Wednesday, September 4, 2019

દાદાભાઈ નવરોજી --- Dadabhai Navroji

🗣🙏🗣🙏🗣🙏🗣🙏🗣🙏🗣🙏
✅✅✅દાદાભાઈ નવરોજી🔰🔰🔰
🙏👳🙏👳🙏👳🙏👳🙏👳🙏👳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

ભારતના સ્વાતંત્ર્ય સેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ માં મુંબઈમાં થયો હતો. તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા.

💐અવસાન ૩૦ જૂન ૧૯૧૭ (૯૧ વર્ષ)
💢રાજકિય પક્ષ = લિબરલ પક્ષ (યુકે)

💢અન્ય રાજકીય
જોડાણો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
🙎જીવનસાથી ગુલબાઇ
🔻રહેઠાણ લંડન, યુનાઇટેડ કિંગડમ
🔻વ્યવસાય શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, 🔻લોક સભા સભ્ય
🔸ધર્મ પારસી

🔰🔰લોક સભા (યુકે)ના સભ્ય🔰🔰
👉👉ફિન્સબરી સેન્ટ્રલ
પદભારનો સમયગાળો
૧૮૯૨ – ૧૯૯૫
🔻પૂર્વગામી= ફેડ્રિક થોમસ પેન્ટન
🔻અનુગામી= વિલિયમ ફેડ્રિક બાર્ટન 
મેસી-મેનવેરિંગ
🔻બહુમતી ૩

👉૨૭ વર્ષની ઉંમરે તેઓ મુંબઈની એલફિસ્ટન ઈન્સ્ટિટયુટમાં પ્રોફેસર બન્યા હતા. 
👉ધંધામાં પોતાની કારકીર્દી શરૂ કરવા માટે ૩૦ વર્ષની ઉંમરે તેઓએ ઈંગ્લેન્ડ ભણી પ્રયાણ કર્યુ હતું. 
👉૧૮૫૫માં નવરોજી લંડનમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શીયલ પેઢીમાં ભાગીદાર બન્યા હતા ત્યાર બાદ તેમણે ત્યાં પોતાનુ કોમર્શયીલ હાઉસ ઉભુ કર્યુ હતું. 
👥👉૩૧ ઓક્ટોબર ૧૮૬૧માં ધ લંડન અંજુમન નામનું સંગઠન સ્થપાયુ હતુ અને ડો. દાદાભાઈ નવરોજી તેના સ્થાપક અને પ્રથમ પ્રમુખ હતા.

🗣👉અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સુધારણા માટે ઈ.સ. ૧૮૫૧માં🔻 'રહનુમા-ઇ-મઝદયરન સભા'🔻 ની સ્થાપના કરી. 
👉દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. 
🗞🗞આ સંસ્થાએ 📮'રાશ્ત ગોફતાર'📮નામનુ મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું.

👉૧૮૫૯માં તેમને ઈન્ડિયન સિવિસ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ હતું.
👏👏👏ભારતીય પબ્લિકમાં બુધ્ધિજીવીઓની ઉન્નત્તિ માટે પધ્ધતિસર કામ કરનારા પ્રથમ વ્યક્તિ હતા.

👉✌️૧૮૬૨માં તેમણે ઈંગ્લિશ પ્રજાને ભારતીય બાબતોથી માહિતગાર બનાવવા માટે ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન નામનુ વગદાર સંગઠનની સ્થાપના કરી હતી. 
💥👇આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ બ્રિટનને ભારતની દુર્દશા અને જરૂરિયતો વિશે સારી રીતે માહિતગાર કરવાનો હતો.

🔶🇮🇳૧૮૭૪માં તેઓ ભારત પાછા ફર્યા હતા. 💥બરોડા રાજ્યના દિવાન તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તેઓ ⭕️બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવવાના હેતુથી ૧૮૮૬માં ફરીથી ઈંગ્લેડ પાછા ફર્યા હતા. 
⭕️♦️૫ જુલાઈ ૧૮૯૨ ના રોજ તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા અને આ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા ✅પ્રથમ ભારતીય બન્યા હતા. 
✅✅તેઓ ઈન્ડિયન નેશનાલિઝમના પિતા તરીકે જાણીતા બન્યા હતા.

✅✅🔘દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે.
✅✅તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 
✅✅કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો. 
♦️તેઓને બ્રિટિશરોમાં વિશ્વાસ હતો પરંતુ બ્રિટિશ રાજકીય વ્યવસ્થાથી તેમની ભ્રમણામાં વધારો થતા તેઓ નિરાશ બન્યા હતા. 
💠✅🇮🇳🇮🇳૧૯૦૪માં તેમણે સ્વરાજની માંગણી કરી હતી. 
♻️✅ગોપાલ કૃષ્ણ ગોખલે અને મોહનદાસ કરમચંદ
ગાંધી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓની પેઢી તેમનો એક સલાહકાર તરીકે આદર કરતા હતા.

🔘🎯તેઓનુ સમગ્ર જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું.આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા જીવનનો 💐૩૦ જૂન ૧૯૧૭ ના રોજ અંત આવ્યો હતો. 
૯૩ વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું. તેમણે એકવાર કહ્યું હતું કે, સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.

✅♻️🇮🇳‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા’ (૧૯૦૧) નામે તેમણે કરેલા અધ્યયને ભારતને આર્થિક રાષ્ટ્ર તરીકે આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 
✅💠♻️ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રિ ગોફ્તાર અખબારના સ્થાપક હતા. પારસીઓને તેમના ધર્મ અંગેનુ શિક્ષણ આપવા માટે દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક અને રાષ્ટ્ર ગોફ્તાર નામના બે ધાર્મિક મેગેઝીન શરૂ કર્યા હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👳🕵👳🕵👳🕵👳🕵👳🕵👳🕵
🇮🇳હિંદના દાદા – દાદાભાઈ નવરોજી🇮🇳
👳💂‍♀👳💂‍♀👳💂‍♀👳💂‍♀👳💂‍♀👳💂‍♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે જેવા ઘણા બધા નામી-અનામી લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ તો દેશની બહારથી પણ આઝાદી માટે લડત લડી રહ્યા હતાં. ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાની બ્રિટિશ શાસિત ભારતને સ્વતંત્ર કરાવવા ચળવળમાં જોડાયા અને તેમાંના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે આપણો દેશ આઝાદ થયો. મિત્રો, આ સ્વાતંત્રસેનાની પૈકી આજે આપણે દાદાભાઈ નવરોજીનો થોડો પરિચય મેળવીએ. દાદાભાઈ નવરોજીને આપણી સ્વાધીનતાના મંત્રદ્રષ્ટા પણ કહેવાય છે.

✅🇮🇳સ્વાતંત્રસેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર,1825 ના રોજ મુંબઈમાં થયો હતો. 
🔷તેમનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. દાદાભાઈ નવરોજીના પિતા પુરોહિત હતા. 
🔸મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી દાદાભાઈ મુંબઈની એલફિસ્ટન ઈંસ્ટિટ્યુટમાં પ્રોફેસર બન્યા. પોતે ધંધાકીય કારકિર્દી બનાવવા માગતા હોવાથી તેઓ 30 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા. 
🔹દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શિયલ પેઢીમાં ભાગીદાર બન્યા અને પોતાનું કોમર્શીયલ હાઉસ ઊભુ કર્યુ. 
🔷1851માં ધર્મ-સુધારણા માટે 
🔺‘રહનુમા-ઈ-મઝદયરન સભા’🔺ની સ્થાપના કરી અને આ સંસ્થા મારફતે 🔸‘રાષ્ટ્ર ગોફતાર’🔸 નામના મુખપત્ર દ્વારા પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યુ. ત્યારબાદ દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક નામનું મેગેઝિન પણ શરૂ કર્યું હતું. 
☑️1859માં ઈન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ. 
☑️ભારતીય સમાજમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે કોઈ પદ્ધતિસર કામ કરનાર 🔘પ્રથમ🔘 વ્યક્ત હોય તો એ દાદાભાઈ નવરોજી છે. 

🔷1861માં તેઓએ ધ લંડન અંજુમન નામની સંસ્થા સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. 
🔷1862માં ભારતની વાસ્તવિક પરિસ્થિતિ અને અંગ્રેજ શાસનમાં થયેલી દૂર્દશા તથા ભારતીય પ્રજાની જરૂરિયાતોનો સાચો ખ્યાલ ઈગ્લેન્ડની પ્રજા સુધી પહોચાડવાના ઉદ્દેશથી દાદાભાઈએ 🔻‘ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન’🔺 નામે એક વગદાર સંસ્થાની સ્થાપના કરી.

🔴🔵1869ના જુલાઈમાં 👑ગોંડલના મહારાજા ભગવદસિંહજી👑 અને મુંબઈના શેરીફે પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમને ₹ 25,000 (આજના કરોડો રૂપિયા બરાબર) આપવામાં આવ્યા હતા. 
🔳🔷દાદાભાઈએ આ નાણાં તેમની સંસ્થા ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનને દાનમાં આપી દીધા હતા. 
▪️ભાવનગર, કચ્છ અને વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનું સન્માન કર્યું હતું. 
🔵▪️દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ 1874માં તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા.👏

👳👧🏻👧🏻 દાદાભાઈ કન્યા કેળવણીના પણ અત્યંત હિમાયતી હતા. તેઓ તેમના સાથીઓ સાથે ઘરે ઘરે જઈને માતા-પિતાઓને તેમની દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. 
👉તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર ટિળકની સાથે સાથે ગાંધીજીના પણ ખાસ મિત્ર હતા. 
👉1886માં બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવવાના હેતુથી દાદાભાઈ ઈગ્લેન્ડ પાછા ફર્યા અને 1892માં ઈગ્લેન્ડ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા. 
👆👇👌આ રીતે દાદાભાઈ બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા અને તેઓ 
🇮🇳🇮🇳ભારતીય રાષ્ટ્રવાદના પિતા તરીકે જાણીતા બન્યા.🇮🇳🇮🇳
📌📌દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે. તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો. દાદાભાઈ વિવિધ ક્રાંતિકારી કાર્યક્રમોમાં જોડાઈને 1904માં સ્વરાજની માંગણી કરી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલે અને ગાંધીજી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓ દાદાભાઈને એક વરિષ્ઠ સલાહકાર તરીકે આદર આપતા હતા. 
👳👳જેને કારણે એમને હિંદના દાદાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.🎅👳👳

દાદાભાઈનું જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું. આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા દાદાભાઈના જીવનનો 30 જૂન, 1917 ના રોજ અંત આવ્યો હતો. 93 વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું.

☑️🗣🗣 તેમણે એકવાર કહ્યું હતું કે, ‘સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.’ 
👏👏આજે આપણે સ્વાતંત્ર્ય અને આઝાદીના જે મીઠા ફળ ભોગવી રહ્યા છીએ તે મેળવવા આવા અનેક મહાપુરૂષોએ સમગ્ર જીવન ન્યોછાવર કરેલું. 
👏આપણા સૌની નૈતિક ફરજ છે કે તેઓને યાદ કરી તેમના જીવનમાંથી દેશપ્રેમ અને રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના કેળવીએ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ
👳👳👳👳👳👳👳👳👳👳👳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા.

👁‍🗨ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો હતો.. દેશભરમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું તેવે વખતે દાદાભાઈ નવરોજીએ દેશને માટે ઉદ્દિપકની કામગીરી કરી હતી. સમગ્ર દેશમાં ચેતનાનું વાતાવરણ જગાવી દેવાયું હતું. તેઓ દેશની આઝાદી માટે રજૂઆત કરવા ઈગ્લેન્ડ પણ ગયા ત્યાં તેઓએ વસાહતીઓ માટેની બ્રિટિશ પાર્લામેન્ટની બેઠક પરથી ચૂંટણી લડીને વિજય પ્રાપ્ત કર્યો હતો.

👁‍🗨સમગ્ર ભારત માટે આ એક ગૌરવની વાત હતી કારણ કે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતને સ્વતંત્રતા મળે તે માટે સૌ પ્રથમ રજૂઆત કરનારા દાદાભાઈ નવરોજી હતા.

👁‍🗨👱‍♀દાદાભાઈની બીજી વિશિષ્ટતા એ હતી કે તેમના ઘડતરમાં તેમના માતાનો ફાળો અમૂલ્ય હતો. તેમના માતાએ તેમને સંસ્કાર-શિક્ષણ આપીને એક ખમતીધર વ્યક્તિત્વને આકાર આપવા મહેનત લીધી હતી.

👁‍🗨👧🏻👩🏻👱‍♀બીજુ હાલમાં ભલે સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સમાનતાની વાતની ક્રેડિટ ગમે તે નેતાને મળતી હોય પરંતુ ખરૂં શ્રેય તો દાદાભાઈ નવરોજીને ફાળે જાય છે. તેમણે 125-150 વર્ષ અગાઉ ભારતની ક્ધયાઓને શિક્ષણ મળે તે માટે માગણી કરી હતી. અલબત્ત ઘણી ચડ-ઉતર પછી આજે સ્ત્રી શિક્ષણ ઘણા મોટા પાયે છે. પરંતુ તેની શરૂઆતની માગણી તો દાદાભાઈ દ્વારા થઈ હતી.👏👏👏

👁‍🗨💠દાદાભાઈ કોઈ જ પ્રકારના ભેદભાવ કે વર્ગભેદમાં માનતા નહોતો. બધાજ ભારતીય સમાન છે અને દરેકે વફાદારી સાથે કાર્ય કરવાનું છે તેવા તેમના વિચારો હતા. તેમણે દરેકનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. આથી તો તેઓ ભારતના રત્ન સમાન દાદા તરીકે ઓળખાયા હતા.👏🎯👏🎯

👁‍🗨🐾મુંબઈ સહિત અનેક નગરમાં તેમના નામના રસ્તા છે મુંબઈમાં તેમનું સ્ટેચ્યુ પણ છે. સમગ્ર દેશ તેમને સ્વાતંત્ર્યના લડવૈયા અને દેશપ્રેમી તરીકે ઓળખે છે. શિક્ષણ દ્વારા વિદેશી સત્તાને નિયંત્રણમાં રાખી શકાશે તેવી તેમની વાત આજે 100 ટકા સાચી છે. 💐💐30 જૂનનાં દિને તેમની પુણ્યતિથી છે તે પ્રસંગે સમગ્ર દેશ તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પે છે એમને શત: શત: પ્રણામ.🙏🙏💐💐

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભુજનો અદભુત ઇતિહાસ
દાદાભાઈ નવરોજી નું ભુજ કનેક્શન : કેટલીક અજાણી વાતો
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
તમને જાણી ને નવાઈ લાગશે કે દાદાભાઈ ને ભુજ સાથે ખુબ ઘનિષ્ટ નાતો રહ્યો છે.
દાદાભાઈ જયારે બ્રિટન માં ચૂંટણી લડ્યા ત્યારે તેમને આર્થિક મદદ કરનાર લોકોમાં એક હતા કચ્છ ના મહારાઓ શ્રી ખેંગારજી !
આ કારણે દાદાભાઈ અને મહારાઓ શ્રી વચ્ચે અંગત સંબંધ ઉભો થયો. વખત જતા આ દોસ્તી મજબૂત બની.
તે કાળે કચ્છ માં કોઈ ડોક્ટર હતા નહિ. દાદાભાઈ નો એકનો એક દીકરો અરદેશર ડોક્ટર થયો હતો. મહારાવ શ્રીએ તેને કચ્છના રાજ વૈદ તરીકે સેવા આપવા નિમંત્રણ આપ્યું. ને એવી રીતે દાદા ભાઈ નો એકનો એક દીકરો કચ્છ રાજ નો ડોક્ટર બન્યો.
જો કે સમયની બલિહારી અલગ હોય છે. ડો અરદેશર જી ભુજ રહ્યા. અત્યારે રાજારામ ગ્રાઉન્ડ પાસે શ્રી ભરત મણિ ભાઈ ધોળકિયા નો બંગલો છે એ જગ્યા પર તેમનો બંગલો હતો. બંગલો લાલ બગલા ના નામે ઓળખાતો. ભુજમાં ડો અરદેશર જી ને માફક આવ્યું નહિ અને બહુ નાની ઉંમર માં તેમનું દેહવસાન થયું. તેમના 8 બાળકો અનાથ થયા. આથી મહારાઓ શ્રી ને ખુબ આઘાત લાગ્યો. મનોમન એમને લાગ્યું કે તેમણે ડો.અરદેશર ને ભુજ બોલાવ્યા એટલે આવું થયું.
પોતાની લાગણી બતાવવા મહારાઓશ્રી એ ડો. અરદેશર ના બાળકોને ખોળે લીધા. કુટુંબ ના સભ્યો તરીકે ઉછેર્યા. જો કે કોઈ કારણસર 8 માંથી માત્ર બે બાળકો જ લાંબુ જીવી શક્યા.
આવી રીતે દાદાભાઈ નવરોજી ના પૌત્ર શ્રી સરોશ અરદેશર નવરોજી જીવનભર ભુજ રહ્યા. તેમને કોઈ સંતાનો ન હતા અને આવી રીતે દાદાભાઈ ના આખરી વંશજ ભુજ માં રહ્યા હતા.
રાજ સાથેના તેમના સંબંધ ને કારણે રાજ ના બાળકો તેમને 'મામા' કહેતા. રાજકુટુંબ સિવાય ના વ્યક્તિ ને પારિવારિક સંબોધન મળ્યું હોય એવો આ દાખલો પહેલો અને છેલ્લો છે.

🎯ડો અરદેશર નું મૃત્યુ 33 વર્ષની નાની વયે થયું હતું. તેમની કબર આજે પણ માંડવી માં જોવા મળે છે. ભુજના પારસી કબરસ્તાન માં લગભગ 50 જેટલી કબરો છે. તેમાં દાદાભાઈ ના કુટુંબ ની બે કબરો પણ છે.

અહિં ની તસ્વીર મા મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજાની દુર્લભ તસ્વીર, તેમની સહાય થી છપાયેલા પ્રચાર નાં ચૉપનીયા, દાદા ભાઈ નાં માન મા બહાર પડાએલી ટપાલ ટિકિટ અને ચલણી સિક્કા દેખાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

પારસીઓ ગુજરાત આવ્યા. દૂધમાં સાકરની જેમ ભળ્યા. ભારતને ગરવું બનાવ્યું. દાદાભાઈ નવરોજી અને ફિરોજશાહ મહેતા. જમશેદજી તાતા અને જનરલ માણેકશા. જુદાં જુદાં ક્ષેત્રોના આગેવાનો. દેશને પારસીઓની ભેટ.
આઝાદીની લડત કૉંગ્રેસથી આરંભાઈ. કૉંગ્રેસના આરંભમાં દાદાભાઈ આગેવાન.
દાદાભાઈ ગરીબીમાં જીવ્યા.


No comments:

Post a Comment