🍼🍼🍼‘વર્લ્ડ મિલ્ક ડે’🍼🍼🍼
🍼૨૦૦૧થી દુનિયાભરમાં ૧ જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઊજવવામાં આવે છે.
🍼જેનો હેતુ લોકોને આહારમાં દૂધ અને તેની બનાવટોનું મહત્ત્વ સમજાવવાની સાથે વાજબી દરે છેવાડાના માણસ સુધી દૂધ પહોંચતું થાય તે છે.
🍼❓❓ભારતમાં તેનાથી વિરુદ્ધ સ્થિતિ જોવા મળી. વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ હોવા છતાં સતત બીજા વર્ષે વર્લ્ડ મિલ્ક ડેની મધરાતે પ્રતિ લિટરે દૂધના ભાવમાં રૂપિયા બેનો વધારો કરી દેવાયો. જો વિશ્વનું સૌથી વધુ દૂધ આપણે ત્યાં પેદા થતું હોય તો શા માટે છાશવારે દૂધના ભાવોમાં વધારો કરવામાં આવે છે? આપણે ત્યાં આટલી મોટી માત્રામાં દૂધ પેદા થાય છે છતાં છેવાડાના માણસ સુધી સસ્તા દરે તે પહોંચે છે ખરું ? આ સવાલોના જવાબ મેળવતા અગાઉ ભારતમાં દૂધની હાલની સ્થિતિ પર નજર કરી લઈએ❔❔❔
⭕️ભારતમાં દૂધ ઉત્પાદનની સ્થિતિ
નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ પ્રમાણે કુલ ૧૪.૬૩ કરોડ ટન દૂધ ઉત્પાદન સાથે ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ૧૮.૫ ટકા જેટલો માતબર ફાળો આપીને ભારતે આ સ્થાન મેળવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ની તુલનામાં ૨૦૧૪-૧૫માં ભારતમાં દૂધ ઉત્પાદનમાં ૬.૨૬ ટકાનો વધારો નોંધાયો હતો.૨૦૧૫-૧૬માં ભારતમાં દૂધ ઉત્પાદનમાં ૫.૦૬ ટકાનો વધારો નોંધાયો છે.
🚫રાજ્યોની વાત કરીએ તો, વાર્ષિક ૨.૫૧ કરોડ ટન દૂધ ઉત્પાદન સાથે 1⃣ઉત્તરપ્રદેશ દેશભરમાં પ્રથમ છે.
ત્યારબાદ 2⃣રાજસ્થાન(૧.૬૯ કરોડ ટન), 3⃣ગુજરાત(૧.૧૬ કરોડ ટન)નો નંબર આવે છે. છેલ્લા દોઢ દાયકાથી ઉત્તરપ્રદેશે દૂધ ઉત્પાદન મામલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. દેશમાં પશુપાલન ક્ષેત્રે માત્ર દૂધ ઉત્પાદનનો ફાળો જ પાંચ લાખ કરોડથી વધુ થવા જાય છે. ૨૦૧૩-૧૪માં જ્યાં માથાદીઠ ૩૦૭ ગ્રામ દૂધ ઉપલબ્ધ હતું તે વર્ષ ૨૦૧૪-૧૫માં વધીને ૩૨૨ ગ્રામ થયું હતું.૨૦૧૫-૧૬માં વધીને ૩૩૨ ગ્રામ થયું છે.
🔄ગુજરાતની વાત કરીએ તો વાર્ષિક ૧.૧૬ કરોડ ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૭૫ ટકા જેટલો થવા જાય છે. રાજ્યના૧૭ દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ૨૫ ખાનગી ડેરી પ્લાન્ટ રોજનું ૩.૪૫ બિલિયન લિટર દૂધ એકત્ર કરે છે. ગુજરાતમાં હાલ સૌથી મોટી બનાસ ડેરી છે. જે રોજ ૪૦ લાખ લિટર દૂધ પ્રોસેસ કરે છે.
🔵ત્યાર બાદ અમૂલ ડેરી(૨૨ લાખ લિટર પ્રતિ દિન) અને ત્રીજા ક્રમે સાબર ડેરી (૨૧ લાખ લિટર પ્રતિદિન) છે. તમામ ડેરીઓ સાથે રાજ્યના ૩૦ લાખ દૂધ ઉત્પાદકો અને ૧૫ હજાર પ્રાથમિક કક્ષાની સહકારી સોસાયટીઓ જોડાયેલી છે. દૂધનો આ વ્યવસાય રાજ્યના કૃષિ જીડીપીમાં ૨૨ ટકા યોગદાન આપે છે. આમ, દૂધ ઉત્પાદન રાજ્યનો સૌથી મોટો પૂરક વ્યવસાય બની રહ્યો છે. છેલ્લી વસતીગણતરી પ્રમાણે રાજ્યનાં કુલ ૧૦૨ લાખ કુટુંબોમાંથી ૪૨.૬ ટકા કોઈ ને કોઈ રીતે ડેરી કે પશુપાલન સેક્ટર સાથે સંકળાયેલાં છે. આવા કુટુંબોની આવકનો બીજો કે ત્રીજો ભાગ દૂધ ઉત્પાદનમાંથી જ આવે છે.
🔵દૂધ ઉત્પાદન વધ્યું, ભાવ પણ વધ્યા🔵
ભારતમાં દૂધ ઉત્પાદનના આંકડાઓ પ્રથમ દૃષ્ટિએ પ્રભાવી લાગે છે પણ સહેજ ઊંડા ઊતરતા જ તકલાદી પુરવાર થાય છે. અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ભારતે હજુ માથાદીઠ દૂધ મામલે લાંબી મજલ કાપવાની છે. જંગી માત્રામાં દૂધ ઉત્પાદન થવા છતાં છેવાડાના માણસ સુધી તે પહોંચતું નથી. ગરીબો માટે આજે પણ બે ટંકના ભોજનમાં દૂધનો આહાર સ્વપ્ન જેવી બાબત છે.
🔷સામાન્ય તર્ક એવો છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધે તો ભાવ ઘટે. પણ આ થિયરી દૂધમાં લાગુ પડતી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં દૂધ ઉત્પાદન વધ્યું છે છતાં ભાવમાં સતત વધારો થતો રહે છે. આ વર્ષની જેમ ગયા વર્ષે પણ બરાબર મિલ્ક ડે ના દિવસે જ દૂધ ઉત્પાદક કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.બેનો વધારો ઝીંકીને જનતાને જાણે મોંઘવારીની ભેટ આપી છે.
🔺છેલ્લાં ચાર વર્ષમાં દૂધના ભાવમાં ૩૫ ટકા જેટલો કમરતોડ વધારો નોંધાયો છે. દૂધમાં ભાવવધારાના પગલે દહીં, છાશ, માખણ, પનીર અને ચીઝ સહિતની દૂધની બનાવટોમાં પણ ભાવવધારો થાય છે. દૂધના અનિયોજિત વ્યવસાયના કારણે ખાસ કરીને શહેરોમાં દૂધ સપ્લાય કરતી કંપનીઓ ઢોર માટેના ચારા અને અન્ય ચીજોમાં વધારાનું બહાનું આગળ ધરીને વારંવાર દૂધના પ્રતિ લિટરના ભાવમાં વધારો કરતી રહે છે. જેના કારણે અમૂલ સહિતની જાણીતી બ્રાન્ડનું દૂધ આજે રૂ.૫૫ પ્રતિ લિટરના ભાવે વેચાવા લાગ્યું છે.
🔵દૂધમાં મોંઘવારીનાં કારણો🔵
શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનના વિદ્યાર્થી રહી ચૂકેલા નિવૃત્ત ડેરી સાયન્ટિસ્ટ ડૉ. રતિલાલ પંડ્યા ભારતમાં દૂધ મોંઘું હોવાનાં કારણોની વિસ્તૃત છણાવટ કરતાં કહે છે ‘આપણે ત્યાં દૂધના વ્યવસાયમાં વચેટિયાઓનું પ્રોફિટ પ્રમાણ ખૂબ જ વધારે છે. બીજું કે દૂધ ઝડપથી બગડી જતી વસ્તુ છે. ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતા સુધીમાં શાકભાજી કે ફળોની સરખામણીએ તેમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે.
અલગઅલગ ગામોમાં ઉત્પાદિત દૂધ એકઠું કરવામાં ઘણી મહેનત પડે છે. વળી કો.ઓપરેટિવ ડેરીઓ પાસે દૂધને સાચવવા, હેરફેર કરવાનું વ્યવસ્થિત માળખું હોય છે તેવું પશુપાલકો પાસે નથી. આવી સ્થિતિમાં તેમણે ફરજિયાત ડેરીઓ પર નિર્ભર રહેવું પડે છે. ડેરી તરફથી જે રકમ ચૂકવાય તે સ્વીકારી લેવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી બચતો.’
⚫️🐂🐄🐂પશુઓની માવજત પાછળ ખર્ચ વધુ⚫️🐄🐂🐄🐂
બેચરાજીનાં પ્રગતિશીલ પશુપાલક નીતાબહેન દેસાઈ કે જેમને હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૬ના શ્રેષ્ઠ પશુપાલકના ઍવોર્ડથી નવાજવામાં આવ્યાં છે. તેઓ દૂધ મોંઘું મળવા પાછળનાં કારણો જણાવતાં કહે છે, હાલ પશુપાલકો માટે સૌથી મોટી સમસ્યા ચારો, ખાણદાણ,ખોળ વગેરેના ભાવમાં વધતી જતી મોંઘવારી છે. અગાઉ ઘાસનો એક પૂળો ૨-૩ રૂપિયામાં મળતો, જેનો ભાવ અત્યારે ૧૪ રૂપિયા થઈ ગયો છે.
હાલ સાગર દાણના ૭૦ કિલોના રૂ. ૧૧૦૦ છે. કપાસિયા ખોળના ૬૦ કિલોના રૂ. ૧૫૦૦ છે. આટલી મોંઘી ચીજવસ્તુઓ સામાન્ય પશુપાલક ખરીદી શકતો નથી. પાણી, વીજળી, પશુઓની માવજત, ખોરાક અને સાર-સંભાળ વગેરે પાછળ મોટો ખર્ચ થાય છે. જેની સામે વળતર બહુ ઓછું મળે છે. છેવટે ડેરી અને પશુપાલકોના નફાની રકમ ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવે છે.
કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ વિભાગે એક આરટીઆઈના જવાબમાં આપેલી માહિતી અનુસાર હાલ દેશમાં ૧૬૨૩ રજિસ્ટર્ડ કતલખાનાં છે, જ્યારે દૂધ પ્રોસેસિંગ યુનિટોની સંખ્યા માત્ર ૨૧૩ છે. મતલબ દૂધ પ્રોસેસિંગ યુનિટ કરતાં સાત ગણાં વધુ કતલખાનાં ધમધમે છે. જેમાં મોટાપાયે દુધાળાં ઢોરની પણ કતલ થાય છે. પરિણામે દૂધની માગ ઊંચી હોવા છતાં તંગી રહે છે.
🔳🔶ડેરી ઉદ્યોગ અનિયોજિત છે🔶◻️🗯
સરકાર અને તેમનાં સંગઠનો જોકે દૂધની મોંઘવારી માટે મધ્યમવર્ગ અને તેમની આવકને જવાબદાર માને છે. તેમના મતે, મધ્યમવર્ગની આવકમાં વધારો થવાથી ખાનપાનની તેમની આદતોમાં ફેરફાર થયા છે. બીજી તરફ, દેશમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક વ્યવસ્થા એવી છે કે જેમાં દૂધના ઉપયોગને પ્રોત્સાહન મળે છે.
આપણે ત્યાં દૂધ પીવાય છે અને શિવજીને પણ ચઢાવાય છે. ભારતીયો ઘી ખાય છે અને તેનાથી આરતી માટેનો દીવો પણ કરે છે. દૂધમાંથી બનેલી મિઠાઈ તો દરેક ભારતીય તહેવારોનું અભિન્ન અંગ છે. એક અંદાજ પ્રમાણે છૂટક દૂધ વેચતા દૂધવાળાઓને મોટી દૂધ કંપનીઓના નેટવર્કમાંથી આઝાદ કરવામાં આવે તો તેઓ બ્રાન્ડેડ કંપનીઓની સરખામણીએ પ્રતિ લિટર રૂ.૧૦ની ઓછી કિંમતે દૂધ આપી શકે છે.
દેશના ડેરી ઉદ્યોગનો મોટાભાગનો હિસ્સો અનિયોજિત છે. અમૂલ અને મધર ડેરી જેવું વ્યવસ્થિત માળખું ધરાવતા એકમો દેશમાં દૂધની માગનો માંડ ૨૦ ટકા હિસ્સો પૂરો કરી શકે છે. બાકીની ૮૦ ટકા જરૂરિયાત આજે પણ ગામ-કસબાના દૂધવાળા, પશુપાલકો વગેરે પૂર્ણ કરે છે.
🔶🔷દૂધનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે🔶🔷
ગુજરાત કોર્પો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(જીસીએમએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢી ભારતમાં દૂધ મોંઘું હોવા પાછળનાં કારણો જણાવતાં કહે છે, ભારતમાં દૂધનું નેટવર્ક ઓછું ઈનપુટ અને ઓછું આઉટપુટ પ્રકારનું છે. આપણે ત્યાં માણસના ખોરાકમાંથી જે વધે છે તે ઢોરને ખવડાવવામાં આવે છે. પશુપાલક ઢોરને યોગ્ય ખોરાક આપી શકતા નથી, કારણ કે આપણી પાસે એટલી જમીન નથી રહી. વિદેશોમાં મોટાં ચરિયાણો હોય છે જ્યાં પશુઓને ચરવા છોડી દેવાય છે.
બીજું કે આપણે ત્યાં ધાર્મિક કારણોને લઈને બિનઉપજાઉ ઢોરને પણ જીવે ત્યાં સુધી સાચવી રાખવામાં આવે છે. જે મૂળ તો દુધાળાં ઢોરના ચારામાં જ ભાગ પડાવે છે. આવી સ્થિતિમાં દુધાળાં ઢોરની ઉત્પાદન ક્ષમતા પણ ઘટે છે. છતાં આપણે સારી પ્રગતિ કરી છે. ૧૯૭૦માં જ્યાં માથાદીઠ દૂધ ઉપલબ્ધતા ૧૧૦ ગ્રામ પ્રતિ વ્યક્તિ હતી તે આજે વધીને ૩૫૦ ગ્રામ થઈ છે. એશિયાના અન્ય કોઈ પણ દેશ કરતાં આપણે દૂધ ઉત્પાદન મામલે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
ગત વર્ષે જ્યાં દેશનું કુલ વાર્ષિક દૂધ ઉત્પાદન ૧૪૭ મેટ્રીક ટન હતું તે વધીને હાલ ૧૬૦ મેટ્રીક ટન થઈ ગયું છે. દૂધ ઉત્પાદનનો વિકાસદર અગાઉ ૪.૫ ટકા હતો તે આ વર્ષે વધીને ૯.૩ ટકા થયો છે. છેલ્લાં બે વર્ષમાં દૂધનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. છતાં દૂધના ભાવોમાં એ પ્રમાણે વધારો થયો નથી. જો દૂધના ભાવ નહીં વધે તો પશુપાલકોને યોગ્ય વળતર નહીં મળે.
ગ્રાહકો પાસેથી અમને જે વળતર મળે છે તેમાંથી ૮૦ થી ૮૫ ટકા રૂપિયા તો પશુપાલકોને ચૂકવવામાં વપરાય છે. જે આંકડો અન્ય દેશોમાં માંડ ૩૬ ટકા જેટલો છે. બાકીની ૧૫ ટકા રકમ અમારી ટ્રાન્સપોર્ટેશન, દૂધના પ્રોસેસિંગ, રિટેઈલર અને ડિસ્ટ્રીબ્યુશન માર્જિનમાં જાય છે. ૨૩ હજાર કરોડના નફામાંથી મોટાભાગની રકમ પશુપાલકોને જ જાય છે.
🔷દૂધના ભાવો સતત વધતા રહે છે🔶
એક જાણીતા અર્થશાસ્ત્રી નામ ન આપવાની શરતે જણાવે છે કે આજે ભારતમાં દૂધની પરિસ્થિતિ એવી નથી રહી કે માગ કરતાં પુરવઠો ઓછો હોય. છતા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પશુપાલકોને વળતર આપવાના બહાને દર વર્ષે દૂધના ભાવ વધારતી રહે છે. અમૂલ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં દસ વખત દૂધના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.
૨૦૧૧ના જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ માસમાં, ૨૦૧૨માં એપ્રિલ અને ઓક્ટોબર માસમાં, ૨૦૧૩માં જુલાઈ અને ઓક્ટોબર માસમાં, ૨૦૧૪ના મે માસમાં, ૨૦૧૫ના જૂન માસમાં અને જૂન-૨૦૧૬માં અને હવે ૨૦૧૭ દૂધના ભાવો વધ્યા છે.
૨૦૧૧થી સતત દૂધના ભાવોમાં વધારો થતો રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ સમયગાળામાં ભારતમાં દૂધ ઉત્પાદનનો આંક સતત વધતો રહ્યો છે. સામાન્ય રીતે કોઈ વસ્તુના ભાવો વધે તો તેની કિંમત ઘટતી હોય છે. જ્યારે અહીં તો ઉત્પાદન ગમે તેટલું વધે દૂધના ભાવો એક વાર વધ્યા પછી ઘટતા નથી.
🔷🔳વધારાના લાભ પશુપાલકોને પણ મળે છે
અમદાવાદના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. હેમંત શાહ જો કે દૂધમાં ભાવવધારા સામે આટલો બધો ઊહાપોહ ન થવો જોઈએ તેમ માને છે. તેઓ કહે છે, “ગુજરાતમાં ૧૨ હજાર સહકારી મંડળીઓમાં ૬ લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. દૂધમાં થતા ભાવવધારાનો લાભ આ ૬ લાખ લોકોને મળે છે. હાલ ગ્રાહક એક લિટર દૂધના રૂ. ૫૦ ભાવ ચૂકવે છે તેમાંથી રૂ.૩૫ સીધા પશુપાલકને મળે છે. આપણે ટ્યુબલાઈટ, પંખો, એરકંડિશનર, કાર વગેરે ખરીદીએ છીએ ત્યારે તેમાંથી મજૂરને કેટલા પૈસા મળે છે ? કદાચ વીસ ટકા રકમ માંડ મળતી હશે. દસ લાખની કારમાંથી તે બનાવનાર મજૂરને માંડ ૨૦ ટકા રકમ મળતી હશે.
જ્યારે અહીં તો ગામડાંના પશુપાલકોને સીધી જ ૮૫ ટકા રકમ પહોંચે છે. બીજી વાત એ કે દુનિયામાં બધી વસ્તુઓના ભાવ વધે તો દૂધના કેમ નહીં? આજે ૪૦ રૂપિયે કિલો ડુંગળી મળતી હોય તે બીજા જ દિવસે અચાનક રૂ. ૮૦માં મળતી થઈ જાય છે, ૮૦ રૂપિયે કિલો વેચાતી દાળ ત્રણ જ દિવસમાં ૨૦૦ રૂપિયે કિલો વેચાવા માંડે છે. દૂધમાં કદી એવું બન્યું કે ભાવમાં રાતોરાત ત્રણ ગણો વધારો થઈ જાય? ના. હાલ દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો થયો એટલે સોએ ચાર રૂપિયા વધ્યા એમ કહેવાય. જ્યારે દેશમાં ફુગાવાનો દર ૬ ટકા આસપાસ છે.
ત્યારે દૂધના ભાવ ચાર ટકા વધે તેમાં હોબાળો ન થવો જોઈએ. વિરોધ કરવો જ હોય તો કઠોળ અને અન્ય ચીજોના ભાવોમાં રાતોરાત થઈ જતા ભાવવધારાનો કરવો જોઈએ, કારણ કે ડુંગળી, દાળ, ખાંડ વગેરેના ભાવવધારાનો લાભ તે પેદા કરનાર ખેડૂતોને નથી મળતો. તે સંગ્રહખોરોનાં ખિસ્સાંમાં જાય છે.
ખાનગી કંપનીઓમાં એક પણ પૈસો ગરીબ પશુપાલકોને મળતો નથી. તેમાં માત્ર માલિકનું જ ટર્નઓવર વધે છે. અહીં સવાલ પશુપાલકોને કેટલા રૂપિયા વળતર મળે છે તેનો છે. તેથી અમૂલ વર્ષે ચાર ટકાનો ભાવવધારો કરે તેની સામે આપણને વાંધો ન હોવો જોઈએ. બીજું કે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા તેના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું છે. દૂધ ઝડપથી બગડી જતું હોવાથી તેના માટે ખાસ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવી પડે. જેમાં ખાસ્સો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં જો વર્ષે બે રૂપિયા ભાવ વધે તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
એક પણ મોટી કંપની સીધી દૂધના વ્યવસાયમાં પડતી નથી
ડૉ. હેમંત શાહ વધુમાં કહે છે, “ગરીબો સુધી દૂધ પહોંચતું નથી તેમાં સમસ્યા વિતરણ વ્યવસ્થાને લઈને છે. તે આખો એક અલગ મુદ્દો છે. ગરીબો દૂધ નથી ખાઈ શકતા એવું નથી, મોંઘવારીના કારણે ગરીબો શાક, તેલ અને ખાંડ પણ નથી ખાઈ શકતા. આપણે જેમ દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરીએ છીએ તેમ સૌથી વધુ ચોખા પણ પકવીએ છીએ.
છતાં ગરીબ માણસ સુધી ચોખા પહોંચતા નથી. દૂધના ધંધામાં મહેનત વધુ અને નફો ઓછો છે. માટે દેશની એક પણ મોટી કંપની સીધી દૂધના વ્યવસાયમાં પડતી નથી. દુનિયાભરમાં દૂધનો વ્યવસાય મોટાભાગે સહકારી મંડળીઓ જ કરે છે, કારણ કે તે ગરીબો માટેની વ્યવસ્થા છે. ડેન્માર્ક, બ્રિટન વગેરે દૂધની સહકારી મંડળીઓથી ચાલે છે, નહીં કે ખાનગી કંપનીઓથી. ખાનગી કંપનીઓ ચોકલેટ બનાવશે, દૂધ નહીં વેચે. દૂધ તો સહકારી મંડળીઓ જ વેચશે.”
🔶⚫️🔷દૂધની કિંમત પર સરકારનો કંટ્રોલ નથી
ગાંધીનગરસ્થિત કાર્યોટિકા બાયોલૉજિકલ્સના ડિરેક્ટર ડૉ.દીપક બારોટના મતે, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતનાં રાજ્યોમાં લોકો ઘરવપરાશ માટે વધારે દૂધ રાખે છે. વધે તે ડેરીમાં ભરે છે. ગુજરાત શ્વેતક્રાંતિનું જનક ગણાય છે છતાં અહીં દૂધના ભાવો ઘટતા નથી. તેનું કારણ કોર્પોરેટ સિસ્ટમ છે. ઉદાહરણ તરીકે, થોડા મહિના અગાઉ ગાંધીનગરમાં મધર ડેરીનું દૂધ આવતું હતું. જે હમણાં જ અમૂલમાં મર્જ થઈ છે.
અગાઉ મધર ડેરીનું દૂધ જે રૂ. ૨૩ પ્રતિ ૫૦૦ એમ.એલના ભાવે મળતું હતું તે અમૂલમાં મર્જ થયાના બીજા જ દિવસે રૂ. ૨૪માં મળતું થઈ ગયું. ન ગુણવત્તામાં કોઈ ફરક પડ્યો, ન જથ્થામાં. માત્ર મધર ડેરીની જગ્યાએ અમૂલનું લેબલ લાગતા ગ્રાહકના ખિસ્સામાંથી એક રૂપિયો વધારાનો જવા માંડ્યો. અન્ય રાજ્યોમાં તો એવી છાપ છે કે આપણે ત્યાં દૂધ ઘણું સસ્તુુ મળતું હશે. જોકે હકીકત તેનાથી જુદી છે. બીજું કે, દૂધની કિંમત પર સરકારનો કોઈ કંટ્રોલ નથી. રિટેઈલરો પોતાનો નફો ઉમેરીને ગ્રાહકને વેચે છે. દૂધ જ એક એવી પ્રોડક્ટ છે જેમાં આપણે એમઆરપી કરતાં વધુ પૈસા ચૂકવીએ છીએ.
સુરતની સુમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ દેસાઈ કહે છે, “આપણું વાર્ષિક દૂધ ઉત્પાદન અમુક કરોડ પશુઓમાંથી છે જ્યારે એટલું જ દૂધ ઉત્પાદન વિદેશોમાં અમુક લાખ પશુઓમાંથી મળે છે. ત્યાં સાયન્ટિફિક ફાર્મિંગ સિસ્ટમ છે. એક જ ફાર્મની અંદર ૫૦૦-૭૦૦ પશુઓ રાખવામાં આવે છે. બે-ત્રણ લોકો આખા ફાર્મને સંભાળી શકે એટલું પદ્ધતિસરનું ફાર્મ હોવાથી કોસ્ટ ઓફ પ્રોડક્શન ખાસ્સી ઘટી જાય છે. જેના કારણે દૂધ સસ્તું મળે છે. આપણે ત્યાં આ પ્રકારનાં કેટલાંક ફાર્મ શરૂ થયાં છે પણ તેની ગતિ ધીમી છે.
અમેરિકામાં તો જે પશુનું દૂધ ઉત્પાદન ૨૫ લિટરથી નીચે જાય તેને વેચી નાખવામાં આવે છે. એમાં પણ પશુપાલકને ૬૦-૭૦ ટકા રકમ પરત મળે છે. આપણે ત્યાં પશુપાલકો ધાર્મિક લાગણીના કારણે આવું નથી કરતા. દૂધ ઉત્પાદનમાં આપણે નંબરવન છીએ પણ કોસ્ટ ઓફ મિલ્ક પ્રોડક્શન આપણે ત્યાં બહુ વધારે છે. અંતરિયાળ ગામડાંના નાનાં પશુપાલકો, ખેડૂતો પાસેથી દૂધ એકઠું કરવામાં ઘણો ખર્ચ થાય છે. તો પણ દૂધની કિંમતનો ૮૫ ટકા હિસ્સો પશુપાલકો સુધી પહોંચે છે. વિદેશમાં બજારભાવના માત્ર ૪૦ ટકા જ પશુપાલકોને મળે છે.”
🔵દેશમાં દૂધની માગ સામે પુરવઠો ઓછો છે
જાણીતી રેટિંગ એજન્સી ક્રિસિલના એક સરવૅ મુજબ દેશના પ્રાદેશિક બજારમાં દૂધની માગ વાર્ષિક ૬થી ૮ ટકાના દરે વધી રહી છે. જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારાનો દર આગામી ચાર-પાંચ વર્ષ સુધી ૪થી ૫ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. ક્રિસિલના મતે, પ્રાદેશિક માર્કેટમાં દૂધની માગમાં વાર્ષિક ૬૦ લાખ ટનનો વધારો થઈ રહ્યો છે. સામે પુરવઠામાં વર્ષે માંડ ૩૫ લાખ ટનના હિસાબે વધારો થઈ રહ્યો છે. રેટિંગ એજન્સીનો દાવો છે કે ૨૦૨૧-૨૨માં વાર્ષિક ૧૮૦ મેટ્રિક ટન દૂધની જરૂર પડશે. આ માગને પહોંચી વળવા જરૂરી છે કે દૂધ ઉત્પાદનમાં વાર્ષિક ૫.૫ ટકાના દરે વધારો થાય.
દૂધ ઉત્પાદનમાં અપેક્ષિત વધારો ન થવાથી ૨૦૦૬થી સતત દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દૂધ કંપનીઓ, વિતરકો, સહકારી ડેરીઓ, મંડળીઓ ઉપરાંત ખુદ કૃષિપ્રધાન પણ કહેતા રહે છે કે દેશમાં દૂધની વધતી માગ સામે ભાવો પર નિયંત્રણ મેળવવું હાલ શક્ય નથી. માગ સામે પુરવઠો ઓછો રહેવાનું કારણ ભારતીય ગાયો-ભેંસોની ઓછી દૂધ ઉત્પાદન ક્ષમતા છે. વિદેશી બ્રીડની ઓલાદો કરતાં ભારતીય ગાયો, ભેંસો ઓછું દૂધ આપે છે.
ગાયોમાં શાહીવાલ, થરપારકર, લાલ સિંધી, ગીર વગેરે વધુ દૂધ ઉત્પાદન આપતી ઓલાદો છે. ભેંસોમાં મુરાહ, જાફરાબાદી, બન્ની અને મહેસાણી દૂધ ઉત્પાદનમાં મોખરે છે. મુરાહ ભેંસ સૌથી વધુ ૪૫-૫૦ લિટર દૂધ આપે છે. જ્યારે ગીર ગાય રોજનું ૧૭થી ૧૮ લિટર દૂધ આપે છે. સામે હોલસ્ટેઈન ફ્રિજિયન(એચએફ) બ્રીડની વિદેશી ગાય બે ટંકનું ૩૪ લિટર દૂધ આપે છે. જે ભારતની કોઈ પણ ગાય કરતાં વધુ છે. વિદેશમાં આ જ ગાયોનો ઉપયોગ થાય છે.
હાલ ઉપલબ્ધ આંકડા મુજબ ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદન અને ઉપભોક્તા દેશ છે. ભારતમાં અંદાજે ૨૦ કરોડ દુધાળાં ઢોરઢાંખર છે. જે વાર્ષિક ૧૬૦ મેટ્રીક ટન દૂધ આપે છે. સરકારી આંકડાઓ મુજબ આજે માથાદીઠ દૂધ વપરાશ ૩૫૦ ગ્રામ જેટલો છે. પણ ભાવવધારાના કારણે દૂધ હવે દેશના ગરીબ વર્ગથી દૂર થઈ ગયું છે. શાકભાજી, ફળો, કઠોળ વગેરેના ભાવોમાં વધારા પછી ઘટવાની શક્યતા રહેતી હોય છે.
જ્યારે દૂધના ભાવો એક વાર વધ્યા પછી ફરીથી ઘટતા નથી. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો એ દિવસ દૂર નથી જ્યારે મધ્યમવર્ગ માટે પણ દૂધ મોંઘો ખોરાક બની જશે. ડૉ. વર્ગીસ કુરિયનના સમયમાં શરૂ થયેલ’ઓપરેશન ફ્લડ’નો મુખ્ય હેતુ સહકારી ધોરણે દૂધ ઉત્પાદન વધારી દેશને સમૃદ્ધ કરવાનો હતો. આજે દૂધના વ્યવસાયમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધી છે.
સહકારી ડેરીઓમાં રાજકારણીઓએ પગપેસારો કર્યો છે જેના કારણે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. જો દેશના સામાન્ય માનવી સુધી સસ્તા દરે દૂધ પહોંચતું કરવું હશે તો સહકારી ડેરીઓએ પોતાનો નફો ઘટાડવો પડશે. વચેટિયાઓને હટાવવા પડશે. જો આમ થશે તો દૂધનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે. બાકી દૂધના ભાવો ઘટે તેવી કોઈ શક્યતા આગામી સમયમાં તો દેખાતી નથી.
આ તો થઈ કારણોની છણાવટ.
પરિસ્થિતિ ગમે તે હોય, એક વાત નક્કી છે કે ભારતમાં જંગી માત્રામાં દૂધ ઉત્પન્ન થાય છે છતાં છેવાડાના માણસ સુધી પહોંચતું નથી. દૂધ કંપનીઓના પ્રતાપે એક સમયે ગામડાંઓમાં છાશ જેવી મફત મળતી ચીજ આજે પેકિંગમાં મળતી થઈ ગઈ છે. આંકડાઓમાં કહેવા માટે તો માથાદીઠ ૩૫૦ ગ્રામ દૂધ ઉપલબ્ધ છે. પણ શું ખરેખર તેટલી માત્રામાં દરેક વ્યક્તિને દરરોજ દૂધ મળે છે ખરું ? હાલ જે રીતે દૂધના ભાવોમાં વધારો થઈ રહ્યો છે તે જોતા તો આ દેશના ગરીબ માણસના મોંએથી દૂધ વધુ ને વધુ દૂર જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
મોટી ડેરીઓ જેવું દૂધને સાચવવા, હેરફેર કરવાનું વ્યવસ્થિત માળખું પશુપાલકો પાસે નથી. દૂધ ઝડપથી બગડી જાય તેવી ચીજ હોવાથી ડેરી તરફથી જે રકમ ચૂકવાય તે અનિચ્છાએ સ્વીકારવી પડે છે. : ડૉ. રતિલાલ પંડ્યા, નિવૃત્ત ડેરી સાયન્ટિસ્ટ, અમદાવાદ
ગ્રાહકો પાસેથી મળતા વળતરના ૮૦થી ૮૫ ટકા રૂપિયા પશુપાલકોને ચૂકવાય છે. બાકીની ૧૫ ટકા રકમ ટ્રાન્સપોર્ટેશન, દૂધ પ્રોસેસિંગ, રિટેઇલર ને ડિસ્ટ્રીબ્યુશન માર્જિનમાં જાય છે. :
આર.એસ. સોઢી, એમ.ડી., જીસીએમએમએફ, આણંદ
ગુજરાતમાં આજે પણ પરંપરાગત પદ્ધતિથી પશુપાલન થાય છે. વળી ધાર્મિક કારણોને લીધે બિનઉપજાઉ ઢોર પણ સચવાય છે. જે જીવતાં સુધી દુધાળાં ઢોરના ખોરાકમાં ભાગ પડાવે છે. : દીપક બારોટ, ડિરેક્ટર, કાર્યોટિકા બાયોલોજિકલ્સ, ગાંધીનગર
🔴લિટરે બે રૂપિયા એટલે ચાર ટકા ભાવવધારો થયો. જ્યારે દેશમાં ફુગાવાનો દર ૬ ટકા છે. વિરોધ કરવો હોય તો કઠોળ અને અન્ય ચીજોના ભાવોમાં રાતોરાત થતાં ભાવવધારાનો કરવો જોઈએ.
🔵યુવરાજસિંહ જાડેજા (ગોંડલ🔵

No comments:
Post a Comment