Saturday, June 15, 2019

લેફ. જનરલ રાજેન્દ્રસિંહ --- Left General Rajendra Singh

👮👮👮👮👮👮👮👮👮👮
👮લેફ. જનરલ રાજેન્દ્રસિંહ👮
👮👮👮👮👮👮👮👮👮👮
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👮👮👮આ ગુજરાતી જનરલે આર્મી ચીફ બનવાનો કર્યો હતો ઇનકાર, કહ્યું કે- “મારા સિનિયરને આર્મી ચીફ બનાવો”👮👮👮👮

🎯આઝાદી સમયે લેફ. જનરલ રાજેન્દ્રસિંહે હૈદરાબાદમાં ' ઓપરેશન પોલો' હાથ ધર્યું અને નિઝામના શાસનને ભારતમાં ભેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. 

🙏👉ભારતને 15 ઓગસ્ટ,1947ના રોજ આઝાદી મળી ત્યારથી પ્રથમ બે કમાન્ડર ઇન ચીફ બ્રિટિશ રહ્યા હતા. જોકે બાદમાં તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા અને ઇરાદાઓ પર સવાલ ઉઠતા ભારતીય અધિકારીઓને સર્વોચ્ચ પદ પર નિમણૂક કરવાની વાત આવી.

🙏👉બાદમાં નવા આર્મી ચીફ બનાવવાની વાત આવી તો તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ બંન્ને ગુજરાતી લેફ્ટ. જનરલ રાજેન્દ્રસિંહના પક્ષમાં હતા. પરંતુ રાજેન્દ્રસિંહ પોતે તેનો વિરોધ કર્યો હતો કારણ કે, ઉંમરમાં રાજેન્દ્રસિંહ લેફ. જનરલ કરિયપ્પા કરતા છ મહિના મોટા હતા. પરંતુ સેનામાં સીનિયોરિટીની દ્રષ્ટીએ તેઓ કરિયપ્પા કરતા એક વર્ષ પાછળ હતા. રાજેન્દ્રસિંહ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહના સંબંધી છે.

👉👌👌👌જનરલ રાજેન્દ્રસિંહે કહ્યું કે, જનરલ કરિયપ્પા મારાથી સિનિયર છે અને ભારતીય સૈન્યના પ્રથમ ભારતીય સૈન્ય વડા પસંદ કરવામાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં ના આવે તો હું તેને કબૂલ કરીશ નહીં. બાદમાં કરિયપ્પાને આર્મી ચીફ બનાવવામાં આવ્યા. કરિયપ્પાને સરદાર અને નહેરુ એટલા માટે પસંદ કરતા નહોતા કારણ કે તેમને લાગતુ કરિયપ્પા પુરી રીતે બ્રિટિશ રંગ-ઢંગના અધિકારી છે. બાદમાં કરિયપ્પાની નિવૃતિ બાદ રાજેન્દ્રસિંહને આર્મી વડા બનાવવામાં આવ્યા હતા.

👤👥👤કેન્દ્ર સરકારે લેફ. જનરલ બિપિન રાવતને આગામી સેનાધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે સવાલ ઊભો થયો હતો કે સેનાધ્યક્ષ 
👤"સિનિયર હોવો જોઈએ કે કાબેલ?"👤 મોટાભાગે વર્ષ 1983નો દાખલો ટાંકવામાં આવે છે. જ્યારે ઈન્દિરા ગાંધીએ સીનિયોરિટીની પરંપરાને અવગણીને લેફ. જનરલ એ.એસ. વૈદ્યને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. જોકે, એથી પણ આગળનો દાખલો આઝાદી સુધી પહોંચે છે. જ્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તથા અન્ય વરિષ્ઠ પ્રધાનો એક ગુજરાતીની કાબેલિયતથી પ્રભાવિત થઈને તેમને સેનાધ્યક્ષ બનાવવા માંગતા હતા. જોકે, આ ગુજરાતી લેફ. જનરલ રાજેન્દ્રસિંહ જાડેજાએ સીનિયોરિટીનો આગ્રહ રાખીને સેનાનું સર્વોચ્ચ પદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. બાદમાં તેમણે સીનિયોરિટી અને કાબેલિયતના આધારે ચીફ ઓફ આર્મી સ્ટાફનું પદ હાંસલ કર્યું.

👮લેફ. જનરલ રાજેન્દ્રસિંહની ઉપર પસંદગીનો કળશ🗣
આર્મી ચીફ માટે ત્રણ સૈન્ય અધિકારીઓ હરિફાઈમાં હતા. લેફ. જનરલ કરિયપ્પા, લેફ. જનરલ નથુસિંહ તથા લેફ. જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા. લેફ. જનરલ નથુસિંહ સેનામાં તથા ઉંમરમાં બંનેથી નાના હતા. એટલે સ્વાભાવિક રીતે અન્ય બે વધુ પ્રબળ દાવેદાર હતા.

🗣1948માં અન્ય તમામ જનરલની સરખામણીમાં ગુજરાતના લેફ. જનરલ રાજેન્દ્રસિંહનો રેકોર્ડ શ્રેષ્ઠ હતો. 👤🗣🗣તાજેતરમાં જ તેમણે 🎯હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું હતું. 🎯બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રજોના સમયમાં રાજેન્દ્રસિંહ મેજર હતા. 🔶♻️ત્યારે તેમને બહાદુરી બદલ DSO (ડિસ્ટિંગ્વિશ સર્વિસ ઓર્ડર)થી નવાજવામાં આવ્યા હતા. આથી તેઓ પ્રબળ દાવેદાર હતા.

💠👉👁‍🗨વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, સંરક્ષણપ્રધાન સરદાર બલદેવસિંહ (તેમની પ્રથમ પસંદગી નથુસિંહ રાઠોર હતા. પરંતુ આઝાદી બાદના સંજોગોને કારણે તેઓ રાજેન્દ્રસિંહના નામ સાથે સહમત થયા હતા.) અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ઈચ્છતા હતા કે, લેફ. જનરલ રાજેન્દ્રસિંહ આ પદભાર સંભાળે. જોકે, રાજેન્દ્રસિંહે ઈનકાર કર્યો હતો. કારણ કે,👏👏 ઉંમરમાં રાજેન્દ્રસિંહ લેફ. જનરલ કરિયપ્પા કરતા છ મહિના મોટા હતા. પરંતુ સેનામાં સીનિયોરિટીની દ્રષ્ટીએ તેઓ કરિયપ્પા કરતા એક વર્ષ પાછળ હતા.

👏👏બહાદુર અને બાહોશ સૈન્ય અધિકારી જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા
👉15 જૂન 1899ના રાજેન્દ્રસિંહનો જન્મ તત્કાલીન નવાનગરના (હવે જામનગર) રાજવી પરિવારમાં થયો હતો. તેઓ દેવીસિંહના ત્રીજા પુત્ર હતા. તા. 15 જૂન 1899ના રાજેન્દ્રસિંહનો જન્મ તત્કાલીન નવાનગરના (હવે જામનગર) રાજવી પરિવારમાં થયો હતો. તેઓ દેવીસિંહના ત્રીજા પુત્ર હતા.🎾⚾️⚾️ ક્રિકેટ જગતના બે લિજન્ડ્સ રણજીતસિંહ તથા દુલિપસિંહ તેમના પરિવારના હતા. એ સમયના રાજવી પરિવારોની જેમ રાજેન્દ્રસિંહની શિક્ષા રાજકોટની રાજકુમાર કોલેજમાં થઈ. લંડનની વિખ્યાત 🎯રૉયલ મિલિટરી કોલેજ સેન્ડહર્સ્ટમાં રાજેન્દ્રસિંહે તાલિમ લીધી.

🎯🎯પહેલા બ્રિટિશ આર્મી અને બાદમાં ઈન્ડિયન આર્મીમાં તેમને પોસ્ટિંગ મળ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજેન્દ્રસિંહ સેનામાં મેજર હતા. લિબિયાના મિશિલમાં મિત્ર રાષ્ટ્રો વતી જર્મની સામે અભૂતપૂર્વ શૌર્ય દાખવવા બદલ તેમને DSO (ડિસ્ટિંગ્વિશ સર્વિસ ઓર્ડર) એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે દુશ્મનોના 60 સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડ્યા હતા. આઝાદી બાદ અનેક અંગ્રેજ સૈન્ય અધિકારીઓ દેશ છોડી ગયા. એટલે પદોન્નતિ ઝડપથી થઈ.

🎯🎯આઝાદી સમયે લેફ. જનરલ રાજેન્દ્રસિંહે હૈદરાબાદમાં ' ઓપરેશન પોલો' હાથ ધર્યું અને નિઝામના શાસનને ભારતમાં ભેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. આથી, તત્કાલીન કોંગ્રસનું નેતૃત્વ તેમની કાબેલિયતથી વાકેફ થયું. જનરલ કરિયપ્પા 1953ના નિવૃત્ત થયા એટલે રાજેન્દ્રસિંહ કમાન્ડર-ઈન-ચીફ બન્યા. એ જ દિવસે તેમને જનરલનું પદ મળ્યું. તા. 14મી મે 1955ના જનરલ રાજેન્દ્રસિંહ નિવૃત્ત થયા. ત્યારે DSO, ઈન્ડિયન જનરલ સર્વિસ મેડલ, વોર મેડલ, ક્વિન એલિઝાબેથ II કોરોનેશન મેડલ, કિંગ જ્યોર્જ VI કોરોનેશન મેડલ, આફ્રિકા સ્ટાર તથા બર્મા સ્ટાર તેમની વરદી પર હતા. તા. 1 જાન્યુઆરી 1964ના 65 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯🎯બે અંગ્રેજ સૈન્ય અધિકારીઓ
બન્યા હતા ભારતીય સેનાના વડા🎯🎯🎯

15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયો. ફિલ્ડ માર્શલ ક્લાઈડ ઓગલિનચેક દેશના સુપ્રીમ કમાન્ડર બન્યા અને જનરલ સર રોબ લોકાર્ટ કમાન્ડર-ઈન-ચીફ બન્યા. અન્ય કેટલાક અંગ્રેજ અધિકારીઓ પણ નહેરુ સરકારની વિનંતીને માન આપીને કેટલાક વર્ષો માટે સૈન્ય પદો પર રહેવા તૈયાર થયા. તા. 1 જાન્યુઆરી 1948ના સર રૉય બુચર દેશના કમાન્ડર ઈન ચીફ બન્યા.
પરંતુ કાશ્મીરમાં પાકિસ્તાની રઝાકારોને ખદેડી મૂકવામાં આ અંગ્રેજ સૈન્ય અધિકારીઓએ ભજવેલી ભૂંડી ભૂમિકાના આધારે ભારતીય સેનાધ્યક્ષની જરૂર ઊભી થઈ. જેનામાં દેશપ્રેમ હોય. સ્વાભાવિક રીતે જ ત્રણ લેફ. જનરલ નથુસિંહ રાઠોડ, લેફ. જનરલ કરિયપ્પા તથા લેફ. જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા આ દોડમાં આગળ હતા.

જાન્યુઆરી 1949માં તેમનું પદ ખાલી પડવાનું હતું. આથી તત્કાલીન સરકારે તેમના સ્થાને કોઈ ભારતીયની નિમણૂક કરવાનું વિચાર્યું.

🎭🎭🎭ઈન્દિરા ગાંધીએ ઠુકરાવી હતી ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાની ભલામણ🎪🎪🎪

1971ના યુદ્ધમાં ભારતના વિજયને સુનિશ્ચિત કરનાર જનરલ (અને બાદમાં ફિલ્ડ માર્શલ) માણેકશો એ તેમના અનુગામી તરીક✌️ે 'વિક્ટોરીયા ક્રોસ'✌️ વિનર જનરલ પી.એસ ભગતના નામની ભલામણ કરી હતી. તેઓ સૌથી સીનિયર અધિકારી હતા. પરંતુ તેનાથી જૂનિયર અધિકારી જનરલ બેબૂરને સેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે, 1971ના યુદ્ધમાં ભારતના વિજય બાદ માણેકશાને જે લોકપ્રિયતા મળી, તેનાથી ઈન્દિરાને ઈર્ષ્યા થતી હતી. આથી તેઓ બેક-ટુ-બેક બે સશક્ત સૈન્ય અધિકારી ઈચ્છતા ન હતા.

છેલ્લે 1983માં વરિષ્ઠતાની અવગણના
ઇ.સ 1983માં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે તેમણે પણ વરિષ્ઠતાના માપદંડને સાઇડ પર રાખી સૌથી સિનીયર જનરલ એસ.કે સિન્હાની જગ્યાએ જૂનિયર એ.એસ વેદ્યને આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જનરલ સિન્હાએ સરકારના આ નિર્ણયના વિરોધ સ્વરૂપે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

👥👥કોઈ વ્યવસ્થા ક્ષતિરહિત નથી:👤👥
(રિટાયર્ડ) લેફ. જનરલ કાદિયાન
🗣🗣
(રિટાયર્ડ) લેફ. જનરલ રાજ કાદિયાનના કહેવા પ્રમાણે, "સીનિયોરિટી કે કાબેલિયત, કોઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ત્રુટિ વગરની નથી. કારણ કે, જો સીનિયોરિટીની ઉપર ભારત મૂકવામાં આવે તો કાબેલિયતનું મહત્વ ન રહે અને કાબેલિયતના આધારે બનાવવામાં આવે તો લેફ. જનરલની વચ્ચે 🗣'રેટ રેસ' શરૂ થઈ જાય.'' (રિટાયર્ડ) લેફ. જનરલ રાજ કાદિયાને ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે પરંપરાનો ભંગ કર્યો છે, પરંતુ કોઈ નિયમ કે કાયદાનો ભંગ નથી. લોકશાહીમાં વિપક્ષને કોઈ મુદ્દો ઉઠાવવાનો હક્ક છે. પરંતુ તેમણે સૈન્ય બાબતોમાં બિનજરૂરી વિવાદ ટાળવા જોઈએ. આવું પૂર્વ જનરલ બિક્રમસિંહ તથા જનરલ દલબીરસિંહ સુહાગની નિયુક્તિ વખતે પણ થયું હતું.

🗣🗣વાયુદળમાં આવું થાય તો ?

અગાઉ ભારતીય વાયુદળના વડા તરીકે એર ચીફ માર્શલ એફ. એચ મેજરની નિયુક્તિ વખતે પણ વિવાદ થયો હતો. કારણ કે, મેજરને માત્ર હેલિકોપ્ટરનો અનુભવ હતો. જ્યારે વાયુદળનો મુખ્ય આધાર ફાઈટર પ્લેન છે. પરંતુ વરિષ્ઠતાના આધાર પર તેમને વાયુદળના વડા બનાવવામાં આવ્યા હતા. એ સમયે પણ ચર્ચા થઈ હતી. પરંતુ સેનાની સરખામણીમાં વાયુદળ 'ઓછું વિઝિબલ' હોવાથી આ વાત ધ્યાને આવી ન હતી. પરંતુ યુદ્ધના સંજોગોમાં આ પ્રકારની સીનિયોરિટી દેશને ભારે પડી શકે. આવા સંજોગોમાં કાબેલિયત પર ભાર મૂકવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પાકિસ્તાને પણ ચાર વરિષ્ઠ જનરલોમાંથી કાબેલિયત પર પસંદગી ઢોળી હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment