Saturday, May 11, 2019

સોમનાથ મહાદેવ મંદિરનો આજે 67મો પ્રાણપ્રતિષ્ઠા દિન ---- Somnath Mahadev

🙏👇🙏👇🙏👇🙏👇🙏👇

સોમનાથ મહાદેવ મંદિરનો આજે 67મો પ્રાણપ્રતિષ્ઠા દિન

🙏🙏🙏🙏🙏🙏

🚩ભારતના બાર જ્યોતિર્લિંગમાં1⃣ પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મંદિરનો આજે 11 મેના રોજ 67મો સ્થાપના દિવસ છે. 
🚹11 મે, 2017 એટલે કે આજે ગુરુવારે સોમનાથ મંદિરના 67માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સરદારના સંકલ્પની ઝાંખી અને 66 વર્ષ પૂર્વે રચાયેલા દ્રશ્યની અવિસ્મરણીય ઝાંખી સાંજે 7 વાગ્યે થતી મહાઆરતી સમયે દ્રશ્યમાન કરાશે.
🕉 મંદિરને સુંદર પુષ્પોની સ્થાપના દિવસની યાદ તાજી થાય તે રીતે શણગારવામાં આવશે.

🚩સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂ પ્રાસાદના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયે સરદારના લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૂપ 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. સ્વ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9.46 કલાકે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ હતી. 
🕉નૂતન મંદિર કાર્ય તેમજ સોમનાથ કૈલાશ મહામેરૂ પ્રાસાદનો નકશો ☸☸પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કર્યો હતો. આ પ્રસંગે 🛐107 તિર્થક્ષેત્રનું પ્રવિત્ર જળ એકત્રીત કરીને સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન થઈ હતી.
🕉 108 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠયો હતો. 
☯🕉ત્યારે 101 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.
☸🕉સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિના દિવસે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે શ્રદ્ધાળુઓને સંબોધન કરતા કહ્યું હતું કે પ્રાચીન ભારતની સમુદ્ધિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિક સોમનાથનું મંદિર હતું. જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્ર કરે છે. આજે સોમનાથ મંદિર પોતાનું મસ્તક ઊંચું કરી સંસારને સંદેશ આપી રહેલ છે કે જેને જનતા પ્રેમ કરે છે જેના માટે જનસામાન્યના હ્રદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્નેહ છે, તેને સંસારમાં કોઈ પણ મીટાવી શકતું નથી.

☢♍️♏️♎️સોમનાથ મહાદેવનું મંદિર ભારતનાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. 
☣ભગવાન સોમનાથ જે 
☣સત્યયુગમાં ભૈરવેશ્વર તરીકે, 
☣ત્રેતા યુગમાં શ્રાવણીકેશ્વર તરીકે અને ☣દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર તરીકે ઓળખાયા હતા. 
📴તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ સાતમું મંદિર છે.
💟💟💟💟💟💟💟💟💟💟

🕉સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. 

🕉☸ સોમનાથનો ઉલ્લેખ
ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.
મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

☪🕉દંતકથા અનુસાર,
🔱 ☪સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, 
⚙⚙રાવણે ચાંદીનું અને 
🔨⚒શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. 
💎ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી ૧૫ દિવસ અજવાળુ અને ૧૫ દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

🕉🕉સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. 
🕉૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 
🕉૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.
🕉🕉પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.
☢🈴૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી.
લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. 
⛔️તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો. 
🈷🈵અને સન ૧૦૨૬ સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન ૧૦૪૨ માં પુર્ણ થયુ. 
🆚✴️ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી.
♨️♨️૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 
⚛⚛૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ⚛⚛૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.
ફરીથી 
♓️♓️આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢપ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર 🈳🈳કનૈયાલાલ મુનશી, ☢કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, ♑️જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે 🚩🙏જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું.🙏


💢📌નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. 💢💢૧૯૪૮માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર”✏️🀄️ ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. 

🐾આ મંદિરની ઉંચાઇ ૧૭૫ ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. 🐾🙏૧૯૯૫૧ માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી ૨૦૦૦ વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે .
🐾✏️ નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.

🀄️🚩સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં 🀄️✏️ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. 
🙏🀄️આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

♦️🔻ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. 
✏️✏️આજના મંદિર ને સ્થાને હતી જે મસ્જીદ તેનાથી થોડી દૂર લઈ જવાઈ છે. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના
🔻‼️ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે
🔻‼️ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, 🐾"સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".🐾✏️

♦️🚩 શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. 
💢📌હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી
કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
🙏🙏🙏🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🙏🙏🙏🙏



🙏🕉🙏🕉🙏🕉🙏🕉
ઐતિહાસિક સોમનાથ મંદિરનો ઇતિહાસ -
🕉🙏🕉🙏🕉🙏🕉🙏


👉સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો. 
👉મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં રહેતું. ભગવાન શીવની મુર્તી રત્નોના પ્રકાશથી રાત્રીના અંધકારમાં ઝગમગી ઉઠતી.

👉ઈ.સ. ઓક્ટોબર, 1025નો ઓક્ટોબરમાં મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 40,000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 25,000થી વધારે ઉંટ સાથે હતાં. મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છુટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો.

👉👉મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કીલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદુર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણીયા પ્રયત્નો કર્યા. ત્રણ દીવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા.

✋પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લુંટ્યું. તેણે સોમનાથ મંદીરને તોડી તેનો નાશ કર્યો; તેની અમુલ્ય સંપત્તી લુંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લુંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. 

✋કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારેય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.

✋👉ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું. કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 
✋👉સોમનાથના ભવ્ય પાષાણ મંદીરનું પુન:નીર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સુર્યમંદીર બંધાયું. 
👉આબુના દંડનાયક વીમલ મંત્રીએ આબુ પર ભગવાન આદીનાથનું આરસનું દેરાસર બંધાવ્યું.
👉ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 - 1064). 👉ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 - ઈ.સ. 1074). 
👉કર્ણદેવે દક્ષીણમાં લાટપ્રદેશ પર વીજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી.
👉કર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં. તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે - એટલે હાલના 👉અમદાવાદની આસપાસના પ્રદેશમાં - ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું).

👉આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદીરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહીત્યપ્રેમી રાજા હતો. કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી હતી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસીંહ ત્યારે હજુ કીશોર અવસ્થામાં હતો. બાદમાં તેણે બધી જવાબદારી સંભાળી હતી.

👉👉શ્રી સોમનાથ મંદિરનું વર્ણન -👇👇

👉શિખરના ભાગના બાંધકામના પહેલા તબક્કામાં મંદિરનું ગર્ભગૃહ અને સભામંડપ બાંધવામાં આવ્યા હતા. નૃત્ય મંડપ પાછળથી બાંધવામાં આવ્યો હતો. 

🙏👉મંદિરનું બાંધકામ સોલંકી શૈલીથી કરવામાં આવ્યું હતું. જેમાં કળશ 155 ફુટની ઊંચાઇએ મુકવામાં આવ્યો છે. 👉શિખર પરના કળશનું વજન 10 ટન છે. ધ્વજ-સ્તમ્ભ 37 ફુટ લાંબો છે. આ વિગતો મંદિરના કદનો ખ્યાલ આપે છે. 👉ઐતિહાસિક સમયમાં, ચોક્કસ રીતે કહીએ તો ત્રીજી વાર બાંધવામાં આવેલા 👿😈મંદિરને ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ક્રોધાવેશમાં આવીને મંદિરને ધરાશાયી કરી નાખ્યું હતું. પછીથી સુલતાન અલ્લાઉદીન અને મોહમ્મદ બેગડાએ પણ તેને અપવિત્ર કરી નાખ્યું હતું.

👸👰ગુજરાત મરાઠાના તાબામાં આવ્યા બાદ ઇન્દોરની રાણી અહલ્યાબાઇએ જૂના મંદિરની પાસે નવું નૂતન મંદિર 1950માં બાંધ્યું હતું. અને ત્યારથી ભગવાન મહાદેવની પૂજા ત્યાં થાય છે. નિયમીત વેદોક્ત રુદ્રાભિષેક અને વિવિધ પૂજન અર્ચન કરીને પૂજારીગણ ભગવાન સદાશિવની આરાધના કરે છે.

👤👥મંદિર એવી રીતે બાંધવામાં આવ્યું છે કે, અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી કયાંય જમીન આવતી નથી. એક તીર આ દિશાને નિર્દેશ કરે છે.
👉 દેહોત્સર્ગ કે જેને ભાલકા તીર્થ પણ કહેવામાં આવે છે, કે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાનો નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો, તે સાવ સોમનાથની નજીકમાં છે. 👉આ ઉપરાંત બાણગંગા શિવલીંગ તીર્થ સ્થળ કે જે ત્રણ નદીઓ જેવી કે, હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીઓના સંગમ સ્થળની બરોબર વચ્ચે આવેલું છે. દૂરથી આપણે જોઇએ તો એવું લાગે છે કે, આ અદ્દભુત શિવલીંગ દરિયાની વચ્ચે આવેલું છે. દરિયામાં ભરતી અને ઓટ આવતી રહેતી હોવાથી ભાગ્યેજ આ શિવલીંગના દર્શન થાય છે. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાઠે આવેલું ભગવાન શિવજી નું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ... આ મંદિર ની પ્રસિદ્ધિથી લલચાઈને આ મંદિર ઉપર લૂંટ તથા ધર્માતરણ કરવાના ઇરાદેથી અવેલા આક્રમણો સામે સોમનાથનુ મંદિર અડીખમ ઉભુ રહ્યું છે. જયારે જયારે આ મંદિર ઉપર વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું છે.

👉સોમનાથ મંદિર ની નજીક હિરણ્યા ,સરસ્વતી અને કપિલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટ ની પાસે મહાપ્રભુજીની બેઠક છે.અને નજીકમાંજ બ્રહ્મકુંડ નામની વાવ છે.તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.અહીં રસ્તામાં જલ પ્રભાસ નામના કુંડો આવેલા છે.
સોમનાથથી 4કિલોમીટર દુર એક મોક્ષ પીપળો છે.અહીં ભગવાન શ્રીકૃષ્ણુંએદેહત્યાગ કર્યો હતો આ સ્થળ ભલકાતીર્થ તરીકે ઓળખાય છે. અને હિરણ્યા નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો એમ કહેવાય છે.
🙏🙏🙏🙏

No comments:

Post a Comment