Thursday, May 23, 2019

વિશ્વ કાચબા દિવસ --- World Turtle Day

🙏હું યુવરાજસિંહ જાડેજા વિશ્વ કાચબા દિવસ નિમિત્તે આજે આ અમૂલ્ય વાર્તા આપને રજૂ કરી રહ્યો છું.. જેના બોધપાઠ આ સ્પર્ધાત્મક યુગમાં આપ સર્વ ને ઉપયોગી નીવડે તે હેતુસર આ વાર્તા.....

🐢🐢🐢કાચબો અને સસલું🐢🐢🐢

મિત્રો નાનપણ માં લગભગ આપણે બધાએ કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી અથવાતો વાચેલી છે.
અહી એના ચાર પ્રકરણ રજુ કરું છું

🐢કાચબો અને સસલું - પ્રકરણ પહેલું 🐢🐢🐢🐢

એકવખત એક સસલાએ કાચબા જોડે શરત મૂકી કે કોણ પહેલા પોચે.
કાચબો સમજી ગયો કે એ મને નીચો દેખાડવા માંગે છે. છતાં કાચબાએ શરત સ્વીકારી.
બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલું તો ભાગી ને આગળ નીકળી ગયો, અડધે પોચી સસલાને વિચાર આયવો કે આ કાચબો મારાથી તો આગળ જઈ નહિ શકે, તો શા માટે હું ભાગીને આગળ જાવ, અહી કાચબાની રાહ જોઈ થોડો આરામ પણ કરી લવ. એટલું વિચારી સસલો એક ઝાડ નીચે આરામ થી બેસી ગયો, થોડી વાર થઇ ત્યાં કાચબો ત્યાં પહોચ્યો અને એણે જોયું કે સસલો તો સુઈ ગયો છે એટલે એણે આગળ જવાનું ચાલુ રાખ્યું ને સસલાને સુવાજ દીધો.
સસલો સુતો રહ્યો એટલામાં કાચબો પહોચીને જીતીગયો, બધા લોકો ખુશ થયા ને તાળીઓ પાડવા માંડ્યા, તાળી નો આવાજ સાંભળી સસલો ઉઠી ગયો ને ભાગવા માંડ્યો, એટલે ખબર પડી કે કાચબો તો જીતી ગયો.
મોઢું નાનું થઇ ગયું ને બધું અભિમાન ઉતરી ગયું.

😇😇😇😇બોધપાઠ:😇😇😇😇

કાચબો આપણે શિખવે છે કે પોતાનું કાર્ય એકજ ધ્યેય થી અને આળસ કર્યા વગર કરવું જોઈએ.
સસલું આપણે શિખવે છે કે કદીએ પોતાના ચઢીયાતા હોવાનું અભિમાન ન કરવું જોઈએ.

🐢🐢🐢કાચબો અને સસલું - પ્રકરણ બીજું 🐢🐢🐢

કાચબા સાથે સ્પર્ધા હારી ને સસલાને અક્કલ આવી ગયી કે અભિમાન અને આળસ ને કારણે મારે હાર નું મો જોવું પડ્યું, હવે કૈંક એવું કરું કે હુંજ જીતું. એટલે સસલાએ ફરી કાચબાને સ્પર્ધા માટે કહ્યું. કાચબો જાણી ગયો કે આ મને હરાવવાજ માગે છે. હું તો આનાથી જીતી નહિ શકું એમાં એકવાર તો જીતી ગયો એટલે બિચારા સસલાનો પચકો થઇ ગયો એટલે આવખતે જીતી એ પોતાનું માન પાછુ મેળવવા માગે છે અને બધા જાણે જ છે કે મારાથી જીતાશે તો નહિ એટલે લોકો ના માટે હું તો હારવાનો છુંજ નહિ.

બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલો પણ પોતાની સાધારણ જડપથી દોડવા લાગ્યો, આવખતે સસલો સાવચેતી થી સ્પર્ધા જીતી ગયો. અને જીતીને અભિમાન નું ફણગું ફૂટવા માંડ્યું.

😇😇😇😇બોધપાઠ:😇😇😇😇

કાચબો આપણે શિખવે છે કે ફળ ની ચિંતા ના કરવી જોઈએ.
સસલું આપણે શિખવે છે કે કદીએ પોતાની જીતનું અભિમાન ન કરવું જોઈએ.

🐢🐢🐢કાચબો અને સસલું - પ્રકરણ ત્રીજું 🐢🐢🐢

સસલાનું અભિમાન જોઈ કાચબાને થયું કે ચાલો આપણે આનું અભિમાન ઉતારીએ એટલે કાચબાએ સસલાને ફરી સ્પર્ધા કરવા કહ્યું, સસલો તો તરતજ માની ગયો, પણ કાચબાએ એક શરત રાખી,
એણે રસ્તો બદલાવવા કહ્યું અને રસ્તો એવો રાખ્યો કે મંજિલ પર પહોચવા નદીને ફરીને જવું પડે.

સસલો તો માની ગયો ને બીજે દિવસે સ્પર્ધા શરૂ થઇ. સસલો તો આરામ થી ચાલવા લાગ્યો, એને થયું કે નદીને ફરીને જવાનું છે એટલે રસ્તો લાંબો છે એટલે કાચબો તો આજે પોચીજ નહિ શકે. પણ કાચબો તો નદીમાં ઉતરી ગયો અને તરીને પેલીપાર પોતાની મંજિલે પોચી સ્પર્ધા જીતી ગયો. સસલાને તરતા આવડે નહિ એટલે નદીને ફરીને પોચ્યો પણ લાંબો રસ્તો હોવાને લીધે હારી ગયો.

😇😇😇બોધપાઠ:😇😇😇

કાચબો આપણે શિખવે છે કે બધા માટે મુશ્કેલી એક સરખી નથી હોતી.
સસલું આપણે શિખવે છે કે વધારે પડતા અભીમાનમાં ક્યારેક ભાન ભૂલાય જાય છે.

🐢🐢🐢કાચબો અને સસલું - પ્રકરણ ચોથું 🐢🐢🐢

સસલાને વાત સમજાય ગઈ હતી એટલે એણે કાચબાને ફરી એક વાર સ્પર્ધા કરવા કહયું, અને રસ્તો થોડો લાંબો અને એમાં પણ વચ્ચે નદી આવે એવો રાખ્યો, કાચબાને કઈ સમજાણું નહિ પણ કાચબાએ સ્પર્ધા માટે હા પડી દીધી કેમકે કાચબો તો જાણતોજ હતો કે કોઈપણ સંજોગોમાં સસલોતો ચઢિયાતો છે. એમ છતાં એનાથી બે વાર જીતીને કાચબો ખુશ હતો.

બીજે દિવસે સ્પર્ધા શરૂ થઇ ને બંને ચાલવા માંડ્યા, આ વખતે સસલાનું ચલણ તદ્દન બદલાય ગયેલું હતું, તેણે કાચબાને કહ્યું કે મારી પીઠ પર બેસી જા એટલે તને નદી સુધી પહોચાડી દવ, એટલે કાચબો તો બેસી ગયો અને બંને નદી સુધી પહોચી ગયા, પછી કાચબો પાણીમાં ઉતારી ગયો એટલે આ વખતે કાચબાએ કહું કે મારી પીઠ પર બેસીજા એટલે તને પેલી પાર લઇ જાવ, આ વખતે સસલો કાચબાની પીઠ પર બેસી નદી પાર કરી લીધી ને બંને એકજ સાથે પહોચી ને સ્પર્ધા સમાંપ્ત કરી.

😇😇😇😇બોધપાઠ:😇😇😇😇

કાચબો અને સસલો બન્ને આપણે શિખવે છે કે જો એકબીજા નો સાથ આપીએ તો સમય બચે છે અને કાર્યશક્તિ વધે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment