Saturday, May 11, 2019

મૃણાલિની સારાભાઈ ---- Mrinalini Sarabhai

🙏🙏🙏🙏🙏🙏
પદ્મભૂષણ અને શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ
‘અમ્મા’
🙏🙏🙏🙏🙏🙏


🎉💌તેમનો જન્મ ૧૧મે ૧૯૧૮ના રોજ કેરળમાં થયો હતો અને તેમની માતા અમ્મુ સ્વામિનાથન પ્રખર સામાજિક કાર્યકર અને માજી સંસદ સદસ્ય હતાં. તેમણે પોતાનું બચપન સ્વિટ્ઝર્લેન્ડમાં ગાળ્યું અને પશ્ર્ચિમ જગતની નૃત્યકલાના પ્રથમ પાઠો ત્યાંની ડાલફ્રોઝ સ્કૂલમાં શીખ્યાં હતાં.

🏮🙏👉 શાસ્ત્રીય નૃત્યાંગના અને પદ્મભૂષણથી નવાજાયેલાં મૃણાલિનિ સારાભાઈ(ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ગણાતા અગ્રણી ભૌતિકશાસ્ત્રી ડૉ. વિક્રમ સારાભાઈ સાથે તેમણે ૧૯૪૨માં લગ્ન કર્યાં. આ લગ્ન થકી તેમને પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકાનો જન્મ થયો, જેઓએે પણ આગળ ઉપર નૃત્ય અને અભિનય ક્ષેત્રે આગવું નામ મેળવ્યું.
🔦અમદાવાદમાં જ સ્થાયી થયા હતા.

🎯👩‍👧👩‍👧👩‍👧તેમનાં મોટાં બહેન લક્ષ્મી સેહગલ સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોજ)ની "રાની ઓફ ઝાંસી રેજીમેન્ટના કમાંડર - ઈન - ચીફ હતાં. તેમના મોટા ભાઈ ગોવિંદ સ્વામિનાથન પ્રખ્યાત બૅરિસ્ટર હતા, જેઓ મદ્રાસ ખાતે સિવિલ લો અને કંપની લો ઉપરાંત બંધારણીય બાબતોના નિષ્ણાત હતા. તેમણે મદ્રાસ રાજ્ય (હાલના તામિલનાડુ)ના એટર્ની જનરલ તરીકે પણ સેવાઓ આપી હતી.👩‍👧👩‍👧

🙏👉તેઓનાં પુત્રી અને જાણીતા ડાન્સર-કોરિયોગ્રાફર મલ્લિકા સારાભાઈ

🙏👉મૃણાલિનિ સારાભાઈ ભારતનાટ્યમ અને કથકલીમાં પારંગત હતાં. 
તેમણે ભારતનાટ્યમ અને કથકલીમાં અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. 
🙏👉અમદાવાદની નૃત્ય, નાટકો, સંગીત અને કઠપૂતળીના ખેલની તાલીમ આપતી સંસ્થા ☢‘દર્પણ ઍકેડમી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ’☢ ના તેઓ ફાઉન્ડર-ડિરેક્ટર હતાં. કલાક્ષેત્રે તેઓના ઉત્તમ પ્રદાન બદલ તેમને અનેક ઍવૉર્ડ્સ આપવામાં આવ્યાં છે.

🙏👉મૃણાલિની સારાભાઈ 👵અમ્મા’👵ના નામથી જાણીતા હતા.

🙏👉જેમણે અત્યાર સુધીમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓને ભારતનાટ્યમ અને કથ્થકલી માટેની તાલીમ આપી છે.
🙏👉 ફિલ્મ 
મૃણાલિની સારાભાઈ-ધ આર્ટિસ્ટ એન્ડ હર આર્ટ’માં દર્પણા એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના ફાઉન્ડર મૃણાલિની સારાભાઈને એક આર્ટિસ્ટ તરીકે દર્શાવ્યા છે. 
👉આ ફિલ્મને યાદવન ચંદ્રએ ડિરેક્ટર કરી હતી. આ ફિલ્મમાં મૃણાલિની સારાભાઈના જીવનના વિવિધ પાસાઓને વણી લેવામાં આવ્યા છે.
🏅🎖🏆દર્પણ એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ દ્વારા ૧૯૯૮થી દર વર્ષે શ્રેષ્ઠ શાસ્ત્રીય નૃત્યકારને "મૃણાલિની સારાભાઈ ઍવોર્ડ ફોર ક્લાસિકલ એક્સલન્સ અપાય છે.🏆🎖🏅

🏆મૃણાલિની સારાભાઈને ભારત સરકાર તરફતી 
🏅1992માં નેશનલ સિવિલીયન એવોર્ડ પદ્મભુષણ અને 

🏅1997માં યુનિવર્સીટી ઓફ ઈસ્ટ એન્જલિયા નોર્વિચ, યુકે દ્વારા ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ લેર્ટસથી સન્માનિત કરાયા હતા. ત્યાર પછી
🏆🎖 1994માં તેમને સંગીત નાટક અકાદમી ફેલોશીપ નવી દિલ્હી માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો. 
🏆🎖 મેક્સિકોની સરકારે તેમને ગોલ્ડ મેડલ આપ્યો હતો.

🎯🏆તેમને આંતરરાષ્ટ્રીય ડાન્સ કાઉન્સીલ-પેરિસની એક્ઝિક્યુટિવ કમિટીમાં સભ્ય બનાવાયા હતા.

🏆૧૯૬૫માં પદ્મશ્રી એવોર્ડ, 
🏆૧૯૯૧માં પંડિત ઓમકાર ઠાકુર એવોર્ડ તથા 
🎋૧૯૯૦માં ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ, પેરિસ ખાતે તેઓ કારોબારીમાં નિમાયાં હતાં.
🏆૧૯૯૨માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
🎯🎯અમદાવાદમાં તેણે ૧૯૪૯માં દર્પણ એકેડેમીની સ્થાપના કરી હતી.

📙📚📚અંતરનાદ - એક નૃત્યમય જીવન લેખક : મૃણાલિની સારાભાઈ

📚📕Biography of Mrinalini Sarabhai in Gujarati

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના, મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈના પત્ની અને ગુજરાતનું ઘરેણું એવાં મૃણાલિની સારાભાઈની આત્મકથા. પોતાનાં બાળપણ, શાળાજીવન, શાંતિનિકેતનનાં સંસ્મરણો, ગુરુવર્યો, મૈત્રીસંબંધો, પ્રતિષ્ઠિત પરિવારમાં પુત્રવધુ તરીકેની ભૂમિકા, કૌટુંબિક જીવન જેવી અનેક વાતો આવરી લેતી નિખાલસ આત્મકથા.

🔖🔖1963માં તેમણે સૌરાષ્ટ્રમાં દહેજને કારણે નાની યુવતીઓને કૂવામાં કૂદીને મરી જવાનું પેપરમાં વાંચતાં ત્યારે એમણે ‘મેમરી ઇઝ રેઇઝ્ડ ફ્રેગમેન્ટ ઓફ ઇટર્નિટી’ નામનું નૃત્યનાટ્ય કર્યું કે જેમાં પહેલી વાર ભરતનાટ્યમ્ શ્રૃંગાર માટે નહીં ધિક્કાર માટે વપરાયું. એવા એમના ઘણા પ્રયાસો હતા. ભરતનાટ્યમ્ અને કથક્કલીને આપણી વાર્તા નહીં, વેદ નહીં, શ્રૃંગાર નહીં પણ એ જ ભાષાને નવા વિચારોથી ભર્યા.
📯મૃણાલિની સારાભાઈએ ૩૦૦થી વધુ નૃત્ય-નાટિકાઓનું દિગ્દર્શન કરવા ઉપરાંત ઘણી નવલકથાઓ, કાવ્યો, નાટકો અને બાળવાર્તાઓ લખી છે. તેઓ ગુજરાત સ્ટેટ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.નાં ચેરપર્સન હતાં. ઉપરાંત ગાંધીવિચારોનો પ્રસાર કરવા સર્વોદય ઇન્ટરનેશનલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પણ હતાં તથા નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ (એનએફડી)નાં પણ તેઓ ચેરપર્સન હતાં. તેમની આત્મકથા "મૃણાલિની સારાભાઈ : ધ વોઇસ ઓફ ધ હાર્ટએ નામે પ્રસિદ્ધ થઈ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment