Saturday, August 24, 2019

નર્મદાશંકર દવે -- Narmadashankar Dave

📕📗📕📗📕📕📘📘📘📚📘📚
📕📕📕નર્મદાશંકર દવે📗📗📗📗
📚📒📚📗📘📚📗📚📕📚📗
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
૨૪ ઓગ. ના રોજ જન્‍મેલા ગુજરાતના સપૂત, સાહિત્‍યકાર તથા સુધારક શ્રી નર્મદાશંકર લાલશંકર દવેની અનેક કવિતાઓ જય જય ગરવી ગુજરાત સહિત આજની તારીખમાં પણ સુપ્રસિધ્‍ધ છે.
કલમને ખોળે માથુ મુકી આજીવિકાની પરવા કર્યા વિના સુધારાલક્ષી માનસ ધરાવતા કવિએ ગુજરાતી ભાષાના વિકાસમાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યુ છે. સાથોસાથ તેમનું સુધારાવાદી માનસ અંધશ્રધ્‍ધા ઉપર પ્રહાર સમાન હતું. ૨૬ ફેબ્રુ. ૧૮૮૬ના રોજ તેમનું અવસાન થયું.

🔰🔰સુરતના સાપુતા અને ગુજરાતી અસ્મિતાના અખંડ પહેરીગાર એવા વીર નર્મદ નો જન્મ ૨૪ ઓગષ્ટ ૧૮૩૩ માં સુરતમાં થયો હતો. સાહિત્યકારોના મતે નર્મદાનું વ્યક્તિત્વ એટલું બધુતો વિશાળ હતું કે તેમને એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમાં નથી.

પોતાની માતૃભુમી ગુજરાતને પોતાના સોલંકી યુગના સોનેરી વૈભાવને પુનઃ સ્થાપિત કરવાનું સ્વપ્ન આપનાર માં ભોમના આ પનોતા પુત્ર વીર નર્મદાની ૧૮૪ મી જનમ જયતિ ગઈ. એના જન્મને આજે ૧૮૪ વર્ષના વાયરા વાઈ ગયા. અને એના વિનાની ધરતીએ પણ ૧૩૨ દિવાળીઓને વધાવી લીધી. પણ આટલા વર્ષના વાણા વાઈ ગયા હોવા છતાં હજી સુધી આ ધરતી ઉપર એના માપની નજીક પણ પહોચી શકે તેવો કવિ પાક્યો નથી. કવિ તો દુર પણ માં ગુજરાતીનો આવો આરાધક પણ આ ધરતી ઉપર જનમ્યો નથી. અને એટલેજાતો નર્મદ બધા ગુર્જ્જર સંતાનોને આટલો પોતીકો લાગે છે. એવું કહીએતો પણ નવાઈ નહિ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કવિ નર્મદથી જ થયો હતો.

મધ્યકાળના ધર્મપારાયણતામાંથી સાહિત્યને સંસારાભીમુખ કરવાનો પ્રયાસ હોયકે સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયોમાં આમૂલ પરિવર્તન કરવાનો પુરુષાર્થ હોય બન્નેમાં વીર નર્મદનું પ્રદાન ધન્યવાદને પાત્ર છે. વિવિધ પધ સ્વરૂપો અને ગધ સ્વરૂપોમાં નર્મદે કરેલ પહેલાના કારણેજ તો આજે ગુજરાતી સાહિત્ય પાસે પોતાનો કહી શકાય તેવો વિપુલ ભંડાર છે. અને એટલેજ તો નર્મદ ને અર્વાચીન સાહિત્યકારોના આધપીતામહ અને નવયુગના પ્રહરી તરીકે ઓળખવામાં આવે છે. નર્મદનું પ્રદાન માત્ર સાહિત્ય અને આદર્શ રચનાઓ પુરતુજા સીમિત નથી. પરંતુ તેમણે જે આદર્શો એક સાહિત્યકાર તરીકે પોતાના સાહિત્યમાં વર્ણવ્યા એજ આદર્શોને એક ઉમદા સમાજ સુધારક તરીકે જીવી પણ બતાવ્યા.

તેમણે દાંડીયો નામનું સાપ્તાહિક શરુ કરી સમાજ સુધારણા કાર્યક્રમની આક્રમક શરૂઆત કરી. પરંતુ અંતે તેમનો સુધારણા અંગેનો ભ્રમ ભાગતા અંતે તેમણે ઉત્તર વયે વિચાર પરિવર્તન કરી આર્યધર્મ અને સાંસ્કુતિના પુનરૂત્થાનને સ્વધર્મ ગણાવ્યો. અને પોતાની પ્રતિજ્ઞા ત્યજી ધર્માદા ખાતામાં મંત્રી પદે નોકરી સ્વીકારી.. પરંતુ મનનું સમાધાન ન મળતા ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬ નાં રોજ આઠ મહિનાની લાંબી માંદગી પોતાનો દેહ ત્યજી દીધો. આ સાથેજ ગુજરાતી ભાષાએ પોતાનો એક પનોતો પુત્ર અને કુળ દીપક ગુમાવી દીધો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જન્મ 24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન
25 ફેબ્રુઆરી – 1886, સુરત
કુટુમ્બ

માતા – નવદુર્ગા ; પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ – ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

🎯અભ્યાસ સુરત અને મુંબાઇ

👉1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય

1858 સુધી શિક્ષણ
👉1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.
જીવનઝરમર

👉1838 – પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
♦️1843-44– સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
🔰1845 – મુંબાઇમાં અભ્યાસ
🔰1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘ ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
🔰1856 – અભ્યાસ અધૂરો મૂકીને શિક્ષણ વ્યવસાય
🔰પ્રથમ કાવ્ય -આત્મબોધ
તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
🔰1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
🔰1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
🔰1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
🔰1860 -66 ઉચ્છેદક સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
🔰1864– ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
🔰1865- 75 માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
🔰1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
🔰1876– મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો નિષ્ફળ પ્રયાસ
🔰1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત સંધિવા થી મૃત્યુ
🔰સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી લ ઇ દયારામ સુધીના ગુજરાતી 🔰સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
🔰ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
🔰નવી શૈલીના કવિ
સમાજ સુધારક
‘ જય જય ગરવી ગુજરાત’ ના સર્જક કવિ

📝📝📝📝કૃતિઓ📝

નિબંધ – નર્મગદ્ય
કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
કોશ – નર્મકથાકોશ
વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
આત્મકથા – મારી હકીકત
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏





👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨👁‍🗨👁‍🗨🔰🔰👁‍🗨🔰
💠♻️💠મારી હકીકત💠♻️💠
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠પુસ્તકનું નામ :-મારી હકીકત(૧૮૬૬)
💠લેખકનુંનામ :- કવિ નર્મદ 
💠સાહિત્ય પ્રકાર :- આત્મકથા

💠 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા- 


✍✍‘ મારી હકીકત ‘
કવિ નર્મદની આત્મકથા ‘

🎯👁‍🗨👉 મારી હકીકત ‘ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે. નર્મદે આ આત્મકથા ઈ.સ. ૧૮૬૬માં લખી હતી. નર્મદે ૧૮૩૩ થી ૧૮૬૬ સુધીનું પોતાના ૩૩ વર્ષના જીવનની કથા વ્યથા કહેતી જીવની લખી નાખી હતી. આત્મકથા શબ્દ પહેલા પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને ‘ સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ ગણવામાં આવતો હતો. પરતું નર્મદ પોતાની આ કૃતિને આત્મકથા કરતાં ‘ ખરડો’ કહેવાનું પસંદ કરે છે. ‘મારી હકીકત’ મૂળ તો બે કોલમમાં વહેચાયેલ છે. આત્મકથામાં દસ વિરામ એટલે કે દસ પ્રકરણો છે. વિરામ ૧માં લેખક પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિ વિશે લખ્યું છે. તેમનો જન્મ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસમને શનિવારે એટલે કે સને ૧૮૩૩ના ઓગસ્ટ મહિનાની ૨૪મી તારીખે સવારે સુરતમાં થયો હતો. ત્યારપછી તેમણે ગોત્ર અને જ્ઞાતિ વિશે વિસ્તૃત માહિતી આપી છે. બીજા વિરામમાં વડીલો અને માબાપ, ત્રીજા વિરામમાં તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ, ચોથા વિરામમાં અંગ્રજી સ્કુલ અને કોલેજ, પાંચમા વિરામમાં રાંદેરમાં શિક્ષક, છટ્ઠા વિરામમાં કવિપદની તૈયારી, સાતમાં વિરામમાં કલમને ખોળે, આઠમાં વિરામમાં જ્દુનાથજી સાથે પ્રસંગ, નવમા વિરામમાં કીર્તિનો મધ્યાહ્ન અને દસમાં વિરામમાં સરસ્વતીમંદિરમાં ખુબ જ વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી છે. દસ વિરામ પછી ડાયરી, નર્મપત્રધારામાંથી, પોતાની કવિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આત્મકથાને અંતે ધર્મ ધ્યાન વિષે આત્મકથનમાં ધર્મતંત્ર,ધ્યાન વિશે વાત કરી છે. વિરામ ૧માંપોતાના જન્મ વિશે લખ્યું છે કે પ્રસવવેળાએ મારી માને ઘણું દુ:ખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબુ હતું. તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. છ મહિનામાં હું ઘૂટણીયો તાણતો હતો. તો વિરામ ચારમાં પોતાના વાંચનરસ વિશે લખતા કહે છે કે કોલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું હોવાથી ( કેમ કે કોલેજમાં કંઈ રોજ લેસન આપવાં પડતાં નહિ. ફક્ત પ્રોફેસરો લેક્ચર આપતા તે સાંભળ્યા કરવાનું હતું ) હું મારો તે સમય અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો હતો. છટ્ઠા વિરામમાં કવિતા કેવી રીતે લખવાની શરૂઆત કરી તેની છણાવટ કરી છે.
આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાંવ્હાલાઓને નહિ ગમે એ નર્મદને ખબર હતી. માટે તેમણે પોતાના મૃત્યું પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે નર્મદે બહુ સ્પષ્ટ હતા.માટે તેમણે લખ્યું છે, ‘ આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું.પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂ સારું સારું હો કે નરસું હો લોકને પસંદ પડો કે ન પડો’. ‘ હું ભાંગ પીતો, પાક ખાતો અને બૈરાઓમાં મહાલતો’ લેખકની તટસ્થા અને નિર્ભીકતા આ શબ્દોમાં જોઈ શકાય. આત્મકથા શા માટે લખી છે તેનો ખુલાશો નર્મદે પ્રથમ વિરામમાં જ કરી દીધો છે. અહી નર્મદના નિર્ભીક સત્ય કથનના દર્શન થાય છે. મારી હકીકત નર્મદની નિખાલસ જીવનકથા છે. તો બીજી તરફ તેના સમયની પ્રજાનાં આચારવિચાર અને વ્યવહારને રજૂ કરતી પૂરેપૂરી દસ્તાવેજી કથા છે. 


💠🇮🇳💠🇮🇳💠🇮🇳🇮🇳💠🇮🇳🇮🇳💠
મિત્રો આજે કવિ નર્મદના જન્મજયંતી એ એમની કવિતા ને થોડી સમજીએ...
સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ઉપયોગી થશે અને જાહેર જીવનમાં પણ 
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

અવસાનસંદેશ – નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…
મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…
– નર્મદ

🎯👆👆દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰
વર્ષા – નર્મદાશંકર
અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?
આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !
દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?
શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.
-નર્મદાશંકર

👆👆વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.

👌👌પ્રોષિતભર્તૃકા
(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰
જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
-કવિ નર્મદ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

યાહોમ કરીને પડો – કવિ નર્મદ
🔰🔰🔰🔰🔰🔰🔰🔰

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,

જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

🎯🔰સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
♻️🔰સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
🎯🔰સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
♻️🎯સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
🎯🔰સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..
-કવિ નર્મદ

🎯🔰કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. 
〰〰〰〰〰〰〰〰〰
આ તે શા તુજ હાલ, સુરત…. – કવિ નર્મદ

આ તે શા તુજ હાલ, ‘સુરત સોનાની મૂરત’,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;

દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.
સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.

એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.

સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.

સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.

બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.

દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.

તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

કવિ નર્મદાશંકર લાલશંકર

🔘12 નવેમ્બર 1865ના રોજ નર્મદે લખેલ આ લબ્ધપ્રતિષ્ઠ કાવ્યનો એક અંશ લગભગ દોઢસો વર્ષ પછી પણ આજે એટલો જ પ્રસ્તુત લાગે છે. કાવ્ય પરથી એટલું તરત જ સમજી શકાય છે કે સુરત સતત કુદરતી આપત્તિઓના હાથે પીંખાતું જ આવ્યું છે. આવા નષ્ટ-ધ્વસ્ત થઈ ગયેલા સુરતના એક સુરક્ષિત ખૂણામાં બેસીને હું આ લખી રહ્યો છું ત્યારે થતાં આંગળીઓના કંપન ઈચ્છું છું કે આપને ન હચમચાવે. મહારાષ્ટ્રમાંથી પૂર્વસૂચના વગર અધધધ પાણી છોડાતા ઉકાઈ ડેમ છલકાઈ ગયો… સુરત માટે જો કે પૂર એ નવી વાત નથી. શાસકોની વ્યવહારદક્ષતાના પ્રતાપે દર વર્ષે ઉકાઈ બંધ છેક છલકાવાની અણીએ ન આવે ત્યાં સુધી પાણી છોડાતું નથી અને એ સમજ બહારની ફિલસૂફીના કારણે લગભગ દર વર્ષે સુરતમાં નાનું-મોટું પૂર આવે જ છે. બંધની સપાટી ભયજનક સ્તરની નજદીક પહોંચતી હોય ત્યાં સુધી શાહમૃગની પેઠે માથું નાસમજણની રેતમાં ખોસીને બેસી રહેતી સરકારને શું કહેવું? અને માણસ હોય તો એક ઠોકરમાંથી શીખી લે એવી આશા પણ રાખીએ…. આ તો સરકાર છે!!!

🎯ઉકાઈ બંધ છેક છલકાવાની પરિસ્થિતિએ આવી ઊભો ત્યારે પૂનમની નજીક આવી ઊભેલો સાગર કેટલું પાણી સમાવી શકશે એનો કશો ય પૂર્વવિચાર કર્યા વિના આજદિન સુધી ન છોડાયેલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું… ચોવીસ કલાકથીયે ઓછા સમયમાં આખું સુરત જળબંબાકાર થઈ ગયું. છેલ્લા બસો વર્ષની સૌથી મોટી રેલમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે. પણ આજે જ્યારે રાંદેર મિત્રોના ઘરે મદદ પહોંચાડવા હું નીકળ્યો ત્યારે રસ્તામાં લક્ઝરી બસો, ગાડીઓ, રીક્ષાઓના આડા પડેલા વિરૂપ આકારો જોઈ ધ્રુજી જવાયું. મરેલા જાનવર રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યાં છે. લાઈટના તૂટેલા થાંભલા, ડૂબેલા ટ્રાંસફોર્મરો અને કાદવના એક-એક ફૂટ જેટલા થર- આ શહેરને તો પડી-પડીને ઊભા થવાની ટેવ છે પણ આ આખરે કોનું પાપ કોના માથે?

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
💪💪💪💪💪💪💪💪💪💪💪

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.

મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.

મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.
મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

– નર્મદ

No comments:

Post a Comment