Friday, June 14, 2019

કાર્લ લેન્ડસ્ટેઇનર --- Carl Landsteiner

♦️♻💉🌡️એબીઓ રક્તસમુહ પ્રણાલી🌡💉🌡💉 (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો ઓસ્ટ્રિયા ખાતે જન્મ

🔑🗝🔑કાર્લ લેન્ડસ્ટેઇનર (અંગ્રેજી:Karl Landsteiner) વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ
જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન ૧૪ , ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો.
તેઓ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું અને એમનો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિન મનાવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ આદર્યો છે.
એમણે આપણા શરીરમાં અત્યંત મહત્વ ધરાવતા લોહીમાં અગત્યનાં સંશોધનો કર્યાં હતાં. એમણે આ પૈકી એક શોધ આર એચ ફેક્ટરની કરી હતી. એમણે એ, બી અને ઓ એમ ત્રણ જુથમાં માનવરક્તને વહેંચ્યું હતું. આ સાથે એમણે વધુ સંશોધન કરી સમાન રક્ત જૂથ ધરાવતા વ્યક્તિને એકબીજાનું લોહી ચડાવવાથી નુકશાન નથી થતુ, પણ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે એ પણ શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત પોપર નામના વૈજ્ઞાનિક સાથે મળી (ઈ. સ. ૧૯૦૯) પોલિયો વાયરસની શોધ કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એમને ઔષધીય સંશોધનો બદલ ઈ. સ. ૧૯૪૬ના વર્ષમાં લાસ્કર પારિતોષિક (Lasker award) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

♦️💠♻️♦️બ્લડ સુગરની શોધ કરનાર મહાન વિજ્ઞાની કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ તા. 👁‍🗨✅૧૪/૬/૧૮૯૮ના રોજ વિયેનામાં થયો હતો. પિતાનું નામ લિયોપોલ્ડ લેન્ડસ્ટેઇનર જેઓ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હતા. કાર્લ લેન્ડસ્ટેઇનર ૧૦ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમનો ઉછેર માતા ફેની હેન્સ એ કર્યો હતો. માતા સાથેનું એનું લાગણીનું જોડાણ એવું હતું કે એ જીવ્યો ત્યાં સુધી માતાના કફનને તેની દીવાલે ટીંગાડી રાખેલ હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરે મેડીકલ અભ્યાસ યુનિવર્સિટી ઓફ વિયેનામાં કર્યો હતો. ઈ.સ.૧૮૯૧માં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે બાયોકેમિકલ ક્ષેત્રે સંશોધન કાર્ય કર્યું. તેમણે ઈ.સ. ૧૯૪૦માં આર. એચ (RH) ફેકટરની શોધ કરી. અને ઈ.સ. ૧૯૧૭માં સિન્થેટિકસ એન્ટીગન્સની મહત્વની શોધ કરી હતી. ઈ.સ.૧૯૩૦માં ફિઝીયોલોજી મેડીસીન ક્ષેત્રે નોબલ પારિતોષિક એનાયત થયો. ઈ.સ. ૧૮૯૬માં વિયેનામાં હાઈઝીન ઇન્સ્ટીટયુટમાં મેક્સ વોન ગ્રબરના સહાયક તરીકે કામગીરી કરી હતી. ઈ.સ.૧૮૯૮થી ઈ.સ. ૧૯૦૮માં સહાયક પ્રોફેસર તરીકે ડીપાર્ટમેન્ટ પેથોલોજીસ્ટ એનટોમી વિયેનામાં નોકરી કરી. ઈ.સ. ૧૮૯૧માં આહારની રક્તપેશીઓના બંધારણ પરની અસરો વિષે તેનો શોધ નિબંધ પ્રકાશિત થયો હતો. રસાયણશાસ્ત્રના વધુ જ્ઞાનની પ્રાપ્તિ માટે એમણે ઝ્યુરીનની હેન્ઝસ્ક , વુર્ઝબર્ગની ઇમિલ ફિશર તથા મ્યુનિકની ઈ. બેમ્બગર્રે પ્રયોગશાળામાં પાંચ વર્ષ અભ્યાસ કર્યો.

💠👉માનવ લોહીમાં એન્ટીજન તલવાર A મોડેલવાળી હોય છે. તો એંટાબોડ ઢાલ નહિ પણ B મોડલવાળી હોય છે. આ બાબતનો ઓસ્ટ્રીન તબીબ કાર્લ લેન્ડસ્ટેઇનર માનવલોહીનું રક્તકણોના એન્ટીજન પ્રમાણે વર્ગીકરણ ઈ.સ.૧૯૦૧માં કર્યું. આ તબીબે મુખ્ય લોહીના બે પ્રકાર AB અને O વર્ગો બ્લડગૃપ સિસ્ટમ વિભાગ પાડ્યા. તેમણે કહ્યું કે આ બ્લડગૃપ ના લક્ષણો વારસાઈ ચકાસવા માટે ઉપયોગ થાય છે. કાર્લ લેન્ડસ્ટેઇનરનું ૨૬ જુન ૧૯૪૩ના રોજ ન્યુયોર્ક સિટી પ્રયોગશાળામાં હદયરોગના હુમલાથી અવસાન થયું.

🎯યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)✅

No comments:

Post a Comment