Saturday, August 31, 2019

31 Aug

⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
🔰ઈતિહાસમાં ૩૧ ઓગસ્ટનો દિવસ
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰સોબર્સની એક ઓવરમાં છ સિક્સર 

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન ગેરી સોબર્સે વર્ષ ૧૯૬૮માં આજના દિવસે એક જ ઓવરના તમામ બોલ પર સિક્સ મારવાનો વિક્રમ સ્થાપ્યો હતો. રવિ શાસ્ત્રીએ ૧૯૮૪માં પહેલી વાર આ વિક્રમની બરાબરી કરી હતી.

♦️⭕️♦️બિયંત સિંહની હત્યા♦️⭕️♦️

વર્ષ 1995ની 31 ઓગસ્ટે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિયંત સિંહની બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠને સુસાઇડ બોમ્બરના વિસ્ફોટમાં હત્યા કરી હતી. બલવંત સિંહ નામનો શખ્સ સુસાઇડ બોમ્બર બન્યો હતો.

🔰1870 : પ્રખ્યાત શિક્ષણવિદ્દ ડો. મારિયા મોન્ટેસરીનો ઇટાલીમાં જન્મ થયો.

🔰1914 : પત્રકાર અનિલકુમાર ચક્રવર્તીનો જન્મ થયો.

🔰1919 : પંજાબી કવી, જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અમૃતા પ્રીતમનો જન્મ થયો.

🔰1928 : નહેરુ રિપોર્ટ જાહેર કરવામાં અવ્યો. જે જવાહરલાલ નહેરુનાં પીતા મોતીલાલ નહેરુએ તૈયાર કાર્યો હતો.

🔰1967 : સત્યજિત રે એ રોમન મેગસેસ અવોર્ડ મેળવ્યો.

🔰1969 : ભારતીય ક્રિકેટર જવગલ શ્રીનાથનો મૈસુરમાં જન્મ થયો.

🔰૧૯૫૭ - રમેશભાઈ ઓઝા, ભારતીય ધાર્મિક કથાકારનો જન્મ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🔰🔰🔰અમૃતા પ્રીતમ🔰🔰🔰
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

🎯👉 પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમ નો જન્મ તા. ૩૧/૮/૧૯૧૯ના રોજ ગુજરાવાલા ( હાલમાં પાકિસ્તાન)માં થયો હતો. પિતાનું નામ કરતારસિંહ હતું. દસ વર્ષની વયે તેમના માતા મૃતું પામ્યા એટલે લખવા લાગ્યા. સોળ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. પરણવાની અનિચ્છા હોવા છતાયે પિતાજીની મરજી ખાતર લગ્ન કર્યું. લગ્નબાદ એક પુત્ર અને પુત્રીના માતા બન્યા. પરંતુ પતિના સ્વભાવ સાથે મનમેળ ન થતાં બંને જાતે જ છુટા થવાનું મુનાસીબ માન્યું. આઝાદી વખતે તેઓ લાહોર રહેતા હતા કે જ્યાં તેમનું બચપણ અને શિક્ષણ પૂરું કર્યું. ઈ.સ. ૧૯૪૭માં ભારત- પાકિસ્તાન ભાગલા પડતાં તેઓ બેચેન બન્યા અને પ્રથમ દેહરાદૂન અને ત્યારબાદ દિલ્હી આવીને રહ્યા. આવી ઘટનાથી દ્રવિત થઇ ઈ.સ. ૧૯૪૭માં એક કવિતા લખી જે વારીશ શાહને ઉદ્દેશીને લખાઈ છે. તેમની કવિતા એ સમયે કોઈક રીતે પાકિસ્તાન પન્હોચ ગઈ અને તેને વાંચીને એ સમયના નાગરીકો રડી પડ્યા આજે પણ આ કવિતા વારીસ શાહની દરગાહ પર દર વર્ષે ભરતા ઉર્સમાં ગવાય છે. ભારત- પાકિસ્તાન ભાગલા બાદ તેઓ ભારત આવ્યા અને દિલ્હીના ઓળ ઇન્ડીયા રેડિયો સ્ટેશન પર ઉદ્દઘોષિકા તરીકેની નોકરી સ્વીકારી અને વર્ષો સુધી તે પદ પર રહ્યા. તેઓ ચાલીસમાં વર્ષે ચિત્રકાર ઈમરોઝ સાથે લગ્નગ્રંથી જોડાયા.

🎯🔰👉 અમૃતાજી કુલ ૧૦૦ પુસ્તકો લખ્યા છે. તેમાં ૨૫ નવલકથા, ૧૫ ટૂંકીવાર્તાના સંગ્રહો અને ૨૩ અન્ય ગ્રંથો , કાવ્યસંગ્રહો અને અનુવાદો વગેરેનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૯૫૬માં તેમના કાવ્યસંગ્રહ ‘ સુનહરે’ ને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયેલ છે. આ સ્શીત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર દેશમાં સૌપ્રથમ મહિલા છે. 
👉 આ ઉપરાંત ભારત સરકારે ઈ.સ. ૧૯૬૯માં પદ્મશ્રી એનાયત થયેલ છે. ઈ.સ. ૧૯૮૨માં ‘ કાગઝ કે કેનવાસ’ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, જે પંજાબી સાહિત્યના મળેલો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર છે.
🎯👉 તેમણે ગદ્ય લેખનની શરૂઆત તેમણે ઈ.સ. ૧૯૪૯માં ‘ ડૉ. દેવ’ નવલકથાથી કરી હતી. અમૃતાજીની આત્મકથા ‘ રેવન્યુ સ્ટેમ્પ’ ભારતની શ્રેષ્ઠ આત્મકથાઓમાંની એક છે. તેમણે ઈ.સ. ૧૯૩૭માં’ નવીન દુનિયા’ સામયિક પણ શરૂ કર્યું. ઈ.સ. ૧૯૮૬માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. પાંચ યુનિવર્સિટીએ ડી. લીટ.ની પદવી આપી હતી. અમૃતા પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ છે જે પુરસ્કાર તેમને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના હસ્તે અપાયો હતો.આ ઉપરાંત તેમને અનેક પારિતોષિક તથા એવોર્ડ મળેલ હતા. ૩૧ ઓક્ટોમ્બર ૨૦૦૫ના રોજ તેમનું દિલ્હીમાં લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઊંઘમાં જ અવસાન થયું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment