Thursday, September 5, 2019

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન -------- Dr. Sarvapalli Radhakrishnan

Sarvepalli Radhakrishnan
Former President of India
Image result for Dr. Radhakrishnan

Description

Sarvepalli Radhakrishnan was an Indian philosopher and statesman who served as the first Vice President of India and the second President of India. Wikipedia
Born5 September 1888, Thiruttani
Died17 April 1975, Chennai

જ્ઞાન સારથિ, [17.04.17 10:50]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
👳🗣👳🗣👳🗣👳🗣👳

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
👳🗣👳🗣👳🗣👳🗣👳
👉👉ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .

👉ભારતનાં ૨ જા રાષ્ટ્રપતિશ્રી
(કાર્યકાળ ૧૩ મે , ૧૯૬૨ થી ૧૩ મે , ૧૯૬૭)

👉જન્મ👶 પાંચમી સપ્ટેમ્બર, ૧૮૮૮
તિરૂત્તાની, તામિલ નાડુ ,
ભારત
👉મત્યુ 👨સત્તરમી એપ્રિલ , ૧૯૭૫
ચેન્નઈ , તામિલ નાડુ, ભારત

👉ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ
શિક્ષક દિન તરીકે ઉજવાય છે.🙏


👉તઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું.

👉તઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.

👉🙏તઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા.



👉સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં,
એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
👉 તઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.

👉📚બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો.

📖📚૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા.

📚📙📘 તમના સૌથી પહેલા પુસ્તકનું નામ 📓‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’📓 હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

📖🎌૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.
🚩🎌 જયારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.
🚩🎌 ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી.
જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.

🎌🏳️જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.

🏳️🎌ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
🎌🚩🏆 ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
🏆🎖૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. 🙏ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે🙏🙏👍


📚🐾ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ.


🚩તમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા.
ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ✌️ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.✌️

👌👉૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા.
👌👉 ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું.
👉👌૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથ

જ્ઞાન સારથિ, [17.04.17 10:50]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ી જ તેઓ
ભારતના

 સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા.

👤૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. 🚁🚁પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું.🚁🚁
 આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા.

🙏💐અતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.

🎋1923માં એમણે ‘ભારતીય દર્શનનો ઈતિહાસ’ની રચના કરીને એનો સૌ પ્રથમ ખંડ એ જ વર્ષમાં બને બીજો ખંડ 1927માં પ્રકાશિત કર્યો હતો. એમણે બીજી બે પ્રસિધ્ધ રચનાઓ ‘ધ ેન ઓફ રિલીજન ઈન કાંટેંપરેરી ફિલોસોફી’ અને ‘ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર’ પ્રકાશિત કરી, જેના પગલે સમાજમાં ખૂબ જ પ્રસિધ્ધ થઈ હતી. લોકમાન્ય તિલકે પોતાના પ્રસિધ્ધ ગ્રંથ ‘ગીતા રહસ્ય’માં એમના લેખો પ્રકાશિત કર્યા હતાં.

👉રાધાકૃષ્ણનને બનારસ હિંદુ વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિ નિયુકત કરવામાં આવ્યા ત્યારે તેમણે વેતન લીધા વગર માનદ સેવાઓ આપી હતી.ત ેઓ પોતાના વકતૃત્વના ગુણના કારણે લોકપ્રિય હતાં.

🎋બરિટિશ સરકારે રાધાકૃષ્ણનને 👮‘સર’ની ઉપાધિથી સન્માનિત કર્યા હતાં. 1938માં સેવા ગ્રામ ખાતે ગાંધીજી સાથે એમની મુલાકાત થઈ હતી જ્યાં એમણે ગાંધીજીને અભિનંદન ભેંટ આપ્યો હતો.

🎋15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થતા મૌલાના અબ્દુલ કલામ આઝાદ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા હતાં. દેશમાં ઉચ્ચ શિક્ષશની નવી વ્યવસ્થા માટે એક આયોગની સ્થાપના કરવામાં આવી જેમાં રાધાકૃષ્ણનને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏





No comments:

Post a Comment