Saturday, August 17, 2019

સર જ્હોન હર્બટ માર્શલ -- Sir John Herbert Marshall

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
💠♻️સર જ્હોન હર્બટ માર્શલ💠♻️
🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો 17 ઓગષ્ટ 1958ના રોજ મોહે-જો-દરો અને તક્ષશિલાનું ઉત્ખનન જેનાં માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું હતું...
ચલો મિત્રો આજે જાણીયે..સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ 🔰🔰🔰🔰🔰🔰(ભાગ–1)

🎯🔰આપણે ભારતીયો પોતાને હીન્દુ તરીકે ઓળખાવીએ છીએ; પરન્તુ હીન્દુ શબ્દનું મુળ અને તેનો સાચો અર્થ આપણે જાણતા નથી. આપણે માનીએ છીએ કે જે લોકો હીન્દુધર્મમાં માને છે, તે હીન્દુ; પરન્તુ વાસ્તવીકતા કંઈક જુદી જ છે. કારણ કે હીન્દુધર્મ ખરેખર શું છે, તે પણ આપણે જાણતા નથી. હીન્દુધર્મને સમજવા માટે હીન્દુ શબ્દ ક્યાંથી આવ્યો છે તે પ્રથમ જાણવું પડે.

વેદો, ઉપનીષદો, સ્મૃતીઓ, પુરાણો, રામાયણ, મહાભારત આદી હીન્દુધર્મના કહેવાતા ગ્રંથોમાં ક્યાંય હીન્દુ શબ્દ જોવા મળતો નથી. આ બધા ગ્રંથોમાં હીન્દુધર્મનું નહીં; પરન્તુ વર્ણવ્યવસ્થાધર્મનું વર્ણન છે. જે વર્ણવ્યવસ્થા સાક્ષાત ઈશ્વર દ્વારા પ્રતીપાદીત થયેલી છે એવું આ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. એ ગ્રંથોમાં ક્યાંય એવું પણ નથી લખવામાં આવ્યું કે વર્ણવ્યવસ્થાધર્મ એ હીન્દુધર્મ છે; પરન્તુ આશ્ચર્યની વાત એ છે કે આપણે હીન્દુઓ આ વર્ણવ્યવસ્થાધર્મને જ હીન્દુધર્મ માનીને ચાલીએ છીએ. એનો અર્થ એમ થાય કે આપણે અહીં ભુલા પડ્યા છીએ યા આપણને ભુલા પાડવામાં આવ્યા છે.

આપણા દેશના સંશોધનકાર – ઈતીહાસકારો કહે છે કે ઈરાનના હમાખની વંશના ત્રીજા રાજા દાયરે(ઈ.સ.પુ. 522–486) સીંધુદેશ (સીંધ) જીતી લઈ ત્યાં સત્રપી સ્થાપી. આ સમ્રાટના સ્તંભ–લેખોમાં સીંધુ પ્રદેશનો ઉલ્લેખ ‘हीन्दु’ દેશ તરીકે પ્રથમવાર થયો છે. આમ, હીન્દુ શબ્દનો ઉપયોગ ભૌગોલીક યા પ્રાદેશીક અર્થમાં થયો છે. અર્થાત્ સીંધુદેશના લોકો તે હીન્દુ અથવા સીંધુનદીની આસપાસના વીસ્તારમાં રહેતાં લોકો તે હીન્દુ. મોહેં–જો–દડો અને હડપ્પન સંસ્કૃતી પણ સીંધુ નદીના તટ ઉપર જ વીકાસ પામી હતી. આમ, સીંધુ સંસ્કૃતીમાં વસનારા લોકોના વારસદારો જ ત્યારે ત્યાં વસતા હશે. આમ, હીન્દુ એટલે સીંધુ સંસ્કૃતીમાં વસનારાના વારસદારો. મુળનીવાસી ભારતીયો. સ્પષ્ટ છે કે હીન્દુ શબ્દ ધર્મના અર્થમાં હરગીજ નથી. સીંધુઘાટીમાં વસનારા લોકો હીન્દુધર્મ પાળતા નહોતા. બલકે તેમનો કોઈ ખાસ ધર્મ જ નહોતો. અર્થાત્ 5000 વર્ષ પુરાણી ભારતીય સીંધુ સંસ્કૃતીના અવશેષોમાં ધાર્મીક તત્ત્વોનો ભારે અભાવ જોઈને સંશોધનકાર વીદ્વાનો પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા છે. કારણ કે તેમાં ઈશ્વર, દેવી–દેવતાઓ કે મન્દીરોના કોઈ સંકેત મળતા નથી.

સીંધુઘાટીના મુખ્ય સંશોધકમાંના એક ‘સર જ્હૉન માર્શલ’ લખે છે કે ‘No building have so far been discovered in the Indus valley which may be definitely regard as temples and even those doubtfully classed as such have regarded no religious relics’ અર્થાત્ ‘પરન્તુ અત્યાર સુધીમાં સીંધુ ખીણમાંથી એવું એક પણ મકાન મળ્યું નથી કે જેને ચોક્કસપણે મન્દીર કહી શકાય અને જે મકાનોને શંકાસ્પદ રીતે મન્દીર ગણવામાં આવ્યા છે એ પણ કોઈ ધાર્મીક અવશેષો હોય એવું સીદ્ધ થતું નથી.’

માધવસ્વરુપ વત્સ લખે છે સીંધુ સંસ્કૃતીની વીશેષતા એ છે કે તેણે આવા પ્રકારનાં મન્દીરો બાંધવા કરતાં, માનવજીવોના આશરાની સગવડ કરવાની બાબતને પ્રાધાન્ય આપ્યું ‘And where as in the west Asian countries money and thought were lavished on the building of magnificent temples for the gods as on the places and tomb of kings. The picture was quite different in the Indus valley, where the finest structure were erected for convenience of citizens અર્થાત્ ‘પશ્ચીમ એશીયાના દેશોમાં ભગવાનને માટે ભવ્ય મન્દીરો બાંધવામાં અથવા તો રાજાઓની ભવ્ય કબરો બાંધવામાં નાણા’ અને વીચારોનો દુર્વ્યય કરવામાં આવ્યો. જ્યારે સીંધુખીણમાં એનાથી બીલકુલ ઉલટી પરીસ્થીતી હતી, જ્યાં ભવ્ય અને સુન્દર ઈમારતો પ્રજાનાં સુખ–સગવડ માટે બાંધવામાં આવી હતી.’

આપણા ભુતપુર્વ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુ પોતાના ગ્રંથ ‘ભારત એક ખોજ’ (Discovery of India) માં લખે છે કે –

‘મીસ્ર ઔર મેસોપોટેમીયા યા પશ્ચીમી એશીયા મેં હમેં ભી ઐસે હમ્મામ યા કુશાદા (સુવીધાયુક્ત ઘર) નહીં મીલે હૈં જૈસે મોહેં–જો–દરો કે શહેરી કામ મેં લાતે થે. ઉન મુલ્કોં મેં દેવતાઓંકે શાનદાર મન્દીરોં ઔર રાજાઓંકે મહેલોં ઔર મકબરોં પર જ્યાદા ધ્યાન દીયા જાતા થા ઔર ઉન પર ખર્ચ કીયા જાતા થા. લેકીન જનતા કો મીટ્ટી કી છોટી–છોટી ઝોંપડીઓં મેં સંતોષ કરના પડતા થા, સીંધુ ઘાટી મેં ઉસસે ઉલટી તસવીર દીખાઈ દેતી હૈ, ઔર અચ્છી સે અચ્છી ઈમારતેં વહાં મીલતી હૈં જીન મેં નાગરીક રહા કરતે થે.’

ઉપરના ત્રણેય મહાન વીદ્વાનોનાં મંતવ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે કે સીંધુઘાટીની સંસ્કૃતીમાં મન્દીરો અને રાજમહેલો નહોતાં. એનો અર્થ એમ થાય કે તે વખતમાં ‘ઈશ્વરવાદ’ અને ‘રાજાશાહી’ નહોતાં. સીંધુઘાટીની સમકાલીન સંસ્કૃતી મીસ્ર અને

મેસોપોટેમીયાની સંસ્કૃતીમાં ઈશ્વવરવાદ અને રાજાશાહી હતાં, તેથી ત્યાં મન્દીરો અને રાજમહેલો બાંધવા માટે ખુબ ધનની જરુર પડતી, જે આમજનતાના શોષણ દ્વારા મેળવવામાં આવતું હતું. તેથી ત્યાં આમજનતા ગરીબ હતી અને ઝુંપડીઓમાં રહેતી હતી. જ્યારે સીંધુઘાટીમાં તે વખતે ઈશ્વરવાદ અને રાજાશાહી નહોતાં, તેથી મન્દીરો અને રાજમહેલો નહોતાં અને તેથી પ્રજા શોષણમુક્ત અને સુખી હતી. અને સામાન્ય પ્રજા પણ સુખ–સુવીધાવાળા આધુનીક આવાસોમાં રહેતી હતી.

સીંધુઘાટીની સરખામણીમાં આજે ભારતનું ચીત્ર જુઓ. આજે ભારતમાં ઈશ્વરવાદ અને રાજાશાહી (સાચી લોકશાહીની સ્થાપના હજી ભારતમાં થઈ નથી. લોકશાહીના અંચળા હેઠળ અહીં પુંજીપતીશાહી ચાલી રહી છે, જે રાજાશાહીનું બીજું રુપ છે) પ્રવર્તમાન હોવાથી અહીં નીશદીન ભવ્યાતીભવ્ય મન્દીરો અને પુંજીપતીઓના મહેલો બંધાઈ રહ્યા છે. આમજનતા મોંઘવારી અને શોષણમાં પીસાઈ રહી છે તથા 40 ટકા પ્રજા ગરીબીરેખાની નીચે પશુથીયે બદતર હાલતમાં સબડી રહી છે. 5000 હજાર વર્ષ પહેલાં સીંધુઘાટીમાં સમગ્ર પ્રજા સુખી હતી, જ્યારે આજે આઝાદી પછીનાં 62 વર્ષે માત્ર 15 ટકા સ્થાપીતહીતો જ સુખી છે. 85 ટકા પ્રજા કારમા અભાવોમાં મરવા વાંકે જીવે છે. દેશ અને દુનીયામાં ઈશ્વરવાદે ફેલાવેલાં અનેક ઘોર અનીષ્ટોમાંનું આ મુખ્ય અનીષ્ટ છે. તે છે નીર્બળોનું આર્થીક શોષણ. સીંધુઘાટીની સંસ્કૃતીમાં ઈશ્વરવાદના અભાવને કારણે આવું આર્થીક શોષણ ન હોવાને કારણે જ તેમાં ગરીબીનું પ્રમાણ નહીંવત હતું. આર્યોએ ભારતમાં ઈશ્વરવાદી ધર્મની સ્થાપના કરી ભારતીય પ્રજાનું આર્થીક શોષણ શરુ કર્યું. ભારતની પ્રજાને આ આર્થીક શોષણમાંથી છોડાવવા માટે જ ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ની રચના કરી હતી. જે બાદમાં ક્રમશ: ‘બૃહસ્પત્યસુત્ર’ અને ‘ચાર્વાકસુત્ર’ તરીકે પ્રચલીત બન્યું. બૃહસ્પતીએ ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખ્યું છે. કારણ કે સમાજવ્યવસ્થા ઈશ્વરકૃત ધર્મ પર નહીં; પરન્તુ મનુષ્યકૃત અર્થવ્યવસ્થા પર રહેલી છે. આશ્ચર્યજનક હકીકત એ છે કે બૃહસ્પતી પછી લગભગ હજારેક વર્ષ પછી કૌટીલ્યે પણ ‘અર્થશાસ્ત્ર’ જ લખ્યું છે, જેમાં બૃહસ્પતીના લોકાયતશાસ્ત્ર યા બાર્હસ્પત્ય ‘અર્થશાસ્ત્ર’ની ભરપુર પ્રશંસા કરવામાં આવી છે. બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ)ને તેમાં કૌટીલ્ય દ્વારા બીરદાવવામાં આવી છે. એટલું જ નહીં; પણ બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યાનું બીજી બધી વીદ્યાઓમાં સંશોધન કરનારી મહાન વીદ્યા તરીકે બહુમાન કર્યું છે. અર્થાત્ આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ) દ્વારા તમામ વીષયોમાં સંશોધન કરી સત્ય શોધી શકાય છે અથવા સત્યની વધારેમાં વધારે નજીક જઈ શકાય છે.

તાત્પર્ય અહીં એ છે કે ઈશ્વરવાદી ધર્મે એ સમાજનું આર્થીક શોષણ કરવા માટેનું સ્થાપીતહીતોનું ષડ્યન્ત્ર છે, તેથી જ 3000 વર્ષ પર બૃહસ્પતીએ અને અઢી હજાર વર્ષ પર કૌટીલ્યે ‘અર્થશાસ્ત્ર’ લખ્યાં છે, જેમાં ભારતની 5000 વર્ષ પુરાણી સીંધુ સંસ્કૃતીના શોષણવીહીન ધર્મ અને સમાજની વીચારધારા પ્રતીબીમ્બીત થાય છે. સીધુઘાટીની સંસ્કૃતી વૈદીક સંસ્કૃતીથી તદ્દન ભીન્ન છે. સર જ્હૉન માર્શલ લખે છે કે ‘A comparison of the Indus and Vedic cultures shows in constantly that they were unrelated’ અર્થાત્ ‘સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીની સરખામણી કરતાં એમ પુરવાર થાય છે કે તે બન્નેને પરસ્પર કોઈ જ સમ્બન્ધ નથી.’

મોહેં–જો–દડોની નગરરચના વીશે ‘માર્શલ’ લખે છે કે

‘Anyone walking for the first time through Mohan–jo–daro might find himself surrounded by the ruins of some present day working town Lankeshire’ અર્થાત્ ‘ધારો કે કોઈ વ્યક્તી પ્રથમવાર જ મોહેં–જો–દડોના ખંડેરોમાંથી પસાર થાય તો એને તો એવું જ લાગે કે જાણે વર્તમાનના ઔદ્યોગીકનગર લેંકેશાયરના ખંડેરોમાંથી જ પોતે પસાર થઈ રહી છે.’

સર જ્હૉન માર્શલે કહ્યું છે કે ‘સીંધુ સંસ્કૃતીની શોધ પછી ભારતીય સંસ્કૃતીના ઈતીહાસનું નવા દૃષ્ટીકોણથી પુનર્લેખન થવું જોઈએ.’

તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી લખે છે કે ‘આર્યોની સંસ્કૃતી દા. ત. ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહીત્ય એ દ્રવીડ સંસ્કૃતી કરતાં ઉચ્ચ હતી એ કલ્પના સીંધુ સંસ્કૃતીના અવશેષો પરથી અનૈતીહાસીક પુરવાર થઈ છે. આર્યો જડ, ભટકતી અને ગ્રામીણ સંસ્કૃતીના હતા. સીંધુ સંસ્કૃતી નગર સંસ્કૃતી હતી. નગરરચનાનું તન્ત્ર આર્યો સારી રીતે સીંધુ સંસ્કૃતીના લોકો પાસેથી કદી શીખ્યા નહીં. આર્યોએ કરેલી નગરરચનાનું તન્ત્ર સીંધુ સંસ્કૃતીના તન્ત્ર કરતાં હલકી કક્ષાનું છે.’

🙏સભાર –એન. વી. ચાવડા🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
💠♻️સર જ્હોન હર્બટ માર્શલ💠♻️
🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો 17 ઓગષ્ટ 1958ના રોજ મોહે-જો-દરો અને તક્ષશિલાનું ઉત્ખનન જેનાં માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું હતું...
ચલો મિત્રો આજે જાણીયે..સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ 🔰🔰🔰🔰🔰🔰(ભાગ–2)

આપણા દેશના પુરાતત્ત્વ વીભાગના બે નીષ્ણાતો રખાલદાસ બેનરજી અને સર જ્હૉન માર્શલના વડપણ હેઠળ ઈ.સ. 1922માં સીંધુઘાટીની સંસ્કૃતીની શોધ થઈ. આપણી ભારતભુમીના પેટાળમાં દટાયેલાં 5000 વર્ષ પુરાણા મોહેં–જો–દડો અને હડપ્પા નગરોના અવશેષો ખોદકામ દ્વારા પ્રાપ્ત થયાં. જેના અવશેષોમાંથી ભારતીય ઈતીહાસને લગતી જે કેટલીક નોંધનીય અને અતી મહત્ત્વની માહીતીઓ પ્રાપ્ત થઈ છે તે આ પ્રમાણે છે.
સીંધુઘાટીના 5000 વર્ષ પુરાણા જે અવશેષો પ્રાપ્ત થયા છે તેમાં ઋગ્વેદ, ઋગ્વેદની છન્દસ્ ભાષા, ઋગ્વેદના દેવી–દેવતાઓ તથા રાજા–મહારાજાઓ અને ઋષી–મુનીઓનું કોઈ નામ–નીશાન નથી. ઉપરાંત તેમાં ઋગ્વેદના યજ્ઞકુંડો અને યજ્ઞમંડપો, વર્ણવ્યવસ્થા મુજબના ભીન્ન–ભીન્ન મહોલ્લાઓ, રાજાના રાજમહેલો અને દેવી–દેવતા કે ઈશ્વરના મન્દીરો કે ધર્મસ્થાનોનું તેમાં નામ–નીશાન નથી.
દેશ–વીદેશના પુરાતત્ત્વવીદો અને સંશોધનકાર વીદ્વાનોના અભ્યાસ મુજબ સીંધુઘાટીમાં 5000 વર્ષ પુર્વે વસનારાં ભારતીય લોકોની સંસ્કૃતી વીજ્ઞાનવાદી અને આધુનીક વીક્સીત સંસ્કૃતી હતી. તેમાં વસનારાં લોકો શીક્ષીત અને સુસભ્ય હતાં તથા ખેતી, પશુપાલન ઉપરાંત વેપાર–વાણીજ્ય કરનાર સાહસીક અને સુધરેલ પ્રજા હતી. આધુનીક સુખ–સગવડોવાળાં વ્યવસ્થીત રીતે બન્ધાયેલાં નગરોમાં વસનારી તે નાગરીક પ્રજા હતી. તેમના આવાસો સંડાસ–બાથરુમ અને વીશાળ સ્નાનાગારોયુક્ત તથા તેમાં ગટરપદ્ધતી પણ અસ્તીત્વમાં હતી. સર જ્હૉન માર્શલ લખે છે કે વેપાર, ખેતી, પશુપાલન, રાજનીતી, યોગશાસ્ત્ર, આયુર્વેદ, સ્ત્રી–પુરુષ સમાનતા અને ધાર્મીકતાનો અભાવ (અર્થાત્ ધર્મસ્થાનો અને રાજમહેલોનો અભાવ) એ આ સંસ્કૃતીની ખાસ વીશીષ્ટતાઓ હતી. આ સંસ્કૃતીમાં વસનારાં લોકોમાં સામુહીક શાસન હતું. તે પ્રકૃતીપુજક, લીંગયોનીપુજક અને માતૃપુજક પ્રજા હતી.
સીંધુ સંસ્કૃતીનો આ અભ્યાસ દર્શાવે છે કે સીંધુઘાટીની સંસ્કૃતી વૈદીક સંસ્કૃતી કરતાં પુરાણી અને તદ્દન ભીન્ન છે. સીંધુઘાટીની સંસ્કૃતી 5000 વર્ષ પુરાણી હોવાથી અને વૈદીક સંસ્કૃતી ત્યાર પછીની હોવાથી એમ કહી શકાય કે ઋગ્વેદ વધારેમાં વધારે 4000 વર્ષથી પુરાણો કદાપી હોઈ શકે નહીં. સીંધુઘાટીમાં મન્દીરો અને રાજમહેલો નથી તે બાબત દર્શાવે છે તે સંસ્કૃતીમાં ઈશ્વરવાદનું અને રાજાશાહીનું કોઈ અસ્તીત્વ નહોતું. પ્રજામાં સામુહીક શાસન હતું જેને કારણે જ તેમાંથી ભારતમાં ત્યારબાદ લોકશાહી–ગણતન્ત્રનો વીકાસ થયો હોવો જોઈએ. બુદ્ધના સમયમાં દેશમાં 16 રાજાશાહી અને 09 ગણતન્ત્રો હતા. તે દર્શાવે છે કે ત્યાં સુધીમાં વીદેશી આર્યો દ્વારા 16 ગણતન્ત્રોનો નાશ કરીને ત્યાં તેમણે રાજાશાહીની સ્થાપના કરી દીધી હતી. જેમાં તેમણે વર્ણવ્યવસ્થાવાદી સમાજરચનાનો અમલ કરી દીધો હતો. પ્રો. રા. ના. દાંડેકર જેવા અનેક ઈતીહાસકારો માને છે કે સીંધુઘાટીની સંસ્કૃતીનો નાશ ઈન્દ્રાદી આર્યોએ કર્યો હોવાના ઐતીહાસીક પ્રમાણો મળે છે. ઋગ્વેદમાં ઈન્દ્રે દાસ અને દસ્યુઓનાં અનેક નગરોનો નાશ કર્યાના ઉલ્લેખો છે. લાખો દસ્યુઓને મોતને ઘાટ ઉતારી તેમની તમામ સમ્પત્તી અને સ્ત્રીઓ લુંટીને પોતાની પ્રજામાં વહેંચી દેવાના ઉલ્લેખો પણ ઋગ્વેદમાં ઠેર ઠેર છે. દસ્યુ પ્રજા આર્યોનો ધર્મ યાને વર્ણવ્યવસ્થા અને યજ્ઞ સંસ્કૃતી સ્વીકારી નહોતી, તેથી જ તેમનો નાશ કરી નાખવામાં આવ્યો હતો એવાં ઉલ્લેખો પણ ઋગ્વેદમાં છે. લીંગયોની પુજક પ્રજા સામે આર્યોને સખત તીરસ્કાર હતો, અને લીંગયોની પુજક પ્રજા સીંધુઘાટીની સંસ્કૃતીમાં વસનારી પ્રજા હતી એ ઐતીહાસીક હકીકત છે.
પરન્તુ સીંધુઘાટીની સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીના તુલનાત્મક અભ્યાસમાંથી પ્રગટ થતું આ સત્ય આપણા દેશના વર્ણવાદી માનસીકતાથી પીડાતા વીદ્વાનો સ્વીકારવા જેટલી સ્વસ્થતા ધરાવતાં નથી. તેમ જ તાર્કીક, ઐતીહાસીક, વાસ્તવીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીથી આ સત્યનો સામનો કરવા માટે સક્ષમ પણ નથી, તેથી સામ્પ્રત સમયના વીદ્વાનોએ સીંધુઘાટીની સંસ્કૃતી પ્રત્યે બે અભીગમ અપનાવ્યા છે. જેમાંનો એક અભીગમ એવો છે કે જેમાં તેમણે એવું વલણ લીધું છે કે સીંધુઘાટીની સંસ્કૃતીનું ક્યાંય નામ લેવું જ નહીં; અર્થાત્ તેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવો નહીં; પરન્તુ તેના પ્રત્યે પ્રગાઢ મૌન જ સેવવું. બીજો અભીગમ એવો અપનાવ્યો છે કે સીંધુઘાટીનું નામ લીધા વીના તેના વીશે બુદ્ધીહીન બકવાસ કરવો અને પુરાતત્ત્વ વીજ્ઞાનનો જ જડમુળમાંથી વીરોધ કરવો અને એવો વીરોધ કરવા માટે અતાર્કીક લવારા કરવા. દા.ત. સુરતના એક વર્તમાનપત્રના એક કટારલેખક સીંધુઘાટીની સંસ્કૃતીનો ઉલ્લેખ કરવાનું ટાળીને સાવ અસમ્બદ્ધ રીતે પોતાના એક લેખમાં લખે છે કે ‘પુરાણા અવશેષોમાંથી કોઈ ધનુષ્ય મળે તો કેવી રીતે કહી શકાય કે એધનુષ્ય અર્જુનનું છે

કે એકલવ્યનું? …કોઈ બોરનો ઠળીયો મળે તો કેવી રીતે કહી શકાય કે શબરીએ રામને આપેલા બોરનો એ ઠળીયો છે ?
વાસ્તવમાં આ વીદ્વાન લેખક સીંધુઘાટીની સંસ્કૃતીમાંથી ઉજાગર થતાં સત્યોનો સીધો સામનો કરી શકે એમ નથી, તેથી તેમણે આખા પુરાતત્ત્વ વીજ્ઞાનને જ મુળમાંથી ઉખેડી નાખવાનો એમનાં આ વીધાનો દ્વારા પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં તેમનો આ પ્રયાસ કેટલાંક વર્ણવાદી સાધુ–બાવા યા ધર્માચાર્યો જેવો છે. આ વીદ્વાન લેખક આ સાધુ–બાવાની જેમ એમ પણ કહી શક્યા હોત કે પૃથ્વી ગોળ છે અને તે સુર્યની આસપાસ ફરે છે એની શી ખાતરી ? સુર્ય વાયુઓનો ગોળો છે એની શી ખાતરી ? પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ હોવાની સાબીતી શું છે ? વગેરે વગેરે…
વાસ્તવમાં સીંધુઘાટીની સંસ્કૃતીના અવશેષોના અભ્યાસમાં ધનુષ્યબાણ અને બોરના ઠળીયાનો કે એના જેવી બીજી કોઈ વસ્તુઓનો આવો કોઈ પ્રશ્ન જ નથી. વાસ્તવીકતા એ છે કે ઋગ્વેદ, વર્ણવ્યવસ્થા, રામ, પરશુરામ, વશીષ્ઠ, ધ્રુવ, પ્રહલાદ, આદીને લાખો વર્ષ પહેલાના ગણવામાં આવે છે તેમનું 5000 વર્ષ પુરાણી સીંધુઘાટીની સંસ્કૃતીમાં નામોનીશાન કેમ નથી એના કારણો શું છે, અને તેનાથી આપણા કહેવાતા ઈતીહાસમાં શું ફેર પડે છે એની વીચારણાનો એમાં પ્રશ્ન છે. પરન્તુ એવી વીચારણાથી અગાઉના તમામ ઈતીહાસો ધરાશાયી થતાં હોવાથી યા ઉલટા પ્રતીત થતાં હોવાથી વર્ણવાદી વીદ્વાનો તેની વીચારણાથી દુર ભાગે છે. એટલું જ નહીં; પરન્તુ પુરાતત્ત્વ વીજ્ઞાન અને વીજ્ઞાનનો જ છેદ ઉડાડવાનો આડકતરો પ્રયાસ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે આવા વીદ્વાનો ઈશ્વરના અસ્તીત્વની ચર્ચા કરતી વખતે કહેતા હોય છે કે વીજ્ઞાનનો વીકાસ પણ ઈશ્વરની ઈચ્છા અને કૃપાને કારણે જ થયો છે. પરન્તુ એ જ વીજ્ઞાન જ્યારે એમની રુઢીચુસ્ત અને સ્વાર્થી માન્યતાને ધરાશાયી કરે છે, ત્યારે તેઓ વીજ્ઞાનનો પણ સમુળગો વીરોધ કરી બેસે છે. જેમાં બીજી આશ્ચર્યની વાત એ હોય છે કે તેઓ શું બકવાસ કરી રહ્યાં હોય છે, એની એમને ત્યારે ખબર જ રહેતી નથી.
વર્ણવ્યવસ્થાવાદીઓએ સીંધુઘાટીની સંસ્કૃતી વૈદીક હોવાનું પુરવાર કરવા માટે ઘણા પ્રયત્નો અને પેંતરાઓ કરી જોયા છે; પરન્તુ તે બધાં નીરાધાર અને નીષ્ફળ પુરવાર થયા છે. હીન્દુપ્રજા બાહ્ય રીતે અજ્ઞાનને કારણે આજે ભલે વર્ણાશ્રમધર્મને હીન્દુધર્મ માનતી હોય; પરન્તુ આન્તરીક રીતે તે બુદ્ધ અને મહાવીરના શીલ અને સદાચારના ઉપદેશને જ ધર્મ માને છે. ભારતમાં બે ભીન્ન સંસ્કૃતીઓનું સહઅસ્તીત્વ આજે પણ સર્વત્ર જોઈ શકાય છે. એક પ્રજા પરમ્પરાગત લોકધર્મ પાળે છે અને બીજી પ્રજા શાસ્ત્રીયધર્મ યાને ધર્મગ્રંથ પર આધારીત ધર્મ પાળે છે. લોકધર્મ સીંધુઘાટીની પરમ્પરા છે, જ્યારે શાસ્ત્રીયધર્મ વૈદીક પરમ્પરાનો છે.
સીંધુ સંસ્કૃતી વૈદીક નથી એનું સૌથી પ્રબળ અને અકાટ્ય પ્રમાણ એ છે કે જો સીંધુ સંસ્કૃતી વૈદીક હોત તો પુરાણો, રામાયણ, મહાભારત, ગીતા અને સ્મૃતીઓમાં એનો યશસ્વી ઉલ્લેખ હોત. આ બધાં ગ્રંથોમાં વૈદીક સંસ્કૃતીનો ઉલ્લેખ છે; પરન્તુ સીંધુ સંસ્કૃતીનો ઉલ્લેખ નથી, તે દર્શાવે છે કે સીંધુ સંસ્કૃતી વૈદીક નથી.
વીચારણીય પ્રશ્ન અહીં એ છે કે આઝાદી પછીના ભારતના વીદ્વાનો, ચીન્તકો, લેખકો, મુર્ધન્ય સાહીત્યકારો, સંશોધનકારો, પત્રકારો, ઈતીહાસકારો અને સાધુ–સન્તો તથા આચાર્યો સીંધુઘાટીની સંસ્કૃતીની વીચારણાની શા માટે ઉપેક્ષા કરી રહ્યા છે? તેઓ સીંધુઘાટીની વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ હીન્દુ પ્રજા સમક્ષ કેમ રજુ કરતા નથી ? આજે પણ તેઓ જ્યારે રામાયણ, મહાભારત, પુરાણો વગેરે ગ્રંથોની સમીક્ષા લખે છે ત્યારે માત્ર વૈદીક સંસ્કૃતીને જ કેન્દ્રમાં રાખીને તેની સમીક્ષા કરે છે ત્યારે તેઓ સીંધુઘાટીની સંસ્કૃતીને પણ કેન્દ્રમાં કેમ રાખતા નથી ? એનો અર્થ તો એમ જ થાય કે વીદેશી આર્યોની વીદેશી વૈદીક સંસ્કૃતી ને જ તેઓ પોતાની સંસ્કૃતી માને છે. અને સીંધુઘાટીની ભારતીય સંસ્કૃતીને તેઓ પોતાની સંસ્કૃતી માનતા નથી. એનો અર્થ એવો થાય કે તેઓ પોતાને મનમાં ભારતીય નથી માનતા; પરન્તુ તેઓ પોતાને મનમાં વીદેશી આર્ય માને છે. જો તેઓ એમ માનતા હોય કે આર્યો બહારથી આવ્યા નથી; પરન્તુ આર્યો પણ ભારતના મુળ નીવાસીઓ છે, તો પણ એનો મને કે કોઈને કશો જ વાંધો નથી, પરન્તુ ખુશી જ છે. તો પછી તેઓ ભારતની પોતાના સીવાયની પ્રજાને નીચ, અધમ, અપવીત્ર અને હલકી શા માટે ગણે છે ? તેને શુદ્ર ગણીને તેને શાસન અને પ્રશાસન માટે અપાત્ર કેમ માને છે ? શું કોઈ પોતાના સહોદરને કદી અપાત્ર અને અધમ માની શકે ? માર્ગદર્શન ફક્ત અમે જ કરી શકીએ અને અમારાથી અન્ય નહીં એવું એક ભારતીય વ્યક્તી બીજી ભારતીય વ્યક્તી વીશે કેવી રીતે કહી શકે ?
🙏🙏સાભાર –એન. વી. ચાવડા🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment