Tuesday, May 7, 2019

Pannalal Nakhalal Patel ---- પન્નાલાલ નાનાલાલ પટેલ

પન્નાલાલ નાનાલાલ પટેલ

🙏📚🙏📚🙏📚🙏📚
(૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)

📚 ગુજરાતી સાહિત્યકાર . તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે. 
🕍 ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
💐 અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.💐


🚩🏆તેમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમના સર્જનનું નાટકો અને ચલચિત્રોમાં પણ રુપાંતર થયું છે 

🎖🎯૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ

• 1950 – રણજિતરામ સુવર્ણચંદ્રક
• 1985 – જ્ઞાનપીઠ એવોર્ડ

📘📙મુખ્ય રચનાઓ📗📘

📚• નવલકથા – વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ

📚• નવલિકા – સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ

📙• નાટક – જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ

📘• ચિંતન – પૂર્ણયોગનું આચમન
📘• આત્મકથા – અલપઝલપ
📓• બાળ સાહિત્ય – દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
📚• પ્રકીર્ણ – અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

📚પન્નાલાલ પટેલનું સાહિત્ય ક્ષેત્રે મોટું યોગદાન છે . તેમણે લખેલી નવલકથાઓ , નવલિકાઓ , નાટક , બાળવાર્તા અને વાર્તા સંગ્રહ ખુબજ લોકપ્રિય અને યાદગાર છે . પન્નાલાલ પટેલે માના ખોળેથી ખેતર સુધી અને ખેતરથી જ્ઞાનપીઠ એવોર્ડ સુધી બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે અને તેનો નીચોડ તેમની કસાયેલી કલમના જાદુમાં વાચકોને માણવા મળે છે . તેમનો જન્મ માંડલી ગામમાં ગરીબ ઘરમાં થયો હતો . પન્નાલાલના પિતાનું પણ નાનપણમાં જ મુર્ત્યું થયું હતું . પન્નાલાલે તેમની જિંદગીમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે , જેમ કે બાળકનું મૃત્યુ , જીવલેણ બીમારી . પન્નાલાલે જીવનમાં ખેતીથી માંડીને ઘણા બધા નાના મોટા કામ કરીને જીવન ગુજાર્યું હતું .

📚🚩 પન્નાલાલ પટેલની કંકુ પણ યાદગાર નવલકથા છે . મિત્રો પણ આ નવલકથા લખતા પહેલા પન્નાલાલે કંકુ વાર્તા પ્રસ્થાન નામના સામાયિકમાં છપાય તે માટે તંત્રી સ્વ શ્રી રામનારાયણ પાઠકને મોકલી પણ તંત્રીશ્રીએ વિષય પ્રત્યેની નિર્બળતા એવી ટિપ્પણી કરી વાર્તા પરત કરી . પછી આ વાર્તા નવસૌરાષ્ટ્ર સામયિકમાં શ્રી કકલભાઈએ દિવાળી અંકમાં છપાઈ ત્યારે એ સમયના પાંચ રૂપિયાનો પુરસ્કાર પ્રથમવાર કંકુએ પન્નાલાલને અપાવ્યો . કંકુ જનસત્તામાં નવલકથા રૂપે છપાતી . કંકુ પરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી . 👏👏👏ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ કંકુ લાવી . 👏👏👏જે તંત્રીશ્રી એ કંકુને નકારી તેમણે જ પછીથી પ્રસ્થાનમાં બીજી ઘણી વાર્તા છાપી અને સુખ દુઃખના સાથી નામના પુસ્તકમાં પ્રસ્તાવના પણ લખી છે .

✏️📝આ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. 

📚📖 ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા 📕‘મળેલા જીવ’📕 (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે

📚👌‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.

અલબત્ત, સામાજિક વાસ્તવિક્તા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં રહે છે. એમનું લક્ષ્ય છે-માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગો કરવા તરફ લક્ષ ન હોવા છતાં પાત્રના વિચાર અને લાગણીના આંતરદ્વન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે એના કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ (Manavini Bhavai - Pannalal Patel)



🌻માનવીની ભવાઈ🌻

🎁પસ્તકનુંનામ   :-    માનવીની ભવાઈ (૧૯૪૭)             

🎁લખકનુંનામ     :-     પન્નાલાલ પટેલ       

🎁સાહિત્ય પ્રકાર  :-    નવલકથા

                       

🌵🎁માનવીની ભવાઈએ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે.  એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. આ નવલકથા મુખ્ય નાયક નાયિકા કાળું અને રાજુ છે.

🌵🎀આ ઉપરાંત નાનીયો,માલીડોશી, પરમો પટેલ, કોદર, રણછોડ અને નાથો જેવા પાત્રો છે.  કાળું અને રાજુના જીવનનાં સુખ દુઃખની લીલા રજુ કરતી અને તેની પછવાડે  આખા સમાજની સંવેદનાને મૂર્તિમંત કરતી કથા માટે લેખકે ઈશાનિયા દેશના ધરતીજાયાની વાત કરી છે.

🎁👉ગજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ નવલકથા સાડત્રીસ પ્રકરણોમાં વિભાજીત કરેલી છે.



🎁🎀પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને પિતરાઈ કાકી માલી ડોશીની વેર ભાવના પીઠી ચોળેલા કાળુંનું રાજુ સાથે લગ્ન થવા દેતી નથી તેને  કારણે તૂટતો વિવાહ, કાળુંનો લગ્ન ભલી સાથે અને રાજુના લગ્ન સદા બીમાર એવા ધાળજી સાથે થાય એવો પંચ દ્વારા ઘાટ ઘડાય છે. પછીના દસ પ્રકરણોમાં કાળું અને રાજુનાં હૈયા એકમેકની પ્રેમથી પરિચિત છે. રાજુએ કાળુની પ્રેરણામૂર્તિ છે.

🌵🎀આથી ‘ મનના મોરલા મનમાં જ રમાડવા એમ માની મનખો પૂરો કરવો’ એમ વિચારીને કાળું માટે લગ્નજીવન પૂરંતુ આત્મવિલોપન સાથે છે. બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે.

🎀🌵ભયંકર દુકાળની આફતનાં સમયે સમગ્ર ગ્રામજનોમાં ભય તેમજ ફફડાટ વ્યાપી ગયો છે. ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળું એક ખેડૂત પુત્ર તરીકે તે “ પરથમી નો પોથી” બનીને લોકોના સુખ દુઃખમાં સાથે રહે છે.

🎀🌵સદાવ્રતની દોઢ-પાશેર ખીચડી ન લેવાનો આગ્રહ રાખનાર કાળુને રાજુ અનાજ લેવા સમજાવે છે ત્યારે કાળુંનું હૈયું વલોવાઈ જાય છે. અને કહે  છે : આ ભીખ તેને ‘ ગુમાનને અને આત્માનેય ઓગાળી નાખે તેવી લાગે છે.’

                   

🎀🌵પન્નાલાલની આ નવલકથામાં દુષ્કાળના સમયનું ગ્રામજીવનનું  જીવંત આલેખન કર્યું છે.

🎀🌵તમની બોલી,પહેરવેશ,રીવાજો,ખાનપાન, ઉત્સવો, વટ,ઈર્ષા, ભલાઈ અને વેરવૃત્તિ વગેરે લેખકે અસલ સ્વભાવમાં રજૂ કરેલ છે.

🎀🌵આકર્ષક કથાવસ્તુ,હદય ડોલાવે એવા પ્રસંગો, સજીવ પ્રકૃતિચિત્રણ ,વેધક મર્મોકિતવાળા સંવાદો, માનવસંવેદનો અને સંઘર્ષ વગેરે લેખકને સાચા કલાકાર બનાવે છે. આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે.

🎀🌵માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે. લેખકની આ કૃતિને ઈ.સ. ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલ છે.

🎀🌵 આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ થયું છે. કવિ ઉશનસનાં શબ્દોમાં કહીએ  તો  – ‘ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય’. છે.


No comments:

Post a Comment