Saturday, August 17, 2019

રેડક્લિફ રેખા --- Radcliffe Line

〰➖〰➖〰➖〰➖〰➖
➖➖➖રેડક્લિફ રેખા〰〰〰
〰➖〰➖〰➖〰➖〰➖
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારતના ભાગલા પછી, ૧૭ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ
રેડક્લિફ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે અમલમાં આવી. આ રેખા 'સરહદ આયોગ'નાં વડા "સિરિલ રેડક્લિફ" દ્વારા નક્કિ કરાયેલ, જેમણે ૮,૮૦,૦૦,૦૦૦ (૮૮ મિલીયન) લોકો સાથેના ૧,૭૫,૦૦૦ ચો.માઇલ (૪,૫૦,૦૦૦ ચો.કિમી.)નાં વિસ્તારને ન્યાયોચિત્ત રીતે વિભાજીત કરવાનો હતો.

👁‍🗨👉જુલાઇ ૧૫ ૧૯૪૭ નાં દિવસે, બ્રિટિશ સંસદે, 'ભારતીય સ્વાધિનતા ધારો ૧૯૪૭' દ્વારા ઠરાવ્યું કે, એક માસમાં, ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ નાં દિવસે, ભારતમાંથી બ્રિટિશરાજનો અંત થશે. તેમાં ભારતના ભાગલા કરી બે સાર્વભૌમ ઉપનિવેશો:'ભારતીય સંઘ, અને બ્રિટિશ ભારતનાં મુસ્લિમો માટેનું વતન 'પાકિસ્તાન સંસ્થાન' બનાવવાનું પણ ઠરાવાયું.

✅👉👁‍🗨પાકિસ્તાન મુસ્લિમ રાજ્ય તરીકે જ્યારે ભારત હિંદુ બહુમતી સાથેનાં બિનસાંપ્રદાયક રાજ્ય તરીકે અભિપ્રેત હતું. 
👁‍🗨ઉત્તર નો મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર પાકિસ્તાન બન્યો.
🔰👁‍🗨બલુચિસ્તાન (૯૧.૮% મુસ્લિમ, ભાગલા પહેલા) અને સિંધ (૭૨.૭%) સંપૂર્ણપણે પાકિસ્તાનમાં ગયા. 
👉જ્યારે, બે પ્રાંતમાં સ્પષ્ટ બહુમતી ન હતી -- ઉત્તરપૂર્વમાં બંગાળ (૫૪.૪%) અને ઉત્તરપશ્ચિમમાં પંજાબ (૫૫.૭%). 
👁‍🗨👉પંજાબનો પશ્ચિમીભાગ 'પશ્ચિમી પાકિસ્તાન'ના ભાગે ગયો અને પૂર્વીયભાગ ભારતનું પંજાબ રાજ્ય બન્યો. બંગાળનાં પણ તેજ રીતે બે ભાગ પડ્યા, 🇮🇳જેમાં પૂર્વ બંગાળ પાકિસ્તાનનાં ભાગે ગયું અને પશ્ચિમ બંગાળ ભારતમાં રહ્યું.

👉🔰👉ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન હિંસામાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા.સરહદની બંને બાજુ હત્યાઓ થઈ,કરોડો લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો,ભારત-પાકના ભાગલા પર અને ફિલ્મો બની,અનેક બૂકો લખાય 

🎯🔰પાંચ જ સપ્તાહમાં અંગ્રેજે કરી નાંખ્યા બે ભાગ

👉-સીરિલ રેડક્લિફે ભારત-પાકિસ્તાન બોર્ડરની ડિઝાઈન તૈયાર કરી હતી.
👉-તેઓ ભાગલાના માત્ર પાંચ સપ્તાહો પહેલા જ ભારત આવ્યા હતા.
👉-ભારતના ભૌગોલિક આકાર સિવાય તેઓ દેશના ધર્મ,સંસ્કૃતિ અંગે કંઇ જાણતા ન હતા.

👁‍🗨👉1.5 કરોડ લોકોનું સ્થળાંતર
- ભારત સરકારને અનુમાન હતું કે ભાગલામાં 1.45 કરોડ લોકો સ્થળાંતર કરશે.
- હ્યુમન હિસ્ટ્રીમાં સૌથી વધુ માઈગ્રેશન ભારત-પાકના ભાગલા દરમિયાન થયું.

👁‍🗨👉બ્રિટિશ ગવર્નર માઉન્ટબેટનને ભારત-પાકિસ્તાન એમ બંને દેશમાં સ્વતંત્ર દિવસની ઊજવણીમાં હાજરી આપવી હતી

- 14મી ઓગસ્ટે તેમણે કરાચીમાં અને 15 ઓગસ્ટે માઉન્ટબેટને દિલ્હીની ઊજવણીમાં ભાગ લીધો

- જો કે, સત્તાવાર રીતે બંને દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ જ આઝાદ થયા હતા

♻️🎯🔰 વર્ષ 1948માં પણ પાકિસ્તાન 15મી જ ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું હતું, પરંતુ ત્યારે 14મી ઓગસ્ટે ઇસ્લામમાં અતિ પવિત્ર ગણાતો રમાદાનનો 👁‍🗨27મો દિવસ હતો. ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે, આથી તે વર્ષથી પાકિસ્તાને 14 ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું.

🎯🔰👉ભાગલા વખતે રાષ્ટ્રપિતા ગાંધીજી દિલ્હીમાં ન હતા

- ભાગલા વખતે ગાંધીજી કલકત્તામાં હતા.
- 15 ઓગસ્ટ 1947માં ગાંધીજી કલકત્તામાં રમખાણો અને હિંસા અટકાવવાની પ્રાર્થના કરી રહ્યાં હતા.
- સ્વતંત્ર દિવસે ગાંધીજીએ ઉપવાસ રાખ્યો હતો અને સમગ્ર દિવસ કાંતણ કર્યું હતું.

🎯👉ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશોએ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી.
- બંને દેશોની સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ 17 ઓગસ્ટે બંને દેશો વચ્ચેની બોર્ડરની જાહેરાત કરવામાં આવી હતી.

👁‍🗨👉🙏1948માં થવાના હતા ભાગલા
- વર્ષ 1947ની શરૂઆતમાં બ્રિટનના પીએમ ક્લેમેન્ટ એટલી જાહેરાત કરી હતી કે જુન 1948 પહેલા ભારત-પાકિસ્તાનના ભાગલા કરવામાં આવશે.
- 1948 પહેલા બ્રિટન ભારત નહીં છોડે.

♻️🎯🎯જમ્મુ-કાશ્મીરની સમસ્યા

- ભાગલા સમયે જમ્મુ-કાશ્મીરમાં રાજાશાહી હતી.
- અહીં મુસ્લિમ સમુદાયના લોકોનું પ્રમાણ વધુ હોવાને પાકિસ્તાન એવું માનતું હતું કે, જમ્મુ કાશ્મીર પર તેમનો અધિકાર છે.
- અંતે જમ્મુ-કાશ્મીરના હિંદુ રાજાએ ઓક્ટોબર 1947માં ભારત સાથે જોડાવવાનું નક્કી કર્યું.

♻️🔰🎯♻આર્મી અને ટ્રેનની વહેંચણી
- ભાગલા પછી ત્રીજા ભાગનું સૈન્ય પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું.
- 6 મેટ્રો શહેરો પૈકીના બે શહેરો પણ પાકિસ્તાનને ફાળે આવ્યા હતા.
- એ સમયમાં 40 ટકા રેલવે લાઈન પાકિસ્તાનમાં હતી.
1.5 કરોડ લોકોનું સ્થળાંતર

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♻️ભારત અને પાકિસ્તાનના આ ભાગલા ઇતિહાસમાં સૌથી દુઃખદ અને હિંસાત્મક રહ્યા હતા. ભારત-પાકિસ્તાન અલગ થયા બાદ ઉત્તર ભારતના ઘણાં ભાગો અને બંગાળમાં હિન્દુ-મુસ્લિમ કૌમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં કેટલાય લોકોના મોત થયા હતા. લાખો લોકો રાતોરાત બે ઘર બની ગયા હતા. લોકોએ તેમનું ઘરબાર, ધંધો-રોજગાર છોડીને જવું પડ્યું હતું. ઘણી સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પુરુષોને મારી સ્ત્રીઓને ગુલામ બનાવી લેવાઇ હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પડેલા ઘાના નિશાન હજી પણ રૂઝાયા નથી. બંને દેશો વચ્ચે આજે પણ કડવાશ છે.

🔰♻️1930ની આસપાસ મોહમ્મદ અલી જિન્નાહને લાગ્યું હતું કે કોંગ્રેસીઓ હિન્દુસ્તાનમાં લધુમતીમાં રહેલા મુસ્લિમો સાથે ન્યાય નહી કરી શકે. આથી, એક સમયે હિન્દુ-મુસ્લિમ એકતાના સૌથી મોટા હિમાયતી રહેલા મોહમ્મદ અલી જિન્નાહ સહિતના મુસ્લિમ લીગના કેટલાક સભ્યોએ મુસ્લિમો માટે અલગ પ્રદેશની માંગણી કરી હતી.

👁‍🗨🇮🇳મહાત્મા ગાંધીજી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ ધર્મ આધારિત ભારતના ભાગલાના વિરોધી હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે હિન્દુ-મુસ્લિમ લોકો એક જ દેશમાં શાંતિથી રહે.પરંતુ મુસ્લિમો માટેના અલગ પ્રદેશ પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનતા આખરે 3 જૂન, 1947ના રોજ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જે માઉન્ટ બેટન પ્લાન તરીકે ઓળખાયો.

♻️🎯માઉન્ટ બેટન પ્લાનનો સ્વીકાર 15 જૂન, 1947ના દિવસે કરવામાં આવ્યો.આમ,આ દિવસે ભારતના ભાગલાને કાયદેસરની મંજૂરી આપવામાં આવી.

🎯♻️1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ 1971માં પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ પણ છુટું પડ્યું હતું.બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવવા માટે ભારતે પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉👉150,000 ફ્લડ લાઇટ્સ વાળી બોર્ડર

ભારત અને પાકિસ્તાનની જે આંતરાષ્ટ્રિય બોર્ડર છે તેની પર 150,000 ફ્લડ લાઇટ્સ લગાવામાં આવી છે. અહીં 50,000 પોલ્સ લગાવામાં આવ્યા છે જેના કારણે તે અંતરીક્ષથી આ રીતે દેખાય છે.

👁‍🗨👉સૌથી મુશ્કેલ બોર્ડર
ભારત અને પાકિસ્તાનની બોર્ડરને દુનિયાની સૌથી ખતરનાક અને મુશ્કેલ બોર્ડર માનવામાં આવે છે. અહીં ભારત અને પાકના જવાનો -60 ડિગ્રી વાર વોર જોન સિયાચિન પણ ખડે પગે રહે છે અને બીજી તરફ 50 ડિગ્રીની ભયંકર ગર્મીમાં પણ પોતાના માદરે વતનનું રક્ષણ કરે છે.

👁‍🗨👉કોણ તૈયાર કરી હતી બોર્ડર?

ભારત પાકિસ્તાન વચ્ચે આવેલી આ બોર્ડરને તૈયાર કરવાની જવાબદારી બ્રિટિશ લોયર સર સિરિલ રૈડિક્લિફને સોંપવામાં આવી હતી. રેડક્લિફે બન્ને દેશોના ભાગલા વખતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. રેડક્લિફ આ જ કારણે પહેલી વાર ભારત આવ્યા હતા.

👁‍🗨👉કેવી કેવી મુશ્કેલીઓ પડી હતી

રેડક્લિફની સાથે ભારત આવેલી તેની ટીમને આ બન્ને દેશો વિષે કંઇ જ ખબર નહતી અને તેમણે પહેલા કદી પણ આવી કોઇ બોર્ડર નહતી બનાવી.

🎯👉રેડક્લિફનું શું માનવું હતું

રેડક્લિફ કોઇ પણ રીતે જલ્દી કાપ પતાવી પાછા જવા માંગતા હતા. પણ બન્ને દેશોના ભાગલાના કારણે તેમને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

👁‍🗨👉નષ્ટ કરવામાં આવ્યું હતું આ...

રેડક્લિફે જ્યારે ભારત છોડ્યું ત્યારે બન્ને દેશોની વચ્ચે બોર્ડર માટે તૈયાર કરાયેલા તમામ ડોક્યુમેન્ટને સુરક્ષા કારણોથી નષ્ટ કરવામાં આવ્યા હતા.

👁‍🗨👉બે કલાકમાં બોર્ડર નક્કી
બન્ને દેશોના પ્રતિનિધિઓને બોર્ડર નક્કી કરવા માટે ખાલી બે કલાકનો જ સમય આપવામાં આવ્યો હતો. અને તેમણે જલ્દીથી આ નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

👁‍🗨👉રેડક્લિફ લાઇન શું છે
સર સિરિલ રેડક્લિફના નામ પર જ વેસ્ટ પાકિસ્તાનથી લઇને બાંગ્લાદેશ સુધીની બોર્ડરને રેડક્લિફ લાઇન નામ આપવામાં આવ્યું હતું.

👁‍🗨👉કેટલી લાંબી છે બોર્ડર?
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી આ આતંરરાષ્ટ્રિય બોર્ડર 2,900 કિમી સુધી ફેલાયેલી છે. આ આંકડો પબ્લિક બ્રોર્ડકાસ્ટિંગ સર્વિસ એટલે કે પીબીએસ તરફથી આપવામાં આવ્યો છે.

👁‍🗨👉ક્યાંથી ક્યાં સુધી
બન્ને દેશોની વચ્ચે ગુજરાતથી શરૂ થતી આ આંતરાષ્ટ્રિય બોર્ડર સિંધ પર જઇને પૂરી થાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🦋મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સીમા રેખાઓ🦋
➡રેડક્લિફ રેખા
🏹ભારત અને પાકિસ્તાન
➡મેકમોહન લાઇન
🏹ભારત અને ચાઇના
➡ ડ્યુરંલ લાઇન
🏹પાકિસ્તાન અને અફઘાનિસ્તાન
➡મેગીનોટ લાઇન
🏹ફ્રાન્સ અને જર્મની
➡38 મી સમાંતર
🏹ઉત્તર અને દક્ષિણ કોરિયા
➡17 મી સમાંતર
🏹ઉત્તર અને દક્ષિણ વિયેતનામ
➡49 મો સમાંતર
🏹યુએસ અને કેનેડા

No comments:

Post a Comment