Monday, May 6, 2019

કાર્લ માર્ક્સ અને એમની વિચારધારા --- Karl Marx and his ideology

⭕️💢⭕️💢⭕️💢⭕️
દુનિયાના શોષિત દેશો અને શોષિતો માટે અપાર કરુણા દર્શાવનારા કાર્લ માર્ક્સની વિચારધારા,કે જેણે સોવિયેટ રશિયાને ઇ.સ. ૧૯૧૭માં અને ચીનને (માઓવાદ હેઠળ) ઇ.સ. ૧૯૪૯માં જન્મ આપ્યો હતો અને જેની એક વખત દુનિયાની અડધ ઉપરાંતની વસ્તીમાં અસર હતી તે કેમ મુરઝાઈ ગઈ ? સોવિયેટ રશિયા જે અમેરિકા અને બ્રિટન હેઠળના તેમજ પશ્ચિમ યુરોપના અન્ય દેશોની અંકુશ હેઠળના ગુલામ રાષ્ટ્રોની પડખે હંમેશા ઉભું રહેતું હતું તે કેમ હવે સેકન્ડ-ક્લાસ રાષ્ટ્ર બની ગયું ?
✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️
કાર્લ-માર્ક્સ કહેતો -“I am not Marxist”
કાર્લ-માર્ક્સ એક વિચક્ષણ બુધ્ધિનો વિદ્વાન અર્થ-શાસ્ત્રી અને સમાજ-શાસ્ત્રી હતો. તેણે કલ્પેલી શોષણ રહીત અને મુડીવાદના પ્રદુષણોથી મુક્ત એવી અર્થવ્યવસ્થાની વિચાર સરણી લઇને રશિયા, ચીન અને યુરોપમાં ચળવળો ચાલી લેબર પાર્ટીઓ અને રાજકીય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી જે Communist Party કહેવાણી ,પાર્ટીના સુત્રધારોને ( Marxist )માર્ક્સવાદી કે ” કોમરેડ” કહેતા. પણ કાર્લ-માર્ક્સ પોતે મજાકમાં કહેતો ” I am not Marxist ”


✏️-પરિવર્તનશીલતાનો તેણે એક સિધ્ધાંન્ત આપ્યો છે.–’ સમાજ વ્યવસ્થાની કોઇ પણ સ્થીતી કાયમ નથી રહેતી, ધીરે ધીરે વિરોધાભાષી પરિબળ નિર્માણ થતું જાય છે. જ્યારે મૂળ સ્થીતી અને વિરોધાભાષી પરિબળ સમાન ભૂમિકા પર આવી જાય છે ત્યારે બન્ને પરિબળ વચ્ચે સંઘર્ષ થાય છે ( તે વૈચારીક, સામાજિક કે કોઇ પણ પ્રકારનો હોય ) તે સંઘર્ષ એટલે ક્રાંતિ. સંઘર્ષના અંતે નિર્માણ થયેલી જે સ્થીતી અસ્તિત્વમાં આવે છે, તે વળી ત્રીજા જ પ્રકારની હોય છે. તે વ્યવસ્થા કાયમ રહેશે તેવું લાગે છે, પણ માર્કસના સિધ્ધાંત પ્રમાણે પરિવર્તનનું ફરી એ જ ચક્ર ચાલુ થાય છે. કદાચ એટલે જ માર્ક્સ કહેતો હશે ” I am not Marxist “

✏️માર્ક્સના સામાજ-શાસ્ત્રના આ સિધ્ધાંતનો રશિયા ઉત્તમ ( Model )નમુનો છે . દુનિયાએ રશિયાની કાળઝાળ આપખુદશાહી અને સામંતશાહી જોઇ. ( Red-revolution ) સામ્યવાદી ચળવળમાં થયેલી લોહીયાળ ક્રાન્તિ જોઇ, સામ્યવાદી પાર્ટીના ધુરંધરો જોયા. સામ્યવાદી પાર્ટીના પ્રમુખો અને પાર્ટીની સમાજ પર લોખંડી પકડ જોઇ અને આજે લોકશાહીના માર્ગે વળેલું રશિયા પણ દુનિયાએ જોયું,

✏️જેમ સામ્યવાદી ક્રાન્તિ દબાવી દેવા માટે સત્તાધારીઓએ લોખંડી પંજો ઉઠાવ્યો હતો તેવોજ લોખંડી પંજો ક્મ્યુનિસ્ટ-પાર્ટીમાં ઘુસી ગયેલા પ્રદુષણો વિરુધ્ધ અવાજ ઉઠાવનારા બુધ્ધીજીવીઓ ઉપર ફર્યો હતો. રુસ માટે તો બકરુ કાઢતા ઉંટ પેઠું એવી વાત થઈ હતી.
રશિયાના બે નોબેલ પારીતોષિક વિજેતા લેખકો આ બન્ને પરીસ્થિતીના સાક્ષી હતાં. મિખાઇલ અલેક્ઝેંડ્રોવિચ શોલોખોવ (નોબેલ પુરસ્કાર-૧૯૬૫) અને સોલ્ઝેનિત્શીન(નોબલ પુરસ્કાર-૧૯૭૪)

📌📌📌📌📌📌📌📌📌📌📌
મૂડીવાદ
✏️✏️✏️✏️✏️✏️
મૂડીવાદ સામન્યત: તે આર્થિક પ્રણાલી અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. આને ક્યારેક "વ્યક્તિગત માલિકી" કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં "વ્યક્તિગત"નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી સિવાય ખાનગી સ્તર પર માલિકી વાળા કોઈ પણ આર્થિક તંત્રને મૂડીવાદી તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી (મૂડીવાદી) તંત્ર નફા માટે ચલાવવામાં આવે છે, જેમાં રોકાણ , વિતરણ ,
આવક, ઉત્પાદન મૂલ્ય , બજાર મૂલ્ય , વિગેરેનું નિર્ધારણ મુક્ત બજારમાં પ્રતિસ્પર્ધા દ્વારા નિર્ધારિત થાય છે.
મૂડીવાદનો સિદ્દાંત સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ ના ફળસ્વરૂપ કાર્લ માર્ક્સ ના સિદ્ધાંતની વ્યાખ્યાના સંદર્ભમાં આવ્યો. ૧૯મી સદીમાં અમુક જર્મન સિદ્ધાંતકારોએ આ અવધારણાને વિકસિત કરવો શુરુ કર્યો જે કાર્લ માર્ક્સના મૂડી અને વ્યાજના સિદ્ધાંતથી હટીને હતો. વીસમી સદીના આરંભમાં મેક્સ વેબરે આ અવધારણાને એક સકારાત્મક રીતે સે વ્યાખ્યાયિત કરી. શીત યુદ્ધ દરમ્યાન મૂડીવાદની અવધારણાને લઈ ખૂબ વિવાદ ચાલ્યો.
મૂડીવાદી આર્થિક તંત્રને યુરોપમાં સંસ્થાગત ઢાંચાનું રૂપ સોળમી સદીમાં મળવું શરૂ થયું. જોકે મૂડીવાદી પ્રણાલીના પ્રમાણ પ્રાચીન સભ્યતાઓમાં પણ મળે છે પરંતુ આધુનિક યુરોપમાં વધુ પડતી અર્થવ્યસ્થાઓ સામંતવાદી વ્યવસ્થાના ક્ષરણ પછી હવે મૂડીવાદી થઈ ચુકી છે.


🎯🎯🎯🎯🎯🎯📚📚📚📚📚📒📚📒📚📒📌📒📌📕📌📕📕સામ્યવાદી ક્રાંતિની ગીતા કે બાઇબલ ગણાતા પુસ્તક ‘દાસ કેપિટલ’નો પ્રથમ ખંડ કાર્લ માર્ક્સે ઈ. સ. ૧૮૬૫ના ડિસેમ્બર માસની આખરમાં તૈયાર કર્યો હતો. ત્યારે કાર્લ માર્ક્સની ઉંમર ૪૭ વર્ષની હતી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં ભાગ્યે જ કોઈ માણસે વાચનઅધ્યયનમાં આટલી એકાગ્રતાથી તપ કર્યું હશે. કાર્લ માર્ક્સને દાળરોટીની ચિંતા,
મકાનના ભાડાની ચિંતા અને છતાં તેનો નિશ્ચય અડગ. તેની આંખની પીડા, માથાનો દુખાવો આખા શરીરે ફોલ્લાં, પેટમાં દર્દ, ગળામાં દર્દ
તેની નાનીમોટી બીમારીઓની વિગતો વાંચીએ ત્યારે તાજુબી થાય કે આટઆટલી પીડા વચ્ચે આ માણસ જીવ્યો તે તો સમજ્યા, પણ એ આટલું કામ કઈ રીતે કરી શક્યો તે સમજવું મુશ્કેલ પડે તેવું છે.


માર્ક્સ એના વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર તૂટી પડતો પણ પતિ તરીકે અને ત્રણ પુત્રીઓના પિતા તરીકે અત્યંત પ્રેમાળ હતો. તેણે હિંસક ક્રાંતિની હિમાયત કરી પણ એનું પોતાનું જીવન નિરુપદ્રવી ભદ્રસમાજની કોઈ પણ વ્યક્તિના જીવન જેવું જ હતું.


તેનાં કોઈ સ્વપ્નો સિદ્ધ થતાં તેણે તેની સગી આંખે જોયાં નહીં પણ તેના મૃત્યુ પછી પાંત્રીસ વર્ષમાં જ રશિયામાં ૧૯૧૭માં ક્રાંતિ થઈ અને એકસો વર્ષમાં તો તેના નામે દુનિયાના ઘણા બધા મુલકોમાં રાજપલટા થયા.


સંસારમાં બહુ થોડા પુરુષોને માર્ક્સની પત્ની જેની જેવી પત્ની મળી હશે. બહુ થોડા પુરુષોને ફ્રેડરિક એંજલ્સ જેવો મિત્ર મળ્યો હશે. બહુ થોડા માણસોને માર્ક્સ જેવાં બુદ્ધિતેજ અને વેધક દ્રષ્ટિ પ્રાપ્ત થયાં હશે. બીજી બાજુ ગરીબી, માંદગી અને તરેહતરેહની કમનસીબીઓ તેના પલ્લે પડી હતી. આપણા જવાહરલાલ નહેરુની જેમ કાર્લ માર્ક્સને પ્લુરસીના રોગે ખૂબ તંગ કર્યા હતા. માર્ક્સનાં ફેફસાંમાં ગાંઠ જામી ગઈ હતી અને તેમાંથી લોહી પડવા માંડ્યું હતું. મૃત્યુનું તાત્કાલિક કારણ કદાચ એ હતું કે બે જ મહિના પહેલાં માર્ક્સની પ્યારી પુત્રી કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેનો જબરો આઘાત તેને લાગ્યો હતો.
સવા વર્ષ પહેલાં માર્ક્સની પત્ની ખૂબસૂરત જેની પણ કેન્સરથી મૃત્યુ પામી હતી. ત્યારે કાર્લ માર્ક્સ એટલો બધો માંદો પડી ગયો હતો કે જેનીની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શક્યો નહોતો. જેની અને કાર્લ માર્ક્સે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેની કાર્લ માર્ક્સથી ચાર વર્ષ મોટી હતી.


કાર્લ માર્ક્સ એમનાં માતાપિતાનાં આઠ સંતાનોમાં એક હતા. તેમના પિતા માનતા કે કાર્લમાં કોઈક ‘દાનવ’ વસે છે અને પુત્રના ભવિષ્યની ચિંતા તેમનું કાળજું કોરતી હતી. પિતાનો અંદાજ સાચો હતો. કાર્લ માર્ક્સમાં કોઈ રુદ્રશક્તિ વિરાજતી હતી. કાર્લ માર્ક્સ જ્યાં જાય ત્યાં કંઈ ને કંઈ હલચલ ઊભી કરે એટલે પછી તેની હકાલપટ્ટી થાય, એટલે તે કોઈ બીજા શહેરમાં જઈ વસે. કાર્લ માર્ક્સે દૈનિક અખબાર પણ કાઢ્યું હતું એક વર્ષ ચલાવી શકાયું.


એંજલ્સ પોતાના મિત્ર કાર્લ માર્ક્સની શક્તિ અને સ્થિતિ પિછાણી ગયો હતો એટલે ઈ. સ. ૧૮૫૦માં એંજલ્સ માન્ચેસ્ટર રહેવા ગયો. પિતાના ધંધામાં પડ્યો. એ નાણાં કમાવા માગતો હતો,


કારણ કે તે કાર્લ માર્ક્સને નાણાકીય મદદ કરવા માગતો હતો. અંત સુધી એંજલ્સે માર્ક્સને ટકાવી રાખ્યો અને માર્ક્સના મૃત્યુ પછી અંજલ્સે માર્ક્સની પુત્રીઓને પોતાની મિલકતમાંથી ભાગ આપ્યો.


કાર્લ માર્ક્સ વિદ્યાર્થીકાળથી ધૂમ્રપાન કરતા હતા. આખી રાત જાગીને વાચનલેખ કરે અને એમાં સિગારેટનો સહારો લે. પાછળનાં વર્ષોમાં કાર્લ માર્ક્સ કહેતા કે ‘દાસ કેપિટલ’ ગ્રંથમાંથી એટલી કમાણી પણ થઈ નથી કે લખવા માટે પીધેલી સિગારેટનો ખર્ચ પણ નીકળે!


લંડનમાં બે ઓરડીનું નાનકડું ઘર (ભાડાનું), ફર્નિચરમાં ખાસ કશું નહીં. એક પણ ખુરશી કે ટેબલ સાજું નહીં
બધું જ ભાંગેલું, તૂટેલું અને ભંગાર. કોલસાનો ધુમાડો અને સિગારેટનો ધુમાડો! દરિદ્રતાનો આ દરબાર! પણ અહીં જ માર્ક્સના હાસ્યના અને કટાક્ષના પડઘા ઊઠતા અને અહીં જ ક્રાંતિકારી પરિવર્તનના ખ્યાલોના પડછંદા ગાજી ઊઠતા!


કાર્લ માર્ક્સની છાતી ઉપર જિંદગી જાણે ચઢી બેઠી હતી! પણ જલદી હાર કબૂલે એવો આ માણસ નહોતો. એનો દમ ઘૂંટતી જિંદગી એની છાતી ઉપરથી ઊતરી ત્યારે જાતે જ શરમાઈને જાણે બદલાઈ ગઈ હતી માર્ક્સ માટે નહીં પણ દુનિયાના લાખો લોકો માટે!

✍🏻યુવરાજસિંહ જાડેજા ગોંડલ🙏🏻

No comments:

Post a Comment