Monday, May 27, 2019

27 May

⭐️🌟ઈતિહાસમાં ૨૭ મેનો દિવસ🌟⭐️

🗣🗣જવાહરલાલ નહેરુ🗣🗣

દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૪માં આજના દિવસે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું . ૧૯૬૨માં ચીન સામે પરાજયે નહેરુની માનસિક- શારીરિક સ્થિતિ પર ઘેરી અસર છોડી હતી .
✨☄આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પં . જવાહરલાલ નહેરુનું નિધન 27 મે 1964 ના રોજ થયુ હતું . અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેહરુએ 10 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને 17 વર્ષ સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા .

🌜🌛🌝રવિ શાસ્ત્રી🌜🌛🌝

ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને હેન્ડસમ હન્ક ગણાતા શાસ્ત્રીનો જન્મ વર્ષ ૧૯૬૨માં આજના દિવસે થયો હતો . વિદેશમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ઔડી કાર જીતનારો તે પહેલો ભારતીય ખેલાડી હતો .

⚡️⚡️⚡️બિસ્માર્કનું પતન⚡️⚡️⚡️

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને ડરાવતાં જર્મનીના સૌથી મોટા યુદ્ધ જહાજ બિસ્માર્કને બ્રિટિશ રોયલ નેવીએ વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ભયાનક હુમલો કરીને ડૂબાડી દીધી હતી .

🔥🔥પ્રથમ આધુનિક દરિયાઈ યુદ્ધ🔥🔥

ટેલિગ્રાફ , આધુનિક બેટરી અને હથિયારો સાથે લડાયેલા રશિયા -જાપાન નૌકાદળ વચ્ચે લડાયેલા યુદ્ધની 27 મે 1905 ના રોજ શરૂઆત થઈ હતી . આ પ્રથમ આધુનિક દરિયાઈ યુદ્ધમાં રશિયાનો પરાજય થયો હતો .

✨☄હેબિયર કોર્પસનો કાયદો✨☄

રાજ્ય કે સત્તાધિશો દ્વારા ગેરકાયદેસર ધરપકડ કે અટકાયતને પડકારવાનો અધિકાર આપતા હેબિયસ કોર્પસનો કાયદો 1679 માં 27 મેના રોજ ઈંગ્લેન્ડમાં પસાર થયો હતો .

No comments:

Post a Comment