Wednesday, June 19, 2019

શિવસેના -- Shiv Sena

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
⚪️શિવસેનાનો ૫૨મો સ્થાપના દિવસ🔴
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯૧૯૬૬માં શિવસેનાની સ્થાપના બાળ ઠાકરેએ કરી હતી.

✅ શિવસેનાનુ મુખપત્ર = સામના

🎯1966ના દિવસે શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં અધિકારોની રક્ષા કરવાનો અને તેમને રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના હુલામણા નામથી સંબોધતા.

👉૭૦ના દાયકામા મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થાપના થઇ ત્યારે તેને કોંગ્રેસના તત્કાલીન મુખ્ય પ્રધાન વસંતરાવ નાઇકનો ટેકો હતો.
💠તેમણે કોંગ્રેસમાં રહેલા પોતાના રાજકીય વિરોધીઓને ચૂપ કરવા બાળ ઠાકરેને ટેકો આપીને તેમને મહાન બનાવ્યા હતા.

🎯બાળા સાહેબ ઠાકરેએ શરૂઆતથી જ બહુ આક્રમક અભિગમ અપનાવ્યો અને તેના કારણે શિવસેનાના મુળિયાં જામવાની શરૂઆત થઇ તો પણ છેક ૧૯૮૦ સુધી મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો એવો હતો કે બાળાસાહેબને કોઇ ખાસ રાજકીય સફળતા સાંપડી ન હતી .

🎯આ સમયગાળા પછી બાળા સાહેબે જોઇ લીધું કે એકલા મરાઠી હિતોનું જ ગાણું ગાયા કરવાથી એક રાજકીય પક્ષ તરીકે સંપૂર્ણ વિકાસ પામવાનું અઘરું છે એટલે તેમણે મરાઠીવાદને બાજુ પર મુકીને ઉગ્ર હિંદુત્વવાદનું શરણું પકડયું. દેશમાં તે જ સમયગાળામાં અયોધ્યામાં રામ જન્મભૂમિના તાળાં ખુલ્યાં અને શિલાન્યાસ થયો . હિંદુત્વનું મોજું દેશભરમાં પ્રસરવા માંડયું

🎯વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંઘ પરિવારે રામ જન્મભૂમિ માટે આક્રમક આંદોલન શરૂ કર્યું. હિંદુત્વના મોજાના આ ઉછાળામાં બાળાસાહેબ ઠાકરેની શિવસેના પણ તરી ગઇ . સંઘ પરિવારની રાજકીય પાંખ એવી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના દેખીતી રીતે જ બહુ સાહજિક સાથીદારો બન્યા અને આ બંને કેસરિયા પક્ષોની જોડીની રાજકીય પ્રગતિનો એક નવો તબક્કો પણ શરૂ થયો .

🎯૧૯૯૨માં બાબરી મસ્જિદનો વિધ્વંસ થયો ત્યારે આરએસએસ કે ભાજપના અન્ય નેતાઓ તે માટે સીધી જવાબદારી લેવા અંગે સ્પષ્ટ વાત કરતા હજુ સંકોચાતા હતા ત્યારે બાળા સાહેબે ત્રાડ પાડીને કહ્યું કે જો આ કામ મારા શિવસૈનિકોએ કર્યું હોય તો મને તેનો ગર્વ છે. ત્યારથી બાળા સાહેબ હિંદુહૃદયસમ્રાટ તરીકે સ્થાપિત થઇ ગયા .
✅ ' સામના' માં આગ ઝરતા લેખો છપાવા માંડયા .

🎯ભાજપે શિવસેનાની અને શિવસેનાની ભાજપે મદદ કરી અને એ રીતે ૧૯૯૫માં પહેલીવાર મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની યુતિ સરકારની સ્થાપના થઇ . એ સરકારનો પૂરેપૂરો કન્ટ્રોલ શિવસેના પાસે હતો . ત્યારના મુખ્યપ્રધાન મનોહર જોશી બાળાસાહેબને પૂછયા વિના એક ડગલું પણ આગળ વધતા ન હતા . એ સરકારમાં ભાજપની ભૂમિકા જુનિયર પાર્ટનરની હતી .

🎯શિવસેનાનો એ સુવર્ણકાળ હતો . એ દિવસો પછી પાછા કયારેય ના આવ્યા . કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી સરકારની રચના થઇ અને તેમાં શિવસેનાને સૌથી જૂના અને ખાસ તો વિચારધારાની સમાનતાને કારણે સાથી બનેલા ભાગીદાર પક્ષ તરીકે યથોચિત સન્માન પણ મળ્યું . 
પરંતુ ધીમે ધીમે ભાજપને પોતાને મહારાષ્ટ્માં શિવસેનાના જુનિયર પાર્ટનર તરીકેના કોચલાંમાંથી બહાર આવવાના અભરખા થવા માંડયાં .

🎯આ જ અરસો હતો જ્યારે શિવસેના વળતાં પાણી થવાની શરૂઆત થઇ ચુકી હતી . ભાજપમાં પણ વાજપેયી - અડવાણીનો યુગ ખત્મ થવા પર હતો અને નરેન્દ્ર મોદી યુગ શરૂ થઇ રહ્યો હતો . 

🎯૨૦૦૨ના ગુજરાત રમખાણો પછી હિંદુહૃદયસમ્રાટનું બિરુદ કદાચ બાળાસાહેબ પાસેથી ખસીને નરેન્દ્ર મોદી તરફ જઇ રહ્યું હતું . જોકે, ભાજપમાં જ્યારે મોદીના ટેકેદારો કરતાં વિરોધીઓ વધારે હતા ત્યારે પણ બાળાસાહેબ મોદીને સૌથી પ્રચંડ ટેકો આપ્યો હતો .

🎯પરંતુ, ૨૦૧૨માં બાળાસાહેબના નિધન પછી બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવતી ગઇ . 
⭕️૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી સુધીમાં તો ભાજપ અને શિવસેના નોખા પડી ચૂકયાં હતાં . 
બંને પક્ષો ચૂંટણી અલગ અલગ લડયા પરંતુ પછી ત્રિશંકુ વિધાનસભાની મજબૂરીએ બંનેને એકઠા કર્યા . ભાજપે સરકાર તો રચી પરંતુ તેમાં શિવસેનાને જુનિયર પાર્ટનર તરીકે નામ પુરતો જ દરજ્જો આપ્યો . 

♻️બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે ઓળખવામાં આવતાં.તેમનો જન્મ તા.23મી જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં થયો હતો.તેમને'હિન્દુ હૃદય સમ્રાટ'તરીકે પણ ઓળખવામાં આવતાં.શિવસેનાના સ્થાપક બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર છાપ છોડી છે.

♻️ઠાકરેએ અંગ્રેજી અખબાર'ધ ફ્રી પ્રેસ જનરલ'માં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય સામયિક'માર્મિક'શરૂ કરવા માટે નોકરી છોડી દીધી.બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા ગુજરાતીઓ,મારવાટીઓ અને દક્ષિણ ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ ચલાવી હતી.વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો.

♻️બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની અસર

બાલ ઠાકરે મરાઠીઓની હિમાયત કરતા, તેમની આ વિચારધારા પાછળ કેશવ સિતારામ ઠાકરેનું મોટું પ્રદાન હતું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના અગ્રણી નેતા હતા. તેમણે ભાષાના આધારે મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવાની હિમાયત કરી. આગળ જતા રાજકીય અને વ્યવસાયિક ફલક પર મરાઠીઓને આગળ લાવવા માટે તેમના પુત્ર બાલ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી.

♻️કેશવ ઠાકરેને પ્રબોધનકર ઠાકરે તરીકે પણ ઓળખવામાં આવતાં. કારણ કે તેઓ પ્રબોધન નામના રાજકીય પાક્ષિકમાં ઉગ્ર વિચારો લખતા. તેઓ સામાજીક કાર્યકર પણ હતા અને લેખક પણ. તેણે જ્ઞાતિ આધારીત વિભાજન સામે અવાજ ઉઠાવ્યો હતો.

♻️👉1966ના દિવસે શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં અધિકારોની રક્ષા કરવાનો અને તેમને રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના હુલામણા નામથી સંબોધતા.
♻️હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાજપ અને શિવસેનાની વચ્ચે યુતિ સધાઈ. વર્ષ 1995માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને બહુમત મળ્યું. વર્ષ 1995-1999 દરમિયાન બાલ ઠાકરેને 'રિમોટ કંટ્રોલ' તરીકે ઓળખવામાં આવતાં. એવું કહેવાતું કે મહારાષ્ટ્રની સરકારને બાલ ઠાકરે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવે છે. જોકે, 1996નું વર્ષ બાલ ઠાકરે માટે ખરાબ રહ્યું હતું. તેમના પત્ની મીના ઠાકરેનું સપ્ટેમ્બર મહિનામાં નિધન થયું. એપ્રિલ મહિનામાં તેમના મોટાપુત્ર બિન્દુ માધવ ઉર્ફે બિન્દાનું નિધન થયું.


♻️💠ે.શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેની જેમ તેમના ભત્રીજા રાજ ઠાકરેની રાજનીતિનો પાયો નફરત છે.તેમનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અસ્તિત્વમાં આવ્યો કે તેમણે તરત જ ઉત્તર ભારતમાંથી આવેલા ભૈયાઓ સામે તોફાની આંદોલન ચલાવ્યું હતું.આ આંદોલનથી પ્રભાવિત થઇને મધ્યમ વર્ગના મરાઠી માણસો મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં જોડાયા હતા.થોડા સમય પછી તેમણે બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમો સામે આંદોલન શરૂ કર્યું હતું,જેને કારણે મહારાષ્ટ્રના હિન્દુઓ તેમના પક્ષમાં જોડાઇ ગયા હતા.

♻️૨૦૦૬માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની સ્થાપના કરનાર રાજ ઠાકરે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment