Monday, July 22, 2019

પાર્શ્વ ગાયક મુકેશ --- Playback singer Mukesh

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/digitalgnanganga
🔰🎧🎼🎬🎼🎬🎼🎬🎼🎬🎼
પાર્શ્વ ગાયક મુકેશ
💠💠💠💠💠💠💠💠💠💠
મુકેશ હિન્દી ફિલ્મ જગત ના જાણીતા પાર્શ્વ ગાયક હતા.  ૧૯૪૦ થી ૧૯૭૦ ના દાયકા દરમ્યાન એમની જળહળતી કારકિર્દી માં સ્વ. મો. રફી અને સ્વ. કિશોર કુમાર તેઓના સમકાલીન હતા. તેઓ વિખ્યાત પાર્શ્વ ગાયક હોવા ઉપરાંત તેઓએ ફિલ્મોમાં અભિનય, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા તરીકે પણ હાથ અજમાવેલો.

મુકેશચંદ્ર માથુર નો જન્મ ૨૨ મી જુલાઈ ૧૯૨૩ માં લુધિયાણા ખાતે  અને દિલ્હી સ્થાઈ થયેલા માધ્યમ વર્ગીય માતા ચાંદ રાની અને પિતા લાલા જોરાવારચંદ માથુર ને ત્યાં દસ  સંતાનો  માં છઠ્ઠા સંતાન રૂપે  થયો હતો.
મુકેશ નો કળા પ્રત્યે નો ઝુકાવ બહુ નાની ઉમરમાં જ પરખાઈ ગયો હતો, તેઓ ઘણા નાના હતા ત્યારે એમની બહેન સુંદરપ્યારી ને સંગીત શીખવવા આવતા સંગીત  શિક્ષક ને ખુબજ ધ્યાન થી સાંભળ્યા કરતા. મોટા થતા તેઓ ગાયક કુંદનલાલ સાયગલ ના ગીતો થી સંપૂર્ણ અભિભૂત થઇ ચુક્યા હતા અને હમેશા એમની નકલ કાર્ય કરતા .


દસમું ધોરણ પાસસ કાર્ય પછી મુકેશને દિલ્હી ના પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ માં નોકરી મળી, તેઓના આ કાર્યકાળ દરમ્યાન પણ તેઓનું ધ્યાન તો કળા પ્રત્યેજ ઝુકેલું રહ્યું અને તેઓ પોતાનો અવાજ રેકોર્ડ કરી વિવિધ પ્રયોગો સાથે પોતાનો અવાજ સુધારવામાજ વ્યસ્ત રહેતા.

પોતાની બહેન ના લગ્ન સમયે ગાતી વખતે એમના દુરના સગા અને તે સમય ના નામાંકિત ફિલ્મ અભિનેતા મોતીલાલ મુકેશ નો અવાજ સાંભળી ખુબજ પ્રભાવિત થયા, અને મુકેશ ને પોતાની સાથે મુંબઈ લઇ આવ્યા, ત્યાં એમને પંડિત જગન્નાથ પ્રસાદ પાસે સંગીત ની તાલીમ લીધી, કારણ ત્યારે એક અભિનેતા માટે એક સારા ગાયક હોવું પણ ઘણુંજ અનિવાર્ય હતું.અને તેઓ ફિલ્મ જગત માં પદાર્પણ કરી સ્થાઈ થવા કટિબદ્ધ હતા.

૧૯૪૧ ની સાલ માં ફિલ્મ 'નિર્દોષ' એક રોલ મળ્યો અને સાથેજ પોતાને માટે ગયું પણ ખરું. અહી નોંધ લેવી ઘટે કે ત્યારે અભિનેતા માટે અલગ ગાયક હોવાનું ચલન નાતુ, અભિનેતા પોતેજ પોતાના ગીતો ગાતા હતા.તેઓના કાંઠે ગવાયેલું પ્રથમ ખ્યાતી પામેલું ગીત સંગીતકાર અનીલ બિસ્વાસ નું ૧૯૪૫ માં બનેલી ફિલ્મ "પેહલી નઝર" નું "દિલ જલતા હૈ તો જળને
https://t.me/digitalgnanganga
એમના સમકાલીન બીજા અનેક ગાયકો ની જેમ મુકેશ પણ સાયગલ સાહેબ ની નકલ કરવામાજ માનતા હતા અને કહેવાય છે કે જ્યારે સાયગલ સાહેબે આ ગીત સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પાયા અને પૂછવા લાગ્યા "આ ગીત મેં ક્યારે ગયું? આવું કોઈ મેં ગયું હોય એવું મને યાદ નથી" ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ ગીત તેમને નહિ અને એક નવો ગાયક મુકેશે ગયું છે. ત્યાર પછી  નૌશાદ સાહેબ ના સંગીત નિર્દેશન વાળી "મેલા"(૧૯૪૮), "અંદાઝ"(૧૯૪૯), "શબનમ"(૧૯૪૯), "યહૂદી"(૧૯૫૮) રજુ થઇ અને એના ગીતો થી મુકેશ ની પોતાની ઓળખ સ્થાપિત થઇ ચુકી હતી.

મુકેશે એમના  શરૂઆત ના વર્ષો માં  ૧૯૪૩ માં  'આદાબ અર્ઝ', ૧૯૫૩ માં 'આહ', ૧૯૫૩ માંજ 'માશુકા', અને ૧૯૫૬ માં  'અનુરાગ' જેવી ઘણી ફિલ્મો માં અભિનય પણ કર્યો હતો. 

તેઓની કારકિર્દી ના શરૂઆત ના વર્ષ ઘણા સંઘર્ષ વાળા રહ્યા, અને એ સંઘર્ષ કાલ દરમ્યાન એમનો સાથ આપ્યો મેના ધર્મપત્ની સરલાએ જેઓ એક અમીર ગુજરાતી બ્રાહ્મણ પરિવારના દીકરી હતા અને એમની સાથે મુકેશ ને ૧૯૪૦ ની સાલ માં પ્રેમ થઇ ગયેલો જે બરાબર છ  વર્ષ બાદ ૧૯૪૬ માં લગ્ન માં પરિણમ્યો હતો જેમની સાથે તેઓ ને બે દીકરા અને ત્રણ દીકરીઓ થયા જેમાં નીતિન મુકેશ પણ હિન્દી ફિલ્મ જગત ના જાણીતા ગાયક છે. મુકેશ ના પુત્ર નીલ નીતિન મુકેશ આજે હિન્દી ફિલ જગતમાં એક અભિનેતા તરીકે પોતાનું નામ બનાવી ચુક્યા છે.

મુકેશ ને ચાર ફિલ્મફેર એવાર્ડ મળ્યા છે પ્રથમ- અનાડી (૧૯૫૯), બીજો- પેહચાન (૧૯૭૦), ત્રીજો- બેઈમાન (૧૯૭૨), ચોથો- કભી કભી (૧૯૭૪), એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - રજનીગંધા (૧૯૭૪) મળ્યો હતો. તેઓ બીજી ઘણી ફિલ્મોના ગીતો માટે રાષ્ટ્રીય પુરસ્કારો માટે મનોનીત થયા હતા.

તેઓ હિન્દી ફિલ્મ જગત ના શો મેન રાજ કપૂર નો અવાજ બની ને રહ્યા કારણ વર્ષ ૧૯૫૧  પછી રાજ કપૂરે પોતાને માટે ભાગ્યેજ કોઈ અન્ય ગાયક ના  અવાજનો ઉપયોગ કર્યો હશે. મુકેશે રાજકપૂર માટે લગભગ ૧૧૯ ગીતો ગયા હતા. 

જુન ૧૯૭૬ માં ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ નું ગીત "ચંચલ શીતલ નિર્મલ કોમલ ...." નું રેકોર્ડીંગ પતાવી તુરંત લતા મંગેશકર સાથે સંગીત ના કાર્યક્રમો માટે અમેરિકા રવાના થયા હતા. અમેરિકા માં ૨૨ જુલાઈ ૧૯૭૬ ને રોજ તેઓએ પોતાની ૩૦ મી મેરેજ એનીવર્સરી ઉજવી હતી  ફિલાડેલ્ફિયા માં ૮ સફળ કાર્યક્રોમો કાર્ય પછી તેઓ ડેટ્રોઈટ ખાતે કાર્યક્રમ કરવા આવ્યા અને એ એમનો છેલ્લો કાર્યક્રમ સાબિત થયો ૨૭ ઓગસ્ટ ૧૯૭૬ ને દિવસે ૫૩ વર્ષ ની ઉમરે હૃદય રોગના તીવ્ર હુમલા માં તેઓ મૃત્યુ પામ્યા, અને આ સમાચાર સાંભળી રાજ કપૂર ના મોઢામાંથી સહેજે નીકળી ગયું "આજે મેં મારો અવાજ હંમેશને માટે ખોઈ દીધો".

ગાયકશ્રી મુકેશચંદ માથુર નો જન્મ -૨૨ જુલાઈ ૧૯૨૩ ના રોજ એક સાધારણ મધ્યમવર્ગી પંજાબી પરિવારમાં થયો હતો.પિતા નામે જોરાવરચંદ માથુર, એન્જિનીયર હતા. મુકેશજીની

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
બહેનના લગ્નપ્રસંગે,તેમના દૂરના સગા અને જાણીતા અભિનેતા મોતિલાલે, ગાતાં સાંભળ્યા અને મુંબઈ આવવા આગ્રહ કર્યો.જોકે, મુકેશજીને તો એક્ટર બનવું હતું,ગાયક નહી..!! ભગવાને પર્સનાલિટી પણ એક્ટર જેવી જ પ્રદાન કરી હતી.છેવટે જેમતેમ કરીને,આજીજીથી સર્વપ્રથમ,તેઓએ ૧૯૪૧ માં,નિર્દોષ ફિલ્મમાં રૉલ મેળવ્યો.

હિન્દી ફિલ્મમાં તેઓનું પ્રથમ ગીત'દિલ જલતા હૈ તો જલને દે" હતું,જે મોતિલાલ પર ફિલ્માવાયું હતું,ગીત ખૂબ ચાલી ગયું અને સાથે મુકેશજી પણ..!! જોકે તેઓ કે.એલ.સાયગલના ભક્ત હોવાથી તથા તેઓને આદર્શ માનતા હોવાથી,મુકેશજીએ આ ગીત હૂબહૂ સાયગલસાહેબના જેવાજ અંદાજમાં ગાયું હતું. સાયગલસાહેબે આ ગીત જ્યારે સાંભળ્યું, ત્યારે તેમના શબ્દો હતા," આ ગીત મેં ક્યારે ગાયું ? યાદ આવતું નથી."મુકેશજીનું છેલ્લું ગીત," ચંચલ શીતલ નિર્મલ કોમલ." હતું

જોકે, મુકેશજીએ પોતાના અસલ અવાજમાં,ખાસ કરીને રાજકપૂરજી માટે અઢળક ગીતો ગાયાં. તેથીજ,જ્યારે ૨૭ ઑગસ્ટ ૧૯૭૬ ના રોજ અમેરિકાના મિસીગન-ડેટ્રોઈટમાં એક કૉન્સર્ટમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે હ્યદયરોગના કાતિલ હુમલાએ,તેઓનો ભોગ લીધો ત્યારે, રાજકપૂરજીની શબ્દ શ્રદ્ધાંજલિ હતી, " આજે મેં મારો કંઠ ગુમાવી દીધો..!!"

મુકેશજીને, રજનીગંધા ફિલ્મના ગીત,"કઈ બાર યું ભી દેખા હૈ." માટે, સર્વશ્રેષ્ઠ ગાયક તરીકેનો, નેશનલ ફિલ્મફેઅર ઍવોર્ડ ૧૯૭૪માં મળ્યો હતો.આ ઉપરાંત,
૧૯૫૯-ફિલ્મ અનાડી,"સબકૂછ શીખા હમને,"
૧૯૭૦ - ફિલ્મ પહેચાન,"સબ સે બડા નાદાઁન"
૧૯૭૨ - ફિલ્મ બેઈમાન," જય બોલો બેઈમાન કી"
૧૯૭૬ - ફિલ્મ કભી કભી,'કભી કભીમેરે દિલમેં " અને કેટલાક બંગાળી ગીતો માટે પણ ઍવોર્ડ મળેલા છે.

ફિલ્મ-દિલ હી તો હૈ ની આ ગઝલ," तुम्हारी मस्त नज़र ",પણ માણવા લાયક છે.
=============
ફિલ્મ -" દિલ હી તો હૈ."

" तुम्हारी मस्त नज़र "

ગીત - સાહિર લુધિયાનવી

સંગીત - રોશન.

ગાયક,ગાયિકા - મુકેશ,લતા.

જાતિ - સંપૂર્ણ.

આરોહ - અવરોહ - શુદ્ધ સ્વર,ષડજ-પંચમ-રિષભ-ગાંધાર-ધૈવત.

આ ઉપરાંત તીવ્ર મધ્યમ અને શુદ્ધ-કોમળ બંને નિષાદનો પ્રયોગ થયો છે.


तुम्हारी मस्त नज़र गर इधर नहीं होती।
नशे में चूर फ़िज़ा इस क़दर नहीं होती॥

तुम्हीं को देख़ने की दिलमें आरज़ूएँ हैं।
तुम्हारे आगे ही ऊँची नज़र नहीं होती॥

ख़फ़ा न होना अगर बढ़के थाम लूं दामन।
ये दिलफ़रेब ख़ता जानकर नहीं होती॥

तुम्हारे आने तलक हमको होश रहता है।
फिर इसके बाद हमें कुछ ख़बर नहीं होती॥

શબ્દાર્થ -

૧. फ़िज़ा - કુદરત.

૨.आरज़ूएँ - ઈચ્છાઓ

૩.ख़फ़ा - નારાજ.

૪.दामन -આઁચલ.

૫.दिलफ़रेब - દિલ સાથે દગોફટકો.

૬.ख़ता - ભૂલ.

૭.तलक -સુધી.


ગઝલ રસાસ્વાદ

तुम्हारी मस्त नज़र गर इधर नहीं होती।
नशे में चूर फ़िज़ा इस क़दर नहीं होती॥ (મુકેશજી)

પ્રિયે, તેં મારા પ્રેમનો સ્વીકાર કરીને એક નજર મારા તરફ કરી,ત્યારબાદ હું તારા ઈશ્કમાં એટલો તરબોળ થઈ ગયો છુંકે,મને તારી આ પ્રેમભરી નજરમાંથી ટપકતા નશાને કારણે, મારી આસપાસની આખીએ સૃષ્ટી(કુદરત), ઈશ્કના નશામાં જાણે નહાઈ રહી હોય તેમ અનુભવાય છે..!!

तुम्हीं को देख़ने की दिलमें आरज़ूएँ हैं।
तुम्हारे आगे ही ऊँची नज़र नहीं होती॥ (લતાજી)

હે મારા પ્રિયતમ, ઈશ્કની અનુભૂતિનો પ્રભાવ,મારા હ્યદયમાં એટલો ઊંડો થયો છેકે,તારી ગેરહાજરીમાં, તને મળવા માટે, દિલમાં અસીમ ઈચ્છાઓ જાગે છે, પરંતું હું જ્યારે તારી સમક્ષ થાઉં છું,ત્યારે તને નજર ઉંચી કરીને નિહાળવાને બદલે, હું નયનના ખૂણેથી નિહાળી લઉં છું,કદાચ તેથીજ મારી નજર તને નશીલી લાગતી હશે?

ख़फ़ा न होना अगर बढ़के थाम लूं दामन।
ये दिलफ़रेब ख़ता जानकर नहीं होती॥ (મુકેશજી)

મારી પ્રિયા,ઈશ્કમાં આટલી બધી શરમ ઠીક નહીં.તારી મસ્ત નજરના નશાના જામને પામવા, મારા તરફ તારું ધ્યાન દોરવા માટે જો હું,તારા પાલવનો સહારો લઉં તો પછી,તું નારાજ ન થતી, મારા હ્યદયે ના કહેવા છતાં દિલને દગો કરીને,મારા પ્રેમમાં તરબોળ મન દ્વારા,આવું વર્તન કરવાની ભૂલ અજાણતાંજ થઈ છે તેમ સમજી મને ક્ષમા અર્પજે..!!

तुम्हारे आने तलक हमको होश रहता है।
फिर इसके बाद हमें कुछ ख़बर नहीं होती॥ (લતાજી)

હે પ્રિયતમ, તારા દર્શન કાજે,દિલ તડપે છે તેથી તારા આગમન સુધી, તને નિહાળવા માટે,મારા હ્યદયની બેચેની,મને હોશમાં રાખે છે,પરંતુ તારા આગમન બાદ, તારા દિદાર કરીને રહ્યાસહ્યા હોશ પણ ગાયબ થઈ જાય છે.આપણા મિલનનો સમય ક્યારે પુરો થઈ જાય છે,તેની પણ સુધબુધ મને નથી રહેતી..!! મારું હ્યદય જાણે,ફરી-ફરીને, મારા પ્રાણથીએ પ્યારા પ્રિયતમના, મિલન કાજે તડપે
https://t.me/digitalgnanganga

No comments:

Post a Comment