Thursday, May 23, 2019

23 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🔰ઈતિહાસમાં 23 મેનો દિવસ🔰🔰

🐢🐢🐢વિશ્વ કાચબા દિવસ🐢🐢🐢

વિશ્વ કાચબા દિવસ , મે ૨૩ , ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરાયું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. 

કાચબા દિવસને વિશ્વભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. ક્યાંક કાચબા જેવી વેશભૂષા કરીને તો ક્યાંક હાઇ-વે પર લઈ જવાતા કાચબાઓને બચાવીને, તો ક્યાંક સંશોધન કરીને.

🐢મદદ કરતી સંસ્થાઓ

૧૯૯૦માં સ્થપાયેલી, 'અમેરીકન ટોર્ટોઈસ રેસ્ક્યૂ' નામની સંસ્થા વિશ્વ કાચબા દિવસની પ્રાયોજક છે. 🐢ધ 'હ્યુમૅન સોસાયટી ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ' દ્વારા વિશ્વમાં ચાલતા કાર્યક્રમોમાં કાચબા વિકાસની પ્રવૃત્તિ કેવી ચાલે છે તેનું અધ્યયન કરવામાં આવે છે.


🙏🙏🙏પ્રો . પી. સી. વૈદ્ય🙏🙏🙏

ભારતના જાણીતા ગાંધીવાદી, ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી વૈદ્ય સાહેબનો જન્મ વર્ષ ૧૯૧૮માં આજના દિવસે જૂનાગઢના શાહપુરમાં થયો હતો . આઇનસ્ટાઇનની થિયરી ઓફ ગ્રેવિટીની સરળ સમજૂતી આપતી ' વૈદ્ય મેટ્રિક' પદ્ધતિ તેમણે વિકસાવી હતી . તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ હતા .

🔯🔯🔯યોગીજી મહારાજ🔯🔯🔯

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાનને વિશ્વમાં વિસ્તારનારા તથા પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો જન્મ વર્ષ ૧૮૯૨માં આજના દિવસે સૌરાષ્ટ્રના ધારીમાં થયો હતો . ૪૦૦૦ ગામોની મુલાકાત લઈ તેમણે ૬૦થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું હતું .

🔱🔱પશ્ચિમ જર્મનીની સ્થાપના🔱🔱

બીજા વિશ્વ યુદ્ધ બાદ ખુવાર થયેલા જર્મનીને અમેરિકા , બ્રિટન અને સોવિયેત યુનિયને ખેંચતાણ બાદ પૂર્વ અને પશ્ચિમ જર્મની તરીકે અલગ કર્યું હતું , જેમાં પશ્ચિમ જર્મનીની સ્થાપના ૧૯૪૯માં આજના દિવસે થઈ હતી , જેને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની તરીકે ઓળખાવ્યું હતું .

🎹🎹આધુનિક એકોર્ડિયનની પેટન્ટ🎹

યુરોપ , નોર્થ અને સાઉથ અમેરિકાના લોકપ્રિય વાદ્ય એકોર્ડિયનના આધુનિક સ્વરૂપની પેટન્ટ ઓસ્ટ્રિયન વાદ્ય નિષ્ણાત સિરિલ ડેમિયને વર્ષ 1829 ની 23 મેના રોજ મેળવી હતી . જોકે આ પ્રકારનું જ વાદ્ય રશિયામાં 19 મી સદીમાં અસ્તિત્ત્વ ધરાવતું હોવાનું જાણી શકાયું છે.

💻⌨JAVA પ્રોગ્રામિંગ લેંગ્વેજ💻⌨

ઇન્ટરનેટને આકર્ષક બનાવવામાં જે પ્રોગ્રામિંગ લેન્ગવેજની અગત્યની ભૂમિકા રહી છે તે જાવા વર્ષ 1995 ની 23 મેના રોજ લોન્ચ થઈ હતી . ભારતીય અમેરિકન ટેક્નો -ટાયકૂન વિનોદ ખોસલાએ સ્થાપેલી કંપની સન માઇક્રોસિસ્ટમે આ લેન્ગવેજ ડેવલપ કરી હતી .

🎭૧૯૨૯ – મિકિ માઉસ ( Mickey Mouse )નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજુ થયું.

🔄🎑🎑1967 :- દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઇ.🎑🎑

👉 |વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર

🏠In consonance with its motto, “Satyam Gyanam Anantam”

➡️સુરત શહેર ખાતે આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી , હવે નામમાં ફેરફાર થયા પછી

🔘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામથી ઓળખાય છે.🔘

તેનાં નામમાં ફેરફાર🔘 ૨૦૦૪ના વર્ષમાં થયો હતો. આ ફેરફાર સુરત શહેરના પ્રખર ગુજરાતી વિદ્વાન અને પ્રખ્યાત કવિ વીર નર્મદના માનમાં કરવામાં આવ્યો હતો. અહીંનો માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગ ઘણો પ્રખ્યાત છે. નવાં મકાનો અને વિશાળ અદ્યતન કોમ્પ્યુટર પ્રયોગશાળા સાથે આ વિભાગ કાર્ય કરી રહ્યો છે. એની ગણના ગુજરાતની પ્રથમ પાંચ સંસ્થાઓમાં થાય છે. ૧૯૬૭ના વર્ષથી, અહીં વિવિધ વિભાગોમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. તદ્ઉપરાંત, આ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના અપરંપરાગત (non-traditional) વિભાગો જેવા કે પબ્લિક એડમિનિઅસ્ટ્રેશન, રૂરલ સ્ટડીઝ, તુલનાત્મક સાહિત્ય અને એક્વાટિક બાયોલોજી આવેલા છે.

🔵ભારત દેશની યુનિવર્સિટીઓ યુ. જી. સી. દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વાયત્ત સંસ્થાઓ છે. દરેક યુનિવર્સિટી યુ.જી.સીના નિયમો અનુસાર ચાલે છે. ઉચ્ચ શિક્ષણ ના ક્ષેત્ર માં યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે.

🔷“ કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી કે રાજ્યો ની વિધાનસભા એ પસાર કરેલા કાયદા હેઠળ સ્થપાયેલી ઉચ્ચશિક્ષણની સંસ્થા, જે દ્વારા પૂર્વસ્નાતક, સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ આપવાની વ્યવસ્થા થાય છે.” દરેક યુનિવર્સિટીમાં વિવિધ વિભગો હોય છે. જે તે વિભાગો જે તે પ્રકારના વિષય શિક્ષણની અને સંશોધનની જવાબદારી નિભાવે છે.
વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણ વિભાગ ચાલે છે. 
🔷કોલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષક પ્રશિક્ષણનો વિભાગ. જેમકે શિક્ષણ કોલેજ, યુનિવર્સિટીને શિક્ષણ વિભાગ.વર્તન પરિવર્તનોના પુરવાઓને એકત્ર કરવાની અને એવા પરિવર્તનોની દિશા અને તેનું પ્રમાણ નક્કી કરવાનીપ્રક્રિયા સામાન્ય રીતે મૂલ્યાંકન કહેવાય છે.
🔸 વિવિધ યુનિવર્સિટીઓમાં વિવિધ રીતે કાર્ય કરતા શિક્ષણ વિભાગો આવેલા છે. તેનું મૂલ્યાંકન થાય તે ઇચ્છવા યોગ્ય હતું. આ મૂલ્યાંકનનો વિષય ખૂબજ કાળજી માંગી લે તેવી વાત છે.

🔻શિક્ષણ વિભાગમાંથી તાલીમી અનુસ્નાતક શિક્ષકો બહાર પડે છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકો અને આચાર્યો તરીકેની સેવા આપી રહ્યા છે કે જેઓ સમાજનું ઘડતરનું કાર્ય કરે છે. આવી જ એક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, શિક્ષણ વિભાગ છે. જે દક્ષિણ ગુજરાતની ઘણી શાળાઓ અને કોલેજોમાં ઉત્તમ શિક્ષકો અને અધ્યાપકો આપીને સમાજ ઘડતરમાં અગત્યનો ફાળો ધરાવે છે 

🏰was originally established under the South Gujarat University Act, 1965 passed by the Gujarat State Legislative Assembly. It became functional from the academic year of 1966 and was incorporated as a University on 🏘23 May 1967. Recognized by the University Grants Commission in 1968, it was renamed as Veer Narmad South Gujarat University in 2004 after the great Gujarat poet Veer Narmad whose real name was Narmadshankar Lalshankar Dave. The mandate of the University is to meet the developmental needs of the seven districts and one Union Territory in the region and realize their potential in every walk of life ranging from technology, business, industry and commerce to language, culture, and fine arts.

👉થોડા દિવસ પહેલાં

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને કસ્ટમ વિભાગ દ્વારા જીએસટી સવાંદ નું આયોજન કરવામાં આવ્યું હતું।
🗣જીએસટીના સેમિનાર માટે દેશના ​​રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાને આમંત્રિત કરાયા હતા..​.🗣મોદી સરકારના નોટ બંધીના નિર્ણયમાં હસમુખ અઢિયાનું મહત્વનું યોગદાન રહ્યું છે. જીએસટી કાયદાનું વિશેષ જ્ઞાન સુરતના વેપારીઓને અર્પણ કરી હસમુખ હાડીયાને મૂંઝવતા પ્રશ્નો નો લાવવાનો પ્રયાસ કરાયો હતો। ..​વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક જીએસટી સંબંધિત સવાંદ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ વેપારી અને ચેમ્બર્સ કોમર્સ ના અગ્રણીઓએ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સુરતના વેપારીઓએ જીએસટીને લઈ પોતાની રજુઆત ​​રેવન્યુ સેક્રેટરી ,ભારત સરકાર ના હસમુખ અઢિયાને કરી હતી ... જેમને વેપારીઓના પ્રશ્નો નો ઉત્તર આપતા કહ્યું..1 જુલાઈ સંભવ નહિ પણ 100% સંભવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.બંધારણ માં ફેરફાર કર્યા પછી જે રાજ્ય સરકાર અને પાવર અને કેન્દ્રીય સરકારના પાવર બધા સમાપ્ત થઈ જશે.
🗣જીએસટી એ એક તાકાત વાર વ્યવસ્થા છે.ઉપરાંત આખી વ્યવસ્થા કમ્પ્યુટર બેજ વ્યવસ્થા છે. જેથી રિફન્ડ થી લઇ અન્ય વ્યવસ્થા માં ઓટોમેટિક આવશે.કરપશન નું લેવલ ઓછું થશે. વગર બિલના ટ્રાન્ઝેક્શન કરતા વેપારીને વર્ષમાં એક નોટિસ જશે.અને કમ્પ્યુટર પોતે એક નોટિસ બનાવશે જેમાં 5 % ઓડિટ કરશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment