ચંદ્રવદન મહેતા
📚🙏📚🙏📚📚🙏🙏📚
📚૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાનો જન્મ
🙏🏻ચંદ્રવદન ચીમનલાલ મહેતા
( ૬ એપ્રિલ , ૧૯૦૧ -
💐ચોથી મે , ૧૯૯૧
📚 ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે
📚ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૬ એપ્રિલ, ૧૯૦૧ - ચોથી મે, ૧૯૯૧) પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને કવિ હતા. તેઓ ચં. ચી. મહેતા અથવા ચંદ્રવદન મહેતા એવા ટુંકા નામે ઓળખાતા હતા.
🖊બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
🖌૧૯૨૮માં તેઓ નવભારત ના સંપાદક તરીકે જોડાયા હતા.
🎙📺૧૯૫૪માં અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે રહ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા.
📚
‼️૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.
🚩ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે.
‼️🚩ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં.
🚩🔻મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.
🏆૧૯૩૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને
🏆૧૯૪૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
🏆✖️૧૯૫૦માં તેમને એનાયત થયેલા કુમાર સુવર્ણ ચંદ્રકનો તેમણે અસ્વિકાર કર્યો હતો.
🏆૧૯૬૨માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.
🏆૧૯૭૧માં પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયાં માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
🏆૧૯૭૧માં તેમને ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.
🏆૧૯૮૪માં, તેમને સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.
📚આગગાડી ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક છે. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે.
📚આગગાડીનું અંગ્રેજી ભાષાંતર તેમણે પોતે આર્યન રોડ તરીકે કર્યું છે.
📚🚩બાંધ ગઠરિયાં ભા. ૧-૨ (૧૯૫૪) ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી🙏 આત્મકથાનો🙏 એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે.
📚ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.
🚩‼️🚩૧૯૬૦માં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિએટર ઇન્સ્ટ્યુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે ૨૭ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે🙏

No comments:
Post a Comment