03 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
📰📋📰📋📰📋📰📋📰
📇📇ભારતમાં હંમેશા પ્રેસની સ્વતંત્રતાને લઈને ચર્ચા થતી રહે છે. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. 3જીમેના રોજ મનાવવામાં આવતા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ભારતમાં પણ પ્રેસની સ્વતંત્રતા પર વાતચીત થવી જરૂરી છે.
🗞🗞ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ – 19માં ભારતીયોને આપવામાં આવેલા અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારથી સુનિશ્ચિત હોય છે. વિશ્વરસ્તર પર પ્રેસની આઝાદીને સન્માન આપવાને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવે છે જેને વિશ્વ પ્રેસ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
📇📇🏆યૂનેસ્કો દ્વારા 1997થી દરેક વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતાને માટે ઉમદા કાર્ય કર્યું હોય.
🎯1997થી અત્યાર સુધી ભારતના કોઈ પણ પત્રકારને આ પુરસ્કાર ના મળવાનું એક મોટું કારણે એ છે કે કેટલાક વરિષ્ઠ પત્રકાર પશ્ચિમ અને ભારતમાં પત્રકારત્વના માપદંડમાં અતંર રાખે છે.
🕯🔦🕯🔦🕯🔦🕯🔦
“તુમ લોગો કી ઇસ દુનિયા મેં, હર કદમ પે,ઇન્સાન ગલત.
મેં સહી સમજ કે જો ભી કહું તુમ કહેતે હો ગલત.
મેરી મર્ઝી સે જીને કી ભી મેં ક્યાં તુમ સબકો અરજી દૂ,
મતલબ કી તુમ સબકા મુજ્પે મુજસે ભી જ્યાદા હક હે,
સાડ્ડા હક એથે રખ, સાડ્ડા હક એથે રખ.....”
🖋🖋🖋
“રોકસ્ટાર”નું આ ઝૂમવા મજબૂર કરી દે એવું ગીત હોઈ, “નો વન કીલ્ડ જેસિકા”માં મીરા(રાની મુખર્જી)નું પત્રકાર તરીકેનું દમદાર પાત્ર હોઈ કે પછી સાહસભરી પત્રકારની જોબ માટે પોતાની સગાઈ તોડનાર “લક્ષ્ય” ફિલ્મની રોમીલા દત્તા હોઈ, આ દરેક ફિલ્મમાં પત્રકારની આછી ઝલક આપણે માણી છે, પત્રકારોની દુનિયાને ઉપર ઉપરથી જોઈ છે અને એના જોખમો આપણે કેટલીક બોલીવુડ મુવીસમાં આંખે આંસુઓ સાથે અનુભવ્યા પણ છે.આજે, ૩જી મેએ આવા જ સાહસિકોને નામ “વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે” ઉજવામાં આવે છે.જેને માત્ર “વર્લ્ડ પ્રેસ ડે” તરીકે પણ ઓળખવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🗣🗣🗣 “વાણી સ્વાતંત્ર્ય”- આપણો મૂળભૂત હક!! આ હકની આપણે માવજત ઘણી સારી રીતે કરી જાણીએ છે અને આ હકથી જ તો પત્રકારો આસપાસ બનતી તમામ ઘટનાઓનું સંકલન કરી રોજ સવારે આપણને દેશ-વિદેશની તમામ ઘટનાઓ આપણા હાથમાં ન્યુઝપેપરરૂપે આપે છે.”🙏🙏🙏
🗣🗣“વર્લ્ડ ફ્રીડમ ડે”ને જનરલ અસેમ્બ્લી ઓફ યુનાઈટેડ નેશન્સ દ્વારા ૧૯૯૩મા સૌ પ્રથમ સ્વાતંત્ર્ય એવી આફ્રિકન પ્રેસને પ્રોત્સાહિત કરવા યોજાયેલ સેમિનારની શાખા રૂપે ઉજવવામાં આવ્યો હતો.
👉 દરેક દિવસની ઉજવણી એક ખાસ સંદેશો અને જાગૃતિ ફેલાવવા માટે હોય છે અને જયારે જાગૃતિ અને કોઈ બોધદાયક વાત કરવામાં આવે ત્યારે મોટે ભાગે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રેસ-મીડિયા જ એની પાછળ હોઈ છે.
❓તો વળી આ વર્લ્ડ પ્રેસ ડે પાછળનો શું હેતુ હોય શકે? ❓♻️આ પ્રશ્નનો ઉત્તર ઘણો સરળ છે.લોકોમાં વાણી સ્વતંત્રતાના મહત્વ વિષે સજાગતા ફેલાવવા તથા સરકારને આ સ્વતંત્રતા માટે સન્માન અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના હકનું સમર્થન યાદ કરાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
♻️ આ દિવસે લોકોને પ્રેસની ખંડિત થયેલી સ્વતંત્રતા અંગે મહિતગાર કરવામાં આવે છે.લોકોને પ્રેસની કડવી હકીકતો જેવી કે, સમગ્ર દુનિયામાં કેટલાય દેશોના પત્રકારોને સતત કરવામાં આવેલી હેરાનગતિ, પોતાના કામને નિષ્ઠાપૂર્વક કરવા છતાં બરખાસ્ત કરવાના હુકમો અને કેટલાક પત્રકારો કે જેમની હત્યા કરવામાં આવી હોય એમને પણ આ દિવસે યાદ કરવામાં-શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
♻️આ દિવસ લોકોમાં પ્રેસની સ્વતંત્રતાની વૃદ્ધિ થાય તથા એની તરફેણમાં પ્રગતિ થાય એવા કાર્યક્રમો યોજવામાં આવે છે.આ ઉપરાંત, જે તે દેશની સરકારને પ્રેસની ઉભી થયેલ આખી એક કમ્યુનીટીને સન્માન અને એમની સ્વતંત્રતાની જવાબદારી અંગે યાદગીરી આપવામાં આવે છે.આ ઉપરાંત, વ્યવસાયિક પત્રકારોને એમની નીતિઓ અંગે પણ સભાન કરવામાં આવે છે. વળી, કેટલા પત્રકારો અથવા પ્રેસ કે જે નાબુદ કરવામાં આવી હોય કે પછી એમનું ખંડન થયું હોય એવા એક આખા સમાજને સહકાર આપવા માટે પણ આ દિવસ ઉજવાય છે ♻️અને આ ક્ષેત્રમાં વિસરાઈ ગયેલા પત્રકારો કે જેમણે પત્રકારત્વની વ્યાખ્યા જ બદલી નાખી હતી એમને યાદ કરવામાં આવે છે.૧૯૯૧મા સૌપ્રથમવાર આફ્રિકન ન્યૂઝપેપરમાં “ફ્રી પ્રેસ” માટેના સિદ્ધાંતો “ડીકલેરેશન ઓફ વિન્ધોએક” સાથે મુકવામાં આવ્યા હતા.♻️
💠🌀💠અહી કેટલાક સર્વશ્રેષ્ઠ દેશોની યાદી ટાંકવાનું મન થાય છે કે જ્યાં પ્રેસને સારી એવી છૂટ અને સન્માન આપાય છે
1.ફિનલેન્ડ 2. નેધરલેન્ડ 3. નોર્વે 4. લક્શેમ્બોર્ગ 5. એન્ડોરા
6. ડેન્માર્ક 7. લિએચ્તેન્સ્તેઇન 8. ન્યુઝીલેન્ડ 9. આઈસલેન્ 10. સ્વીડન
💠🌀💠તો એવાય ઘણા દેશો છે જાય મીડિયા માટે સૌથી પ્રતિકુળ વાતાવરણ હોય છે. જેમ કે,
1. સુદાન 2. ક્યુબા 3. વિયેતનામ 4. ચાઈના 5. ઈરાન
6 .સોમાલિયા 7. સીરીયા 8. તુર્કમેનિસ્તાન 9. નોર્થ કોરિયા 10. એરીત્રીય
🔰🔰આ દિવસે ઘણા લોકો વ્યક્તિગત રીતે કે પછી સંસ્થાઓ અને જૂથો અનેક પ્રવૃત્તિઓ કરે છે.જેમાં, કળાનું પ્રદર્શન, ઉચ્ચ કક્ષાના વક્તા તથા કઈક બદલાવ લાવવા પોતાના જીવના જોખમે સાહસિકતા દાખવી હોઈ એવા લોકોને સન્માનિત કરવામાં આવે છે.
🔰✅🔰યુનેસ્કો ૧૯૯૭થી “યુનેસ્કો/ગુઇલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ”ના નામ હેઠળ વ્યક્તિગત રીતે કે કોઈ સંસ્થા માટે પારિતોષિક ઘોષિત કરે છે કે જેમણે ખૂબ જ સાહસિકતા દાખવીને પ્રેસની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ કર્યો કર્યા હોઈ અથવા તો એનો પ્રચાર કર્યો હોઈ.ખાસ કરીને જીવના જોખમે જેમણે સાહસ ખેડ્યું હોઈ એમને સન્માનિત કરવામાં આવે છે.આ પારિતોષિકનું નામ ♻️♻️“ગુઇલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ”💠💠 રાખવા પાછળ પણ એક રસપ્રદ કારણ છે.
💯⁉️💯 ગુઇલેર્મો કેનો એક કોલમ્બિયન પત્રકાર હતો. એના એક લેખમાં એમણે કોલંબિયાના સૌથી વગદાર ડ્રગ્સ સત્તાધારીને ખુલ્લો પાડયો હતો અને એ જ કારણે એની ૧૭મી ડીસેમ્બર,૧૯૮૬ના રોજ, એની જ ઓફીસ સામે હત્યા કરવામાં આવી હતી.
♻️⚠️♻️આ ઉપરાંત, યુનેસ્કો આ દિન નિમિત્તે મીડિયા વર્ગના સત્તાધારીઓ, પ્રેસની સ્વતંત્રતા માટે કાર્યરત સંસ્થાઓ અને યુ.એન. એજન્સી સાથે મળી, દુનિયાભરમાં પ્રેસની સ્વતંત્રતાની સ્થિત માટે ચર્ચા કરવામાં આવે છે તથા એ માટેના નિર્ણયો અને ઉપાયો શોધવામાં આવે છે. આવી દરેક કોન્ફરન્સ માટે પ્રેસ સ્વતંત્રતાને સંબંધક વિષયો જેવા કે, સારી શાસન વ્યવસ્થા, આતંકવાદી પ્રવૃતિઓનું વ્યાપ્ત ક્ષેત્ર, સજામાંથી મુક્તિ, પોસ્ટકોન્ફ્લીકટ દેશોમાં મીડિયાનો ફાળો વગેરે નક્કી કરવામાં આવે છે.
❗️❕❗️❕❗️❕❗️❗️❕❗
️પ્રિન્ટીંગ મીડિયાની કેટલીક રસપ્રદ વાતો,
📇🗞📇🗞📇🗞🗞
· ચીનમાં સૌપ્રથમ પ્રિન્ટીંગ વિશેનો વિચાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની શરૂઆત થઇ હતી.
· ચીનનો સૌથી જુનો પ્રિન્ટેડ બુદ્ધ ધર્મગ્રંથ વુ ઝેતિયન((684-705 AD))ના સમયનો છે.
· ચીનની ચાર મહત્વની શોધોમાં “પ્રિન્ટીંગ”નો સમવેશ થાય છે.
· જોહન ગ્યુતેન્બર્ગે ૧૧૪૦મા યુરોપિયન પ્રિન્ટીંગ તકનીક વિકસાવી હતી.
· સૌપ્રથમ ઓફસેટ પ્રિન્ટીંગ પ્રેસ ૧૯૦૩મા ઈરા વાશિંગટન રૂબેલ દ્વારા શોધાય હતી.
· ઓફસેટ પ્રિન્ટીંગ એ પ્રિન્ટીંગનો સૌથી સામાન્ય પ્રકાર છે.
· ૧૭૨૭મા “ધ મેરીલેન્ડ ગઝેટે”ની સ્થાપના થઇ હતી જે હાલમાં પણ ન્યુઝ્પપેરના પ્રકાશન માટે યુનાઈટેડ સ્ટેટ્સમાં કાર્યરત છે.
🗞📇🗞📇🗞📇📇🗞📇
સચોટ સમાચાર સાથે “ખતરો કે ખિલાડી” એવા આપણા જ આ પત્રકારોને ચાલો આપણે આ દિવસ નિમિત્તે વધાવી લઈએ.
🖍🖋🖌🖋🖍🖋🖊
આ જ રીતે હમેશા નિષ્ઠાપૂર્વક અને સચ્ચાઈથી પોતાની ફરજ બજાવતા રહે અને આપણા જેવા સામાન્ય લોકો સુધી દેશ-વિદેશનાં અવનવા કિસ્સાઓ અને સમાચાર લાવતા રહે એવી આશા સાથે અહી કેટલાક મહાન વિચારકો અને લેખકોના મીડિયા અંગેના અવતરણો અહી રજૂ કરવાનું મન થાય છે.
🎌પ્રસિદ્ધ અમેરિકન લેખક ડેન બ્રાઉનના મત અનુસાર “ધ મીડિયા ઇસ ધ રાઈટ આર્મ ઓફ એનાર્કી” તો વળી,
🎌અમેરિકાના જ પ્રસિદ્ધ કોલમ લેખક અને પત્રકાર જીમી બ્રેસ્લીન મુજબ “મીડિયા એ સામાન્ય દરજ્જાના માણસોનું બહુવચન છે” અને અંતે 📚📖📚🔰🇮🇳ગાંધીજીના જ એક વાક્યથી આજના આ લેખનો અંત કરું તો ,”દુનિયામાં જે બદલાવ આપણે ઈચ્છીએ છે એની શરૂઆત પોતાનાથી જ થાય છે”
અને આ બદલાવથી પરિચિત આપણને મીડિયા જ કરે છે. તો ચાલો, આજે એમનું ઋણ અદા કરીએ. “હેપ્પી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે”.
🇮🇳🔰🇮🇳🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
No comments:
Post a Comment