Tuesday, May 28, 2019

લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા ---- Lok Bharti Gram Vidyapith, Sunsara

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚

🏡લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા

🏯🏟🏯🏟🏯🏟🏯🏟🏯🏯🏟
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર 🎯ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર અને તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. 

🎯ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્¬ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી.

🎯🎯 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. 

🎯🎯પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે.

🎯🎯 શ્રી મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

🎯ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે
લોકવન ) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.

🎯🎯🎯વિક્રમ સંવત 2009ની વૈશાખી પૂર્ણિમા (અર્થાત્ 28મી મે, 1953)ના મંગલજ્ઞાનદિને, કાકા કાલેલકરના આશીર્વાદથી આરંભાયેલી ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’નું ઉદ્ઘાટન, તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯કેળવણીને માત્ર નોકરીનું સાધન ગણવાની પ્રથા દેશના ખૂણે ખૂણામાં રૂઢ થઈ ગઈ હતી છતાં મસ્ત અને અલગારી સ્વભાવના થોડા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો મળી જ આવે – તેવો આશાવાદ નાનાભાઈને હતો જ તેથી જ નવી સંસ્થાની સ્થાપના કરતી વખતે નીચે દર્શાવેલા બે ઉદ્દેશો ધ્યાનમાં રાખ્યા હતા :

🎯1. નવી કેળવણી ગ્રામસમાજને અનુકૂળ હો અને ગામડાંના નવસંસ્કરણમાં મહત્ત્વન ફાળો આપે તેવી હોવી જોઈએ.

🎯2. આ કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ.
જીવનનાં તમામ ક્ષેત્રો-વિષયો સાથે શિક્ષણનો સેતુ જળવાય તે રીતે ગ્રામવિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભણાવવાના વિષયોનીજે યાદી નાનાભાઈએ બનાવી હતી, તેનો ઉદ્દેશ જીવનલક્ષી સર્વાંગી કેળવણી કેવી રીતે પૂરી પાડી શકાય અને તે માટે કઈ કઈ સામગ્રી જોઈએ તે અંગેની સઘન વિચારણા હતી. 

🎯નાનાભાઈ સ્પષ્ટ હતા કે ગ્રામવિદ્યાપીઠમાં ભણવા આવનારા વિદ્યાર્થીઓ અને એમનું ઘડતર કરનારા કાર્યકર-અધ્યાપકો ગ્રામાભિમુખ હોવા જોઈએ તેમ જ એ અધ્યાપકોએ વિદ્યા ઉપરાંત શીલની ઉપાસના-સાધના પણ કરી હશે. લગભગ સિત્તેર વર્ષ બાદ લોકભારતીનું મૂલ્યાંકન કરવામાં આવે તો નાનાભાઈની આ આશા-અપેક્ષા સારી રીતે સંતોષાઈ છે – .

🎯 લોકભારતીની સમગ્ર કાર્યશૈલી અને વહીવટી પદ્ધતિમાં પદ કે હોદ્દાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું નથી અને સૌ કાર્યકરોની કાર્યનિષ્ઠા અને કુશળતાને જ મહત્ત્વનાં ગણવામાં આવ્યાં છે. અધ્યાપન-શિક્ષણ, છાત્રાલય-સંચાલન તથા વિવિધ વિભાગોનાં વ્યવસ્થાપકીય કામો પણ નિયામક અને આચાર્ય દ્વારા થતી વહીવટી કામગીરી જેટલાં જ મહત્ત્વનાં ગણાયાં છે.

🎯લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના વખતે સંસ્થાની નોંધણી વખતે સંસ્થાનાં ઉદ્દેશ-ધ્યેય અને તે સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ નક્કી કરાઈ હતી. દસ્તાવેજમાં પાંચ મુખ્ય ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા, જેનો સાર 🕴🕴🕴🕴

🎯🎯“લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતાં લોકોને મા સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલ અના ભારતીય સંસ્કૃતિ તથા પ્રકૃતપરિવેશને અનુકૂળ થઈ અનુસરનારી તેમ માનવવિદ્યાઓ અને વિજ્ઞાનમૂ શાસ્ત્રોનો, ઉત્પાદક શરીરશ્રમ સા અનુબંધ રચીને ગ્રામજીવનલક્ષી ઘડતર કર વ્યક્તિને વિદ્યાવંત તથા શીલવાન બના તેવી વ્યાપક કેળવણીની ભૂમિકા રચ શોષણવિહીન સમાજરચના માટેન પ્રયત્નો કરશે.

🎯આ ઉદ્દેશ બર આવે એ માટે લોકભારત બાલશિક્ષણ, પ્રાથમિક શિક્ષ માધ્યમિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષ લોકશિક્ષણ, ઉચ્ચ શિક્ષ પ્રયોગશાળાઓ – અને પ્રજાકી શિક્ષણની એવી બીજી પ્રવૃત્તિઓ કર તેમ જ એ અંગે જરૂરી પુસ્તકો, પાઠ્યપુસ્તક નિયતકાલિકો તેમ જ અન્ય પ્રકાશનો પ્ર કરશે.”

🎯🎯લોકભારતીના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે નીચે મુજબની આધારસ્તંભરૂપ બાબતોને અનિવાર્ય ગણવામાં આવી :
ગ્રામલક્ષિતા, સાદગી અને કરકસ ઉત્પાદક શરીરશ્રમ, સામાજિક પરિવર્ત સમૂહજીવન, પાઠ્યસામગ્રીનો જીવન સા અનુબંધ, માતૃભાષા દ્વારા શિક્ષ સહશિક્ષણ અને છાત્રાવાસ, સહઅભ્યા પ્રવૃત્તિઓ, લોકશાહી-મૂલ્યોનું જતન 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment