Monday, August 12, 2019

ડૉ. વિક્રમ સારાભાઈ --- Dr. Vikram Sarabhai

Vikram Sarabhai
Indian scientist
Image result for ડૉ. વિક્રમ સારાભાઈ

Description

Vikram Ambalal Sarabhai was an Indian scientist, physicist and astronomer. He was honoured with Padma Bhushan in 1966 and the Padma Vibhushan in 1972. Wikipedia
Born12 August 1919, Ahmedabad
Full nameVikram Ambalal Sarabhai




♦️🔘♦️♦️♦️♦️🔘♦️♦️♦️🔘
શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને દૂરદૃષ્ટા ઉદ્યોગપતિ: ડૉ. વિક્રમ સારાભાઈ
🔰🔰♻️♻️🔰🔰♻️♻️🔰🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

માત્ર ગુજરાતના નહી, માત્ર ભારતના નહી, સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક એટલે ડો. વિક્રમ સારાભાઈ. અમદાવાદના વિખ્યાત ગર્ભશ્રીમંત શેઠ અંબાલાલ સારાભાઈના સુપુત્ર. ઈ.સ. ૧૯૧૯ની ૧૨મી ઓગસ્ટે જન્મેલા વિક્રમભાઈ જાણે ગળથૂથીમાં વિજ્ઞાન લઈને આવ્યા હતા. ૧૯3૯ થી ૧૯૪૫ના ગાળામાં કોસ્મીક કિરણોના પ્રસારણ અંગે રિસર્ચ સ્કોલર તરીકે બેંગ્લોરમાં સ્વ. ડો. સી.વી.રામનના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મહત્વનું સંશોધન કર્યું.

૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યા બાદ તેમણે કેમ્બ્રિજ જઈને પીએચડી સંશોધન કાર્ય પૂરું કર્યું. ૧૯૪૭માં કોસ્મીક કિરણોના સંશોધન સંદર્ભમાં તેમને ખાસ ડિગ્રી એનાયત થઈ. ૨૮ વર્ષે ભારત પાછા ફર્યા અને દેશમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિનો જુવાળ સર્જ્યો. પુણેમાં ઇન્ડિયન મેટિઓરોજીકલ ડિપાર્ટમેન્ટ વડા ડો. રાજનાથનને ભૌતિકશાસ્ત્રના સંશોધનમાં ખાસ રસ હતો. વિક્રમ સારાભાઈએ ડો. રામનાથનને અમદાવાદ બોલાવી લીધા અને તેમના વડપણ હેઠળ "ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ)"ની સ્થાપના કરી, જેનું પોતાનું અનેરૂ મહત્ત્વ છે.

૧૯૪૭માં દેશ આઝાદ થયો તે પછીના વાતાવરણમાં વિજ્ઞાન સંશોધન ઉપરાંત રાષ્ટ્ર ઘડતરના પુરુષાર્થમાં વિક્રમભાઈ બરાબર મચેલા રહ્યા. ૧૯૪૭થી ૧૯૭૧ થી ૧૯૭૧ સુધીનાં ૨૪ વર્ષમાં તેમણે 3૫ થી વધારે સંસ્થાઓ સ્થાપી. મિલ ઉદ્યોગના આધુનિકકરણની બાબત આમાં ઘણી મહત્ત્વની હતી. અવકાશ વિટાન(ઈસરો), અમદાવાદ ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન (અટીરા), અણુશક્તિ સંશોધન, રાસાયણિક દવા ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થા, વહીવટ અંગેની સંસ્થા, કોમ્પ્યુટર ઉદ્યોગ વગેરે ગણાવતાં થાકી જવાય એવી પ્રવૃત્તિઓનો ધમધમાટ સર્જ્યો. આમાં નૃત્ય-સંગીતની સંસ્થાઓ પણ ખરી.

૧૯૫૭માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક ખૂબ મહત્ત્વની વૈજ્ઞાનિક ઘટના બની. સાોવિયેટ રશિયાએ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ તરતો મુક્યો. આ ઘટનાએ દુનિયાના અનેક ભારે ઉત્તેજના સર્જી. ૧૯૬૦માં ડો. વિક્રમ સારાભાઈએ ભારત સરકાર સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી. એના સંદર્ભમાં જ ૧૯૬૨માં કેન્દ્રના અણુશક્તિ મંત્રાલય હેઠળ "ઇન્ડિયન નેશનમલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ" સ્થાપવામાં આવી. અધ્યક્ષ હતા ડો. વિક્રમ સારાભાઈ. કમિટીનું વડુ મથક "પીઆરએલ"ને ગણવામાં આવ્યું. ૧૯૬3ના નવેમ્બરમાં ભારતની ધરતી પરથી પ્રથમ રોકેટ સફળતાપૂર્વક છોડ્યું...! ગુજરાતના પનોતા પુત્ર ડો. વિક્રમની રાહબરી હેઠળ ભારતે અવકાશ યુગમાં કદમ માંડ્યાં...!

તેમના જ સૂચનથી અવકાશ યાનના "લોન્ચિંગ સ્ટેશન" તરીકે દેશના પશ્ચિમ કિનારે આવેલા યુકાબાની પસંદગી થઈ. ૧૯૬૯માં અણુ કાર્યક્રમ અને અવકાશ કર્યક્રમના ઝડપી વિકાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની સ્થાપના કરવામાં આવી. તેના અધ્યક્ષ પણ હતા ડો. વિક્રમ સારાભાઈ.

વિક્રમભાઈ માટે બેંગલોર શહેર બે રીતે ફળદાયી નીવડ્યું હતું. મહાન વિજ્ઞાની ડો. હોમી ભાભા સાથેનો તેમન ઘનિષ્ઠ પરિચય અને મહાન નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથન સાથેનો પરિચય -મૃણાલિની પછી "સારાભાઈ" બની ગયાં. ડો. વિક્રમ સાથે- એક મહા વિટાની સાથે એક કલાકારે હાથ મિલાવી લીધા. શુભમંગલ સાવધાન... નખશીખ વિટાની, પણ મોટા પણ જ્ઞાનનો જરાય નહીં એવા સૌમ્ય સુભગ વ્યક્તિત્વ ધરાવતા ડો. વિક્રમે ૧૯૭૧ની 3૦મી ડિસેમ્બરને છેલ્લા શ્વાસ લીધા ત્યારે દેશ જાણે પોતાનું કોઈ અણમોલ રતન ખોવાઈ ગયું હોય એવા શોકમાં સરી પડ્યો હતો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
💈⚗🔭🔬🔭⚗💈🔬🔭⚗💈
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઇ
💈⚗🔭🔬💊💉🌡💈⚗🔭🔬
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો પૈકી એક છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા. ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇએ બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

🎯🔰વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. એમના માટે બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાાન હતું. 1937માં આર.સી.ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકનીપરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમ ♻️♻️સારાભાભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા.

〰🇮🇳♻️1947 થી 1974 સુધીના ગાળામાં વિક્રમ સારાભાઈએ વૈજ્ઞાાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે 35 થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઇ રત્ન હતા તો કસ્તુરભાઇ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદ એ મિલોથી ધમધમતું શહેર હતું. વિક્રમભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઇના સાથ સહકારથી ♻️🔰‘અટીરા’ (ATIRA-Ahmedabad Textile Industry's Research Association) ની સ્થાપના કરી. ડૉ. વિક્રમ સારાભાઈ પોતે જ ‘અટીરા’ ના પહેલા નિયામક બન્યા.
બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવાના પોતાના સપનાને સાકાર કરવા ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. 1947માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજના બે ઓરડામાં શરૂ કરેલી આ લેબોરેટરી આજે દેશની મહત્વની સાયન્સ સંસ્થાઓ પૈકીની એક છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ આજે PRL ના નામે સમગ્ર દેશમાં એક જાણીતી સંસ્થા છે 🙏🙏🙏🙏જેનું શ્રેય આ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા અને સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈને જાય છે. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની સ્થાપના કરી. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડો. વિક્રમ સારાભાઇએ સ્થાપી.
ડૉ. વિક્રમ સારાભાઈ એમની વિજ્ઞાની તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. 25 જેટલા વિદ્યાર્થીઓએ ડૉ. સારાભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ. ડીની પદવી પ્રાપ્ત કરી. ડૉ. સારાભાઈએ લગભગ 85 જેટલા વિવિધ વૈજ્ઞાનિક અને શંશોધકીય લેખો પણ લખ્યા છે. ડૉ. કલામ પણ ડૉ. સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા કારણ કે ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. સારાભાઇનું સ્વપ્નુ હતું. આજે તે સાચું પડયું છે.

🎯🔰ડો. વિક્ર્મ સારાભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ‘યુવાનો શોધો તેમણે જવાબદારી આપો અને લક્ષ્ય પર પહોચવા તેને મદદ કરો’ આ તેમનો જીવનમંત્ર હતો. તેઓ શિક્ષણ, કલા,

ઉદ્યોગ તથા મેનેજમેન્ટક્ષેત્રે પણ ખૂબ પ્રવૃત હતા. તેઓએ કહ્યું હતું ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે- વિજ્ઞાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’ 8 ડીસેમ્બર 1971ના રોજ ત્રિવેન્દ્રમ થી 12 કિલોમીટર દૂર કોવાલામની હોટલમાં નિદ્રા દરમ્યાન જ તેમનું અવસાન થયું. ડો. વિક્રમભાઇ સારાભાઈનું ઓચિંતુ કોઇપણ રોગ ન હોવા છતાં, નિદ્રામાં જ અવસાન થયું. તેમ છતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો હતો. ભારત સરકારે ઈ.સ. 1972માં મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’નો ખિતાબ આપી બહુમાન કાર્ય હતું. ડૉ. સારાભાઇના અથાગ પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ
અમદાવાદનો આકાશવીર
અમદાવાદના ઉનાળાની ગરમીથી બચવા એક ધનાઢ્ય કુટુંબ સિમલા જતું. આ ઉદ્યોગપતિને તેમની અમદાવાદ ઓફિસના સરનામે આવેલી ટપાલ, ટપાલખાતા સાથે થયેલી સમજૂતી પ્રમાણે, રોજ સિમલા પહોંચતી. આ કુટુંબના એક નાના બાળકને કુતૂહલ થતું કે મારા માટે પણ ટપાલ શા માટે નથી આવતી ! બસ તેણે વિચાર કરી લીધો અને પોતે જ પોતાને કાગળ લખી, એના ઉપર સિમલાનું સરનામું લખીને ટપાલપેટીમાં નાખી આવતો. એને પણ રોજ ટપાલ મળતી થઈ ગઈ.
એ બાળકને એ વખતે ખબર નહોતી કે, એની કોઈક જુદી જ જાતની સામગ્રી, દૂર… બહુ દૂર … અવકાશમાં પણ પહોંચી જવાની છે,
તમે જાણો છો- એ અમદાવાદી કોણ હતો?
Vikram Sarabhai
આ બાળક તે બીજું કોઈ નહિ, પણ ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ. ૧૨મી ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને માતા સરલાદેવીને ત્યાં તેમનો જન્મ થયો. કુટુંબની પોતાની શાળા હતી, એટલે એમણે પ્રાથમિક શિક્ષણ કુટુંબની શાળામાં જ લીધું.
વિક્રમને નાનપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં રસ હતો. વેકેશનમાં પણ એ ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ પૂરો કરીને વિક્રમ ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા. ૧૯૩૯માં માત્ર ૨૦ વર્ષની વયે એ વિજ્ઞાનના વિષય સાથે ગ્રેજ્યુએટ થયા. વધારે અભ્યાસ કરવા ત્યાં રોકાવાની તેમની ઈચ્છા હતી, પણ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જવાથી તે ભારત પાછા આવી ગયા.
ભારત પાછા ફર્યા બાદ ભારતની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થા બેંગલોરની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં મહાન વૈજ્ઞાનિક સર સી. વી. રામનના હાથ નીચે કામ કરવા જોડાયા.
૧૯૪૨માં વિક્રમનાં લગ્ન જાણીતી નૃત્યાંગના મૃણાલિની સાથે થયાં. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈનાં બે પ્રતિભાશાળી બાળકો એ ભારતભરમાં જાણીતાં કલાકાર અને સમાજસેવી પદ્મવિભુષણ મલ્લિકા સારાભાઈ અને પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ.
૧૯૪૫માં વિશ્વયુદ્ધ પૂરું થતાં વિક્રમ પાછા પોતાનું ભણતર પૂરું કરવા ઈંગ્લેન્ડ ગયા અને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી ભારત પાછા ફર્યા. ભારત પાછા ફર્યા બાદ ૧૯૪૮માં તેમણે અમદાવાદમાં ફિઝીકલ રીસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. અહીં એમણે અવિરત મહેનત કરી ઘણા યુવકોને સારા વૈજ્ઞાનિક બનવાની તાલીમ આપી. થોડાં વર્ષોમાં જ આ સંસ્થાની ગણતરી વિશ્વની મહત્ત્વની સંસ્થાઓમાં થવા લાગી. ૧૯૫૫માં તેમણે આવી જ બીજી સંસ્થા કાશ્મીરના ગુલમર્ગમાં ઊભી કરી અને ત્યાં વિકિરણો અંગે ઉચ્ચ કોટિની શોધખોળનું કામ કર્યું.
૧૯૫૭થી દુનિયાના આગળ પડતા દેશોમાં અવકાશની શોધખોળ શરૂ થઈ ગએલી. વિક્રમ સારાભાઈના આગ્રહથી ૧૯૬૨માં ભારતમાં પણ આ ક્ષેત્રમાં કામ શરૂ થયું. જે સંસ્થાની સ્થાપના થઈ, તેની આગેવાની વિક્રમ સારાભાઈને સોંપવામાં આવી. આજે આપણે અતિશય શક્તિશાળી રોકેટ અવકાશમાં છોડી શકીએ છીએ તેની શરૂઆત ડૉ. વિક્રમ સારાભાઈએ કરેલી. દક્ષિણ ભારતમાં થુંબા નામની જગ્યાએથી એમણે રોહિણી નામનું પહેલું રોકેટ આકાશમાં ઊડાડ્યું હતું.
૧૯૬૬માં ભારતના મહાન અણુવૈજ્ઞાનિક ડો. હોમી ભાભાનું એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થતાં, ડો. વિક્રમ સારાભાઈને અણુવિજ્ઞાનની શોધખોળ વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી.
એમના જીવનકાળ દરમ્યાન, ડો. વિક્રમ સારાભાઈને દેશમાં અને પરદેશમાં અનેક માનસન્માન મળ્યાં હતાં. રાતદિવસ વિજ્ઞાનના વિકાસ અને એ દ્વારા દેશસેવામાં એમનું જીવન વ્યતીત થયું. ૩૦મી ડીસેમ્બર, ૧૯૭૧ના થુંબામાં બાવન વર્ષની વયે જ પોતાનું કામ કરતાંકરતાં જ તેમનું મૃત્યુ થયું.


પ્રત્યેક દાયકામાં ભારતમાં આવા સપૂતોએ જન્મ લઈ ભારતનું નામ દુનિયાભરમાં ગૌરવાકિંત કર્યું છે.

૨૧ નવેમ્બર ૧૯૬૩ આ ભારતના પ્રથમ રોકેટની કથા છે. ૧૯૬૨માં તિરુઅનંતપુરમ પાસે થુંબાના સેન્ટમેરી ચર્ચને વર્કશોપ બનાવાયું. ડૉ. વિક્રમ સારાભાઈના કહેવાથી બશિપે ગામલોકો પાસેથી ૪૦૦ એકર જમીન લીધી. વિજ્ઞાનીઓ રોજ બસ મારફતે થુંબા પહોંચતા હતા. બશિપનું ઘર વર્કશોપ અને તબેલો લેબોરેટરીમાં ફેરવાઈ ગયા. રોકેટના હિસ્સાને સાઈકલ દ્વારા લોંચ પેડ પર પહોંચાડાયો હતો. થુંબા ઇકવેટોરીયલ રોકેટ લોંચગિ સ્ટેશન બનાવાયું. નાસા પાસેથી મળેલા પ્રથમ રોકેટ ‘નાઈકઅપાચે’ને ૨૧ નવેમ્બર ૧૯૬૩ના રોજ લોંચ કરાયું. આજે આ ચર્ચ અંતરીક્ષ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું છે. ૧૯ એપ્રિલ ૨૦૧૨ અગ્નિ ૫ને જે વ્હીલર દ્વીપ દ્વારા લોંચ કરાયું તે અત્યંત સુરક્ષિત છે. તટરક્ષક અને નૌકાદળ તેની સુરક્ષા કરે છે. પૂર્વીય કાંટાથી ૧૦ કિ.મી. દૂર બંગાળની ખાડીમાં આ દ્વીપ છે. તેની લંબાઈ ૨ કિ.મી. અને તેનું ક્ષેત્રફળ ૩૯૦ એકર છે. આવા બીજા પાંચ દ્વીપ છે. ત્યાં અલગ અલગ સ્ટેશન બનાવાયા છે. એકબીજાને જોડવા માટે કોઈ પુલ કે એરપોર્ટ નથી. નાનું હેલીપેડ છે. મિસાઈલના હિસ્સા સ્ટીમર દ્વારા પહોંચાડાય છે. જે વર્કશોપમાં મિસાઈલ બને છે તે લોંચગિ પેડ રેલવે દ્વારા જોડાયેલું છે.



આજે 12 ઓગસ્ટે વૈજ્ઞાનિક ડો વિક્રમ સારાભાઈનો જન્મદિવસ છે. ડો વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ ગુજરાતના મોટા ઉધોગપતિ હતાં. તેમની માતાનું નામ સરલાદેવી હતું.
       અમદાવાદના ગુજરાત કોલેજમાંથી ઇન્ટરમિડિયેટ સાયન્સ પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ આગળ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતાં.તેમણે સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેમણે નેચરલ સાયન્સીસમાં ટ્રીપોઝને 1940 માં પ્રાપ્ત કર્યું હતું.

તેઓ કોસ્મિક કિરણો પર તેમના સંશોધનને આગળ વધારવા માટે 1945 માં કેમ્બ્રિજ પરત ફર્યા હતા અને તેમના થિસીસ ‘ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં કોસ્મિક રે તપાસ’ માટે તેમણે પીએચડી કરી હતી.


----------------------------------------------------------------------------------------------------------------------------

1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ડો વિક્રમ સારાભાઈ
1947 ના વર્ષ દરમ્યાન અમદાવાદની ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ. ની સ્થાપના પાછળ તેમનો અથાગ પ્રયાસ રહ્યો હતો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપનામાં પણ તેમનો મોટો પ્રયાસ રહ્યો છે. ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં ડૉ. વિક્રમ સારાભાઈએ કરેલા અથાગ પ્રયત્નો યાદગાર બની ગયા છે. તેમણે ગુજરાતના અન્ય ઉધોગપતિઓની સાથે મળીને પ્રસ આઇ.આઇ.એમ. અમદાવાદ અને એન.આઇ.ડી ની સ્થાપના કરવામાં સહયોગ કર્યો હતો.
ડો વિક્રમ સારાભાઇને તેમના સારા કાર્યો માટે થઇને ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે. તેમને 1962 માં ભટનાગર પુરસ્કાર, 1966 માં પદ્મભૂષણ અને 1972 માં પદ્મવિભૂષણ નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
નૃત્યાંગના મૃણાલીની સાથે લગ્ન કર્યાં હતાં.તેમના બે બાળકો માં પુત્રી મલ્લિકા અને પુત્ર કાર્તિકેય છે.ડો વિક્રમ સારાભાઇનું ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ મૃત્યુ થયું હત

@dabhivb_gk

-----------------------------------------







No comments:

Post a Comment