Full name: Bhimrao Ramji Ambedkar
જ્ઞાન સારથિ, [14.04.17 13:22]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🌟✨🌟✨🌟🌟🌟🌟
ડૉ.બી.આર.આંબેડકર
🌟✨🌟✨🌟✨🌟✨
✨“ જગતમાં જે કાંઈ ઉથલ પાથલ થાય છે,તે માનવ દ્વારા જ થતી હોય છે.આ હકીકત છે. તમારો ઉધ્ધાર કરવા કોઈ આવવાનું નથી, તમારો ઉધ્ધાર તમારે જ કરવાનો છે.”
✨એક કાયદાશાસ્ત્રી,રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ
બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
🌟એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી.
🌟🌟તઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા.
🏆આબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.
🎭🎭 તઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા
દલિત સ્નાતકોમાંના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટી અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા 🤹🏻🎓🎓♂ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
👨🏻⚖આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.
🎩ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે,જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી
✒️🏹ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા.
🎪મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી.
📌૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું.
📝તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને
ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા.
🖍૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ ના રોજ બ્રિટીશ વડાપ્રધાને " કોમ્યુનલ એવોર્ડ " ની જાહેરાત કરી. એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ. આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ. આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી. હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ માં પુના કરાર થયા અને સમાધાન થયું
🕹૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડીસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ. છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા. ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ
🕹૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા.
🎈અમે છે દરિયો
અમને અમારું કૌશલ ખબર છે
જે તરફ નીકળી જશુ
ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
આ જ પંક્તિ ડો. આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
----------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment