Saturday, September 7, 2019

લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં --- In London, in 1931, the second round of conference began, just as Gandhi was present from the Congress

🔘👇🔘👇🔘👇🔘👇🔘👇🔘
*લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં.*
👇🔘👇🔘👇🔘👇🔘👇🔘👇
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🗣👁‍🗨♦️ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.*

*♻️💠શાહી અંગ્રેજી હકુમત માત્ર ન્યાયનું નાટક કરવાના ઈરાદાથી વાટાઘાટ કરવા બોલાવે છે અને પોતાની એક વાત પણ સ્વીકારાવાની નથી તે વાત જગજાહેર હોવા છતાં ગાંધીજીએ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કરેલો ઐતિહાસિક આગબોટ પ્રવાસ.*

*🎯💠♻️વિષ્ણુ પંડયાની નોંધ અનુસાર, ગાંધીજી ગોળમેજી પરિષદ માટે આવ્યા ત્યારે આપણા બે ગુજરાતીઓ અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્દુલાલે તેમને ‘આર્યભુવન’માં રહેવા આમંત્રણ આપ્યું અને પછી તો મહેફિલ જામી – સાર્વજનિક પ્રશ્નોનાં ચિંતનની! ઇન્દુલાલ યાજ્ઞિકના લંડનનિવાસ દરમિયાન જ આપણા ગુજરાતને માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી તે તેમણે લખેલા શ્યામજી કૃષ્ણવર્માનાં સર્વ પ્રથમ અધિકૃત જીવનચરિત્રની છે. ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સ્મૃતિ તે ‘ડાયોસ્પોરા’ની મોટી ઘટના ના ગણાય ?*
*🎯🔰👉બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું.*
*દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.*
👇👇👇👇👇👇👇

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !

જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !

ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !
– ઝવેરચંદ મેઘાણી

↔️➡️➡️તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. 
*🎯💠👉૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.* 
*🎯👉ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા.*

*🎯💠👉 સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
*1931. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું.* *🎯ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધુ’ શબ્દોને સ્થાને ‘બાપુ’ ‘બાપુ’ શબ્દો સૂચવ્યા.🎯 ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા.* *અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી – સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે. બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️

💠🎯👉 બીજી ગોળમેજી પરિષદમાં ઈંગ્લેન્ડ જવા માટે ગાંધીજી 
*🎯🎯‘રાજપૂતાના’ સ્ટીમરમાં⛵️🛥🚤⛴* બેસીને મુંબઈથી રવાના થયા. કેટકેટલી અસાધારણ ઘટનાઓની સ્મૃતિ ઉરમાં સંઘરીને કાળદેવતા ઊભા હશે!

ગોળમેજી પરિષદમાં બાપુ જતા હોય તેની કથાનો કડીબદ્ધ ઈતિહાસ લખવા સૌરાષ્ટ્રના તે સમયના નિષ્પક્ષ તથા નીડર પત્રકારત્વના મશાલથી અમૃતલાલ શેઠ તલપાપડ થતા હોય તે સ્વાભાવિક છે. તેમના ‘સૌરાષ્ટ્ર’ અખબારના માધ્યમથી ગોળમેજી પરિષદની ઘટના સાથે વણાયેલા અસંખ્ય રાજકીય તાણાવાણા ઉકેલીને તે રજૂ કરવાનો શેઠ સાહેબનો પ્રયાસ હતો. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સમગ્ર પ્રસંગના કેન્દ્ર સમાન ગાંધીજીના મનોજગતનું ચિત્રણ કોણ કરી શકે? તંત્રી અમૃતલાલ શેઠ જાણતા હતા કે આ કામ માત્ર મેઘાણી જ કરી શકે! મેઘાણીભાઈ કવિ હતા. દૃષ્ટા હતા. તેમની તીક્ષ્ણ અને જાગૃત દૃષ્ટિએ આ પ્રસંગને અનુરૂપ એક અમર રચનાનું સર્જન થયું. રચના એવી ધારદાર કે તે ગાંધીને પણ સ્પર્શી ગઈ તેની પ્રતીતિ મહાદેવભાઈના લખાણ પરથી થાય છે. બાપુની ગોળમેજી પરિષદના પ્રયાણના આખરી સમયે જ ગીત રચાયું. ગીતની કેટલીક પ્રતો કઢાવીને આ ગીતના શબ્દો તાબડતોબ મુંબઈ પહોંચાડવાનો અર્થપૂર્ણ પ્રયાસ થયો. મુંબઈ બંદર પરથી ગાંધીજીની વિદાયના ટાણે ગીતની પ્રતોની વહેંચણી થઈ. પ્રસંગનું ગાંભીર્ય તો હતું જ. પરંતુ આ ઉજળા પ્રસંગને ચાર ચાંદ લગાડવાનું વિરાટ કાર્ય મેઘાણીની નીવડેલી કલમે કર્યું. રાષ્ટ્રપિતાના મનોભાવો તથા વેદનાનું આવું ચિત્રણ કદાચ કોઈ પણ ભાષાના પદ્ય કે ગદ્યમાં મળવું મુશ્કેલ છે. સમગ્ર હિન્દુસ્તાન પૂરા આદરથી ગાંધીને *‘ખુદાહાફીઝ’* કહે છે. સત્યની આફરી તાવણી માટે ઝેરનો કટોરો પી જવા માટે કવિ આગ્રહ કરે છે!

છેલ્લો કટોરો ઝેરનો! આ, પી જજો બાપુ
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ
સુર અસુરના આ નવયુગી ઉદધિ- વલોણે
શી છે ગતાગમ રત્નના કામી જનોને !
તું વિના શંભુ ! કોણ પીશે ઝેર દોણે
હયા લગી ગરવા ગરલ ઝટ જાઓ રે બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર!કરાળ-કોમલ!જાઓ રે બાપુ !

બાપુની વિરાટ પ્રતિભા મેઘાણીભાઈના શબ્દોમાં કાળા વાદળોની વચ્ચે વીજ ચમકે તેમ આ કૃતિમાં ચમકી રહે છે. 
*⚔⚔⚔‘રાજપૂતાના’⚔⚔⚔*
સ્ટીમરે પંથ ખેડવાનો પ્રારંભ કર્યો તે પછી મહાદેવભાઈ અનેક પત્રો સાથે મેઘાણીભાઈનું આ કાવ્ય પણ બાપુને વાંચવા આપે છે. આ રચના વાંચીને ગાંધીજીએ કહ્યું: ‘‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’’ આરપાર જોઈ શકવાની આવી કવિ દૃષ્ટિ જગતે બહુ ઓછા કિસ્સામાં જોઈ હશે. ગાંધીજી સાથે મુસાફરી કરનારાઓમાં પંડિત મદનમોહન માલવિયા, સરોજિની નાયડુ, ઘનશ્યામદાસ બિરલા તથા મીરાંબહેન વગેરે હતા. ઘનશ્યામદાસજી બિરલાએ આ યાત્રાના પ્રારંભની સ્મૃતિને સંકોરતાં લખ્યું હતું. (૨૯ ઓગસ્ટ ૧૯૩૧)
‘‘મુંબઈ બંદરથી ગાંધી નીકળ્યા ત્યારે જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. જાણે ઈન્દ્ર વિદાયના આંસુ સારી રહ્યો હતો. પરંતુ બાપુને વળાવવા આવેલો વિશાળ માનવ સમુદાય પોતાની જગ્યાએથી ખસતો ન હતો. ચારે બાજુ પાણી જ પાણી… તેની વચ્ચે અમારી નાનકડી દુનિયા- ‘રાજપૂતાના આગબોટ’.

હિન્દના હ્રદયસમ્રાટની ઐતિહાસિક યાત્રાનું આ દૃશ્ય સાચે જ હ્રદય પીગળાવનારું છે.’’ યુરોપના દરિયાકાંઠે ગાંધી ઊતરે તે પહેલાં જ ઈંગ્લેન્ડનાં છાપાઓમાં તેમને એક વિચિત્ર રીતે જીવતા અર્ધચક્રમ તરીકે ચીતરવાનો પ્રયાસ થયો હતો. બાપુના ખોરાકની ટેવ તથા બકરીના દૂધ અંગેનો તેમનો આગ્રહ તેમને મજાકનું પાત્ર બનાવવા માટેનાં સુલભ સાધનો હતાં. લંડનની સડક પર શરદ ઋતુની ટાઢમાં ખાદીની પોતડી પહેરીને તથા શાલ ઓઢીને લોકોએ ગાંધીને ફરતા જોયા હતા. જોકે ઈંગ્લેન્ડના સામાન્ય લોકોનો ગાંધી તરફનો પ્રતિભાવ સંપૂર્ણ સ્નેહાદરયુક્ત હતો. બ્રિટીશ સરકારની વ્યવસ્થા સ્વીકારીને તેમના મહેમાન બનવાનું ગાંધીએ પસંદ ન કર્યું. આમ પ્રજાની વચ્ચે તેઓ કિંગ્સલી હોલમાં રહ્યા તેની પણ એક મોટી અસર ઊભી થવા પામી. ગોળમેજી પરિષદમાં કોઈ ચમત્કારી પરિણામ આવે તેવી આશા ભાગ્યે જ કોઈની હતી. પરંતુ બાપુએ ઈંગ્લેન્ડના વિશાળ માનવ સમુદાયની હિન્દુસ્તાનની મુક્તિ માટેની લડત માટે વ્યાપક સહાનુભૂતિ મેળવી હતી આ એક મોટી સિદ્ધિ હતી. બાપુ જ્યારે ગોળમેજી
પરિષદમાંથી હિન્દુસ્તાનમાં પાછા આવ્યા ત્યારે પણ મેઘાણીભાઈએ આ ઐતિહાસિક યાત્રાના નાયકને વધાવતી પંક્તિઓ લખી! શાયર ભાવુક થઈને ગાંધી જે માર્ગે આવતા હતા તે સાગરને જાગૃત થવા આહવાન કરે છે. દેશનો ‘પ્રાણધાર’ પાછો આવે છે, તેની

સુખ-સુવિધા માટે સાગરને ‘હૈયે હિંડોળા બાંધવાની’ વાત આ કવિ જ કરી શકે!

સૂતો રે હોય તો જાગજે સાયર!
ઘેર આવે પ્રાણધાર
હૈયે તારે બાંધ હિંડોળા
મોભી મારો ખાય બે ઝોલા....
માતા ! તારો બેટડો આવે
આશાહીન એકલો આવે.
કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિએ મા-માતૃભૂમિના ગાંધી તરફના વાત્સલ્યનો ભાવ અતિ સુંદર તેમજ અર્થસભર શબ્દોમાં ગૂંથ્યો છે:
તારી કમાઈ ગુમાઈનો રે
મારે માગવો નોય હિસાબ
બેટા ! તારી ખાકની ઝોળી
માતા કરે મન અમોલી.

શ્રાવણની ભીનાશ લઈને જન્મેલા આપણા મહાકવિ મેઘાણીની ઓગસ્ટ માસમાં વિશેષ સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે. કવિ કાગે તેમને ઉચિત અંજલિ આપતા શબ્દો લખ્યા છે:
હું ભમિયો ભાયાણી
સાતે સાયર ઉતર્યો
પણ મર્મી મેઘાણી
‘કાગે’ ન દીઠો કાળાઉત.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment