Monday, July 1, 2019

રાષ્ટ્રીય ડોકટર દિવસ --- National Doctor Day

🔬💊🔬💊🔬💊🔬💊🔬💊🔬
🔑🔑રાષ્ટ્રીય ડોકટર દિવસ🗝🗝
🌡🔑🌡🔑🌡🔑🌡🔑🌡🔑🌡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

💊તબીબી વ્યવસાયને વિશ્વના ઉમદા વ્યવસાયોમાંથી એક મહત્વપૂર્ણ વ્યવસાય તરીકે ગણવામાં આવે છે.અસરકારક સ્વાસ્થ્ય સંભાળની જવાબદારી અને બધી જ વ્યાવસાયિક સ્વાસ્થ્ય સુવિધાઓના સામુહિક પ્રયાસો માટે પરિચારિકા અને ટેકનીશ્યન પર આધારિત હોય છે,જેમાં ડોકટર સ્વાસ્થ્ય ટીમના નેતા તરીકે કાર્ય કરે છે.ભારતમાં સારા સ્વાસ્થ્ય માટે માળખાકીય સુવિધાઓ હોવા છતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોકટરોની તીવ્ર અછત જોવા મળે છે.આપણા દેશમાં અસરકારક જરૂરિયાત માટે ડોકટરોની અછત છે.રાષ્ટ્ર માટે ડોકટરોના યોગદાનની પ્રશંસા કરવા માટે ઘણાં બધા દેશોમાં દરવર્ષે રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

💊ભારતમાં ડોકટર દિવસની ઉજવણી :
ભારતે ડોકટરોના ઉત્પાદનમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
💊આવું જ એક વ્યક્તિત્વ ડૉ.બિધનચંદ્ર રોય (બી.સી.રોય) કે જેઓ તબીબી અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતાં,તેમના જન્મ દિવસ અને પુણ્યતિથિ 1 જુલાઈના રોજ આવે છે તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.તેમણે ઘણી બધી સંસ્થાઓ,દવાખાનાની શરૂઆત કરીને,ભારતીય સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.💊💊💊

🔬આ દિવસના હેતુઓ :🌡🌡🌡

આપણા જીવનમાં ડોક્ટરનું મહત્વ અને તેમની ભૂમિકાની કદર કરવા માટે
ડોકટરો દ્વારા વ્યક્તિઓ અને સમાજ માટે પોતાની સેવાઓના સન્માન માટે તેમનો આભાર માનવો.

🔭🔭🔭ઉજવણી 🔭🔭🔭🔭

આ દિવસે સરકારી અને બિન સરકારી સંગઠનોમાં તબીબી સેવાઓ અને સ્વાસ્થ્ય સંભાળ સંબંધિત કાર્યક્રમ કરીને ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે ઘણી બધી પ્રવૃત્તિઓ અને આયોજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.શાળાઓ અને કૉલેજોમાં તબીબી વિષયોની ચર્ચા,પ્રશ્નોતરી સ્પર્ધાઓ,રમત ગમત પ્રવૃત્તિઓ આદિનું
આયોજન થાય છે.દર્દીઓ દ્વારા તેમના ડોકટરોને અભિનંદન આપવા અને અભિનંદન કાર્યક્રમોનું આયોજન કરવા આવે છે.

આ દિવસની ઉજવણી માટે કેટલીય સંગઠન સંસ્થાઓ દ્વારા લોકોને નિ:શુલ્ક આરોગ્ય તપાસણીનું આયોજન કરવામાં આવે છે.

લોકોના જીવન બચાવવાં અને તેમની સંભાળ રાખવાં માટે ડોકટરની પ્રશંસા કરવા અને તેમની ભૂમિકાનું સન્માન કરવા માટે રાષ્ટ્રીય ડોકટર દિવસ શ્રેષ્ઠ સમય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ રાષ્ટ્રીય ડોકટર દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. 
👁‍🗨પ. બંગાળના મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં વર્ષ ૧૯૯૧ થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ ઉજવણી કરવામાં આવે છે. 
👁‍🗨પ. બંગાળના બીજા મુખ્યમમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ ૧ જુલાઇ - ૧૮૮૨ પટણામાં થયો હતો. 
✅કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોયે લંડનમાંથી એમ.આર.સી.પી. (મેમ્બર ઓફ રોયલ કોલેજ ઓફ ફીઝીશીયન) અને એફ.આર.સી.એસ. (ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ) ની ડીગ્રી મેળવી. 👁‍🗨૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફીઝીશ્યંન તરીકે ભારતમાં જ તેમની તબીબી કારકીર્દીની શરૂઆત કરી. 
👁‍🗨ત્યારબાદ તેઓ કલકત્તા મેડિકલ કોલેજ અને કેમ્પ બેલ મેડિકલ સ્કુલમાં જોડાયા. તેઓ ખૂબ જ જાણીતા ફીઝીશિયન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા તથા ડો. રોય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યું હતું.
👁‍🗨 ડોકટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરીને અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી. 
🏆🏆૧ જુલાઇ ૧૯૬૨ માં ડો. રોયને દુઃખદ નિધન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન થી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.

👁‍🗨👁‍🗨🙏🙏🙏ભારતની મહદ અંશની વસતિ ડોકટરોની કુશળતા અને જવાબદારી પર અવલંબિત હોય ત્યારે રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી એ ભારતનું મહત્વ જાગૃતિ અભિયાન છે. વિવિધતાભર્યા ભારતીય સમાજમાં ડોકટરોની ભૂમિકા અગત્યની અને જવાબદારીભરી છે ત્યારે દર્દીઓનું જીવન બચાવતા આ ઉમદા વ્યવસાય સાથે જોડાઇ ગયેલી અમુક બદિઓ દૂર કરવા તથા તેની સામે લાલ બત્તી ધરવા આ દિવસની ઉજવણી અનિવાર્ય છે. જરૂરિયાત વાળા દર્દીઓને બિન જરૂરી શારીરિક પરીક્ષણો કરાવી વધારાનો ખર્ચ અને માનસિક હેરાનગતિ કરાવી તબીબી વ્યવસાય માટે લાંછનરૂપ બનેલા તબીબો સામે કાર્યવાહી કરવાનો પણ આ દિવસ છે. ડોકટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વા ર્થ સેવાનું ઋણ ચૂકવવાનો અને તેમને તેમની સામાજિક જવાબદારીઓનું ભાન કરાવીએ તો જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે. આપણને આપણા જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર ડોક્ટર્સને શુભેચ્છા પત્રો, ફૂલો, સ્મૃતિચિહ્ન વગેરે આપી તેમનો ઋણ સ્વીકાર કરવો જોઇએ...

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏આપણે ત્યાં ડોક્ટરની તુલના ભગવાન સાથે કરવામાં આવે જ છે. કેમ કે, બીમારી વખતે દર્દીની જિંદગી ડોક્ટરના હાથમાં હોય છે. માણસ જ્યારે બીમાર પડે ત્યારે તેની એક માત્ર આશા ડોક્ટર હોય છે. માણસ પોતાની કટોકટીની પળો વખતે પોતાના સ્વજનો કરતા પણ વધુ ભરોસો ડોક્ટર પર મૂકે છે. ડોક્ટર જે સૂચના આપે તેનું અક્ષરસઃ પાલન પણ કરે છે અને તેની આપેલી દવાઓ એક પણ પ્રકારની દલીલ વગર કે સંદેહ વિના ગળી જાય છે. તબીબોનું સ્થાન ઈશ્વર સમાન છે.
દર્દથી પીડાતો, રીબાતો, મુંઝાતો માનવી તબીબ પાસે સારવાર મેળવે અને પછી સ્વસ્થ બને ત્યારે તબીબ ઉપર ઇશ્વરના આશીર્વાદ મળે. દરેક તબીબ માટે પણ તેના દર્દીથી વધીને કોઇ નથી હોતું. તબીબોનું જીવન અતિ વ્યસ્ત અને સંવેદનાઓથી ભરપૂર રહે છે


No comments:

Post a Comment