🀄️🀄️🀄️🀄️🀄️🎯👁🗨👁🗨👁🗨
બાળ ગંગાધર ટિળક
લોકમાન્ય ટિળક
🚩🚩🚩🚩👁🗨🎯👁🗨🎯👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
( મરાઠી ) (જન્મ: જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન: ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે)નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.
અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.
ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.
તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.
🀄️ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યાં :
🔆🔆
1. "કેસરી" (સંસ્કૃત અર્થ સિંહ) મરાઠીમાં
2. "ધ મરાઠા" અંગ્રેજીમાં
માત્ર બે વર્ષમાં કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્ક માટે લડી લેવાની વાત કહી.
ટિળક તેમના સહકર્મચારીને હમેંશા કહેતાં - તમે વિદ્યાપીઠના વિદ્યાર્થી માટે નથી લખતાં. કલપના કરો કે તમે એક ગામડાંના માણસ સાથે વાત કરો છો અને લખો. તમારા તથ્યો એકદમ પાકા રાખો. તમારા શબ્દો દિવસના પ્રકાશ સમાન સ્પષ્ટ રાખો.
ટિળકે સરકારની વિચાર સ્વાતંત્ર્યય પરની જોહુકમીનો પ્રખર વિરોધ કર્યો ખાસ કરીને બંગાળના ભાગલા, ભારતીય સંસ્કૃતિ, લોકજીવન, વગેરેની અવહેલના સંદર્ભે તેઓ સરકારની સખત ઝાટકણી કાઢતાં. તેમણે બ્રિટીશરો ભારતને સ્વરાજ્ય તાત્કાલ આપે તેવી માંગણી કરી.
📌📌ઇ.સ. ૧૮૮૦માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. ૧૮૯૧માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનું સ્વાગત કર્યું પણ, ટિળકે આને હિંદુ સંસ્કૃતિના નિજી મામલામાં હસ્તક્ષેપ ગણાવી. જોકે તેઓ જાતે બાલ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની બાલિકાને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.
ઈ.સ. ૧૮૯૬માં પ્લેગનો રોગચાળો મુંબઈથી પુણે સુધી ફેલાયો, જન્યુઆરી ૧૮૯૭ સુધી તો તે એક મહામારી બની ગયો. પ્લેગના રોગકાળાને ડામવા આક્રમક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. તે અનુસાર ૮ માર્ચ ૧૮૯૭ના એક પ્લેગ કમીટી નીમવામાં આવી જેનું કાર્ય ક્ષેત્ર પુણે શહેર તેના ઉપનગરો અને પુણે કેંટોન્મેટ સુધી વિસ્તરેલું હતું. આના પ્રમુખ ડબલ્યુ. સી. રૅંડ નામના આઇ. સી. એસ. અધિકારી હતાં જેઓ તે સમયે પુણેના આસિસ્ટંટ કલેક્ટર હતાં. ૧૨ માર્ચ ૧૮૯૭ના દિવસે મેજર પૅગેટના નેતૃત્વ હેઠળની ડુર્હમ લાઇટ ઇંફેંટ્રીના અંગ્રેજ અને સ્થાનીય એવા ૮૯૩ અધિકારી અને અન્ય કર્મકારીને પ્લેગ ડ્યુટી પર મોકલવામાં આવ્યાં. મે મહીના અંત સુધી આ મહામારી કાબુમાં આવી આવે અને હળવે હળવે સૈન્ય કાર્યવાહી બંધ કરાઇ.
પ્લેગ સંબંધી વહીવટના અહેવાલમાં રૅંડએ લખ્યું હતું, " આ પ્લેગ કમીટીના સભ્યો માટે અત્યંત સંતોષની વાત છે કે સ્ત્રીઓના સ્ન્માનની અવહેલના થઇ એવી કોઇ ફરિયાદ તેમને કે તેમના અફસરોને ન મળી". તેઓ એમ પણ લખે છે કે કાર્ય કરો ઉપર ચાંપતી નજર રખાઈ હતી અને લોકોની પરંપરા અને રીતી રિવાજોની અવહેલના ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું.
Indian sources however report that Rand used tyrannical methods and harassed the people.
ભારતીય સ્ત્રોત દ્વારા મળતી માહિતી અનુસાર સૈન્ય અધિકારીની નિમણૂક કરવાથી પ્લેગ નાથવાના કાર્યક્રમમાં એક તીવ્રતા આવી અને ઘર તલાશમાં અતિરેક પણ થયો આને લીધે લોકોમાં અસંતોષ ફેલાયો. લોકો ભડકી ગયાં અને આને રાસ્તાપેઠ ક્ષેત્રમાં લોકોએ સૈનિકોને માર પણ માર્યો.
" અજાણતા કે જાણેકરી ઠેકડી ઉડાવતા, તેઓ ચાળા પાડતા, વાનરવેડા કરતા, મૂર્ખાઇ ભર
્યું વર્તન કરતાં, છેડખાની કરતાં, અડતા, તેમને મુંડતા, કોઇપણ સ્થળે વિના કારણે ઘુસી જતાં, મૂલ્યવાન વસ્તુઓ ખિસ્સે કરી લેતાં, ઇત્યાદિ."
ટિળકએ તેમના છાપા કેસરીમાં સૈનિકોની આ ત્રાસદીની વિરુદ્ધ તેજાબી લેખ લખી લોકોની લાચારીને વાચા આપી,
ભાગવદ ગીતાનો સંદર્ભ આપી તેમણે લખ્યું, જો કોઇ દમન કરનારને કોઇ પણ ફળની આશા વિના હત્યા કરે તે કોઇ પણ આરોપનો ભાગી નથી. આ બાદ, ૨૨મી જૂન ના દિવસે દિવસે રેન્ડ અને અન્ય બ્રિટિશ અધિકારી લેફ્ટેનેંટ યેર્સ્ટની ચાફેકર બંધૂઓ અને તેમના સહયોગીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. ટિળકને હત્યાની ઉશેરણીના ગુનામાં ૧૮ મહિનાના કારાવાસની સજા થઈ. જ્યારે તે કેદમાંથી છૂટ્યાં ત્યારે તેઓ એક દેશ ભક્ત અને કોકનાયક તરીકે પ્રસિદ્ધ થયાં. તેમણે નવું સૂત્ર અપનાવ્યું, " સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ." રાષ્ટ્રવાદી ચળવને નબળી પાડવા લોર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાળના ભાગલા કર્યાં, તેના પ્રતિરોધ રૂપે ટિળકે બહિષ્કારની નિતી અપનાવી, અને સ્વદેશી ચળવળનો જન્મ થયો.
રાષ્ટ્રીય મહાસભામાં ગોપાલ કૃષ્ણ ગોખલેના નરમ વલણનો તેમણે વિરોધ કર્યો, અને આમાં તેમને
બંગાળના બિપીનચંદ્ર પાલ અને પંજાબના
લાલા લાજપતરાયનો સાથ મળ્યો. તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટી તરીકે ઓળખાયા. ઇ.સ. ૧૯૦૭માં મહાસભા (કોંગ્રેસ)નું રાષ્ટ્રીય અધિવેશન સૂરત- ગુજરાતમાં ભરાયું. મહાસભાના નવા પ્રમુખ કોણ બને તે મુદ્દે નરમ વલણ અને તીવ્ર વલણ ધરાવતાં જૂથો વચ્ચે મતભેદ ઊભા થયાં. મહાસભા બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટિળક, પાલ અને લાજપતરાયની આગેવાની હેઠળના "જહાલ મતવાદી" ("ગરમ પક્ષ," કે અંતિમવાદી) અને "મવાળ મતવાદી"("નરમ પક્ષ," કે મધ્યમ વાદી).

No comments:
Post a Comment