Saturday, August 24, 2019

24 Aug

♠️♦️♠️♦️♠️♦️♠️♦️♠️♦️♠️
🎯ઈતિહાસમાં ૨૪ ઓગસ્ટનો દિવસ
♥️♣️♥️♣️♥️♣️♥️♣️♥️♣️♥️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🍃🍂🍃કવિ નર્મદ🍃🍂🍃 

અર્વાચીન ગુજરાતી સાહિત્યને નવો યુગ આપનારા નર્મદાશંકર લાભશંકર દવે- કવિ નર્મદનો જન્મ વર્ષ ૧૮૩૩માં આજના દિવસે સુરતમાં થયો હતો. 'જય જય ગરવી ગુજરાત' ગીત પણ તેમની જ રચના છે. 

💠♻️ભાગલાનો જઘન્ય હત્યાકાંડ🎯♻️

ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબ સરહદ પર મોટાપાયે ફાટી નીકળેલા રમખાણોમાં ૧૯૪૭માં ૨૪મી ઓગસ્ટે ૧૦,૦૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. અલબત્ત આ હત્યાકાંડનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી. 

⚾️⚾️ઇંગ્લેન્ડમાં ભારતનો પહેલો ટેસ્ટ વિજય 🏏🏏

વર્ષ ૧૯૭૧માં અજિત વાડેકરની કપ્તાનીમાં ભારતીય ટીમે ૨૪મી ઓગસ્ટે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલો સિરિઝ વિજય નોંધાવ્યો હતો. ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ ચાર વિકેટે જીતી સિરિઝ ૧-૦થી જીતી હતી.

🔘🔘🔘1857ની મંદી🔘🔘🔘

વર્ષ 1857ની 24 ઓગસ્ટે અમેરિકાના ઓહિયો રાજ્યની વીમા કંપનીએ તેની ન્યૂ યોર્ક બ્રાન્ચ નાણાંની ચૂકવણી નહીં કરી શકે તેવી જાહેરાત કરતાં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મંદીનો ઓછાયો છવાઈ ગયો હતો. આ મંદીની અસર મોટાભાગે પશ્ચિમી દેશોને જ પહોંચી હતી.


🌒🌓🌒પ્લુટોનું ગ્રહનું સ્ટેટસ ગયું🌑🌘

સૌરમંડળના 12 ગ્રહોમાંથી પ્લુટોનું સંપૂર્ણ ગ્રહ તરીકેનું સ્ટેટસ વર્ષ 2006ની 24 ઓગસ્ટે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને કદમાં અત્યંત નાનો હોવાના કારણે પ્લુટોને ડ્વાર્ફ પ્લેનેટ (નાનકડો ગ્રહ) એવું સ્ટેટસ આપ્યું હતું.

🎯1689 : કલકત્તા શહેરની સ્થાપના થઈ.

🎯1891 : જાણીતા અમેરિકન વૈજ્ઞાનિક થોમસ અલ્વા એડિસને મોશન કેમેરાની પેટન્ટ કરાવી.

♻️1925 : પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન આર. જી. ભંડારકરનું અવસાન થયુ.

🎯1932 : મહિલા પાઇલટ એમેલીયા આરહર્ટે પ્રથમ વખત આંતરમહાદ્રિપીય ઉડ્ડયન ભર્યું.

🎯1949 : નાટો ( NATO - North Atlantic Treaty Organisation) ની સ્થાપના થઈ.

🎯1974 : ફકરુદિન અલી મહંમદ ભારતના પાંચમા રાષ્ટ્રપતિ બન્યાં.
🎯૧૪૫૬ – 'ગુટેનબર્ગ બાઇબલ' (પ્રથમ છપાયેલું પૂસ્તક)નું મુદ્રણકાર્ય પૂર્ણ થયું.

🎯૧૬૦૮ – પ્રથમ અધિકૃત અંગ્રેજ પ્રતિનિધિ ભારતનાં સુરતનાં કિનારે ઉતર્યો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
👁‍🗨👁‍🗨👁‍🗨બળવંત જાની👁‍🗨👁‍🗨👁‍🗨
💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી બળવંત જાની નો જન્મ તા. ૨૪/૮/૧૯૫૧ના રોજ રાજકોટ જીલ્લાના કમળાપુર ગામમાં થયો હતો. પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ નિર્મળાબેન હતું. શાળાકીય શિક્ષણ વિવિધ જગ્યાએ લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ, પી.એચ.ડી. થયા. તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દીની શરૂઆત તેમણે 👉રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી કરી હતી. ત્યારબાદ આ જ કોલેજમાં અધ્યાપક,રીડર અને અધ્યક્ષ તરીકે પચીસ વર્ષ સેવાઓ આપી હતી. અધ્યાપક એ બળવંતભાઈ માટે માત્ર વ્યવસાય નહી પણ સંસ્કાર ચિંતન અને રસરૂચીનું ક્ષેત્ર છે. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી તેમણે એકસરખી દક્ષતાથી નિભાવી છે. આ દરમ્યાન શ્રી બળવંતભાઈની અક્ષરની આરાધના ચાલુ જ્ રહી છે. તેમના લોકસાહિત્ય સંશોધનના સંખ્યાબંધ પ્રકાશનો પ્રગટ થયેલા છે. તેમણે મધ્યકાલીન સાહિત્યક્ષેત્રે સંશોધન વિવેચન અધ્યયન કરીને ‘ ભાલણના કાવ્યો’, ‘ મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા’ ભાલણકૃત ‘ રામવિવાહ આખ્યાયન’, ‘ મધ્યકાલીન ગુજરાતી ઊર્મિકાવ્યો’ અને ભાલણની કાવ્યકૃતિઓ ભાગ-૧ થી ૩ ‘જેવા પુસ્તકો આપ્યા છે.તેઓએ આજસુધી જુદી જુદી વહીવટી કામગીરી સંભાળતા સંભાળતા સત્ આંતરાષ્ટ્રીય પરિસંવાદોમાં, વીસેક રાષ્ટ્રીય પરિસંવાદો અને રાજ્યસ્તરીય પરિસંવાદોમાં સક્રિય રહી નિબંધવાચક કરેલ છે. શ્રી બળવંતભાઈએ ગુજરાતી દૈનિકોની સાપ્તાહિક પૂર્તિઓમાં નિયમિત કટારલેખન કર્યું છે. લંડન અને અમેરિકામાં પણ ગુજરાતી સાપ્તાહિકોમાં નિયમિત રીતે પોતાના વિષયના લેખો લખતા રહ્યા છે. ગુજરાત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘લોકગુર્જરી’ના તેઓ સંપાદક છે. 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment