ડૉ. ઝાકીર હુસૈન
💐💐💐💐💐💐💐💐
♣️3 મે, 1969ના રોજ તેમનું અવસાન થયું હતું.
🏆 ભારતરત્ન મેળવનાર = ૧૨.ડૉ.ઝાકીર હુસૈન (૧૯૬૩)
🕴રાષ્ટ્રના પ્રથમ નાગરિક તરીકેનો માનભર્યો બંધારણીય હોદ્દો ધરાવતા રાષ્ટ્રપતિપદ
☄🌞ડૉ. ઝાકીર હુસૈન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા. તેઓએ 13 મે 1967 થી લઈને 3 મે, 1969 સુધી પોતાની સેવાઓ આપી.
✨ તેમનો જન્મ 8 ફેબ્રુઆરી, 1848ના રોજ હૈદરાબાદ, આંધ્રપ્રદેશના સુખી પરીવારમાં થયો હતો.
♠️23 વર્ષની વયે તેઓ'જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય'સ્થાપના દળના સભ્ય બન્યાં હતાં.
♣️3 મે, 1969ના રોજ તેમનું અવસાન થયું હતું.
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
છઠ્ઠી મે 1967 ના રોજ યોજાયેલી ચોથી ચૂંટણીમાં ઉમેદવારી કરવાવાળાનો રાફડો ફાટ્યો હતો એમ કહી શકાય. કુલ સોળ
(16) ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હાજર હતા. 8,38,048 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ખુબી રામ (1369) , યમુના પ્રસાદ ત્રિશુલિયા (232) , ભાંબુરકર શ્રીનિવાસ ગોપાલ (232) , બ્રહ્મ દેવ
(232) , કૃષ્ણકુમાર ચેટરજી (125) અને કમલા કુમાર સિંઘને (125) મત મળ્યા. ચંદ્રદત્ત સેનાની , યુ.પી. ચુગાની , ડૉ. એમ.સી. દાવર , ડૉ. મન સિંઘ આહલુવાલિયા , મનોહર હોલકર , સીતારામૈયા રામાસ્વામી શર્મા હોયશલા, સત્યભક્ત અને અગાઉની ચૂંટણીઓમાં ત્રણ વખત ઉમેદવારી કરી હારી ચૂકેલા હરિરામ ચૌધરી સહિતના આઠ ઉમેદવારોને એક પણ મત મળ્યો નહીં.
518 મત રદ થયા. મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ઉપસી આવેલા કોકા સુબ્બારાવ ( અપક્ષ, આંધ્રપ્રદેશ, 363971)
🎯વિરૂદ્ધ ડૉ. ઝાકિર હુસૈન ( અપક્ષ, આંધ્ર પ્રદેશ ) ને 4,71,244 મત મળ્યા.
🎯ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત ડૉ.ઝાકીર હુસૈન / Dr. Zakir Husain વિજેતા જાહેર થયા અને દેશના ત્રીજા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા.🎭
🎯🎬રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છનાર માટે રાજ્યસભા કે લોકસભાના સભ્યનું અનુમોદન – સહી પ્રસ્તાવપત્ર પર આવશ્યક હોય છે. આ ચૂંટણીમાં એક પણ મત નહીં મેળવી શકેલા આઠ ઉમેદવારોને તેમના ફોર્મ પર સહી કરનારા સંસદસભ્યએ પણ મત નહીં આપ્યો હોય એ ઉપરોક્ત પરિણામ પરથી સમજી શકાય એવું છે.
🕹⚖⚖⚖🕹મુખ્ય પ્રતિસ્પર્ધી કોકા સુબ્બારાવ / Koka Subba Rao આંધ્ર પ્રદેશ વડી અદાલતનું મુખ્ય ન્યાયાધીશપદ સંભાળ્યા પછી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશપદ પર પણ પોતાની સેવાઓ આપતા હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઝંપલાવવા માટે તેમણે વહેલી નિવૃત્તિ લઈ લીધી અને વિરોધપક્ષના સર્વમાન્ય ઉમેદવાર બન્યા. બંધારણ અન્વયે નાગરિકને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં એવો તેમનો ચુકાદો ખાસ્સો જાણીતો છે. હરીરામ ચૌધરીએ આ વખતે સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવી હતી.
🌸🌼💐
રાષ્ટ્રપતિપદ સંભાળ્યાના (13 મે
1967) બે વર્ષ પૂરા કરે તેના દસ જ દિવસ અગાઉ 3 મે 1969 ના રોજ ડૉ. ઝાકિર હુસૈન / Dr. Zakir Husain અવસાન પામ્યા.
💐🍂💐🍂💐🍂 પદ પર જ અવસાન પામનારા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ બની રહ્યા. તેમના અવસાનને પગલે ઉપરાષ્ટ્રપતિ / Vice-President of India 🎋વી.વી. ગીરીએ કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો માત્ર અઢાર દિવસ માટે સંભાળ્યો. કારણ કે સમય પહેલા આવી પડેલી ચૂંટણીમાં તે ઉમેદવારી કરવા માગતા હતા. એટલે તેમના સ્થાને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એમ. હિદાયતુલ્લાહે / M. Hidayatullah પદનો કાર્યભાર છત્રીસ દિવસ માટે સંભાળ્યો.
આગળ જતાં હિદાયતુલ્લાહ સત્તાવાર રીતે ચૂંટણી જીતીને દેશના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા.
🎋🍃🍂🍃આમ હંગામી ધોરણે રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી તેનાથી ઉતરતા પદે ઉપરાષ્ટ્રપતિ બનનારા હિદાયતુલ્લાહ પહેલા અને આજ સુધીના એકમેવ છે.
♠️♣️♠️♣️♠️♣️♠️♣️♠️♣️♠️
છાત્રાલયમાં વિદ્યાર્થીઓને જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ થાળીમાં શાક જોઈને મોં મચકોડ્યું. એ દિવસે રીંગણાનો ઓળો બનાવ્યો હતો. જે વિદ્યાર્થીઓને ભાવતો ન હતો. આથી તેઓ તેનો વિરોધ કરવા લાગ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ બળેલી રોટલીની કોર તોડીને થાળીમાં નાખી થાળીને સરકાવી દીધી. ભોજનગૃહમાં જ્યારે આવું તોફાન મચી રહ્યું હતું ત્યારે બહાર એક માણસ ભોજનગૃહમાં આવેલા વિદ્યાર્થીઓનાં પગરખાં વ્યવસ્થિત ગોઠવી રહ્યો હતો.
વિદ્યાર્થીઓનો અવાજ વધવાથી તે અંદર આવ્યો. એ પણ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓની સાથે જમતો હતો. તેણે વિદ્યાર્થીઓ દ્વારા સરકાવેલી બળેલી રોટલીના ટુકડા, પાણી અને ઓળાની થાળી લીધી અને આનંદપૂર્વક ખાધું. આ જોઈને વિદ્યાર્થીઓથી પણ રહેવાયું નહીં. વિદ્યાર્થીઓએ બીજી થાળી બનાવવાનું કહ્યું ત્યારે તે માણસ તેમને અટકાવતાં બોલ્યો કે, તમને લોકોને એ ખબર નથી કે તમારી આસપાસની વસતીમાં એવા લોકો પણ વસે છે જેમને તમારું ફેંકેલું ખાવાનું મળી જાય તો તેઓ ભૂખ્યાં ન સૂવે.
પરંતુ તમે લોકોએ તો આ ખાવાનું કોઈને આપી શકવાને લાયક પણ રાખ્યું નથી. આથી મેં વિચાર્યું કે તેને હું જ જમી લઉં. જેથી મારા ભાગનું બચેલું ખાવાનું તો કોઈ ભૂખ્યાને આપી શકાય. અનાજના આદરનો સંદેશો આપનાર આ સામાન્ય માણસ આગળ જઈને ભારતના રષ્ટ્રપતિ બન્યા. તેમનું નામ હતું🎋 ડૉ.. ઝાકીર હુસૈન.
અનાજનો આદર કરવો જોઈએ. ધર્મગ્રંથોમાં પણ અનાજને ભગવાનનું સ્થાન આપ્યું છે.
🌸🌸🌸🌼તેમનું પ્રસિદ્ધ અવતરણ હતું કે અન્ન એ પરમાત્માનું રૂપ છે, એનો બગાડ ન કરો🌼🌼🌼🌸
No comments:
Post a Comment