Monday, May 6, 2019

6 May

ઈતિહાસમાં ૬ મેનો દિવસ

🔰🔰🔰🔰🔰🔰🔰

‼️‼️કાર્લ માર્ક્સનો જન્મદિવસ☢☢

સામ્યવાદની થિયરીના જન્મદાતા માર્ક્સનો જન્મ વર્ષ 1818 ની 5 મેના રોજ પ્રશિયા -આજના જર્મનીમાં થયો હતો . જર્મન ચિંતક ફ્રેડ્રિક સાથે મળી તેમણે સામ્યવાદી રાજનીતિ અને અર્થતંત્રના ખયાલની ભેટ આપી હતી .


☮💟આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ ☮💟

પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે.

દાયણો ( midwives )(સુવાવડ કરાવનાર નર્સ બહેનો)નાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ 'આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ'ની પરીષદમાં,કરાયેલ.



🛐🕉હિંદુ ડિવોર્સ બિલ પસાર થયું🕉☸

સંસદે વર્ષ 1955 ની પાંચમી મેના રોજ હિંદુ ડિવોર્સ બિલ પસાર કર્યું હતું . સમાજમાં લગ્નને માન્યતા તથા પતિ -પત્ની છુટા પડવા માટે સ્વતંત્ર થઈ શકે તેવી કાયદેસરની વ્યવસ્થા આ બિલ દ્વારા ગોઠવાઈ હતી .

🚩🚩ગ્યાની ઝૈલ સિંઘ🚩🚩

૧૯૮૨થી ૧૯૮૭ના વર્ષ સુધી દેશના સાતમા રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ઝૈલ સિંઘનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૬માં પંજાબ પ્રાંતના સાંધવન ખાતે થયો હતો . તેમના કાર્યકાળમાં વિવાદાસ્પદ ઓપરેશન ' બ્લ્યૂ સ્ટાર ' થયુ હતું .

🔻🔻નૌશાદ અલી🔻🔻
ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતને ફિલ્મોમાં લોકપ્રિય કરનાર સંગીતકાર તરીકેનું શ્રેય એમને આપવામાં આવે છે.

ભારતીય ફિલ્મમોમાં ૧૯૪૦થી ૧૯૯૨ સુધી સંગીત આપનારા અને દાદા સાહેબ ફાળકે તથા પદ્મભૂષણ એવોર્ડ મેળવનારા મ્યુઝિક ડિરેક્ટર નૌશાદનું અવસાન ૮૬ વર્ષની વયે ૨૦૦૬માં થયું હતું .

સંગીતકાર નૌશાદ અલીનો જન્મ પચ્ચીસમી ડિસેમ્બર , ૧૯૧૯ના દિવસે ઉત્તર પ્રદેશમાં આવેલા
લખનૌ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો.

☦૩૫ જેટલી સિલ્વર જ્યુબીલી હીટ, ૧૨ ગોલ્ડન જ્યુબીલી તેમ જ ૩ ડાયમંડ જ્યુબીલી ફિલ્મો આપી ભવ્ય સફળતા મેળવી. એમને ભારતીય ચલચિત્ર ઉદ્યોગમાં કરેલા ઉત્તમ યોગદાન બદલ ઈ. સ. ૧૯૮૨ના વર્ષમાં
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા


🚩🚩નેપોલિયન ડિ બોનાપાર્ટ🚩🚩

૧૮૦૪થી ૧૮૧૫ સુધી યુરોપિયન રાજકારણમાં ધાક જમાવનારા ફ્રાંસના સમ્રાટ નેપોલિયનને વોટરલૂના યુદ્ધમાં પરાજય બાદ બ્રિટને સેન્ટ હેલેના ટાપુ પર રાખ્યો હતો , જ્યાં આજના િ દવસે વર્ષ ૧૮૨૧માં તેનું મોત થયું હતું .

✝ફ્રેન્ચ લશ્કરી વડો અને શાસક હતો. તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. નેપોલિયન પહેલા (Napoleon I) તરિકે તે ૧૮૦૪થી ૧૮૧૪ અને ફરીથી એક વખત ૧૮૧૫ દરમ્યાન ફ્રાન્સના સમ્રાટ (એમ્પેરર ઓફ ધ ફ્રેન્ચ) પદે રહ્યો.

✝નેપોલિયને લગભગ બે દાયકા સુધી યુરોપમાં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકિના એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે.

બ્રિટિશ ઇતિહાસકાર એન્ડ્ર્યુ રોબર્ટ્સ નોંધે છે તેમ, તેણે યુરોપભરમાં મુલકી બાબતોમાં ઉદારમતવાદીના સિદ્ધાંતો પ્રચલિત કર્યા

☢૧૮૩૫ – બેલ્જીયમમાં ( Belgium ), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.

♐️યુરોપ દિન☯

યુરોપમાં ,શાંતિ અને એકતા માટે દર વર્ષે મે ૫નાં રોજ 'યુરોપિયન સમિતી' દ્વારા યુરોપ દિન ઉજવાય છે, જોકે 'યુરોપિય સંઘ' દ્વારા આ દિવસની ઉજવણી મે ૯નાં અલગથી કરવામાં આવે છે.

'યુરોપિયન સમિતી' દ્વારા ઉજવાતો દિવસ,તેની ૧૯૪૯માં થયેલ રચનાની યાદગીરી સુચવે છે,જ્યારે 'યુરોપિય સંઘ' દ્વારા ઉજવાતો દિવસ ૧૯૫૦માં તેમની રચનાનાં સુચનની ઉજવણીરૂપે છે.

No comments:

Post a Comment