Sunday, April 7, 2019

7 April

જ્ઞાન સારથિ, [07.04.17 09:49]
📮 ૭ એપ્રિલ 📮
🎁 વિજયરાય વૈધ 🎁

👁‍🗨ગજરાતી સાહિત્ય, વિવેચન કલાના આર્દ્ર દ્રષ્ટા વિજયરાય વૈધનો જન્મ તા. ૭/૪/૧૮૯૭નારોજ ભાવનગરમાં થયો હતો.

👁‍🗨પિતાનું નામ કલ્યાણરાય હતું.

👁‍🗨પરાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું.




👁‍🗨 તઓ ભાવનગર કોલેજમાંથી અંગ્રેજી સંસ્કૃત વિષય સાથે બી એ થયા.

👁‍🗨આ સમયગાળામાં સાહિત્યનો રંગ તો લાગી જ ગયેલો અને લેખનપ્રવૃત્તિ પણ શરૂ કરી હતી.

👁‍🗨 બટુભાઈ ઉમરવાડીયાના ‘ ચેતન’ માં સહતંત્રી તરીકે જોડાયા.

👁‍🗨ઈ.સ. ૧૯૨૨થી બે વર્ષ મુનશીના ‘ ગુજરાત’માં વ્યવસ્થાપક અને સહતંત્રી તરીકે સેવા આપી હતી.

👁‍🗨તયારપછી ઈ.સ. ૧૯૨૪માંએમને ‘ કૌમુદી’ ત્રિમાસિક ની શરૂ કર્યું.

👁‍🗨ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૩૭ સુધીમાં તેર વર્ષ સુધી ‘ કૌમુદી’ માસિક દ્વારા સાહિત્યની સેવા કરી.

👁‍🗨ઈ.સ. ૧૯૩૭થી ૧૯૪૯ સુધી એમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.

👁‍🗨આ દરમ્યાન તેઓ ‘ માનસી’ માસિક ચલાવતા હતા.

👁‍🗨 પત્રકારત્વે વિજયરાય વિવેચન કાર્યને એક ગતિ આપી.

👁‍🗨 ‘ સાહિત્ય દર્શન’, ‘જૂઈ અને કેતકી’ એમના વિવેચનકાર્યના સૌથી નોંધપાત્ર વિવેચનગ્રંથો છે.

👁‍🗨 વિવેચન પરત્વે સર્જનાત્મક દ્રષ્ટ્રીકોણ  તેમના વિવેચનાની એક મહત્વની વિશેષતા છે.

👁‍🗨 પોતાની આગવી વિવેચનશૈલી  દ્વારા સાહિત્યજગતમાં સ્થાન મેળવ્યું.

👁‍🗨તઓ નિર્ભીક અને વિદ્વાન વિવેચક હતા. 

👁‍🗨તમણે નિબંધો, હળવી નિબંધીકાઓ , સંશોધન, ચરિત્રો અને પ્રવાસ ક્ષેત્રે પણ કલમ ચલાવી છે.

👁‍🗨 આ વિષયોમાંતેમના સર્જકક્ષેત્રે પણ કલમ ચલાવી હતી. આ વિષયોમાં તેમના કેટલાક ધ્યાનપાત્ર પુસ્તકો પ્રગટ થયા હતા.

👁‍🗨તમના સર્જનક્ષેત્રે સૌથી વિશેષ નોંધપાત્ર તો છે ‘ ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ તેમાં ગુજરાતી સાહિત્યનો મધ્યકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીનો ઈતિહાસ આપવા ઉપરાંત તેની સરસ રીતે વિવેચના પણ કરી.

👁‍🗨 તમણે ‘ નીલમ અને પોખરાજ ‘, માણેક અને અકીક’ બે પકીર્ણલેખસંગ્રહો લખ્યા છે.

👁‍🗨 ‘ વિનોદકાંત’ ઉપનામથીતેમણે ‘ પ્રભાતનો રંગ’, ‘નાજુક સોપારી’ અને ‘ ઉડતા પાન’ કટાક્ષપ્રધાન અને આત્મલક્ષી નિબંધિકા સંગ્રહો છે.

👁‍🗨એક તેજસ્વી પત્રકાર વિચક્ષણ સાહિત્યકાર વિજયરાય વૈધનું અવસાન ૧૭ એપ્રિલ  ૧૯૭૪ ના રોજ થયું હતું.

🏵🛡 🛡🏵

No comments:

Post a Comment