Wednesday, June 26, 2019

આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન --- International Day of Drug Abuse and Illegal Business Opposition

🍾🍻🍺🍻🍹🍾🍻🍺🍾🍹🍻🍺
આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન છે
🍩🍾🍻🍩🍺🍻🍷🍾🍻🍾🍺🍿
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️The International Day against Drug Abuse and Illicit Trafficking is a United Nations
International Day against drug abuse and the
illegal drug trade . It is observed annually on 26 June, since 1988, 
♻️a date chosen to commemorate Lin Zexu 's dismantling of the
opium trade in Humen, Guangdong, just before the First Opium War in China. 
♻️ The observance was instituted by General Assembly Resolution 42/112 of 7 December 1987.
♻️The UN's 2007 World Drug Report puts the value of the illegal drug trade at US$322 billion a year.

👁‍🗨પદાર્થ પાસે પાસે રાખવું રોજ કેફી દ્રવ્ય અને સાઇકોટ્રોપિક પદાર્થ અધિનિયમની અંદર એક ગુનો છે. એનાથી કોઇ ફરક નથી પડતો કે કબ્જો સંગત ઉપયોગ માટે છે કે અન્ય ઉદ્દેશ્ય માટે, પોતાની પાસે કેટલી માત્રામાં સમાન પદાર્થનો મળ્યુ તેના પર સજા નિશ્ચિત કરવામાં આવે છે. તેમ છતાં, અગર તેની ઉપર માદક પદાર્થ છોટી માત્રામાં મળે છે. અને તેનો વાપર કરવાનો આરોપ છે અને તે સ્વેચ્છાથી એક દવાળાનામા અથવા સરકાર માન્ય કેંદ્રમા વ્યસનમુક્તિની માટે ઉપચાર લેવા તૈયાર થાય ચે તો તેના પર ફરિયાદ કરવામાં નહી આવે. વ્યસનમુક્તિનો પૂર્ણ પણે ઉપચાર ન લેતા ફરિયાદ પક્ષ કાયદેસરની મુક્તિ પાછી લઈ શકે છે.

✅✅✅માદક દ્રવ્ય માટે વારંવાર પુછાતા પ્રશ્નો❓❓❓❓❓❓❓❓❓

❓❓સાધારણ રીતે વધુ પડતા પદાર્થો જેનો ગેરવાપર કરવામાં આવે છે તે ક્યા છે?

કોકેન
હેરોઇન
મોર્ફીન
LSD
મારીઝુઆના (ગાંજો)
Sedatives (શામક દવાઓ)
Speed
PCP
Ecstasy

કાયદેશર દવાઓ જે અયોગ્ય રીતે અથવા ડૉક્ટરની સલાહ સિવાય વાપરવામાં આવે છે, જેવી કે
Narcotic painkillers( કેફી પદાર્થયુક્ત વેદનાનાશક)
એમ્ફેટામાઇન
ચિંતાના ઉપચાર માટે વપરાતી દવાઓ.

❓❓• મદ્યપાશ માદક દ્રવ્યોના વ્યસનથી અલગ કેવી રીતે છે?

મદ્યપાશ અને માદક દ્રવ્યોના વ્યસનના પદાર્થનો ગેરવાપરને લીધે અલગ છે. દારૂ પ્રવાહી રૂપે હોય છે. મદ્યપી અને માદક દ્રવ્યના વ્યસની બંને નિર્ભરતા, સહિષ્ણુતા અને માનસિક આકર્ષણ સાથે માનસિકતા બદલણારા પદાર્થથી ગ્રસ્ત છે. બંને વધતાજનારા રોગો છે અને બંનેને સંયમ અને પુન:વસનના કાર્યક્રમો દ્વારા ઉપચાર દઈ શકાય છે.

❓માદક દ્રવ્યોનું ફક્ત એકજવાર સેવન કરવાથી શું વ્યસની થવાની શક્યતા છે?

સાધારણ રીતે એવું થાતુ નથી, પણ હેરોઇન અને એમ્ફેટેમાઈન્સ જેવા માદક દ્રવ્યોની ફરીથી લેવાની ઇચ્છા કદાચિત પહેલીવાર સેવન કર્યા બાદ પણ થાય છે. એકવાર કોઇકે માદક દ્રવ્યોનો વાપર કર્યો, કધાચિત તેણે માદક દ્ર્વ્યોનો વાપર ચાલુ રાખ્યો તો એને લીધે નિર્ભરતા અને વ્યસન વિકસિત થાય છે. માદક દ્રવ્યોથી ઘેરાયેલા વિચારો અને વધુ મેળવવા યોજનાઓ બનાવવી આ વ્યસની વૃત્તીના સંકેતો છે. બધા ગેરકાયદેસર માદક દ્ર્વ્યો ધોકાદાયક છે અને તેની સાથે અખતરો ન કરવો જોઇએ, તેમ છતા એકવાર એક વ્યક્તિ વ્યસની થઈ જાય તો યોગ્ય ઉપચાર સૌથી મહત્ત્વનો મુદ્દો છે.

❗️❓શું ગાંજાની લત લાગી શકે છે અને ઉપચારની ગરજ છે?

ગાંજો મન:સ્થિતી અને માનસિકતા બદલનારૂ દ્રવ્ય છે. ગાંજાના છોડમાં THC રસાયન કુદરતી રીતે હોય છે અને જેના લેવાના કારણે નશાની ભાવના આવે છે. ગાંજો વધુ પ્રમાણમાં સાધારણ રીતે ફુકવામાં આવે છે અને અલગ રીતે ખાવામાં પણ લેવામાં આવે છે. વૈજ્ઞાનિક રૂપમાં ગાંજાની લત લાગી શકે છે તેવું સિધ્ધ થયુ નથી. તો પણ જો વધુ સમય માટે વાપર કરવામાં આવે તો વ્યક્તિમાં ગાંજાના પરની નિર્ભરતા વિકસિત થઈ શકે છે. ઘણા લોકોનું માનવુ છે કે, ગાંજાની લત લાગતી નથી, એટલા માટે તેમને કાંઇ સમસ્યા નથી, પણ તેને લીધે અલ્પકાલીન સ્મૃતિ ક્ષમતા ઓછી થાય છે. અસુરક્ષિતતા, પીવાની ઇચ્છા, ચિંતા અને અશાંતતા પ્રસ્થાપિત થાય છે.

❓❓❓અતડાપણું (Withdrawal) એટલે શું?❔❔
અતડાપણાના (Withdrawal) ઘણા લક્ષણો હોય છે જે લત લાગે એવા માદક દ્રવ્યોના સેવનને ઓછા કરવાથી અથવા બંધ કરવાથી ઉદ્દભવે છે. માદક દ્રવ્યોના પ્રકારના પ્રમાણે Withdrawal ની કાલાવધી અને લક્ષણો બદલાય છે. ઘણા દાખલાઓમાં Withdrawal નો સહજ ઉપચાર થઈ શકે છે. ઔષધોથી લક્ષણોને ઓછો કરી શકાય છે. પણ Withdrawal નો ઉપચાર વ્યસનના ઉપચાર જેવો સરખો નથી.

❓❓Detoxification અથવા Detox એટલે શું?❓❓

Detoxification એક પ્રક્રિયા છે જેમાં શરીર અતડાપણું (Withdrawal) ના લક્ષણો સાથે માદકદ્રવ્યોને બાહર કાઢે છે. સાધારણ રીતે આ દવાના ઉપચારનું પહેલું પગલુ છે અને સાથોસાથ વર્તન આધાર ઉપચાર પધ્ધતી અને દવાઓ પણ ઉપલબ્ધ હોય તો અપાય છે. Detox પછી કશુંક વધારવામાં ન આવે તો તેને પુર્ણ ઉપચાર ન કહી શકાય.

❓❓❔દવાઓ શું છે અને તે શું કરે છે?❓❔❔

દવાઓ વાસ્તવમાં રસાયણ અથવા પદાર્થ છે જે આપણા શરીરની સ્થિતીને બદલે છે. જ્યારે તમે એને તમારા શરીરમાં નાખો છો (જેવી રીતે કે ગળીને, સુંઘીને અથવા ઇન્જેક્શનથી) દવાઓ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશી અને શરીરના બીજા ભાગો સુધી પહુચે છે જેમકે તમારૂ મગજ. મગજમાં, દવાઓ તમારી ઇન્દ્રિયોને તેજ અથવા મંદ, સતર્કતાને બદલે છે, અને ક્યારેક શારિરીક વેદનાને ઓછી કરી દે છે. દવાઓ ક્યારેક મદદરૂપ તો ક્યારેક હાનિકારક હોય છે. સાધારણ રીતે, કોઇપણ પદાર્થ, ખોરાક વ્યતિરિક્ત, જેને લેવાથી શરીરને માનસિક અવસ્થા બદલે છે તેને દવા તરીકે કેવામાં આવે છે. મિજાજને બદલણારી દવાઓ જેને, psychoactive દવાઓ પણ કહેવામાં આવે છે. જે દવાઓ વ્યક્તિના વિચારો, ભાવના અને વર્તનને બદલે અથવા પ્રભાવિત કરે છે. સાધારણ રીતે આ દવાઓની શરીર પર પણ અસર થાય છે. પણ વસ્તુ સ્થિતી એવી છે કે બીજી દવાઓ કરતા આને બાજુમાં રાખી જે મગજ અને ઇન્દ્રિઓ પર કામ કરે છે. શબ્દ psychoactive નો વસ્તુ: અર્થ એ છે કે psycho (મગજ અને ઇન્દ્રિયો પર) active (કામ) કરવું.

❓❔❔દવાઓના પ્રકાર ક્યા છે?

દક્ષિણ એશિયામાં સાધારણ રીતે વપરાશમાં લેવાથી દવાઓ અથવા માદક પદાર્થ: ગાંજો, હેરોઇન અફીણ, બ્યુપ્રીનૉર્ફીન, Dextropropoxyphene, Diazepam, Promethazine, ઉધરસની દવા (Cough syrups) જે કોડીનયુક્ત છે વગેરે…

❓❔કાનુની અને ગેરકાનુની દવાઓ વચ્ચેનો ફરક શું છે?❓❔❓

દવાઓનો વાપર હંમેશા કાનુની અને ગેરકાનુની રીતે વર્ણવામાં આવે છે. (તેમ હોવા છતા, વધારે પડતી દવાઓ માટે, તેનો અધિકાર, નિર્માણ, ખેતી અને/ અથવા દવાઓનું વેચાણને વિશિષ્ટ રીતે કાનુની અને ગેરકાનુની રીતે જોવામાં આવે છે.) વધારે પડતી દવાઓ ડૉકટરોની સલાહથી અપાયેલી ચીઠ્ઠીના આધાર પર વહેંચાતી મળે છે. ઘણીખરી દવાઓ દેવામાં આવે છે તે સાયકોએક્ટીવ દવાઓ હોય છે જે વેદનાનાશક, ગભરામણને શાંત કરવા અથવા ઊંઘમાં મદદ કરવા દેવામાં આવે છે. અમુક દેશોમાં દારૂ અને તંબાકુ પણ કાનુની રીતે અમુક ઉમરના લોકોને દેવામાં આવે છે. અમુક માદક દ્રવ્યો દક્ષિણ એશિયામાં બધે ગેરકાનુની છે જેમાં ગાંજો, ચરસ, હેરોઇન વગેરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

❓❕કોઇને કોકેનનું વ્યસન હોય તો તેના લક્ષણો શું હોય છે?❓❕

કોકેન એક ઉચ્ચ લત લાગે એવું ઉત્તેજક છે. તે મગજમાં તૈયાર થતા આનંદ અને સતર્કતાની ભાવનાની ગતિવિધિઓને વધારે છે. કોકેનને સાધારણ રીતે નાકથી સુઘવામાં અથવા ખેચવામાં આવે છે. તે છતા ક્રેક્ના માધ્યમથી ઇન્જેક્શન દ્વારા અથવા ફુકવામાં પણ આવે છે. કોકેનના વ્યસનીઓમાં શ્રેણીબદ્ધ લક્ષણો સાથે વ્યક્તિત્વ અને મન:સ્થિતીમાં બદલ જણાય છે. તે અવારનવાર ખતરનાક અને ગાફેલ વર્તનમાં અટવાય છે. તેઓ એવું કરે છે જે તેમણે નહી કરવું જોઈતુ હતુ: સુઘવું, લાલનાક, વહેતું નાક, અને પહોડી આંખો આ બધા લક્ષણો વ્યક્તિ જે કોકેનના વ્યસનીઓમાં દેખાય છે. ખોરાક અને સુવામાં બદલ પણ કોકેનનો ગેરવાપર અથવા વ્યસનના લક્ષણો છે.

❓❓માદક દ્રવ્યોના વ્યસન માટે ઉપચાર છે?❓❓

કોઇપણ ઉપચાર માદક દ્રવ્યોના ગેરવાપરને અથવા વ્યસનને સાજો કરી શકતો નથી. ઉપચારના ત્રણ મુખ્ય લક્ષ્યો છે.
માદક દ્રવ્યોનો વાપર બંધ કરવામાં દર્દીઓને મદદ કરવી.
માદક દ્ર્વ્યોના વાપરથી થયેલી ઝેરી અસરને ઓછી કરવી.
પુનરાવૃત્તીને રોકવા માટે.
ઉપચારની સફળતા માદક દ્રવ્યોના વાપરથી થતી સમસ્યાઓને માન્યતા આપી અને બદલની ઇચ્છા પર નિર્ભર કરે છે. સુધારણા ઘણો વખત લે છે અને સહેલી પ્રક્રિયા નથી. દર્દીને કદાચિત ઘણીવાર ઉપચાર લેવાની ગરજ પડી શકે છે.
આ લોકોને માદક દ્રવ્યોના સેવનને રોકવા માટે મદદ કરવા ઘણા સંગઠનો સમર્પિત છે. નાર્કોટીક એનોનિમસ અને ઘણા વ્યસન મુક્તિ કેંદ્રો આમાંના બે ઉદાહરણો છે. આ સંગઠનોના સંભ્યો નિયમિત મળે છે અને માદક દ્રવ્યોના સેવનને લીધે થયેલી સમસ્યાઓ વિષે ચર્ચા કરે છે. તેઓ એક બીજાને મદદ કરવા નેટવર્ક પ્રદાન કરે છે.

❓❓લોકો એનાબૉલિક સ્ટીરૉઈડ્સનો દુરૂપયોગ શું કામે કરે છે?❔❔

એક પ્રમુખ કારણ છે કે લોકો રમતમાં પોતાના પ્રદર્શનને સુધારવા સ્ટીરૉઈડ્સનો દુરૂપયોગ કરે છે. પહેલવાનોની હરીફાઇમાં સાધારણ રીતે સ્ટીરૉઈડ્સનો બહુ વધારે દુરૂપયોગ થાય છે એવું અનુમાન છે. અન્ય વ્યાયામના રમતોમાં દુરવ્યવહારના પ્રસંગો કદાચિત વિશિષ્ટ રમત પર નિર્ભર કરે છે.

❓❓શું કોકેનના ગેરવાપર કરનારાઓને એચ.આય.વી
\એડ્સ અને હેપેટાયટીસનું જોખમ વધારે હોય છે?

હા, કોકેનના ગેરવાપર કરનારાઓમાં ખાસ કરીને ઇન્જેક્શન દ્વારા લેનારાઓમાં આવા સંક્રમિત થતા રોગો જેવાકે એચ.આય.વી એડ્સ અને હેપેટાયટીસ થવાના જોખમ વધારે હોય છે વાસ્તવતામાં ગેરકાયદે રીતે માદક દ્રવ્યોનો વાપર અથવા ગેરવાપર કોકેન અને ક્રેક સહિત જેને લીધે નવા એચ.આય.વીના દાખલાઓનું જોખમ વધી રહયુ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


❓❓❓❓❓❓❓❓❓❓❓
માદક પદાર્થ અને કાયદો ભારતમાં
❓❓❓❓❓❓❓❓❓❓❓
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)


Examples
👁‍🗨👁‍🗨જો તેણી પોતાને માટે અને મિત્રો માટે પાર્ટી કરવા માદક દ્રવ્ય લૈ જતા પકડાય છે. શું થશે?

તેને પાસે કેટલી માત્રામાં માદક પદાર્થ મળ્યુ ચે જે ઓછી માત્રા છે એમ માને છે પણ ખરી રીતે તે વધુ છે અમે તે તેને જાળવી શકશે. માદક પદાર્થ ના જુદી જુદી માત્રાને માટે શિક્ષા નીચે દર્શાવેલ છે:
👇👇👇👇👇
👉નાની માત્રા ૬ મહીના સુધી સખત કેદ અથવા રૂ. ૧૦૦૦૦ સુધી દંડ અથવા અંને
👉ઓછી માત્રા કરના વધુ પણ વ્યાપારી માત્રા કરતા ઓછી ૬ મહીના સુધી સખત કેદ અથવા રૂ. ૧૦૦૦૦ સુધી દંડી

👉💠વ્યાપારની માત્રા સખત કેદની ૧૦ થી ૨૦ વર્ષની સજા અને દંડ રૂ. ૧૦૦૦૦૦થી રૂ. ૨૦૦૦૦૦

👇👇👇માદક પદાર્થ કેટલી નાની અથવા વ્યાપાર માત્રામાં માનવામાં આવે છે?❓❓

જુદી જુદી જાતના માદક પદાર્થની માત્રા સરકાર દ્વારા સુચિત કરવામાં આવી છે:

☢માદક પદાર્થ ઓછી માત્રા* વ્યાપારની માત્રા**

હેરોઇન ૫ ગ્રામ ૨૫૦ ગ્રામ
કોકેઇન ૨ ગ્રામ ૧૦૦ ગ્રામ
હશિશ/ચરસ ૧ કિલો ૧૦૦ ગ્રામ ૧ કિલો
અફીણ ૨૫ ગ્રામ ૨.૫ કિલો
ગાંજો ૧ કિલો ૨૦ કિલો

* જણાવેલ સીમાની નીચે કોઇપણ માત્રા નાની માત્રા છે. 
** જણાવેલ સીમાની નીચે કોઇપણ માત્રા વ્યાપારની માત્રા છે.

❓❓❓એની નાની ઉમરને માટે કાયદામાં કોઇ તજવીજ (ઉપાય) છે?

હું, જો તેણી ૧૮ વર્ષ કરના નાની હશે, તો વિશિષ્ટ કાયદો યુવાન ન્યાય (કાળજી અને સંરક્ષણ) તરીકે ઓળખાય છે, જે કાયદો કોઇપણ ગુના આવરી લિયે છે NDPS કાયદાનો પણ સમાવેશ થાય છે.

...........પ્રશ્નો.........

માદક પદાર્થ વિક્રેતાને જાણુ છુ- આ હકીકત કોને જણાવું?❗️❓❓

સૌથી નજીકના પોલીસ થાણામાં, દિલ્લી પોલીસમાં એક માદક પદાર્થ વિરોધી દસ્તો છે જે ડેપ્યુટી કમીશનરની દેખરેખમાં કામ કરે છે. તમો આની માહિતી કોઇપણ અધિકારી જેવા કે રાજ્ય આયકારી, કસ્ટમ, કેંદ્રિય આયકારી, માર્કોટિક્સ નિયંત્રણ બ્યુરો, રાજ્ય ખુફીયા નિયામક, અને કેંદ્રની તપાસ, બધામાં કાયદાની અંદર કારવાઇ કરવાની સત્તા હોય છે.

❓❓
ત્યાં સેવી કોઇ ઉમર છે જેમાં કોઇ એક માદક પદાર્થનો ઉપયોગ કરી શકે?❓❓

ના, માદક પદાર્થનો વાપર દારૂ અથવા ધુમ્રપાન જેવું નથી. માદક પદાર્થનો ઉપયોગ કોઇપણ ઉમરના અથવા બીજા કોઇપણ માટે ગેરકાયદેસર છે.

❓❓ત્યાં કોઇ એવું માદક દ્રવ્ય (અને ધાંસ) છે જે કાયદાની દૃષ્ટીમાં કોઇપણ સહજ રીતે લઈ જઈ શકે?❓❓

ના, માદક દ્રવ્ય રાખવું એજ ગુનો છે. કોઇ ફરક પડતો બથી પછી તે ઓછુ હોય કે વધુ હોય કોઇ દવાઓ જેવી કે દાઇઝાપમ, બ્રપીનોરફીન, પ્રોકઝીવોન નો ચિકિત્સામાં વાપર થાય છે જો ચિકિત્સક સલાહ આપે તો તમો તે દવાને ખરીદી તેમજ વાપર કરી શકો છો. તેને ઔષધ નિર્માતા તથા ઔષધ વિક્રેતા કાયદાની મદદથી લાયસન્સ લઈ બનાવી તથા વહેંચી શકે છે.

❓❓મારી પાસે કેટલા પ્રમાણમાં ઓછી માત્રા હોય તો કાયદો પ્રમાણે દર્શાવેલ ઓછા પ્રમાણની માત્રાનો કાય્દો લાગુ પડે?

જો તમો ઓછી માત્રાના રૂપમાં નિર્ધારીત સીમાની નીચે કોઇપણ માત્રા લો, તમો માદક દ્રવ્યની ઓછી માત્રાના માલિકી ને માટે શિક્ષા પાત્ર કરશો.

❓❓નીચે દર્શાવેલ પરિસ્થિતીમાં કોણ જવાબદાર છે?❓❓

મારા મિત્રો મારી મિલકીયન પર માદક પદાર્થનો વાપર કરે છે (અમો બધા પુખ્ત છીએ)
જો તમો જાણી જોઇએ તમારી મીલકત પર માદક પદાર્થનો વાપર કરવાની પરવાનગી આપી હોય, તો માદક પદાર્થ વાપરનારને જે સજા ઘરોને જ તમોને પણ લાગુ પડશે. જો તેઓ એ તમારી જાણ શિવાય વાપર કર્યો છે તો તમે જવાબદાર નથી.

❓❓મારા મિત્રો મારી મિલકીયન પર માદક પદાર્થનો વાપર કરે છે. (અમો બાળકો છીએ) આ કેસમાં મારા માતાપિતા ને જવાબદાર કરાવી શકે?❓❓❓

તમો બાળકો છો, માટે એ સંભાવના છે કે મિળકન તમારા માતાપિતા ના નામ પર હોય, જો તેઓ જાણી જોઇને તમારી મિલકન પર તમારા મિત્રોને માદક પદાર્થના વાપર માટે પરવાનગી આપી હોય તેઓ સજા ને પાત્ર કરશે. બાળકોના રૂપમાં, તમારા મિત્રો ને કિશોર ન્યાયની અંદર સંક્ષરણ પ્રાપ્ત કરી શકે છે. ( સારવાર અને સંરક્ષણ) અધિનિયમ એનો અર્થ કે તમોને કારાગ્રહની જ્ગ્યાએ રિમાંન્ડ હોમ મોકળવામાં આવશે, તેમં છતાં તમારા પાલક, પ્રૌઢ હોવાથી, તેઓને પોતાની મિલકત પર માદક પદાર્થ વાપરવાની પરવાનગી આપવા માટે દંડ સંભળાવવામાં આવશે. તેમા સુરક્ષિત રમવું ઉત્તમ રહેશે. જો તમોને શંકા હોય કે કોઇ આપણી મિલકત પર માદક પદાર્થનો ઉપયોગ કરે છે, તો તેઓને તમારી મિલકત વાપરવાની પરવાનગી આપશો નહી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment