Friday, August 30, 2019

વોરન એડવર્ડ બફેટ -- Warren Edward Buffett

💰🔦💰🔦💰🔦💰🔦💰🔦
💷💶વોરન એડવર્ડ બફેટ 💴💶
💰💡💰💡💰💡💰💡💰💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જન્મ 30 ઓગસ્ટ, 1930) એક અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ, અને દાનેશ્વરી છે. તેઓ ઇતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પ્રાથમિક શેરહોલ્ડર અને બર્કશાયર હેથવેના સીઇઓ (CEO) છે,અને વર્ષ 2008માં ફોર્બ્સ દ્વારા અંદાજે 62 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા 2009માં, સખાવતી કાર્યો માટે હજારો ડોલર દાનમાં આપ્યા બાદ, બફેટ 40 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા ક્રમના સૌથી વધુ ધનિક વ્યક્તિ હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
વોરન બફેટ એટલે વિચારોનું કારખાનું. વોરનને જાણો એટલે ખબર પડે કે ઇનવેસ્ટમેન્ટને જાણવા જીવનને પણ સાથે સાથે જાણવું પડે. વોરનની વાતો ઉંમરબાધ વગર દરેકને પહેલી નજરે ગમી જાય તેવી છે.

જીવન, પર્સનલ ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ અને કોર્પોરેટ મેનેજમેન્ટ ઉપરના તેમના ક્વોટનો ભાવાનુવાદ આપણી પોતાની ભાષામાં માણવાનો આંનદ જ અનેરો છે.

તેમના આ ક્વોટ ને આપણા ઇનવેસ્ટમેન્ટ પરિપ્રેક્શ્યમાં સમજવા તેનો વિસ્તાર પણ સાથે સાથે કરેલો છે. તો ચાલો માણીએ વોરન બફેટ સાહેબના વિઝડમને.

વસ્તુની કિંમત અને મુલ્યમાં તફાવત છે. તમે જે ચુકવો છો તે કિંમત છે અને તમે જે મેળવો છો તે મુલ્ય છે.
જો તમે 100 રુપિયામા એક શેર ખરોદો છો તો તમે 100 રુપિયા તેની કિંમત ચુકવી. હવે આ શેરનું ખરેખર મુલ્ય જો 80 રુપિયા જ છે, તો તમને 100 રુપિયાની કિંમતમા માત્ર 80 રુપિયા નુ જ મુલ્ય મળશે.

હવે કદાચ એવું પણ બને કે તમે ચુકવ્યા 100 રુપિયા અને તેનું ખરેખર મુલ્ય છે 130 રુપિયા. તો તમને 100 રુપિયાની કિંમતમાં 130 રુપિયાનું મુલ્ય મળ્યુ.

ચાલો વધુ એક ઉદાહરણ જોઇએ, 10 રુપિયા ની “કિંમત” ની ચોકલેટ જે “આનંદ” આપે છે તે “આનંદ” મુલ્ય છે. 10 રુપિયાની કિંમત ફિક્સ છે પણ દરેક ને મળતો આનંદ અલગ છે. 10 રુપિયાની ચોકલેટ નાના બાળકને 100 રુપિયાનો પણ આનંદ આપી શકે અને તેના પપ્પાને કદાચ 8 રુપિયાનો આનંદ આપી શકે.

માટે જ સફળ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કિંમત અને મુલ્યનો તફાવત સમજવો પડે. ઓછી કિંમત અને વધુ મુલ્ય, એ જ સાચો ઇન્વેસ્ટમેન્ટ મંત્ર છે. જેને આ ગણતા નથી આવડતુ તેણે જાતે રોકાણ ના કરતા મ્યુચલફંડ ઇન્ડસ્ટ્રીસની પ્રોફેશનલ સર્વિસનો ઉપયોગ કરવો જોઇએ.

જો તમને લાગે કે તમે ખાડામાં ફસાયેલા છે તો તમારુ સૌથી પહેલું કામ તે ખાડા ને વધુ ખોદાતો બંધ કરવાનું છે.
ધારોકે કોઇએ ઘણી-બધી લોન લઇ લીધી છે અને હવે વ્યાજ ભરવામાં અસક્ષમ છે, ઉપરાંત લોન થી લીધેલી એસેટની કિંમત પણ ખરીદ કિંમત કરતા અત્યારે નીચે છે તો વ્યાજ ભરવા કદીય નવી લોન લેવાય નહીં.

તમે ગમે તેટલા પ્રતિભાશાળી છો અને ગમે તેટલા પ્રયત્ન કરો. પરંતુ અમુક વસ્તુઓ તેનો જે સમય હોય તે લે જ છે. તમે નવ સ્ત્રીઓને પ્રેગનન્ટ કરીને એક મહિનામાં બાળક પેદા ના કરી શકો.
ખુબ જ સારામાં સારા શેર કે મ્યુચલફંડમાં રોકાણ કર્યા પછી તે તરત ના પણ વધે. તમારી ધીરજની પરીક્ષા થશે. ખુબ રાહ જુઓ, તમને પરિણામ ચોક્કસ મળશે.

નિયમ નંબર 1: કદીય પૈસા ગુમાવશો નહીં. 
નિયમ નંબર 2: નિયમ નંબર 1 ભુલશો નહીં.
અહીં બજારમાં શોર્ટ ટર્મ વોલેટીલીટીમાં થતા કાગળ ઉપરના નુક્શાનની વાત નથી. ખરેખર વાત તો એ છે કે, તમે સટ્ટા, આ.પી.ઓ, ફ્યુચર, ઓપ્શન રમીને કે વિમામાં રોકાણ કરીને કદીય પૈસા ગુમાવશો નહીં. આ બંને નિયમો કાગળ ઉપર લખી રાખો, જે તમને ખોટા પગલા ભરતા અચુકથી અટકાવશે.

જો તમે લાંબા સમયથી કાંણાવાળી હોડી માં બેઠા છો તો કાંણા પૂરવા કરતાં તમે તમારી શક્તિ હોડી બદલી નાંખવામાં વાપરો તે વધારે યોગ્ય હશે.
જીવન વિમો, પેની સ્ટોક, ટોટલી નોન પરફોર્મીંગ શેર એ બધા ઇન્વેસ્ટમેન્ટની દુનીયામા કાંણા વાળી હોડી જેવા છે. તેમાં બેસી રહેવા કરતા જલ્દીથી હોડી બદલી દેવામાં સમજદારી છે.

જયાં સુધી ઓટ નથી આવતી ત્યાં સુધી ખબર નથી પડતી કે કોણ કપડા પહેર્યા વગર તરતુ હતુ.
તેજી મે સબકી બોલ બાલા, મંદી મે તેરા મૂંહ કાલા, સાંભળ્યુ છે ને? શેર બજાર હોય કે રીઅલ એસ્ટેટ, તેજીમાં તો બધા તરે. મંદીમાં જ ખબર પડે કે, સાચો ઇન્વેસ્ટર કોણ હતો? શેર-ફ્યુચરના સોદા કરવાવાળા, તેજીમાં હોટ સેક્ટરના હોટ સ્ટોકમાં રોકાણ કરવાવાળા અને ઉપરથી વ્યાજના રુપિયે ધંધો કરવાવાળા તેજીમાં તો ખુબ કમાય છે, પણ મંદી રુપી ઓટ આવતા સાવ ઉઘાડા પડી જાય છે.

તમારે જીવનમાં બહુ ઓછા સારા કામ કરવા પડે છે, જ્યાં સુધી તમે બહુ બધા ખરાબ કામ નથી કરતા.
એક વાર ઇન્વેસ્ટમેન્ટમાં કરેલી ભુલોને (દા.ત. ટ્રેડિંગ, જીવન વિમામાં રોકાણ, દેવું, તેજીમાં રોકાણ, આઇ.પી.ઓ વગેરે વગેરે) રિવર્સ કરી શકાતી નથી. ઇન્વેસ્ટમેન્ટ એટલે કમ્પાઉંડીંગ નો જાદુ. કમ્પાઉંડીંગના જાદુમાં સમય અને રકમ બંનેનુ ખુબ જ મહત્વ છે. ઇન્વેસ્ટમેન્ટની ભુલોમાં માત્ર રકમનું નુક્શાન લોકો દેખી શકે છે પરંતુ જે સમયનું નુક્શાન છે તે ખુબ જ મોટું હોય છે. જો તમે બહુ ઓછી ભુલોથી શરુઆત કરો તો, થોડાક જ સારા ઇન્વેસ્ટમેન્ટ નિર્ણયોથી, તમેતમારા સપનાઓને સાકાર 

કરી શકો છો.

માણસનું એક વિચિત્ર લક્ષણ એવું છે કે, તે સરળ ચીજો ને અઘરી બનાવી દે છે.
માથું દુખતુ હોય અને ડોક્ટર એક એસ્પીરીન લઈ લો તેવી સાદી સલાહ આપે તો આપણને આટલી સરળ એડવાઇઝની ફી ચુકવવામાં પેટમાં દુખે. પણ જો આજ ડોક્ટર એક બે ટેસ્ટ કરે અને પછી ચાર પાંચ અલગ અલગ ગોળીઓ લખી આપે તો આપણે તેને ફી, ટેસ્ટ અને દવાના પૈસા આપણે હોંશે હોંશે ચુકવીએ.

આવુંજ કાંઇક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝની દુનિયામાં છે. આ ચાર સારા મ્યુચલફંડ લાંબા ગાળા માટે લઈને મુકી દો તેવી સલાહ આપી ને ફી માંગો તો, એસ્પીરીન લખી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
બફેટના વક્તવ્યો ઉદ્યોગની ચર્ચા સાથે રમૂજના મિશ્રણ માટે જાણીતા હતા. પ્રત્યેક વર્ષે, બફેટ નેબ્રાસ્કાના ઓમાહા ખાતે આવેલા ક્વેસ્ટ સેન્ટરમાં બર્કશાયર હેથવેના શેરહોલ્ડરોની વાર્ષિક બેઠકનું નિયમન કરે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને વિદેશના આશરે 20,000 મુલાકાતીઓને ખેંચી લાવે છે, જેને "વુડસ્ટોક ઓફ કેપિટાલિઝમ"નું ઉપનામ પણ આપવામાં આવ્યું છે.
બફેટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને શેરહોલ્ડરોને મોકલવામાં આવતા વાર્ષિક અહેવાલો અને પત્રોને ઘણી વાર નાણાકીય માધ્યમોમાં સ્થાન મળે છે. બફેટનું લેખન બાઇબલથી માંડી મે વેસ્ટ સુધીના લોકોના સાહિત્યીક અવતરણો, તેમજ મિડવેસ્ટર્ન સલાહો, અને સંખ્યાબંધ ટુચકાઓ માટે જાણીતું છે. વિવિધ વેબસાઇટ્સ બફેટના મૂલ્યોના વખાણ કરે છે, જ્યારે અન્ય બફેટના બિઝનેસ મોડેલને વખોડી કાઢે છે અને તેમની રોકાણ અંગેની સલાહો અને નિર્ણયોને નકારે છે.


🔰🔰🔰🔰🔰🔰🔰🔰
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ વોરન બફેટ
🔰🔰🔰🔰🔰🔰🔰🔰
અચૂક વાંચવા જેવું અને શીખવા જેવું : 

" વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ વોરન બફેટની કીમતી સલાહ " :
***************************************

"હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે"

વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઇ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે “હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.” તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.

આજે વોટન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા

ન બગાડે.
(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવીતેવી વ્યવસ્થાકરો.

(૯) મોટા મેળાવ

ડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

ખિસ્સામાં બે બે મોબાઇલ ફોન્સ, પ્રાઇવેટ જેટ વિમાનો, બ્રાન્ડનેમ ધરાવતાં લાખો રૂપિયાનાં ચશ્માં, ઘડિયાળો અને રૂ. ૬૦૦૦ કરોડનો ભવ્ય આશિયાનો બાંધતા ભારતના નવધનિકોને વોરન બફેટની આ સલાહો નહીં ગમે, પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment