Thursday, October 3, 2019

અમૃતલાલ વેગડ ---- Amritlal Wagad

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*અમૃતલાલ વેગડ*
📌૩ ઓક્ટોબર૧૯૨૮ - ૬ જુલાઇ ૨૦૧૮ જાણીતા ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર હતા. તેઓ જબલપુર, મધ્ય પ્રદેશ, ભારતમાં રહેતા હતા.

📌તમનો જન્મ ગોવામલ જીવણ વેગડને ત્યાં થયો હતો. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને વસ્યા હતા. તેઓ અન્ય મિસ્ત્રી સમુદાય સાથે બંગાળ નાગપુર રેલ્વે લાઇનના ગોંદિયા-જબલપુર ભાગમાં રેલ્વે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા ૧૯૦૬માં ત્યાં સ્થાયી થયા હતા.

⭕️અમૃતલાલ વેગડે તેમનો અભ્યાસ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન ખાતે કર્યો હતો અને તેમણે નંદલાલ બોઝ જેવા શિક્ષકોના હાથ નીચે ૧૯૪૮ થી ૧૯૫૩ દરમિયાન તાલીમ મેળવી હતી. નંદલાલ બોઝ પાસે તેઓ પ્રકૃત્તિ અને તેની સુંદરતાનો આદર કરવાનું શીખ્યા. તેઓ પાણીના રંગો વડે ચિત્રકામ શીખ્યા હતા પરંતુ તૈલી રંગો (ઓઇલ કલર) વડે પણ ચિત્રો દોરતા હતા. જબલપુરમાં પાછા ફર્યા બાદ, તેઓ ત્યાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે જોડાયા. શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન લખેલો તેમનો નિબંધ - ઇન્ટ્રોડ્યુશિંગ અહિંસા ટુ ધ બેટલફિલ્ડ - ૧૯૬૮માં પ્રકાશિત લોકપ્રિય ગાંધી-ગંગા પુસ્તકનો ભાગ બન્યો હતો



⭕️ *અમૃતલાલ વેગડને તેમનાં પ્રવાસવર્ણન સૌંદર્યની નદી નર્મદા  માટે ૨૦૦૪નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો* અને તેમના વિવિધ સર્જન માટે મધ્ય પ્રદેશ રાજ્ય સાહિત્ય પુરસ્કાર અને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યા હતા.હિંદી માટે તેમને મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

⭕️તમના સૌથી પ્રખ્યાત પુસ્તકોમાં હિંદીમાં લખેલ નર્મદાકી પરક્રમા અને ગુજરાતીમાં સૌંદર્યની નદી નર્મદા (પ્રવાસવર્ણન) અને પરિક્રમા નર્મદા મૈયાની નો સમાવેશ થાય છે જેના માટે તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે. વધુમાં તેમણે ગુજરાતીમાં લોક વાર્તાઓ અને નિબંધો થોડું સોનું, થોડું રૂપું નામના પુસ્તક રૂપે લખ્યા છે.તેમના અન્ય પુસ્તકોમાં અમૃતસ્ય નર્મદા અને તીરે તીરે નર્મદા નો સમાવેશ થાય છે. આ પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી (તેમનાં જ દ્વારા), અંગ્રેજી, બંગાળી અને મરાઠીમાં થયું છે.

⭕️તમણે આ પુસ્તકો ત્રીસ વર્ષોથી તેમના દ્રારા કરાતી નર્મદાના કિનારાની તેમની અંગત પદયાત્રાઓ - નર્મદાના મૂળ અમરકંટકથી લઇને ભરૂચના દરિયા સુધી - ના અનુભવથી લખ્યા છે. *નર્મદા પર તેમનું પ્રથમ પુસ્તક - રીવર ઓફ બ્યુટી  હતું. *નર્મદાના માર્ગ પર તેમણે તેમની પ્રથમ પદ યાત્રા ૧૯૭૭માં ૪૯ વર્ષની ઉંમરે કરી હતી. છેલ્લી યાત્રા તેમણે ૭૧ વર્ષની ઉંમરે ૧૯૯૯માં કરી હતી.*  તેમનાં આ પ્રવાસોમાં તેમની પત્નિએ સાથ આપ્યો હતો.

⭕️તમનાં પુસ્તકો પ્રવાસ દરમિયાન તેમનાં જ દ્વારા દોરેલા રેખાચિત્રો અને ચિત્રો ધરાવે છે, જે કળા વિવેચકો દ્વારા અત્યંત વખાણવામાં આવ્યા છે.

⭕️અમૃતલાલ વેગડ પર્યાવરણ ચળવળકાર તરીકે પણ કાર્ય કરેલું જેમાં તેમણે મધ્ય પ્રદેશમાં નર્મદા અને અન્ય નદીઓમાં થતાં પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેઓ નર્મદા સમગ્ર ના પ્રમુખ રહ્યા હતા, જે નદીઓના પ્રદૂષણ વિરુદ્ધ અને નદી કિનારા નજીક જાહેર શૌચાલયોના બાંધકામો માટે કાર્ય કરે છે, જેથી નદી કિનારા અને નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરી શકાય.
 ➖સોર્સ: wikipedia
🏃🏻‍♂અમૃતલાલ વેગડના ગુજરાતી પુસ્તકોમાં “પરિક્રમા નર્મદામૈયાની”, સૌન્દર્યની નદી નર્મદા”, “ થોડું સોનું થોડું રૂપું ”, “સ્મૃતિઓનું શાંતિનિકેતન”, “નદિયા ગહેરી , નાવ પુરાની”. “સરોવર છલી પડ્યાં !” “નર્મદાનો પ્રવાસ”, “પરિક્રમા નર્મદામૈયાની” વગેરે, હિન્દીમાં “બાપુ સુરજ કે દોસ્ત”, “બાપુ કો દસ અંજલિયાં”, “ભારત મેરા દેશ”, “સૌન્દર્ય કી નદી નર્મદા”, “અમૃતસ્ય નર્મદા” વગેરે, મરાઠીમાં મીનલ ફડણીસ દ્વારા અનુદિત થયેલી “સૌન્દર્યવતી નર્મદા” તથા “અમૃતસ્ય નર્મદા”, બંગાળીમાં તપેન ભટ્ટાચાર્ય દ્વારા અનુદિત થયેલી “સૌન્દર્યેર નદી નર્મદા”, “અમૃતસ્ય નર્મદા”, અંગ્રેજીમાં મેડરેલ્લ દ્વારા “નર્મદા : રીવર ઓફ બ્યુટી” નો સમાવેશ થાય છે. 

🙏🏻“ પરિક્રમા નર્મદા મૈયાની ” અમૃતલાલ વેગડનો પરિક્રમા ગ્રન્થ છે. આ પ્રવાસ વૃતાંત સુંદર અને રસપ્રદ પુસ્તક છે. આ પુસ્તકમાં ચિત્રકાર અમૃતલાલ વેગડના રેખાચિત્રો પ્રવાસવર્ણનોને ઓર આકર્ષક બનાવે છે. ગુજરાતી ભાષામાં ૫૦૦૦ થી વધારે નકલો વેચાઈ ચુકી છે એવું આ પુસ્તક સાહિત્યિક અને લોકપ્રિયતા ઉભય દ્રષ્ટીએ સફળ નીવડ્યું છે. આ પુસ્તકમાં લેખકે પ્રથમ ૧૯૭૭માં અને અંતિમ ૧૯૮૭ માં  અગિયાર વર્ષો દરમિયાન કરેલી દસ પદયાત્રાઓનું વર્ણન છે. આ લેખમાળા શરૂઆતમાં ‘અખંડ આનંદ ‘માં ૧૮ હપ્તારૂપે પ્રગટ થઈ અને વાચકોની ચાહના મેળવી શકી હતી. એ પછી થોડા સમારકામ પછી ‘જન્મભૂમિ પ્રવાસી’ માં લેખરૂપે તેના ૨૨ હપ્તા આવ્યા, જેની સરાહના વાચકોએ કરી હતી. હિન્દીમાં પુસ્તકરૂપે પ્રગટ થઈ અને ગુજરાતીમાં પુસ્તકરૂપે પ્રગટ થઈ અને અત્યંત સફળ રહી અને સાહિત્યિક પારિતોષિક અને પુરસ્કારોથી પુરસ્કૃત થતી રહી છે.

*આ પ્રવાસયાત્રામાં ત્રણ ખંડિત પદયાત્રાઓનો સુમેળ સધાયો છે. નર્મદાની  ૧૩૧૨ કિલોમીટરની યાત્રા ઉત્તર તટ : ૧ . જબલપુરથી છેવલિયા ૨. છેવલિ

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
યાથી મંડલા 3.મંડલાથી છિનગાંવ ૪.છિનગાંવથી અમરકંટક , દક્ષિણ તટ : પ. અમરકંટકથી ડિંડોરી  ૬.ડિંડોરીથી મહારાજપુર  ૭.મહારાજપૂરથી ગ્વારીઘાટ (જબલપુર) ૮. ગ્વારીઘાટથી બરમાનઘાટ ૯.બરમાનઘાટથી સાંડિયા ૧૦.સંડિયાથી હોશંગાબાદ ૧૧. હોશંગાબાદથી હંડિયા ૧૨. હંડિયાથી ઓંકારેશ્વર  ૧૪. ઓંકારેશ્વરથી ખલઘાટ  ૧૫.ખલઘાટથી બોરખેડી  ૧૬. કેલીથી શૂલપાણેશ્વર ૧૭. શૂલપાણેશ્વર ૧૮. શૂલપાણેશ્વરથી કબીરવડ ૧૯.કબીરવડથી વિમલેશ્વર ૨૦. વિમલેશ્વરથી મીઠીતલાઈ : સમુદ્રયાત્રા ,  ઉત્તર તટ :  ૨૧. મીઠીતલાઈથી કોલીયાદ  ૨૨. કોલીયાદથી ભરૂચ  – કુલ ૨૨ પ્રકરણોમાં આલેખાઈ છે.*

*અમૃતલાલ વેગડે કહ્યું છે કે , “ જીવન કે લિયે રોટી સે પહલે પાણી જરૂરી હૈ ..નર્મદા કો હમારી જરૂરત નહી , હમેં નર્મદા કી જરૂરત હૈ.”*

👁સપ્રસિદ્ધ પ્રવાસકથાકાર , જાણીતા ચિત્રકાર  મશહુર નર્મદાવિદ અને સાહિત્ય અકાદમીથી સન્માનિત અમૃતલાલ વેગડ એક સાક્ષાત્કારમાં કહ્યું  હતું  : *“મારી નર્મદા પરિક્રમા ધાર્મિક નહી પરંતુ સાંસ્કૃતિક હતી.*
➖ સોર્સ: mijaaj

No comments:

Post a Comment