🙏🏻🙏🏻✍🏻✍🏻✍🏻
બધાનો છે, સૂર્ય નો વિકલ્પ નથી,
કવિનો શબ્દ છે, શબ્દનો વિકલ્પ નથી.
✍🏻આજે ૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Dayની ઉજવણીનો દિવસ છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે ..૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે.
(સંપૂર્ણ માહિતી PDF માં)
✍🏻કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે.
✍🏻 1999 થી યુનેસ્કો દ્વારા વિશ્વ કવિતા દિવસ ઉજવાતો આવ્યો છે. અમેરિકા અને કેનેડા તો એક ડગલું આગળ વધીને આખો એપ્રિલ મહિનો નેશનલ પોએટ્રી મન્થ તરીકે ઉજવે છે.
20મી સદીમાં મોટા ભાગના યુરોપીયન દેશો રોમન કવિ વર્જિલના જન્મદિવસ 15મી ઓક્ટોબરને કવિતા દિવસ તરીકે ઉજવે છે.
✍🏻કવિતાએ આપણને નજાકત, હળવાશ, પ્રેમ, આશા, ખુમારી શું શું નથી આપ્યું? દરેક દેશમાં અને પ્રત્યેક કાળમાં કવિ અને કવિતાનું યોગદાન અમૂલ્ય રહ્યું છે, કવિ કે શાયરની એકાદ કવિતા કે પંક્તિ સાંભળતા જ મડદાં પણ બેઠા થઇ જાય એવી તાકાત શબ્દોમાં રહેલી હોય છે. ક્દાચ એટલે જ પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ યુધ્ધ સમયે સૈનિકોને પાનો ચડાવવા માટે ભાટ ચારણોને સાથે રાખતા પણ આપણે એટલા પાછળ જવાની જરૂર નથી.
✍🏻 ઘાયલ સાહેબ જ કહે છે કે,
અમૃતથી હોઠ સૌના એંઠા કરી શકુ છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું,
મારી આ શાયરી સંજીવની છે ઘાયલ, પાળિયા ને પણ બેઠા કરી શકું છું.
✍🏻ગજરાતીમાં જ કેટલા બધા કાવ્યપ્રકારોનું ખેડાણ થયું છે. છપ્પા, છંદ, દુહા, જાપાનમાંથી આવેલ હાઇકુ, ઇરાનમાંથી આવેલી ગઝલ. ઈટાલીયન સોનેટ પણ વાયા લંડન, ગુજરાતીમાં આવી ગયું તો છંદની સાથે સાથે અછાંદસ પણ એટલું જ લોકપ્રિય થયું.
✍🏻લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો છું ,
પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !
✍🏻યવરાજસિંહ જાડેજા [ગોંડલ]🙏🏻
No comments:
Post a Comment