Sunday, September 8, 2019

સ્વામી આનંદ --- Swami Anand /// હિંમતલાલ રામચંદ્ર દવે---- Himmatalal Ramchandra Dave

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *સ્વામી આનંદ* 👩🏻‍🌾

🗯🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺🗯

📩➖ગુજરાતી સાહિત્યના ઉત્તમ સાહિત્યકાર સ્વામી આનંદ નો જન્મ તા. ૮/૯/૧૮૮૭ના રોજ *સૌરાષ્ટ્રના ઝાલાવાડના લીંબડી પાસે આવેલ શિયાણીગામમાં બ્રાહ્મણ પરિવારમાં* થયો હતો. 

📩➖તેમનું મૂળ નામ *હિંમતલાલ રામચંદ્ર દવે* હતું. 

📩➖તેઓ કોઈ શાળા કોલેજમાં ગયા નહી. બચપણમાં ઘરમાંથી ભાગી સારા નરસા સાધુઓની દુનિયામાં ખોવાઈ ગયા.

📩➖ તેમના સદ્દભાગ્યે રામકૃષ્ણ અનુયાયીઓના સત્સંગમાં આવ્યા. અને તેમના ભાગ્યના દ્વાર ખૂલી ગયા. 

📩➖ઈ.સ. *૧૯૦૭માં બંગાળના ક્રાંતિકારીઓમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો* હતો.

📩➖ થોડો સમય પત્રકારત્વની કામગીરી કરી હતી. 

📩➖ઈ.સ. ૧૯૧૯ થી ૧૯૨૨ સુધી નવજીવનના *‘ યંગ ઈન્ડીયા’* ના તંત્રી બન્યા. 

📩➖ઈ.સ. *૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના મંત્રી તરીકે રહ્યા* હતા.

📩➖ રાષ્ટ્રમાં રાજકારણ , સમાજકારણ અને સંસ્કૃતિ તથા કેળવણીક્ષેત્રે પ્રસરેલી મલિનતાનો પોતાના પૂર્વગ્રહો મુક્ત શુદ્ધ વિચાર જળથી ધોઈ નાખવાનો પુરૂષાર્થ કર્યો.

🗯🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺🗯

📩➖ *‘ નવલાદર્શન અને બીજા લેખો’* તેમણે પ્રગટ કર્યા. 

📩➖ *‘ ઈશુ ભાગવત’* સ્વામી આનંદના જીવનના અંતિમ વર્ષોના અનુભવના પરીપાકરૂપ પુસ્તક છે.

📩➖ ઈ.સ. ૧૯૬૯માં *‘ કુળકથાઓ ચરિત્રલેખો’* પુસ્તકની સાહિત્ય અકાદમી દિલ્લીનું પારિતોષિક એનાયત થયું છે. 

🗯🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺🗯

📩➖ *હરિજનોના મંદિર પ્રવેશ આંદોલનના* મુખ્ય સંચાલક તથા થાણે અને *કૌસાની ગાંધી આશ્રમ* પણ તેઓ સ્થાપક અને સંચાલક હતા.

📩➖તેમણે હિમાલયની પદયાત્રા પ્રવાસ કર્યો.

📩➖ ચરિત્રો, ચિંતન, પ્રવાસ અને અનુવાદના ત્રીસેક પુસ્તકો તેમણે આપ્યા છે. 

📩➖જેમાં *કુળકથાઓ, ‘ નઘરોળ’, ' ધરતીનું લૂણ’ અને સંતોના અનુજ’* વગેરે તેમની મહત્વની કૃતિઓ છે. 

📩➖સ્વામી આનંદનું અવસાન ૨૫ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ થયું હતું.

🎬🎼 *સમીર પટેલ* 🎼🎬
🗯🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺🗯

No comments:

Post a Comment