Friday, March 22, 2019

22 March - - World Water Day

જ્ઞાન સારથિ, [22.03.17 16:11]
🌊🌊🌊🌊🌊🌊🌊🌊
*વિશ્વ જળ દિવસ*
🌊💦🌊💦🌊💦🌊💦🌊
(સંપૂર્ણ માહિતી PDF)

🌊22 માર્ચના દિવસને વિશ્વમાં ‘વર્લ્ડ વોટર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં પાણાની વિવિધ સમસ્યાઓ અંગે વિશ્વમાં અનેક જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમજ લોકોના જીવનમાં પાણીનું શું મૂલ્ય છે, તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

🌊દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.



👉🏻In 2017, the theme is "Why waste water?"💧🙏🏻

🌊ભારત  દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. .

🌊વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.

💧⛱ વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.

🌊મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.

🌊💦💧પથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે.

💧💦સાબરમતી નદીના કિનારે મુખશુદ્ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્યું:’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વરનો ગુનેગાર જ ગણાઉ ને?”કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કંજુસાઈ નહિ પણ કરકસર ખુબ જરૂરી અને અપનાવવા જેવો ગુણ છે.જો આપણે ખાસ કરીને પાણીની બાબતમાં આ ગુણ કેળવીએ તો પાણી બચાવોના અભિયાનો હાથ ન ધરવા પડે કે ન તો ભવિષ્યમાં પાણી બાબતે થનારા ત્રીજા મહાયુદ્ધની ચિંતા સેવવી પડશે. તમામ જીવ સૃષ્ટિ પાણીમાં જ ઉદભવી છે એ તો નિર્વિવાદ સત્ય છે.

💦🌊🌎આજે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ શોધવા માટેના સંશોધનોમાં પ્રથમ પાણીની શોધને પ્રાધાન્ય આપે છે.કેમકે પાણી વગર જીવ તાકી જ ન શકે.

🗿🗿🌊આદિમાનવ જયારે સ્થિર જીવન ન જીવતો ત્યારે પણ પાણી મળે તે જગ્યાએ પડાવ નાખતો.આમ મોટાભાગની સંસ્કૃતિ પાણી મળે તેવા કિનારે જ વિકસી છે...આમ ‘જળ એ જ જીવન છે’

🌊💦વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદ્રે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

💦💧વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર) અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦% જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦% ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

🌊💦• પાણી પણ લોહીની જેમ એવું કુદરતી તત્વ છે જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. આથી પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો મેસેજ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ

જ્ઞાન સારથિ, [22.03.17 16:11]
જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૃપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું છે. જે જરૃરિયાત કરતાં ખૂબજ ઓછું છે. દર વર્ષે વિશ્વમાં ૮૦ લાખ લોકો ઉમેરાય છે. તેમાં પણ બદલાતી જતી લાઇફ સ્ટાઇલ અને ફુડ હેબિટના કારણે પાણીનો વપરાશ સતત વધતો જાય છ.


🌊એક કવિ એ સાચુ જ કહ્યું છે-

“ખારા જળ નો દરીઓ ભરીયો,મીઠા જળ નો લોટો,
તરસ્યાને તો દરિયા થી યે લોટો લાગે મોટો....”

🌊તમારો આજનો આ દિવસ આનંદદાયી બની રહે એ જ અભ્યર્થના ...
આજે વિશ્વ જળ દિવસ....પાણી બચાવવાના અને પાણીનો બગાડ અટકાવવા માટેના પ્રયત્ન કરો.....

"Save water, water will save you!!!"

✍🏻જય માતજી જાડેજા યુવરાજસિંહ ( ગોંડલ )🙏🏻

No comments:

Post a Comment