Wednesday, June 26, 2019

જયભિખ્ખુ (દેસાઈ બાલાભાઈ વીરચંદ) --- Jayeevkhku (Desai Balabhai Veerchand)

📚🏴📚🏴📚🏴📚🏴📚🏴📚🏴
જયભિખ્ખુ (દેસાઈ બાલાભાઈ વીરચંદ)
📙📌📙📌📙📌📙📌📙📌📙📌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જ. ૨૬ જૂન ૧૯૦૮, વીંછિયા, જિ. બોટાદત અ. ૨૪ ડિસેમ્બર ૧૯૬૯, અમદાવાદ)

✍કલમના ખોળે જીવવાના કવિ નર્મદના સંકલ્પની યાદ અપાવે એવા ત્રણ મજબૂત સંકલ્પો જયભિખ્ખુના – ‘બાપદાદાની મિલકતમાંથી એક પાઈ પણ ન લેવી’, ‘નોકરી ન કરવી’, અને ‘કલમના ખોળે માથું મૂકીને જીવવું’ – આવી આકરી ટેક લેનાર જણ કેવી માટીમાંથી પેદા થયો હશે ! પોતાની કલમ પર તેઓ કેટલા મુસ્તાક હશે ? આ વિચારીએ તો આદરથી માથું નમી જાય. પોતાની આ ખુમારી એમણે જીવનભર જાળવી રાખી. એમાં કદીય બાંધછોડ ન કરી.

🖌🖍🖊યુવાન વયે કલમને ખોળે માથું મૂકીને જીવવાનું પસંદ કરનાર સાહિત્યકાર જયભિખ્ખુએ માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારીસન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાની-મોટી કૃતિઓની રચના કરી અને ગુજરાતની જનતાના હૃદયમાં આદરભર્યું સ્થાન મેળવ્યું હતું.

🔏🔏જિંદાદિલીભર્યું જીવન જીવનાર જયભિખ્ખુના જીવનકાળમાં એમના મિત્રોએ સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે માટે 🏁શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. 
📌🖍૧૯૬૯ની ૨૪ ડિસેમ્બરે અવસાન પામેલા આ સર્જકની સ્મૃતિમાં શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટે એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. અમદાવાદ, મુંબઈ, ભાવનગર વગેરે સ્થળોએ જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા સ્થાપી.

🏆🔑માનવતાના મૂલ્યો જગાડતા સાહિત્યસર્જકને અથવા માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. 
📝✏️📝નિબંધસ્પર્ધા, યુનિવસટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. ગુજરાતી સાહિત્યના સર્જકના અવસાન બાદ એમના એક સાથે ૫૭ જેટલાં પુસ્તકો પુન:પ્રકાશિત થયા હોય, તેવું જયભિખ્ખુની બાબતમાં બન્યું છે.

🚩🚩એમના જન્મસ્થળ વિંછીયા અને વતન સાયલામાં 'જયભિખ્ખુ ચોક' અને અમદાવાદમાં એમના નિવાસસ્થાન પાસે 'જયભિખ્ખુ માર્ગ' સ્મૃતિરૃપે નજરે પડે છે.

✅કિશોરવયે ‘ભિક્ષુ સાયલાકર’ના ઉપનામથી લખવાનું શરૂ કરનાર અને યુવાનવયે પત્ની જયા અને પોતાના બાળપણના હુલામણા નામ ભીખાના જોડાણથી ‘જયભિખ્ખુ’ ઉપનામ ધારણ કરીને લેખનનો અહાલેક જગવનાર આ સાહિત્યકારે ચાર હિન્દી કથાઓ સહિત સતર નવલકથાઓ, ચોવીસ વાર્તાસંગ્રહો, ચુમાલીસ બાળસાહિત્યના પુસ્તકો, ચોવીસ ચરિત્રો, છ નાટકો, છાસઠ વિદ્યાર્થી વાચનમાળા, સોળ સંપાદનો અને બહોળું કૉલમ લેખન, આમ ગુજરાતી ભાષામાં એમણે માતબર સાહિત્યનુ સર્જન કર્યું છે. વિશ્વકોષના સર્જક ડો. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં, “જ્યાં સુધી જયભિખ્ખુને વ્યવસ્થિત વાંચ્યા નહોતા ત્યાં સુધી એમને જૈન ધર્મપંથની અસરથી રંગાયેલા માન્યા હતા પણ જ્યારે વાંચ્યા ત્યારે પ્રતીતિ થઈ કે ‘શુદ્ધ સાહિત્યના બધાંય તત્વોથી એમનું લખાણ સભર ભરેલું છે.

💠 તેમનું શરૂઆતનું ઉપનામ ‘ ભિક્ષુ સાયલાકર’ અને ત્યારપછી ‘ જયભિખ્ખુ’ રાખ્યું હતું. કોલકાતા સંસ્કૃત એસોસિયેશન દ્વારા લેવાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ‘ ન્યાયતીર્થ’ અને શિવપુરી ગુરુકુળની ‘ તર્કભૂષણ’ ની પદવી પણ મેળવી હતી.
તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત પત્રકારત્વથી કરી હતી. ‘ ગુજરાત સમાચાર’માં ઈ.સ. ૧૯૫૩ થી ‘ ઈંટ અને ઈમારત’ કોલમ દર ગુરુવારે શરુ થઇ હતી જે ખૂબ જ લોક્પ્રાય બની હતી. ‘ મુનીન્દ્ર’ ઉપનામથી લખેલ ‘ જાણ્યું છતાં અજાણ્યું’ કોલમ પણ લોકપ્રિય થઇ હતી. તેમના લખાણો સાત્વિક અને પ્રેરણાદાયી હતા. તેમણે સર્વપ્રથમ ઈ.સ. ૧૯૫૩માં ‘ ભાગ્યવિધાતા’ પ્રગટ કરી ત્યારપછી ‘ કામવિજેતા’, ‘ ભગવાન ઋષભદેવ’, ‘ વિક્રમાદિત્ય હેમુ’, ‘ ભાગ્યનિર્માણ’ વગેરે કુલ સત્તર જેટલી નવલકથાઓ આપી છે. જન ધર્મકથાસાહિત્યમાંથી વસ્તુ લઈને સર્વભોગ્ય નવલકથા લખનાર જયભિખ્ખુ કદાચ પ્રથમ ગુજરાતી લેખક હતા. આ ઉપરાંત તેમણે ‘ઉપવન’, ‘ માદરે વતન’, ‘ પારકા ઘરની લક્ષ્મી’, કંચન અને કામિની’, ‘ કન્યાદાન’, ‘શૂળી પર સેજ હમારી’ જેવી ગુજરાતી વાર્તાસંગ્રહો આપ્યા છે. આ વાર્તાસંગ્રહોમાં સમાજજીવનના અનેક પાસાંઓને વિષય બનાવ્યો છે. જય્ભીખ્ખુએ નાટક અને બાળસાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. બાળકોમાં સાચી જીવનદ્રષ્ટી ખીલે તેવું સાહિત્ય તેમણે આપ્યું છે. તેમણે બાળસાહિત્યમાં ‘ વિદ્યાર્થી વાચનમાળા’ પુસ્તિકાઓ આપી છે. આઉપરાંત ‘ રત્નનો દાબડો’, હીરાની ખાણ’, ‘ નીલમનો બાગ’, ‘ આંબે આવ્યો મોર’, ‘ બાર હાથનું ચીભડું’, ‘ લાખેણી વાતો’ જેવા અનેક પુસ્તકો આપ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એમના સાહિત્યસર્જન માટે અનેક પુરસ્કાર આપેલ છે. ઈ.સ. ૧૯૪૮માં ‘કુમાર ચંદ્રક’તથા ઈ.સ.૧૯૫૭માં શ્રી અધ્યાત્મક જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર જયભિખ્ખુ ૨૪ ડીસેમ્બર ૧૯૬૯માં અમદાવાદમાં અવસાન થયું. પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય મળે તે હેતુથી જાણીતા જાદુગર કે.લાલની પ્રેરણાથી ‘ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી. ઈ.સ.૨૦૦૯માં આ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં જયભિખ્ખુ જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી.

♻️વાર્તાઓ – પારકા ઘરની લક્ષ્મી, વીર ધર્મની વાતો, કંચન અને કામિની, કન્યાદાન, પગનું ઝાંઝર, સદ્ વાચનમાળા શ્રેણી ૧ થી ૬ ; વિદ્યાર્થી વાચનમાળા શ્રેણી ૧થી ૧૦ ; જૈન બાલ ગ્રંથાવલિ શ્રેણી ૧-૨ વિ.

નવલકથા – વિક્રમાદિત્ય હેમૂ, કામ વિજેતા સ્થૂલિભદ્ર, ભગવાન ઋષભદેવ, શત્રુ કે અજાતશત્રુ વિ.

નાટક – રસિયો વાલમ વિ.

ચરિત્ર – સિધ્ધરાજ જયસિંહ, પ્રતાપી પુર્વજો, નિર્ગ્રંથ ભગવાન મહાવીર વિ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

નં. વ્યકિત તેમના કાર્યો
૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું
૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી
૧૦.ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી
૧૧.જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૧૫.જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્થાપના કરી
૧૬.ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું
૧૯.જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી
૨૦.ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી
૨૧.શેરપા તેનસિંગ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.દયાનંદ સરસ્વતી આર્યસમાજની સ્થાપના કરી
૨૩.ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૪.ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્થાપના કરી
૨૫.પોટ્ટી રામુલ્લુઆંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.ફાર્બસ સાહેબગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી
૨૭.ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.મદનમોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૯.મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્તાનની માગણી કરી
૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.મોર્લે મિન્ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.માસ્ટર તારાસિંગ અકાલી દળની સ્થાપના કરી
૩૩.રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી
૩૪.રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના કરી
૩૫.રાધાનાથ સિકદાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી
૩૬.વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮.લૉર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી
૩૯.લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.લોકમાન્ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨.સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી
૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪.સાને ગુરુજી આંતરભારતીની સ્થાપના કરી
૪૫.વીર સાવરકર હિન્દુ મહાસભાની સ્થાપના કરી
૪૬.સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી
૪૭.સ્વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી
૪૮.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
૪૯.શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્થાપના કરી
૫૦.શ્યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપના કરી
૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી
૫૨.અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી
૫૩.એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી
૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી
૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી
૫૯.ખાન અબ્દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી
૬૦.શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

No comments:

Post a Comment