Wednesday, June 19, 2019

રાહુલ ગાંધી --- Rahul Gandhi

🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠
♻️♻️♻️♻️રાહુલ ગાંધી♻️♻️♻️♻️
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાહુલ ગાંધી જન્મ ૧૯ જૂન ૧૯૭૦
ભારતના રાજકારણી અને ભારતીય સંસદના સભ્ય છે, તેઓ અમેઠી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા (નહેરુ) ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસ) છે

👁‍🗨રાહુલ ગાંધીનો જન્મ દિલ્હીમાં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.

👁‍🗨દહેરાદૂન ( ઉત્તરાખંડ )ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની અલ્મા મેટર માં પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્યું. 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.

👁‍🗨સ્નાતક થયા બાદ રાહુલ ગાંધીએ મિશેલ પોર્ટર સંચાલિત એક વહીવટીય સલાહકાર કંપની મોનિટર ગ્રુપમાં કામ કર્યુ હતું. 2002માં તેઓ
મુંબઇ -સ્થિત ટેક્નૉલોજી આઉટસોર્સિંગ કરતી કંપની બેકોપ્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષોમાં એક હતા.

👁‍🗨2003માં, રાજકારણમાં રાહુલ ગાંધીનો પ્રવેશ મુદ્દો માધ્યમોમાં મોટે પાયે છવાયેલો રહ્યો હતો, જોકે તેમણે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. [૧૧] તેઓ જાહેર પ્રસંગોએ તેમજ કોંગ્રેસની બેઠકમાં તેમની માતા સાથે જોવા મળતા. [૧૧] આ ઉપરાંત તેમણે પાકિસ્તાનનો સદ્દભાવના પ્રવાસ કર્યો, જ્યાં 14 વર્ષ બાદ પ્રથમ વાર બંને દેશો વચ્ચે યોજાયેલી એક દિવસીય આંતર રાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જોવા તેઓ બહેન પ્રિયંકા ગાંધી સાથે ગયા હતા. 

👁‍🗨2004માં તેમણે અને પ્રયિંકા ગાંધીએ પિતાની પૂર્વે રહેલી બેઠક અમેઠીની મુલાકાત લીધી, તે સમયે બંને રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો. આ સમયે આ બેઠક સોનિયા ગાંધી અંતર્ગત હતી.

તેમણે કોઇ નિશ્ચિત નિર્ણય આપવાનું ટાળ્યું અને કહ્યુ કે, “હું રાજકારણથી વિરુદ્ધ નથી. જો કે હું ક્યારે રાજકારણમાં પ્રવેશ કરીશ એ નિશ્ચિત નથી, પરંતુ કરીશ જરૂર." 

👁‍🗨માર્ચ 2004માં, તેમણે રાજકારણમાં પોતાના પ્રવેશની જાહેરાત કરતા કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં પિતાની પૂર્વ બેઠક અમેઠીથી 2004ની
લોક સભા ચૂંટણીમાં લડશે. 

👁‍🗨વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પૂર્વે તેમના કાકા સંજય ગાંધીની આ બેઠક હતી. ઉપરાંત નજીકની રાય બરેલી બેઠક પર ફેરબદલ ન થઈ ત્યાં સુધી તેમની માતા સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા. એક સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ ખૂબ જ ઓછું હતું, લોકસભાની કુલ 80 બેઠકોમાંથી ફક્ત 10 બેઠકો જ કોંગ્રેસ પાસે હતી. 

👁‍🗨 એ સમયે તેમની આ પહેલથી રાજકીય ટીકાકારો ખૂબ આશ્ચર્ય પામ્યા, તેઓ માનતા હતા કે તેમના કરતા બહેન પ્રિયંકા વધુ પ્રભાવશાળી હતા, અને તેમની સફળ થવાની શક્યતા વધુ છે. તેમના ચોંકવનારા પગલાને કારણે, એ સમયે પક્ષના સત્તાઘીશો પાસે પણ માધ્યમોને આપવા માટે કરિક્યુલમ વીટાઇ (પોતાના જીવનનો ટૂંકો અહેવાલ) ન હતો. તેમની આ જાહેરાતથી એવું અનુમાન કરવામાં આવ્યું, કે ભારતના સૌથી જાણીતા રાજકીય પરિવારના યુવા સભ્યનો રાજકારણમાં પ્રવેશ એ ભારતના યુવા જૂથો વચ્ચે કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ પૂરશે. 

👁‍🗨 વિદેશી માધ્યમો સાથેની પ્રથમ વાતચીતમાં તેમણે પોતાની જાતને દેશને એક કરતા વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા અને ભારતની ફૂટ પાડનાર રાજનીતિને વખોડી હતી. તેમણે જણાવ્યું હતુ કે તેઓ જ્ઞાતિ અને ધર્મના તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરશે. 

👁‍🗨આ વિસ્તારમાંથી તેમના પરિવાર સાથેના લાંબા સંબંધોને પગલે સ્થાનિક લોકોએ તેમની ઉમેદવારીને આવકારી હતી. 
👁‍🗨ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી તરીકે તેઓ પ્રચંડ બહુમતથી ચૂંટણી જીત્યા, પરિવારની એ બેઠક પરની મજબૂત પકડ ફરી પાછી મેળવતા, તેમણે સ્થાનિક સાશક પક્ષ ભારતીય જનતા પક્ષને લગભગ 1,00,000 જેટલા મતોથી હાર આપી. 

👁‍🗨2006 સુધી તેમણે બીજી કોઈ ઓફિસ ના રાખી અને સતત તેમના મતદાન ક્ષેત્રના પ્રશ્નો અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, સમગ્ર દેશ તથા આંતર રાષ્ટ્રીયમાધ્યોમાં એવી ચર્ચા ઉઠી કે આ દ્વારા સોનિયા ગાંધી આગામી ભવિષ્યમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે ઉભરી શકે તે રીતે તેમને વિકસવાની તક આપી રહ્યા છે.

👁‍🗨જાન્યુઆરી 2006માં હૈદરાબાદ ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના એક સંમેલનમાં, પક્ષના હજારો સભ્યોએ સાથે મળીને ગાંધીને પક્ષમાં આગળ વધી ને મોટી નેતાગીરી લેવા માટે જણાવ્યું, અને માંગ કરી તે તેઓ સંમેલનમાં પ્રતિનિધિઓને સંબોધે. તેમણે કહ્યું કે, 👁‍🗨“હું તમારી લાગણીઓ અને સહકારનો આદર કરું છું અને તેને બિરદાવું છું. તમને ખાતરી આપું છું કે તમને હું નીચે નહીં નમવા દઉં.“ પરંતુ તેમણે થોડી ધીરજ ધરવા તથા હાલમાં કોઇ ઉચ્ચ સ્તરીય ભૂમિકા નહીં ભજવે તેમ જણાવ્યું. [૧૮]
2006માં રાય બરેલીમાં થયેલી ચૂંટણીઓ માટે ગાંધી તેમજ તેમની બહેન (જેમના લગ્ન રોબર્ટ વાડેરા સાથે થયા છે) તેઓ સાથે મળીને માતા માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું, જેમાં તેઓ સરળતાથી 4,00,000 જેટલા મતોથી વિજેતા બન્યા હતા. 

👁‍🗨2007ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં તેઓ આગળ પડતા નામોમાં સામેલ હતા. જો કે એ સમયે કોંગ્રેસ 8.53% મત સાથે ફક્ત 22 બેઠક જ જીતી શકી. આ ચૂંટણીએ રજૂ કરેલા ચિત્રમાં સામે આવ્યું કે 16 વર્ષમાં પ્રથમ વખત ભારતની પછાત જાતિનું પ્રતિનિધિત્વ કરતો બહુજન સમાજવાદી પક્ષ એ ઉત્તર પ્રદેશની સૌથી મોટો પક્ષ બન્યો હતો. 

👁‍🗨24, સપ્ટેમ્બર 2007ના રોજ પક્ષ મંત્રીમડળમાં ફેરફાર કરવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંઘીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય સચિવ નિમવામાં આવ્યા. 

👁‍🗨આ જ સમયે તેમને ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘની પણ જવાબદારી સોંપવામાં આવી.

👁‍🗨યુવા રાજનીતિ

પોતાની જાતને યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ રૂપે તેમણે નવેમ્બર 2008માં, તેમના નિવાસસ્થાન 12, તુઘલખ લેન ખાતે, 40 જેટલા લોકોની પસંદગી કરી, જેઓ આગામી સમયમાં ભારતીય યુવા કોંગ્રેસ માટેની થીંક બનવાની હતી. સભ્ય સચિવની નિમણૂક થઈ તે સમયથી જ તેઓ આ સંસ્થા માટે આતુર હતા.

👁‍🗨રાહુલ ગાંધીના નેજા હેઠળ આઇવાયસી (IYC) અને એનએસયુઆઇ (NSUI)ના સભ્યોમાં નાટ્યાત્મક રીતે હજારોથી લાખોનો વધારો થયો છે. 

ભારતની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની પારસ્પરિક ચર્ચામાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળ સામાન્ય રીતે ડાબેરી વિચારધારા ધરાવતા હોય છે. તેમનો પક્ષ આઈએનસી (INC) છે, જો કે રાહુલની ઉતાવળી જેએનયુ (JNU) મુલાકાતને "ભારતીય યુવાનોને રાજકારણમાં આકાર્ષવા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે." 1982માં કટોકટી લાદવાના તેમના નિર્ણયને કારણે ઈન્દિરા ગાંધી જ્યારે આ યુનિવર્સિટી પરિસરની મુલાકાતે ગયા, તે સમયે તેમને ડાબેરી વિદ્યાર્થી સંઘો તરફથી મોટાપાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 

વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રેગીંગથી માંડીને ભારતના કથળેલા રાજકારણ, દલિત પરિવારોની તેમની મુલાકાત, દેશનો આર્થિક વિકાસ તેમજ શિક્ષણમાં સુધારા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

જોકે કેટલાક અખબારોએ જેએનયુ (JNU) ખાતેની રાહુલની મુલાકાતને રાજકીય ગણાવતા નોંધ્યું કે તેઓએ જેએનયુ (JNU) સ્થિત એનએસયુઆઈ (NSUI) શાખાને મજબૂત કરવા માટે આ મુલાકાત યોજી હતી.

👁‍🗨♻️2009 ચૂંટણી

2009ની લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠી મતવિસ્તારની ચૂંટણીમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધિને 3,33,000 મતોથી હાર આપી બેઠક જાળવી રાખી.

આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો જીતીન પોતાની તાકાતને વધુ મજબૂત બનાવી, જેનો મોટાભાગનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે.[૨૬] તેમણે સમગ્ર દેશમાં છ અઠવાડિયામાં 125 સભાઓ સંબોધી.
તેઓ પક્ષના વર્તુળમાં આરજી (RG)ના નામથી ઓળખાવા લાગ્યા.

💠બોસ્ટન હવાઈમથક મુદ્દો👁‍🗨

2005માં પ્રેમ ચંદ્ર શર્મા સહિત ચાર વકીલોએ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી. તેઓએ વિનંતી કરી કે સપ્ટેંબર 21, 2001ના રોજ બોસ્ટન હવાઈમથક પર રાહુલ ગાંધી અને તેમની સ્પેનિશ સ્ત્રીમિત્ર વેરોનિકને
એફબીઆઈ (FBI ) દ્વારા પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા, તે ઘટના વિશેની માહિતી જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે કે જો મિ. ગાંધી $2,00,000 રોકડા લઈને જતા હતા, ત્યારે હવાઈમથકના અધિકારીઓને શા માટે તેઓ સમજાવી ના શક્યા. 

વકીલોએ વધુ પુરાવા આપ્યા કે મિ. ગાંધીના છુટકારાનું આયોજન વડાપ્રધાનના મુખ્ય સચિવ બ્રિજેશ મિશ્રા દ્વારા કરાયું. અરજીમાં જણાવાયું કે ભારતીય રાજદૂત મારફતે અમેરિકા અને કેન્દ્રીય ગૃહસચિવને ઉપરથી આદેશ અપાયો કે આ મામલે ખુલાસો કરે. 

જોકે આ પહેલા હિન્દુ સમાચારપત્ર મુજબ “વરિષ્ઠ” ભારતીય રાજનૈયિકના મતે અમેરિકામાં બનેલી આ ઘટનામાં કોઈ ભારતીય રાજદૂત સામેલ નથી.

♦️⭕️અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન
રાહુલ ગાંધીને આરએસએસ (RSS ) અને સિમિ (SIMI) ટિપ્પણી સંદર્ભે ડાબેરીઓ દ્વારા સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો છે, એક જૂથ એવું છે, જે આ મુદ્દે તેમની વાહવાહી કરે છે, તો બીજું આલોચના, તેમજ મૂળભૂત જૂથો દ્વારા વિવિધ પ્રંસંગોએ તેમની આકરી ટીકા પણ કરવામાં આવી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment