭕️→ બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજો ભારત છોડવા માટે મજબૂર થઇ ગયા હતા. તે સમયે અંગ્રેજોનો ઇરાદો સારો ન હતો. તેઓ એવું ઇચ્છતા હતા કે પાકિસ્તાનની જેમ ભારત દેશના પણ અંદરોઅંદર
ભાગલા પાડી દેવા. પણ ત્યારે શિમલામાં કેબિનેટ મિશનની સામે જગજીવન રામ ડિપ્રેસ્ડ ક્લાસ
લીગના પ્રતિનિધિના રૂપમાં સામેલ થયા અને દલિતો અને અન્ય લોકો વચ્ચે મતભેદ ઊભા કરવાની અંગ્રેજોની કોશિશને નાકામિયાબ કરી.

⭕️⭕️⭕️→ ભારતની સંસદને જગજીવન રામ પોતાનું ઘર જ માનતા હતા. મંત્રીના નામ અને પદ પર તેમના ભાગે જે કાંઇ પણ કામ આવ્યું તે તેમણે સુપેરે નિભાવ્યું.

⭕️⭕️⭕️→ ૧૯૫૨ની ચૂંટણી પછી જગજીવન રામને પંડિત જવાહર લાલ નહેરુએ તેમને સંચારમંત્રી બનાવ્યા. 
⭕️તે સમયે સંચાર વિભાગમાં જ વિમાન વિભાગ આવરી લેવામાં આવતો હતો. તેમણે પ્રાઇવેટ વિમાન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું તેમજ નાનાં નાનાં ગામડાંમાં પોસ્ટઓફિસના નેટવર્કની શરૂઆત કરી.
⭕️⭕️⭕️→ જગજીવન રામના જીવનકાળ દરમિયાન અનેક તકલીફો આવી. ક્યારેક અંગ્રેજો દ્વારા તો ક્યારેક દેશના ઉચ્ચ હોદ્દા પર બિરાજતા નેતાઓ અને રાજનેતા દ્વારા પણ તેમણે ક્યારેય લોકતાંત્રિક મૂલ્યો સાથે સમાધાન કર્યું નથી. તેઓ સાચા અર્થમાં ભારતના નિર્માતા હતા.

💐💐→ 6 જુલાઇ 1986 ના રોજ 78 વર્ષની ઉંમરે આ મહાન રાજનીતિજ્ઞનું અવસાન થયું.જગજીવન રામને ભારતીય સમાજ અને રાજનીતિમાં 'દલીત વર્ગના મસીહા' તરીકે યાદ કરવામાં આવે છે.તેઓ સ્વતંત્ર ભારતના કેટલાક ચુનંદા નેતાઓમાંના એક હતાં જેમણે દેશની રાજનીતિની સાથે સાથે દલીત સમાજને પણ નવી દિશા આપી હતી.🙏💐🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

⛳ બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિને સમતા દિવસ તરીકે ઉજવાય છે...

⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.
⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને👏👏
💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.
🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.
🚩મહાપુરુષો નાં સમાધિ સ્થળો
રાજઘાટ – મહાત્મા ગાંધી
શાંતિવન – જવાહરલાલ નેહરુ
વિજયઘાટ – લાલ બહાદુર શાસ્ત્રી
શક્તિસ્થળ – ઇન્દિરા ગાંધી
અભયઘાટ – મોરારજી દેસાઈ
કિસાનઘાટ – ચૌધરી ચરણસિંહ


ીર ભૂમિ – રાજીવ ગાંધી
મહાપ્રયાણ ઘાટ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
નારાયણ ઘાટ – ગુલઝારી લાલ નંદા
સમતા સ્થળ – જગજીવનરામ
ચેત્રા ભૂમિ – ડૉ. બી. આર. આંબેડકર
એકતા સ્થળ – જ્ઞાની જૈલ સિંહ

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👉ઇંદિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ તે સમયમાં નેતાઓનું કોંગ્રેસમાંથી પલાયન શરૂ થયું હતું. યશવંતરાવ ચવ્હાણ, બાબુ જગજીવન રામ, ચન્દ્રશેખર જેવા ઇંદિરા ગાંધીના નિકટના નેતાઓ મોરારજીભાઇના જનતા પક્ષમાં જોડાઇ ગયા હતા. 

👉બાબુ જગજીવન રામને ભવ્ય અંજલિ આપતાં મોદીએ જણાવ્યું હતું કે ‘બાબુ જગજીવનરામ ભારતનું ગૌરવ છે. તેમની જન્મજયંતિ પ્રસંગે ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ કાર્યક્રમનો આરંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો હેતુ દરેક ભારતીયને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે.

👉🗣ઉત્તર પ્રદેશમાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ લોન્ચ કરવાનો તેમનો નિર્ણય મહત્ત્વનો છે .ત્યાં ૨૧ ટકા દલિત વસતિ છે. જે રાજ્યોમાં સૌથી વધુ છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા કાર્યક્રમમાં મહિલાઓ અને દલિતો પર વધુ ધ્યાન અપાશે. કારણ કે નવી યોજનામાં મહિલાઓ અને દલિતો માટેની છે. તેમણે યોજના લોન્ચ કરતાં જણાવ્યું હતું કે નોકરી મેળવનારાઓ બીજાઓ માટે નોકરીની તક આપી શકશે. દલિતો અને ગરીબો દેશમાં જુદી જુદી નવરચનામાં પ્રણેતા બની રહેશે તેમને તક મળતાં સમાજને લાભ થશે.

🗣🗣🗣વડાપ્રધાન નરેદ્ર મોદીએ નોઈડામાં સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમનું લોન્ચિંગ કર્યું. આ સ્કીમ ST અને SC લોકો તથા મહિલાઓને સરળતાથી લોન મળી શકે તે હેતુથી આ સ્કીમ પ્રમોટ કરવામાં આવી છે.
આ અવસરે વડાપ્રધાને કહ્યું કે, દલિત અને ગરીબોને તક આપીને દેશના વિવિધ વિસ્તારોમાં વિકાસ કરી શકાય છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા લાવવાનો મારો ઉદ્દેશ જ આ છે. અવસર મળવા પર દલિત ભાઈબહેનો બહુ જ કામ કરી શકે છે.
વધુમાં PM મોદીએ કહ્યું કે આ યોજનાને કારણે તેણે બીજા પર આશા રાખીને નહિ બેસવું પડે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ દલિતોને 10 લાખથી 1 કરોડ સુધીની લોન મળી શકશે. અને જો ક્ષમતા હશે તો તે ભવ્ય સપનાઓને સાકાર કરી શકશે.
આ યોજનાથી દલિત મહિલાઓ અને લોકોને નવા ઉદ્યોગ શરૂ કરવાની તક મળી શકશે. PM મોદીએ કહ્યું કે જોબ શોધનારાઓએ જોબ ક્રિએટર બનવાની જરૂર છે. આ સ્કીમ દલિત લોકોનું જીવન બદલી શકે છે.
👏👏આ યોજના બાબુ જગજીવનરામની જન્મતિથિ પર લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 5100 ઈ-રિક્ષા પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી.

સરકાર આ યોજના અંતર્ગત 2.5 લાખ દલિત ઉદ્યમીઓ તૈયાર કરશે. વડાપ્રધાને ઈ-રિક્શા મેળવનારા લોકો સાથે ચાય પર ચર્ચા કરી હતી. મંચ પર વડાપ્રધાન સાથે 17 દલિત સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડ અપ ઈન્ડિયા અભિયાનના ઉદઘાટન દરમિયાન વડાપ્રધાને સિલેક્ટેડ લોકોને સ્ટેન્ડ અપ ઈન્ડિયા લોનની સ્વીકૃતિ પત્ર આપ્યા હતો. કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટેન્ડ અપ ઈન્ડિયા વેબસાઈટનું પણ વિમોચન કર્યું. વડાપ્રધાને કહ્યું કે, હવે મોબાઈલ દ્વારા પણ ઈ-રિક્ષાનું બુકિંગ કરવામાં આવશે. નાના દુકાનદારો માટે સરકારે બેંકના દરવાજા ખોલી દીધા છે. 
આ પ્રસંગે વડાપ્રધાને નોઈડામાં કૌશલ વિકાસ કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું હતું.સ્ટેન્ડઅપ ઈન્ડિયા અંતર્ગત 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીની લોન મળશે. આ લોન દ્વારા વેપારને પ્રોત્સાહન આપવામાં આવશે. યોજના અંતર્ગત સૂચિબદ્ધ વાણિજ્યિક બેંકની શાખાઓ ઓછામાં ઓછા બે આવી લોન આપશે. ઉલ્લેખનીય છે કે, બાબુ જગજીવનરામની જન્મતિથિ પર આ સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું....

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment