Friday, June 14, 2019

વિશ્વ રક્તદાન દિવસ --- World Blood Donation Day

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
⭕️⭕️14 જૂન : વિશ્વ રક્તદાન દિવસ 
🌡💉🌡💉🌡💉🌡💉🌡💉🌡💉
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👁‍🗨વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

👉વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ભારતમાં રક્તદાન -🇮🇳

WHOના માપદંડ અનુસાર ભારતમાં વાર્ષિક એક કરોડ યુનિટ રક્તની જરૂરિયાત હોય છે. પણ 75 લાખ યુનિટ જ ઉપલબ્ધ બને છે. એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે. ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી. ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે. રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.

♦️💠♦️રક્તદાનને લઇને પ્રવર્તતા ભ્રમો -🎯🎯🎯🎯🎯

રક્તદાનથી ઘણાં લોકોના જીવન બચાવી શકાય છે. ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને તે લોહી પાછું મેળવવામાં મહિના લાગી જાય છે. એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ વ્યાપેલો છે કે નિયમિત લોહી આપવાથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી બને છે અને વ્યક્તિને બીમારીઓ જલ્દી જકડી સે છે. આ ભ્રમ એટલો ફેલાઇ ગયો છે કે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશઅવ રક્તદાન દિવસ સમાજમાં રક્તદાનને લઇને ફેલાયેલા ભ્રમોને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

🔘💠🔘💠રક્તદાનની મુખ્ય વાતો -♦️💠♦️💠
👉👉-મનુષ્યના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમએશઆ ચાલતી રહે છે અને રક્તદાનથી કોઇપણ નુસકાન નથી થતું.

👉👉કોઇપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.
-

👉👉જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે
-
👉👉એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે. આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.
-
👉👉જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.
-
👉આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🌡💉🌡💉🌡💉🌡💉🌡💉🌡💉
🌡🌡વિશ્વ રક્તદાન દિવસ💉💉💉
🌡💉🌡💉🌡💉🌡💉🌡💉🌡💉
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍હું યુવરાજસિંહ જાડેજા એક વિનંતી સાથે આ લેખ પ્રકાશિત કરી રહ્યો છું..રક્ત-દાન ભલે આપણે બીજાની મદદ માટે કરતાં હોય પણ એ ફક્ત અન્ય કોઈ બીજી વ્યક્તિને મદદરૂપ છે એવું નથી, પણ ક્યારેક એ આપણને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માતે કે બીમારીને કારણે દવાખાને દાખલ થાય તો જરૂર પડે કોઈકનું દાન કરેલું રક્ત જ કામમાં આવે.
✅👇✅👇✅👇✅👇✅👇

♻️💠કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868 છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation-WHO) એ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વર્ષ 2007 થી એમના જન્મ દિવસ (14 જૂન)ને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી.
વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે તથા વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (Blood Transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.

👉♻️એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે જે દિવસે દિવસે વધી રહી છે પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્ત-દાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાન ની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. 🙏આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે.🙏 દરવર્ષે દેશમાં અંદાજે 10 લાખ જેટલા લોકો કૅન્સર જેવી ગંભીર બીમારીના ભોગ બને છે, જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થયે જાય છે.

💠♻️જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટ માં HIV અને હિપેટાઈસ જેવી બિમારીના ટેસ્ટ સામેલ છે, જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે એ વ્યક્તિ કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહિ. જેનાથી અસુરક્ષિત લોહી થી બચી શકાય. એટલું જ નહિ એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે રક્તદાન પછી રક્ત-દાતા ના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે, એટલા માટે રક્ત-દાતાના શરીરની શારીરીક તપાસ પણ કરવામાં આવે છે. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટ ની પણ તપાસ કરવામાં આવે છે.

✅♻️💠સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે કે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી. આનો મતલબ એ કે સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેંદ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાના અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાત નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.

♦️🔰🇮🇳⭕️આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે. દુનિયાની મહાસત્તા અમેરિકા પણ હાલમાં લોહીની અછતનો સામનો કરી રહી છે. 
✅✅👁‍🗨ઓરલેન્ડો, ફ્લોરિડામાં એક વ્યક્તિ દ્વારા અંધાધૂધ કરેલા ફાયરિંગમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલોને મોટી સંખ્યામાં લોહીની જરૂરિયાત ઊભી થઈ છે. તેને ધ્યાને લઈ સ્થાનિક પ્રશાસને લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવાની અપીલ કરી છે.
રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બૅન્કમાં જઈને રક્તદાન કરાતું હોય છે. આ સંજોગોમાં રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. કેમ કે, કેટલીક વખત રક્તદાતા બિનસલામત સોય કે તેવા કોઈ કારણથી ચેપી રોગનો ભોગ બની શકે છે. જો કે હવેના સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજું ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત ન મળવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.

🙏👉હવે, આ વિશે વિચારવાનો સમય થઈ ગયો છે. રક્ત-દાન ભલે આપણે બીજાની મદદ માટે કરતાં હોય પણ એ ફક્ત અન્ય કોઈ બીજી વ્યક્તિને મદદરૂપ છે એવું નથી, પણ ક્યારેક એ આપણને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માતે કે બીમારીને કારણે દવાખાને દાખલ થાય તો જરૂર પડે કોઈકનું દાન કરેલું રક્ત જ કામમાં આવે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


👁‍🗨🔰👁‍🗨🔰🔰👁‍🗨⭕️👁‍🗨🔰👁‍🗨🔰
🎯🎯રક્ત દાન ♦️ મહા દાન🎯
✅🔰✅🔰✅✅✅✅🔰✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

દર વર્ષે ૧૪ મી જુનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસ (કયારેક વિશ્વ રક્તદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે) ઉજવવામાં આવે છે.આ દિવસે સમગ્ર દુનિયાના લોકો ABO (એબીઓ) લોહીસમૂહના સંશોધક નોબેલ પારિતોષિક વિજેતા લેંડસ્ટીનરને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરે છે.આ દિવસે રક્તદાનની જરૂરિયાત બાબતે જાગરૂકતા લાવવાં માટે મનાવવામાં આવે છે.

આ વર્ષનો વિષય ✅““Give Blood. Give Now. Give Often”✅ . The theme focusing on blood donation in emergency condition, this theme is taken by World Health Organization. When someone in need of blood please don’t hesitate to give blood to them, your blood is not only saving a person but it also saving the happiness in a family. Everyone can give the blood, it is impossible to acquire any communicable disease or infection through blood donation.

👉વ્યક્તિઓને રક્તદાનના માધ્યમથી જીવન બચાવી લેવાનો છે.નિયમિત રીતે રક્તદાતાઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને યુવાન વ્યક્તિઓ કે જેઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે અને ક્યારેય રક્તદાન કર્યું નથી તેઓને રકતદાન માટે પ્રોત્સાહન આપીને નવી શરૂઆત કરવા માટે પ્રેરણા આપે છે. 

👉સાંપ્રત સમયની સ્થિતિ એવી છે કે આપના દેશમાં ઉત્પાદન કરતાં પણ વધુ માંગ છે.બ્લડ બેંકોમાં જરૂરિયાતના સમયે પુરતું લોહી મેળવવા માટે એક પડકાર ઉભો થાય છે.ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર રાષ્ટ્રની ૧ % ટકા વસ્તી મળીને રક્તદાન કરે તો પણ આ જરૂરિયાતને પૂરી શકાય છે.સુરક્ષિત લોહી કોઈ એક વ્યક્તિને સારી રીતે જીવન જીવવા માટે તેના સ્વાસ્થ્યને સુધારી શકે છે.જેઓની ઉંમર ૧૮ થી ૬૫ વર્ષ વચ્ચે છે તેઓ બધા જ કેટલીક સ્થિતિઓને બાદ કરતાં બધા લકો રક્તદાન કરી શકે છે.

♻️♻️ રક્તદાન માટે વારંવાર પૂછાતા પ્રશ્નો
❓❓❓❓❓❔

❓રક્તદાન માટેના સલામત અંતરાલો નો સમયગાળો શું છે ?❔

તમે એક વખત રક્તદાન કર્યાના ૩ મહિના પછીના આપી શકો છો.

❓રક્તદાન માટેની કોઈ ઉંમર મર્યાદા છે ?❔

રક્તદાન માટે ૬૫ વર્ષ સુધી ની ઉંમર મર્યાદિત છે.તેમ છતાં,પહેલી વાર રક્તદાન વખતે અથવા ૬૦ વર્ષની ઉપરની ઉંમર દરમ્યાન રક્તદાન કરતાં પહેલાં ડોકટરનું માર્ગદર્શન લેવું આવશ્યક છે.

❔ રક્તદાન વખતે કેટલું લોહી લેવામાં આવે છે અને કેટલા સમયમાં તે શરીરમાં ફેરબદલ થઈ શકે છે ?❓

૩૫૦ મિલી-૪૫૦ મિલી જેટલું લોહી બહાર કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે તે ૨૪ કલાકની અંદર શરીરમાં ફેરબદલ થઈ જાય છે.લાલ રક્ત કણો અંદાજીત ચાર થી છ સપ્તાહમાં સંપૂર્ણ બદલાઈ જાય છે.

❓❔હું શારીરિક રીતે નબળાઈ અનુભવું અથવા રક્તદાન પછી કોઈ ચેપ લાગી શકે ?❓❓

ના જો તમે સામાન્ય રીતે તંદુરસ્ત છો તેથી ચિંતાનું કોઈ કારણ નથી.લેબોરેટરી/વાન દ્વારા બધા જ સાવચેતીના પગલાઓ લીધાં હોય છે તેથી ચેપની શક્યતાઓ ઓછી રહે છે.

❕❕રક્તદાન એ સલામત (સુરક્ષિત )પ્રક્રિયા છે ?❓❓

રક્તદાન એ બિલકુલ સલામત પ્રક્રિયા છે.એક વખત ઉપયોગ કરેલી સોઈ ફક્ત એક વખત જ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે.રક્તદાન આ ચાર સાદા પગલાઓમાં વિભાજીત છે : નોંધણી કરવી,તબીબી ઈતિહાસ,રક્તદાન અને હળવો નાસ્તો.

❓❔ હું શા માટે રક્તદાન કરું છું ?❓❔

રક્તદાન કરવાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ અન્યને મદદ કરવાનું છે.એક વખત આપેલું દાન ત્રણ લોકોના જીવનને બચાવવાંમાં મદદ કરે છે.જો તમે ૧૮ વર્ષની ઉમરથી દર ૯૦ દિવસે રક્તદાન કરવાનું શરૂ કર્યું હતું તો ૬૦ વર્ષની ઉંમર સુધીમાં તમે ૩૦ ગેલન રક્ત દાન કર્યું હશે,ત્યાં સુધી તમે ૫૦૦ થી વધુ લોકોના જીવન બચાવવામાં મદદ કરી ગણાશે.

❓❓કોણે રક્તદાન ના કરવું જોઈએ ?

રક્તદાન કરવું નહીં –જો

❗️ જો તમારાં એચઆઈવી અથવા કમળાના પરીક્ષણો હકારાત્મક હોય
❗️જો તમે ત્રાજવા પડાવ્યા હોય
❗️તમને કોઈ લોહી ગંઠાઈ જવાની વિકૃતિ હોય
❗️ જો તમને છેલ્લા છ અથવા બાર મહિનામાં હૃદયરોગનો હુમલો આવ્યો હોય
❗️જો તમે ગર્ભવતી હો તો
❗️જો તમે નસમાં કોઈ ડ્રગ્સનો દૂરઉપયોગકર્તા વ્યક્તિ હો
❗️જો તમને તાજેતરમાં મેલેરિયાનો હુમલો આવી ગયો હોય
❗️જો તમને પાછલા વર્ષોમાં લોહીમાં પ્લાઝામાં અથવા અન્ય લોહીઘટકો મળ્યા હોય
❗️જો તમને પાછલા વર્ષોમાં હદયને લગતી સર્જરી કરાવી હોય
❗️જો તમે રુધિરાભિસરણ તંત્રની દવા લેતા હો
❗️જો તમે કીમિયોથેરાપી/કિરણોત્સર્ગ કેન્સરની સારવાર કરાવી હોય
❗️જો તમને મધ્યમ અથવા તીવ્ર પાંડુરોગ હોય 

❗️❕❓રક્તદાન કરતાં પહેલાં કંઈ સાવધાનીઓ રાખવી જોઈએ ?

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને પ્રવાહી ખોરાક લેવો

નશાવાળા પદાર્થો પીવાનું ટાળો

પ્રતિક્રિયાઓના જોખમને ટાળવા માટે ખુબ ખાઓ.લોહતત્વયુક્ત ખાદ્ય પદાર્થો ખાવાની સલાહ આપવામાં આવે છે.

❓❓હું રક્તદાન કરવા ઈચ્છું છું તો મારે કોનો સંપર્ક કરવો ?❓

તમારાં શહેરમાં નજીક આવેલી રક્ત બેંકો અથવા મુખ્ય દવાખાના ના રક્ત ફેરબદલ વિભાગનો સંપર્ક કરવો.

🌡💉🌡ઈ-બ્લડ બેન્કિંગ♻️💠

જરૂરિયાતના સમયે સરળતાથી લોહી ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી બધી જ અધિકૃત બ્લડ બેંકો કે જેમાં લોહી અને લોહીની ઉપલબ્ધતા લોકો સરળતાથી મેળવી શકે એ માટે માઈક્રો સાઈટ વિકસાવવામાં આવી છે.વધુ જાણકારી મેળવવા માટે, અહીં કલિક કરો.

👁‍🗨👁‍🗨બ્લડ બેંક માટે NHP મોબાઈલ એપ્લીકેશન👁‍🗨👁‍🗨

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વાર થકી લોકોની મદદ કરવા માટે નિર્દેશિકા સેવા મોબાઈલ એપ્લીકેશન

લોન્ચ કરી છે.આ એપ્લીકેશન (નાકોના સમર્થન દ્વારા અને બીજા સરકારી વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવી છે) તમે જે સ્થળે ઉભા હો ત્યાં આસપાસ આવેલી બ્લડ બેંકોની જાણકારી આપવામાં મદદ કરે છે અને તેના મહત્વના કર્મચારીઓના સંપર્ક નંબરોની વિગતો પૂરી પાડે છે.તમે ૧૦૦km ના ક્ષેત્રમાં બ્લડ બેંકોને શોધી શકો છો.બ્લડ બેંકોની સૂચિ અને તેના સંપર્કોની વિગતો નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️🔘⭕️⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
દેશભરમાં સૌથી વધુ ગુજરાતમાં ૧.૪ ટકા લોકો રક્તદાન કરે છે
👁‍🗨👇👁‍🗨👇👁‍🗨👇👁‍🗨🔰👁‍🗨👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉અમદાવાદ બાદ સૌથી વધારે રક્ત યુનિટ થાય છે સુરતની બ્લડ બેંકમાં એકત્ર

👉વિશ્વની છ અબજની વસ્તીમાંથી ફક્ત એક ટકા લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે છે

👉દર વર્ષે ૧૪મી જૂનના રોજ સ્વૈચ્છિક રક્તદાઓને પ્રોત્સાહિત કરવા માટે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. રક્તના એબીઓ ગ્રૂપના પ્રકારોની શોધ કરનારા ડો. કાર્લ લન્ડસ્ટેઈનર ૧૪ જૂન ૧૮૬૮માં જન્મ્યાં હોય આ દિવસે ‘વિશ્વ રક્તદાતા દિન’ની ઉજવણી કરી તેમને યાદ કરી સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવે છે.

♻️💠એક અંદાજ મુજબ વિશ્વની છ અબજની વસ્તીમાંથી ફક્ત એક ટકા લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે છે, 
🇮🇳 ગુજરાતે રક્તદાનની પ્રવૃત્તિમાં પણ નામના મેળવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન મુજબ જે દેશ અથવા રાજ્યની વસ્તીના એક ટકા લોકો રક્તદાન કરે તો તે દેશ અથવા રાજ્યની જરૃરિયાત સંતોષવા માટે પૂરતું છે. 
♦️♻️👉એક અંદાજ મુજબ દેશમાં રક્તદાનની ટકાવારી ૦.૭૮ ટકા છે. જ્યારે દેશના અન્ય કોઈ રાજ્યમાં ૧.૧ ટકાથી વધુ રક્તદાન થતું નથી, ત્યારે ✅✅ગુજરાતની વસ્તીના ૧.૪ ટકા લોકો રક્તદાન કરે છે. 
✅👁‍🗨અમદાવાદ બાદ સૌથી વધારે રક્ત યુનિટ સુરતની બ્લડ બેંકમાં એકત્ર થાય છે. ગત વર્ષે અમદાવાદની રેડક્રોસ સોસાયટી બ્લડબેંકમાં રાજ્યમાં સૌથી વધારે ૪૫ હજાર રક્ત યુનિટ એકત્ર થયું હતું.
👁‍🗨✅👁‍🗨 ત્યારબાદ બીજા ક્રમે સુરત રક્તદાન કેન્દ્રમાં ૩૫ હજાર અને ફરી ત્રીજા અમદાવાદની જ ઇન્દુ બ્લડ બેંકનું નામ આવે છે.

🔘♻️💠સ્વૈચ્છિક રક્તદાન સપ્તાહનું આયોજન
‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી દર વર્ષે રક્તદાન શિબિરો, મોટિવેશનલ કાર્યક્રમોનું આયોજન કરાય છે. આ વર્ષે સ્વૈચ્છિક રક્તદાન સપ્તાહની ઉજવણી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવશે. રાજપીપળા, કીમ, સોનગઢ, વાલીયા, વાલોડ, ઝઘડિયા, ઝંખવાવ સહિતના ૧૫ જેટલા સ્થળ તેમજ શહેરમાં નાનપુરા, અડાજણ, મોરાબાઘળ, ભટાર સહિતના વિસ્તોરમાં કેમ્પ કરવામાં આવશે.

💠👉રાજ્યમાં રક્તદાનની સેન્ચુરી મારનારા રક્તદાતાઓની સંખ્યા ૧૦૦ કરતાં વધારે

રાજ્યમાં આશરે ૯૦ જેટલી બ્લડબેંક છે. રક્તદાનની પ્રવૃત્તિમાં સુરતની સાથે રાજ્યભરમાં સારી એવી જાગૃતિ જોવા મળે છે. રાજ્યમાં ૧૦૦ વખત રક્તદાન કર્યું હોય રક્તદાતાઓની સંખ્યા ૧૦૦ કરતાં વધારે છે. જ્યારે સુરતમાં રક્તદાનની સેન્ચુરી મારનારા રક્તદાતા ૨૦ જેટલા છે. ૫૦ વખત રક્તદાન કરનારા દાતા ૧૦૦થી વધારે અને ૨૫ વખત રક્તદાન કરનારાઓની સંખ્યા ૨૦૦ કરતાં વધારે છે. ૫૦ વખત રક્તદાન કરનારાઓમાં બે-ત્રણ મહિલા પણ છે.

♻️💠♻️ખાસ કરીને થેલેસેમિયા જે બાળકોમાં ભયંકર અને જીવલેણ રોગ માનવામાં આવે છે. આ રોગથી પીડાતા બાળકો માટે રક્તદાતા ભગવાન સ્વરૂપ સાબિત થાય છે.

💠👉ખાસ કરીને રક્તના વિવિધ ગ્રુપ જોઈએ તો 8
પ્રકારના રક્ત હોય છે. જેમાંથી સૌથી ઓછી માત્રામાં જોવા મળતું રક્તનું ગ્રુપ હોય તો તે છે ઓ નેગેટીવ...⭕️➖

↪️ઓ નેગેટીવ ગ્રુપનું રક્ત ખુબ જ ઓછા લોકોમાં જોવા મળે છે અને તેથી જ આ ગ્રુપના રક્તને જ કાળજી સાથે બ્લડ બેંકમાં સાચવવામાં આવે છે. આમ તો બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પ મારફતે એકત્ર કરવામાં આવતા દરેક ગ્રુપના રક્તનું શુદ્ધિકરણ કરીને તેમાંથી અમુક ઘટકો છુટ્ટા પાડીને વ્યવસ્થિત ફરીથી પેક કરીને તેના તાપમાન મુજબ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવતું હોય છે.

↕ વિશ્વભરમાં અનેક બ્લડ બેંક કાર્યરત છે.જેમાં હજારો લાખો લોકો સ્વેચ્છાએ રક્તદાન કરવા જતા હોય છે. રક્તદાન કર્યા બાદ બ્લડ બેંક તરફથી તેઓને કાઈ જ વળતર આપવામાં આવતું નથી તેમ છતાં સેવાભાવી લોકો રક્તદાન એક સેવા સમજીને રક્તદાન કરતા હોય છે, પરંતુ આ જ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવેલ રક્તની જયારે કોઈ દર્દીને જરૂર પડે છે ત્યારે તેને અનેક ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

↪️સૌપ્રથમ કોઈપણ રક્ત મેળવવા માટે ફોર્મ ભરાવવામાં આવે છે.ત્યાર બાદ જે દાનમાં મળેલું રક્ત છે તે જ રક્ત નાણા ભરીને ખરીદવું પડે છે અને ખરીદ્યા બાદ પણ સામે કોઈ વ્યક્તિનું રક્ત જમા પણ કરાવવું પડે છે અને જયારે રક્ત દર્દી સુધી પહોચે ત્યાં સુધીમાં દર્દી કદાચ સ્વર્ગે પણ સિધાવી જતું હોય છે, ત્યારે રક્ત એકત્ર કરતી બ્લડ બેંક અત્યારે તો ધીગતો ધંધો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

🙏ત્યારે આજના દિવસે દરેક જાહેર જનતાને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે ખાસ કરીને યુવાનો બહોળા પ્રમાણમાં રક્તદાન કરે, અને કોઈની અમુલ્ય જિંદગી બચાવવામાં મદદરૂપ થાય ત્યારે જ સાચું જીવન જીવ્યા સાર્થક ગણાશે🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment