Saturday, September 21, 2019

21 Sep

💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
ઈતિહાસમાં 21 સપ્ટેમ્બરનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

🔄1857 : દિલ્લીનાં સુલતાન બહાદુરશાહ ઝફરે બ્રિટિશ સૈનિકો પાસે આત્મસમર્પણ કર્યું.

🔄1913 : ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનો જન્મ થયો.

🔄1949 : પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના નામના નવા દેશની જાહેરાત થઈ.

🔄1965 : જામ્બિયા, માલદીવ અને સિંગાપૂર સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય બન્યાં.

🔄1992 : ફિલ્મ પ્રોડયુસર તારાચંદ બરજાત્યાંનું અવસાન થયુ.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723*
◾️🔸◾️🔸◾️🔸◾️🔸◾️🔸◾️🔸
*🔵⚫️🔵ઉછરંગરાય ઢેબર🔵⚫️🔵*
◽️🔹◽️🔹◽️🔹◽️🔹◽️🔹
➡️ગુજરાતના સ્વાતંત્રસેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર ઉછરંગરાય ઢેબરનો જન્મ તા. ૨૧/૯/૧૯૦૫ના રોજ જામનગર પાસે આવેલા ગંગાજળાગામમાં થયો હતો. પિતાની નામ માતાનું નામ ઉજમબા હતું. તેમણે રાજકોટમાં જ માધ્યમિક શિક્ષણ લીધું.
➡️મુંબઈમાં જ સોલીસિટર ને ત્યાં નોકરીની શરૂઆત કરી. તેમાંથી એમને વકીલાતમાં રસ પડ્યો. 
➡️ઈ.સ. ૧૯૨૮માં ‘ બોમ્બે હાઈકોર્ટ પ્લીડર’ ની પરીક્ષા પાસ કરી વકીલાત શરુ કરી. 
➡️ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચના પ્રસંગે તેમના અંતરને વલોવ્યું.
➡️ ઈ.સ. ૧૯૩૬ના તેમણે વકીલાતને તિલાંજલી આપીને સેવાકાર્યમાં ઝૂકાવ્યું.
➡️ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ તેમના આશીર્વાદ લીધા. 🔀ત્યારપછી વલ્લભભાઈના દિશાસૂચાનથી સૌરાષ્ટ્રને સેવાનું કેન્દ્ર બનાવ્યું. થોડા જ સમયમાં તેઓ સૌરાષ્ટ્રના કાર્યકરોમાં અગ્રણી થઇ ગયા. ➡️અતિવૃષ્ટિ અને દુષ્કાળ સમયે રાહતકાર્યોમાં મહત્વનો ભાગ ભજવ્યો. ➡️ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના વિલીનીકરણનો પ્રશ્ન સુલઝાવવામાં સરદારને તેમણે સારી એવી સહાય કરી. 
➡️જૂનાગઢનો પ્રશ્ન ઉકેલવા માટે આરઝી હકુમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો. 
➡️રાજકોટ રાજ્યમાં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપવામાં તથા જવાબદાર રાજ્યતંત્ર મેળવવા તેમણે સાથીઓની સહાયની લડત આદરી જે છેવટે વિખ્યાત રાજકોટ સત્યાગ્રહમાં પરિણમી. 
➡️ઢેબરભાઈએ લડત દરમિયાન અવારનવાર જેલવાસ ભોગવવો પડ્યો. આ લડતની પૂર્ણાહુતિ બાદ ઢેબરભાઈ રાષ્ટ્રીય નેતા તરીકે જાણીતા થયા. 
↕️ઢેબરભાઈ ઈ.સ. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. 
↕️ઈ.સ. ૧૯૪૨ની લડતમાં પણ તેમણે કારાવાસ ભોગવ્યો હતો. 
↕️ઈ.સ. ૧૯૪૭માંસ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી કાઠીયાવાડના દેશી રાજ્યોનું એક એકમ રચવામાં આવ્યું. જેનું *‘ સૌરાષ્ટ્ર’* એવું નામ નામકરણ કરવામાં આવ્યું.
🔃➡️સૌરાષ્ટ્રના અલગ રાજ્યના પ્રથમ પ્રમુખ તરીકે ધેબર્ભૈની વરણી કરવામાં આવી. ઈ.સ. ૧૯૪૮ના જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રમાં વચગાળાની સરકાર તેમાં સૌરાષ્ટ્ર પ્રધાનમંડળ રચાયું તેના પ્રથમ પંત પ્રધાન ઢેબરભાઈ થયા હતા. 
➡️ઈ.સ. ૧૯૫૫માં તેઓ અખિલ હિંદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જીવનના અંત સુધી રાષ્ટ્રની સેવા કરી.
➡️ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઢેબરભાઈને કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરી હતી.
➡️ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધીમાં કોંગ્રેસ સંગઠનને મજબુત કરવાની કામગીરી તેમણે કરી હતી. 
➡️ઈ.સ. ૧૯૬૧ થી ૧૯૬૩ સુધી આદિવાસી પંચના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. 
➡️ગાંધી વિચારસરણી અને ખાડી ગ્રામોદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઢેબરભાઈનું અવસાન ૧૧ માર્ચ ૧૯૭૭ના રોજ થયું હતું.

No comments:

Post a Comment