🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞
*📜📜નવજીવન સપ્તાહીક📜📜*
🗞📃🗞📃🗞📃🗞📃🗞📃🗞
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*ઘણા લોકો ને એ ખ્યાલ નહી હોય કે *નવજીવન* ની શરૂઆત ઈન્દુલાલ યાજ્ઞિકે કરી હતી....*
*2015ની સાલમાં ઈન્દુલાલ યાજ્ઞિકના 🙏‘નવજીવન અને સત્ય’🙏 💠માસિકનું 💠શતાબ્દી વર્ષ હતું.*
(ઈન્દુલાલ યાજ્ઞિકે શરૂ કરેલું ‘નવજીવન અને સત્ય’ *માસિક* ગાંધીજીએ લઈને એને ‘નવજીવન’ *સાપ્તાહિક* તરીકે ચલાવ્યું. )
🎯👉1915માં ઈન્દુચાચાએ શરૂ કરેલ આ માસિક તેમણે ચાર વર્ષ સુધી ચલાવી 1919માં તે મહાત્મા ગાંધીને સુપરત કર્યું. બાદ *💠🎯🔰તા.07-09-1919ના રોજ મહાત્મા ગાંધીએ તેને ‘નવજીવન’ સાપ્તાહિક તરીકે પ્રસિદ્ધ કરીને ભારતમાં અંગ્રેજ શાસનમાં પત્રકારત્વમાં લોકજુવાળ અને નીડરતાનો એક નવો અધ્યાય શરૂ કર્યો.*
📇🖼મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલ એ નામનું એક સાપ્તાહિક; હિંદી સમાજના જીવનમાં નવીન ચેતન પ્રેરતું રાજપ્રકરણી, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક વિષયો ચર્ચતું અમદાવાદમાંથી મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને આગેવાની નીચે પ્રગટ થતું સાપ્તાહિક પત્ર.
*💠👁🗨💠ગાંધીજીએ ‘નવજીવન‘ સાપ્તાહિક ચલાવવાનું નક્કી કર્યું. પ્રેસનું કામ ચાલુ થયું પરંતુ ભારણ એટલું વધવા લાગ્યું કે પહોંચી વળાતું નહિ. આ ભીડને વખતે ગાંધીજીને સ્વામી આનંદ યાદ આવ્યા. ગાંધીજીએ એમને બોલાવી લીધા અને નવજીવન સાથે જોતરી દીધા. ઈ. ૧૯૧૯થી ઈ. ૧૯૨૨ સુધી એમણે ‘નવજીવન‘ અને ‘યંગ ઇન્ડિયાનું તંત્રસંચાલન કર્યું હતું. યંગ ઇન્ડિયામાં ત્રણ ઉગ્ર લેખો આવતાં સરકારે ગાંધીજીને, શંકરલાલ બેકરને અને સ્વામી આનંદને જેલ-સજા કરી હતી.*
👁🗨🙏🎯👉વિશ્વમાં સામાજિક સ્તરે પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે ૧૩૧ વર્ષ પહેલાં રોમથી થઇ હોવાનું માનવામાં અાવે છે.
*👁🗨🗞🗞ત્યારે પ્રથમ દૈનિક સમાચારપત્ર શરું થયું જેનું નામ “Acta Diurna” (દિવસની ઘટનાઓ ) હતું.*
💠ખરેખર તો અે અેક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં અાવતાં હતાં. અા પટ્ટીઓને રોમનાં મુખ્ય સ્થાનો પર રાખવામાં અાવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, લડાઇના પરિણામો વગેરેની ઘોષણા કરવામાં અાવતી હતી. ઇ.સ.ની ૧૫મી સદીનાં મધ્યભાગમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોની શોધ થઇ.
🔰👁🗨તેનાથી પુસ્તકો અને વર્તમાનપત્રોનું પણ પ્રકાશન કરવું શક્ય બન્યું . *યુરોપનાં સ્ત્રાસબુર્ગ શહેરમાં કારોલૂસ નામનો ધનવાન વ્યક્તિ હાથથી લખેલા સૂચનાપત્રો પ્રકાશિત કરતો હતો. ઇ.સ. ૧૬૦૫માં તેણે છાપકામ યંત્ર ખરીદીને વિશ્વના સૌ પ્રથમ મુદ્રીત સમાચારપત્રની શરુઆત કરી જેનું નામ રિલેશન હતું.*
*📢📣📢📣ભારતમાં પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચારો પહોચાડવાની પ્રથા હતી. 🚪🔖🔖પાછળથી ભીંતપત્રો શરું થયા.
*🇮🇳સૌપ્રથમ મુદ્રીત સમાચારપત્ર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલીન અધિકારી વિલેમ બોલ્ટસે શરું કર્યું હતું.*
*🎯🔰પાછળથી સમાચારપત્રોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન પત્ર શરું કર્યું હતું🗣🇮🇳🇮🇳 જેણે અાઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. ૧૭૭૦થી અાઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે.*
*♻️💠૧૯૭૦ બાદ કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા અને સરકારની વાહ વાહ કરતાં મુખપત્રો હતા. સરકારની અાલોચના કરતાં પત્રો સામે કડક પગલા લેવાતા હતા.*
*🇮🇳🇮🇳સૌપ્રથમ ભારતીય ભાષામાં સમાચારપત્ર બંગાળીમાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. ૧૮૧૯માં સંવાદ કૌમુદી પ્રસિદ્ધ થયું.*
*🎯🇮🇳👉🎯ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચારપત્ર મુંબઇ સમાચાર ઇ.સ. ૧૮૨૨માં પ્રકાશિત થયું. તે અાજે પણ વિદ્યમાન છે.*
🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞
*પત્રકારત્વ ક્ષેત્રે ગાંધીજીનું યોગદાન*
🗳📇🗳📇🗳📇🗳📇🗳📇🗳

*મિત્રો ૧૩ મેના દિવસે ભારતમાં પ્રેસ ડેની ઉજવણી થઈ. દેશમાં અને ખાસ કરીને *બિહારમાં પત્રકારોની હત્યાના કેસ વધી રહ્યા છે.* વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મીડિયાની સ્વતંત્રતાની હિમાયત કરી અને મીડિયાને સ્વયં સંયમ રાખવા યોગ્ય સલાહ આપી હતી.*
*💠👉ગાંધીજી સાહિત્યકાર નહોતા, છતાં તેમણે લખેલી આત્મકથા 📓📔‘સત્યના પ્રયોગો’ તે સૌથી વધુ વંચાતું, સૌથી વધુ વેચાતું અને સૌથી વધુ ભાષાઓમાં અનુવાદિત થયેલું મૂળ ગુજરાતી પુસ્તક છે.*
💟 ‘સત્યના પ્રયોગો’ જેટલી લોકપ્રિયતા વિશ્વમાં બીજા કોઈ પુસ્તકને મળી નથી.
*📝📝ગાંધીજી પત્રકાર નહોતા. છતાં પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એમણે કરેલું ખેડાણ શ્રેષ્ઠ રહ્યું છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ ચૂકી હતી કે સમાજજીવનના ઘડતરથી માંડીને સત્ય માટે અને અન્યાય સામે લડત ચલાવવા વર્તમાનપત્રો ખૂબ મોટો ભાગ ભજવી શકે છે.*
*🔷➖🔷ઈન્ડિયન ઓપિનિયન*
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે સૌથી પહેલાં તેઓ ‘ઈન્ડિયન ઓપિનિયન’ નામના અખબાર સાથે સંપર્કમાં આવ્યા હતા.
*🔷➖ઈ.સ. ૧૯૦૪ના અરસામાં શ્રી મદનજીતે છાપું કાઢવાનો વિચાર કર્યો. એમણે ગાંધીજીની સલાહ લીધી.* 🏁🏁મદનજીત છાપખાનું ચલાવતા હતા પણ હવે તેઓ છાપું પણ કાઢવા માંગતા હતા. *📇📃૧૯૦૪માં ‘ઈન્ડિયન ઓપિનિયન’ છાપાની શરૂઆત થઈ. તેના વડા તરીકે મનસુખલાલ હતા* પરંતુ દૂર રહીને પણ એ છાપું ચલાવવાની જવાબદારી ગાંધીજીના માથે આવી હતી. 🏷🔖એ વખતે દક્ષિણ આફ્રિકામાં ઘણા પ્રશ્નો હતા. એટલે ગાંધીજી જ વિવિધ વિષયો પર લખાણ લખીને મોકલતા હતા. *આ છાપું સાપ્તાહિક હતું.* પ્રથમ તો તે ગુજરાતી, હિન્દી, ,તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. તેમાં તામિલ અને હિન્દી વિભાગો નામના જ હતા.
➖👉ગાંધીજીએ તે વિભાગે બંધ કર્યા. આ છાપું ચલાવવામાં આર્થિક મુશ્કેલી હતી.
*✍ગાંધીજી લખે છે કે, ‘આ છાપામાં મારે પૈસા રોકવા પડશે તેવી મારી કલ્પના નહોતી, થોડા જ સમયમાં મેં જોયું તો હું પૈસા ના આપું તો છાપું જ ના ચાલે. છાપું બંધ થાય તો કોમની (ભારતીયોની) નામોશી થાય અને કોમને નુકસાન થાય તેમ હતું. હું તેમાં પૈસા રેડતો ગયો ને છેવટે જે બચતું તે બધું તેમાં જ જતું.*
*🎯👉💰એવો સમય યાદ છે કે, એ છાપું ચલાવવા મારે દર મહિને 💵૭૫ પાઉન્ડ💴 મોકલવા પડતા. એ છાપાં એ કોમની સારી સેવા કરી હતી. તેમાંથી પૈસા પેદા કરવાનો કોઈ ઈરાદો મૂળથી નહોતો. એ છાપું મારી હસ્તક હતું ત્યાં સુધી એમાં થયેલાં ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા.’*
*📇🗞📇યંગ ઈન્ડિયા🗞📇🗞📇*
એ પછી ગાંધીજી ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’ સાથે સંકળાયા.
*🗣ગાંધીજી કહે છે :👉 ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’ મારા જીવનના કેટલાક ભાગનો નીચોડ છે. તેમ ‘ઈન્ડિયન ઓપિનિયન’નો કોઈ એવો જ અંક હશે જેમાં મેં કાંઈ લખ્યું ના હોય. એમાં એક પણ શબ્દ વગર વિચાર્યે કે વગર તોળે લખ્યો નથી. કોઈની ખુશામત કરવા પણ મેં લખ્યું નહીં. જાણી જોઈને કોઈ અતિશયોક્તિ કરી હોય તેવું પણ મને યાદ નથી. મારા માટે એ છાપું સંયમની તાલીમ થઈ પડયું. એ જ રીતે એ છાપું મારા માટે મારા મિત્રોને મારા વિચારો જાણવાનું વાહન થઈ પડયું. એ છાપા વિના સત્યાગ્રહની લડત ચાલી ના શકત. વાંચનાર વર્ગને એ છાપાને પોતાનું સમજીને તેમાંથી લડતનું અને દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.*
*આ છાપા વડે રંગબેરંગી મનુષ્ય સ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહક વચ્ચે નિકટ અને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હૃદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા. તેમાં તીખાં, કડવા, મીઠાં એમ ભાતભાતના લખાણો મારી પાસે આવતાં. તે વાંચવાં, વિચારવાં, તેમાંથી વિચારોનું તારણ કાઢીને જવાબ આપવા તે મારા માટે ઉત્તમ શિક્ષણ થઈ પડયું.👏🙌👏🙌👏🙌*
*👏👉🗣તંત્રીની જવાબદારી સારી રીતે સમજતો થયો. મને કોમના માણસો પર જે કાબૂ મળ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય થઈ, જોશ અને તેને જોર મળ્યું.*
*પ્રજાની સેવા માટે 👉નવજીવન અમદાવાદથી નીકળતું હતું. 👉‘યંગ ઈન્ડિયા’ ફરી સાપ્તાહિક થયું. મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે માટે છાપાંઓને તેમનું સ્વતંત્ર છાપખાનું જોઈએ. આ છાપાં મારફતે મેં પ્રજાને સત્યાગ્રહની તાલીમ આપવાનો પ્રયાસ કર્યો.*
*👏🙌👏આ છાપામાં જાહેરખબર ના લેવાનો મારો આગ્રહ અસલથી હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી માન્યતા છે. અને છાપાઓની વિચાર સ્વતંત્રતા જાળવી રાખવામાં આ પ્રથાને બહુ મદદ કરી છે.*
*👏👍👏👌આ છાપાં મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો છું. કેમ કે જો કે તુરત મારાથી સવિનય ભંગનો આરંભ ના કરી શકાયો, પણ હું મારા વિચારો છાપાં મારફતે છૂટથી પ્રગટ કરી શક્યો. મને લાગે છે કે, બંને છાપાંએ એટલે કે‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ એ અણીના સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદાના જુલમને હળવો કરવામાં ફાળો આપ્યો.👌👏🙌*
અંદરનો જ અંકુશ
*🗣🗣🗣ગાંધીજી કહે છે : ‘વર્તમાનપત્રો સેવાભાવથી ચાલવા જોઈએ. એ હુંઈન્ડિયન ઓપિનિયન’ ના પહેલા માસની કારકિર્દીથી જોઈ ગયો. વર્તમાન પત્ર (અહીં સામયિકો પણ સંચાલન છે) એ ભારે શક્તિ છે, પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડૂબાવે અને પાકનો નાશ કરે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ વિનાશ વેરી શકે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતા વધુ ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી નીવડી શકે છે.’*
*🗣🗣🗣ગાંધીજી કહે છે :’આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે ? પણ નકામાને બંધ કોણ કરાવે ? કોણ કોને નકામું ગણે ? કામનું અને નકામું સાથે સાથે ચાલ્યાં જ કરવાના. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.’*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
પણ હું મારા વિચારો છૂટથી પ્રગટ કરી શક્યો: જેઓ સલાહસૂચના માટે મારા તરફ જોઈ રહ્યા હતા તેમને આશ્વાસન આપી શક્યો. ને મને લાગે છે કે, બંને છાપાંએ તે અણીને સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદા જુલમને હળવો કરવામાં ફાળો ભર્યો.
🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏

✅💠✅💠✅💠✅💠✅💠✅💠
*સત્યના પ્રયોગો અથવા આત્મકથા : ભાગ પાંચમો*
💠👇💠👇💠👇💠👇💠👇💠👇
*🔘👁🗨'નવજીવન' ને 'યંગ ઈંડિયા'💠*
ગમે તેવી ધીમી તો પણ શાંતિ જાળવનારી હિલચાલ એક તરફથી થઈ રહી હતી, ત્યારે બીજી તરફથી સરકારની દમનનીતિ પુરજોરમાં ચાલી રહી હતી. પંજાબમાં તેની અસરનો સાક્ષાત્કાર થયો. ત્યાં લશ્કરી કાયદો એટલે જોહુકમી શરૂ થઈ આગેવાનોને પકડ્યા. ખાસ અદાલતો તે અદાલતો નહોતી, પણ એક સૂબાનો હુકમ ઉઠાવનારી વસ્તુ થઈ હતી. તેણે પુરાવા પ્રમાણ વિના સજાઓ કરી. લશ્કરી સિપાહીઓએ નિર્દોષ લોકોને કીડાની જેમ પેટે ચલાવ્યા. આની આગળ જલિયાંવાલા બાગની ઘોર કતલ તો મારી આગળ કંઈ વિસાતની નહોતી, જો કે પ્રજાનું અને દુનિયાનું ધ્યાન તો એ કતલે જ ખેંચ્યું.
પંજાબમાં ગમે તેમ કરીને પ્રવેશ કરવાનું મારી ઉપર દબાણ થયું. મેં વાઇસરૉયને કાગળો લખ્યા, તાર કર્યા, પણ પરવાનગી ન મળે. પરવાનગી વિના જાઉં એટલે અંદર તો જવાય નહીં, પણ માત્ર સવિનય ભંગ કર્યાનો સંતોષ મળે. આ ધર્મસંકટમાં મારે શું કરવું એ વિકટ પ્રશ્ન મારી પાસે આવી પડ્યો. હું મનાઈહુકમનો અનાદર કરીને પ્રવેશ કરું તો તે વિનયી અનાદર ન ગણાય, એમ મને લાગ્યું. શાંતિની જે પ્રતીતિ હું ઈચ્છતો હતો તે હજુ મને નહોતી થઈ. પંજાબની નાદિરશાહીએ લોકોની અશાંત વૃત્તિને વધારી હતી. આવે સમયે મારો કાનૂનભંગ બળતામાં ઘી હોમવા જેવો થાય એમ મને લાગ્યું, ને મેં સહસા પંજાબમાં પ્રવેશ કરવાની સૂચનાને માન ન આપ્યું. આ નિર્ણય મારે સારુ કડવો ઘૂંટડો હતો. રોજ પંજાબથી ગેરઈન્સાફના ખબર આવે, ને રોજ મારે તે સાંભળવા ને દાંત પીસી બેસી રહેવું!
આટલામાં મિ. હૉનિમૅન, જેમણે 'ક્રૉનિકલ'ને એક પ્રચંડ શક્તિ બનાવી મૂક્યું હતું, તેમને પ્રજાને સૂતી મૂકી સરકાર ચોરી ગઈ. આ ચોરીમાં જે ગંદકી હતી તેની બદબો મને હજુયે આવ્યાં કરે છે. હું જાણું છું કે મિ. હૉનિમૅન અંધાધૂંધી નહોતા ઈચ્છતા. મેં સત્યાગ્રહ સમિતિની સલાહ વિના પંજાબ સરકારના હુકમનો ભંગ કર્યો તે તેમને નહોતું ગમ્યું. સવિનય ભંગ મુલતવી રાખ્યો તેમાં તે પૂરા સંમત થયા હતા. મુલતવી રાખવાનો ઈરાદો મેં પ્રગટ કર્યો તેના પહેલાં જ મુલતવી રાખવાની સલાહનો તેમનો કાગળ મને મોકલાયો હતો, તે મારો ઇરાદો પ્રગટ થયા અછી અમદાવાદ ને મુંબઈ વચ્ચેના અંતરને લીધે મને મળી શક્યો. એટલે તેમના દેશનિકાલથી મને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ દુ:ખ થયું.
આમ થવાથી 'ક્રૉનિકલ'ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાનો બોજો મારી ઉપર મૂક્યો. મિ. બ્રેલ્વી તો હતા જ, એટલે મારે બહુ કરવાપણું નહોતું રહેતું. છતાં મારા સ્વભાવ પ્રમાણે મારે આ જવાબદારી બહુ થઈ પડી હતી.
પણ મારે તે જવાબદારી લાંબો સમય વેઠવી ન પડી. સરકારની મહેરબાનીથી તે બંધ થયું.
જેઓ 'ક્રૉનિકલ'ના વહીવટમાં કર્તાહર્તા હતા તેઓ જ 'યંગ ઇંડિયા'ના વહીવટ ઉપર અંકુશ રાખતા — ઉમર સોબાની અને શંકરલાલ બૅંકર. આ બંને ભાઈઓએ 'યંગ ઇંડિયા'ની જવાબદારી ઓઢવાનું મને સૂચવ્યું ને 'યંગ ઇંડિયા'ને 'ક્રૉનિકલ'ની ખોટ હળવી કરવા સારુ અઠવાડિયાના એક વખતને બદલે બે વખત કાઢવાનું તેમને ને મને ઠીક લાગ્યું. સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની મને હોંશ હતી. પંજાબ વિષે હું કંઈ નહીં તો પણ યોગ્ય ટીકા કરી શકતો હતો, અને તેની પાછળ સત્યાગ્રહરૂપી શક્તિ પડી છે એમ તો સરકારને ખબર હતી. તેથી આ મિત્રોની સૂચનાનો મેં સ્વીકાર કર્યો.
પણ અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વેળા તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક 'નવજીવન' હતું. તેનું ખર્ચ પણ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલે અને તે મિત્રોએ મને સોંપ્યું. ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું પણ માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.
દરમ્યાન 'ક્રૉનિકલ' સજીવન થયું, એટલે 'યંગ ઇંડિયા' ફરી સાપ્તાહિક થયું, ને મારી સૂચનાથી તેને અમદાવાદમાં લઈ ગયા. બે છાપાં નોખે નોખે ઠેકાણે ચાલે તેમાં ખર્ચ વધારે થાય ને મને અગવડ વધારે થાય. 'નવજીવન' તો અમદાવાદમાં નીકળતું હતું. આવાં છાપાંને સ્વતંત્ર છાપખાનું જોઈએ એ તો મેં 'ઇંડિયન ઓપીનિયન'ને વિષે જ અનુભવ્યું હતું. વળી અહીંના તે વખતના છાપાના કાયદા પણ એવા હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં જ સહેલાઈથી થઈ શકે તેમ હતું, એટલે 'યંગ ઇંડિયા' અમદાવાદમાં લઈ ગયા.
આ છાપાં મારફત મેં સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો. બંને છાપાંની નકલો જૂજ ખપતી હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી. 'નવજીવન'ની ઘરાકી એકદમ વધી, જ્યારે 'યંગ ઇંડિયા'ની ધીમે ધીમે વધી. મારા જેલ જવા બાદ તેમાં ઓટ થયો ને આજે બંનેની ઘરાકી આઠ હજારની નીચે ચાલી ગઈ છે.
આ છાપાંમાં જાહેર ખબર ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાંની વિચારસ્વતંત્રતા જાળવવામાં આ પ્રથાએ બહુ મદદ કરી છે.
આ છાપાંની મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો. કેમ કેજોકે તુરત મારાથી સવિનય ભંગનો આરંભ ન કરી શકાયો,

No comments:
Post a Comment