Tuesday, June 18, 2019

હલ્દીઘાટીનું યુદ્ધ --- Battle of Haldighati

⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
18 જૂન 1576 :- મહારાણા પ્રતાપ અને મોગલ શહેનશા અકબર વચ્ચે હલ્દીઘાટીમાં યુદ્ધ શરુ થયું. 
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારત ભૂતકાળથી જ સંસ્કારી અને શ્રીમંત દેશ રહ્યો છે.મધ્ય યુગની શરુઆતમાં મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થઈ ગયું હતું.

👉યુવરાજસિંહ જાડેજા રોયલ ઓફ ઈન્ડિયા શ્રેણી હેઠળ જણાવવા જઈ રહ્યુો છુ. વિખ્યાત રાજાઓ અને મુઘલ બાદશાહોની જાણી-અજાણી કથાઓ વિશે.આજે અમે તમને જણાવી રહ્યા છીએ મુઘલ બાદશાહ અકબર અને મહારાણા પ્રતાપની સેના વચ્ચે 1576માં થયેલા હલ્દીઘાટી યુદ્ધની તમામ વાતો...

🎯18 જૂન 1576માં મેવાડનાં રાજા મહારાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું.આ લડાઈમાં ન્હોતો અકબર જીત્યો અને નાં તો મહારાણા પ્રતાપ હાર્યા.ઘણા રાઉન્ડમાં થયેલા આ યુદ્ધમાં કહેવાય છે કે,અકબર મહારાણા પ્રતાપનું યુદ્ધ કૌશલ્યથી જોઈને ગભરાઈ ગયો હતો.બહુ ઓછા સૈનિકોનાં બળથી મહારાણા પ્રતાપે અકબરની સેનાનો જોરદાર સામનો કર્યો હતો.આ યુદ્ધની ભારતીય ઈતિહાસનાં મુખ્ય યુદ્ધમાં ગણતરી થાય છે.

🎯હલ્દીઘાટીમાં દરેક કણ કહે છે બલિદાનની કથા

હલ્દીઘાટીનો દરેક કણ મહારાણા પ્રતાપની સેનાની બહાદુરી, હિંમત અને બલિદાનની કથા કહે છે. યુદ્ધભૂમિની પરીક્ષાથી રાજપૂતોનાં કર્તવ્ય અને બહાદુરીનાં જુસ્સાની ઓળખાણ થઈ હતી. મેવાડનાં રાજા રાણા ઉદય સિંહ અને મહારાણી જયવંતા બાઈનાં પુત્ર મહારાણા પ્રતાપ સિસોદિયા વંશનાં એકલા એવા રાજપૂત રાજા હતા જેઓએ મુઘલ સમ્રાટ અકબરની આજ્ઞાંકિતતા અસ્વીકાર કરવાનું સાહસ કર્યું હતું અને જ્યા સુધી જીવંત રહ્યા અકબરને રાહતનો શ્વાસ ન લેવા દીધો.

🐅🐅સિંહ સાથે લડ્યા હતા પ્રતાપ

મહારાણા પ્રતાપનો જન્મ કુંભલગઢનાં કિલ્લામાં થયો હતો. તેમનું બાળપણ ચિત્તોડમાં પસાર થયું. બાળપણથી નિડર, સાહસી અને ભાલો ચલાવવામાં કુશળ મહારાણા પ્રતાપે એક વાર તો જંગલમાં સિંહનો સામનો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમની માતૃભૂમિ મેવાડને અકબરનાં હાથે ન જવા દેવા માટે મહારાણા પ્રતાપે એક મોટી સેના તૈયાર કરી હતી, જેમાં મોટાભાગનાં ભીલ ફાઈટર્સ હતા. તેઓ ગેરિલા યુદ્ધમાં પારંગત હતા.

🎋હલ્દીઘાટી પાસે થયું ગેરિલા યુદ્ધ🎋

અકબરની ફોજ મોટી અને મજબૂત હોવાની સાથે તેની પાસે તે સમયનાં દરેક આધુનિક શસ્ત્રો હતા. જ્યારે, મહારાણા પ્રતાપની સેના સંખ્યામાં ઓછી હતી અને તેની પાસે ઘોડાની સંખ્યા વધારે હતી. અકબરની સેના ગોકુંડા સુધી પહોંચવાની તૈયારીમાં હતી. હલ્દીઘાટી પાસે જ ખુલ્લામાં તેણે તેનાં કેમ્પ લગાવી દીધા હતા. મહારાણા પ્રતાપની સેનાએ ગેરિલા પદ્ધતિથી યુદ્ધ કરીને અકબરની સેનામાં દોડધામ મચાવી દીધી. અકબરની મોટી સેનાં અંદાજે પાંચ કિલોમીટર પાછળ ખસી ગઈ. જ્યારે ખુલ્લા મેદાનમાં મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે પાંચ કલાક સુધી ભયંકર યુદ્ધ થયું.

🍁🐾18 હજાર સૈનિકોનાં થયા મોત💐

આ યુદ્ધમાં અંદાજે 18 હજાર સૈનિકો માર્યા ગયા. એટલું લોહી વહ્યું કે આ જગ્યાનું નામ 'રક્ત તલાઈ' પડી ગયું. મહારાણા પ્રતાપ વિરુદ્ધ આ યુદ્ધમાં અકબરની સેનાનું નેતૃત્વ સેનાપતિ માનસિંહ કરી રહ્યા હતા. જે હાથી પર સવાર હતા. મહારાણા તેમના બહાદુર ઘોડા ચેતક પર સવાર થઈને યુદ્ધભૂમિમાં આવ્યા હતા, કહેવાય છે કે આ ઘોડો બહુ ઝડપથી દોડતો હતો.

🎋🐘🐎ઘોડાનાં માથે બાંધવામાં આવ્યું હતું હાથીનું માસ્ક🐘🐎

મુઘલ સેનામાં હાથીઓની સંખ્યા વધારે હોવાનાં કારણે ચેતકનાં માથે હાથીનું મહોરું બાંધવામાં આવ્યું હતુ જેથી હાથીઓને ભરમાવી શકાય. કહેવાય છે કે, ચેતક પર સવાર મહારાણા પ્રતાપ એક બાદ એક દુશ્મનોનો સફાયો કરતા કરતા સેનાપતિ માનસિંહનાં હાથીની સામે પહોંચી ગયા હતા. તે હાથીની સૂંઢમાં તલવાર બાંધેલી હતી. મહારાણાએ ચેતકને એડી લગાવી અને તે સીધા માનસિંહનાં હાથીનાં માથે ચઢી ગયા. માનસિંહ નીચે છુપાઈ ગયો અને મહારાણાનાં હુમલાથી મહાવતનું મૃત્યુ થયું. હાથી પરથી ઉતરતા સમયે ચેતકનો એક પગ હાથીની સૂંઢમાં બંધાયેલી તલવારથી કપાઈ ગયો.

🐎🐎જ્યારે દુશ્મનોથી ઘેરાઈ ગયા હતા મહારાણા પ્રતાપ🐎🐎

ચેતકનો એક પગ કપાઈ ગયા બાદ મહારાણા પ્રતાપ દુશ્મનની સેનાથી ઘેરાઈ ગયા હતા. મહારાણાને દુશ્મનોથી ઘેરાયેલા જોઈ સાદડી સરદાર ઝાલા માનસિંહ તેમનાં સુધી પહોંચી ગયો અને તેણે રાણાની પાઘડી અને છત્ર બળજબરીપૂર્વક પહેરી લધું. તેઓએ મહારાણાને કહ્યું કે, એક ઝાલાનાં મૃત્યુથી કંઈ નહીં થાય. જો તમે બચી જશો તો અન્ય ઘણા ઝાલા તૈયાર થઈ જશે. રાણાનું છત્ર અને પાઘડી પહેરેલા ઝાલાને મહારાણા સમજીને મુઘલ સેના તેની સાથે લડી અને મહારાણા પ્રતાપ બચીને નીકળી ગયા. ઝાલા માન વીરગતિ પામ્યા. તેનાં કારણે મહારાણા જીવંત રહ્યા.

🐎🐎કપાયેલા પગે મહારાણાને સલામત રીતે લઈ ગયો ચેતક⚔🗡⚔

મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેનો એક પગ કપાયેલો હોવા છત્તા મહારાણાને સલામત જગ્યાએ લઈ જવા માટે ક્યાંય રોકાયા વગર પાંચ કિલોમીટર સુધી દોડ્યો. ઉપરાંત રસ્તામાં આવતા 100 મીટરનાં વરસાદી ઝરણાને પણ એક છલાંગમાં પાર કરી લીધુ રાણાને સલામત જગ્યાએ પહોંચાડ્યા બાદ જ ચેતકે તેનાં પ્રાણ છોડ્યા. જ્યા ચેતકે પ્રાણ છોડ્યા ત્યા હાલ ચેતકની સમાધી છે. યુદ્ધમાં વિજય ભલે અકબરનો થયો પરંતુ ઈતિહાસમાં નામ અમર થયું મહારાણા પ્રતાપની બહાદુરી, ચેતકની વફાદારી અને ઝાલામાનનાં બલિદાનનું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚔🛡મહારાણા પ્રતાપે લીધો ઘાસની રોટલી ખાવાનો સંકલ્પ⚔🛡

આ યુદ્ધમાં તેનાં પ્રિયજનો, મિત્રો, સૈનિકો અને ચેતક ઘોડાને ગુમાવ્યા બાદ મહારાણા પ્રતાપે સંકલ્પ કર્યો હતો કે, તે જ્યા સુધી મેવાડ ફરી મેળવી નહીં લે ત્યા સુધી ઘાસની રોટલી ખાસે અને જમીન પર જ ઊંઘશે. તેનાં જીવનકાળમાં તેઓએ આ સંકલ્પ નિભાવ્યો અને અકબરની સેના સાથે યુદ્ધ કરતા રહ્યા. તે જીવંત રહ્યા ત્યા સુધી અકબર રાહતથી રહી ન શક્યો અને મેવાડને પોતાની હેઠળ ન કરી શક્યો. 59 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપે ચાવંડમાં અંતિમ શ્વાસ લીધા. મેવાડમાં આજે પણ કહેવાય છે કે પુત્ર હોય તો મહારાણા પ્રતાપ જેવો.

👑👑મહારાણા પ્રતાપની અજાણી વાતો👑👑👑

ચિત્તોડની હલ્દીઘાટીમાં ચેતકની સમાધી બનેલી છે. ચેતકનાં અંતિમ સંસ્કાર મહારાણા પ્રતાપ અને તેના ભાઈ શક્તિ સિંહે કર્યા હતા. મહારાણા પ્રતાપનો ભાલો અને કવચનું વજન 80 કિલો હતું. મહારાણા પ્રતાપની તલવાર કવચ વગેરે સામાન ઉદયપુરનાં રાજવી પરિવાર સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. મેવાડ રાજવી પરિવારનાં વારસદારને એકલિંગ જી ભગવનનો દીવાન માનવામાં આવે છે. છત્રપતિ શિવાજી પણ મૂળ મેવાડનાં હતા વીર શિવાજીનાં પરદાદા ઉદયપુર મહારાણાનાં નાનાં ભાઈ હતા.

શાસનકાળ - 1568-1597
જન્મ - 9 મે, 1540
જન્મસ્થળ - કુંભલગઢ, જૂની કચેરી, પાલી
મૃત્યુ - 19 જાન્યુઆરી, 1597(ઉંમર 57)
પુરોગામી મહારાણા - મહારાણા ઉદય સિંગ દ્વિતિય
વંશજ - ત્રણ પુત્ર અને બે પુત્રી
રાજવી પરિવાર - સૂર્યવંશી રાજપૂત
પિતા - મહારાણા ઉદય સિંહ દ્વિતીય
માતા - માહારાણી જવંતા બાઈ

👑👑બાળપણમાં નામ હતુ કીકા અને કર્યા હતા 11 લગ્ન👑👑👑

મહારાણા પ્રતાપને બાળપણમાં કીકાનાં નામેથી બોલાવવામાં આવતા હતા. મહારાણા પ્રતાપનો રાજ્યોભિષેક ગોગુન્દામાં થયો. મહારાણા પ્રતાપે તેમનાં જીવનમાં કુલ 11 લગ્ન કર્યા હતા.
મહારાણી અજબ્ધે પંવાર - અમરસિંહ અને ભગવાનદાસ
અમરબાઈ રાઠોર - નત્થા
શહમતિ બાઈ હાડા - પુરા
અલમદેબાઈ ચૌહાણ - જસવંત સિંહ
રત્નાવતી બાઈ પરમાર - માલ
લખાબાઈ - રાયભાણા
જસોબાઈ ચૌહાણ - કલ્યાણદાસ
ચંપાબાઈ જંથી - કચરા, સનવાલદાસ અને દુર્જન સિંહ
સોલનખિનીપુર બાઈ - સાશા અને ગોપાલ
ફૂલબાઈ રાઠોર - ચંદા અને શિખા
ખીચર આશાબાઈ - હત્થી અને રામ સિંહ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment