👑🎓👑🎓👑🎓👑🎓👑🎓👑
*ભગવદ્ગોમંડલ - નવ ભાગ - ગુજરાતી વિશ્વકોશના દૃષ્ટા.*
*👑મહારાજા ભગવતસિંહજી👑*
👑🎓👑🎓👑🎓👑🎓👑🎓👑
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદ્ગોમંડલના નિર્માણ માટે જાણીતા છે.*
👑👑જન્મ👉 ઓક્ટોબર ૨૪, ૧૮૬૫.
ધોરાજી, ગુજરાત, ભારત
મૃત્યુ>>> માર્ચ ૯, ૧૯૪૪
ગોંડલ, ગુજરાત, ભારત
રહેઠાણ ગોંડલ
*હુલામણું નામ <>ગોંડલ બાપુ*
*💠💠અભ્યાસ♦️♦️* રાજકોટની રાજકુમાર કૉલેજમાં
૧૮૮૭ - સ્કોટલૅન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડૉકટરી અભ્યાસ)
૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
૧૮૯૫ – એડિનબરો રોયલ કૉલેજમાંથી એફ.આર.સી.પી. અને એમ.ડી -આયુર્વેદના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે.
*વ્યવસાય👉* રાજકર્તા
*ખિતાબ👉* જી.સી.એસ.આઇ., જી.સી.આઇ.આઇ., એફ.આર.એસ., ડી.સી.એલ., એમ.આર.આઇ., એફ.સી.પી એન્ડ એસ., ફેલો ઑવ બોમ્બે યુનિવર્સિટી
*જીવનસાથી👉* નંદકુંવરબા અને અન્ય ત્રણ રાણી. (સને.૧૮૮૨)
સંતાન ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા, લીલાબા, તારાબા.
માતા-પિતા મોંઘીબા, સંગ્રામસિંહ
🎯🔰નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો પ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી *‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’* પર એમ.ડી. ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન.
*ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.*
*૨૫ ઑગસ્ટ, ૧૮૮૪ - રાજ્યાભિષેક*
🗄🗳🗄🗳🗄૧૯૩૦-૩૩ - કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં.
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
*🌴🌳🌳🌲🌲🌳🌴🌴વૃક્ષપ્રેમ - ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા.*
*📕📗📗પુસ્તક પ્રકાશન – ભગવદ્ગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.*
*🔰🔰🔰સન્માન🔰🔰🔰*
*૧૮૯૭ - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ*
*૧૯૩૪ - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9999409723*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*🙏🙏ભગવતસિંહજી જાડેજા🙏🙏*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી (૨૪-૧૦-૧૮૬૫, ૯-૩-૧૯૪૪) : કોશકાર. જન્મ ધોરાજીમાં. નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો પ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પર એમ.ડી.ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન.*
*🔘🔰🔘ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ ગોમંડલ’-ભા.૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.*
*🎯🔰🎯ભગવદ્ ગોમંડલ (૧૯૪૪-૪૬) ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા નવ ભાગમાં તૈયાર થયેલો બૃહદ્ ગુજરાતી શબ્દકોશ. ગુજરાતી ભાષા અને સાહિત્યનું મૂલ્ય વધારવામાં આનો અનન્ય ફાળો છે. ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૦ શબ્દોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન શબ્દભંડોળમાં માન્ય, દેશ્ય અને રૂઢ શબ્દોનો પણ સંગ્રહ છે. ઉપરાંત, વિસ્તૃત ઐતિહાસિક બાબતો અને અગત્યની વીગતોને પણ એમાં આવરી લેવામાં આવી છે. શબ્દના અર્થસમર્થનમાં જાણીતાં લખાણોમાંથી દ્રષ્ટાંતો અપાયાં છે આ દ્રષ્ટાંતો બેવડી કામગીરી બજાવે છે : અર્થને સ્પષ્ટ કરે છે, સાથે સાથે શબ્દનું ગુજરાતીપણું પણ સમર્પિત કરે છે.*
🙏🎯🔰🎯👉ગોંડલના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર મહારાજા સર ભાગવતસિંહજી અને મહારાણી નંદકુંવરબા
તથા “ગોંડલ રાજ્યનો સંશિપ્ત ઈતિહાસ”
રાજકોટ ના ઠાકોર સાહેબ શ્રી મેહરામણજી ના ફટાયા કુંવર કુંભાજીએ ઈ.સ. ૧૬૩૪ માં ગોંડલી નદીના કિનારે ગોંડલ રાજ્યની સ્થાપના કરી અને આજુબાજુ ના પ્રદેશને સામ, દામ, દંડ, ભેદથી જીતી ગોંડલનો વિસ્તાર કર્યો તેમણે ઈ.સ. ૧૬૭૯ સુધી રાજ્ય કર્યું, ત્યારબાદ સંગ્રામજી-૧,- હલોજી,- કુંભોજી-૨,- સંગ્રામજી-૨, – મુળુભા, – દાજીભા, – દેવાજી, ના ચારેય પુત્રો અનુક્રમે ગાદીએ આવ્યા જેમાં નાથુજી, – કનુજી,- ચંદ્રસિંહ તથા ભાણજી ત્યારબાદ તેમના પુત્ર સંગ્રામજી- ૩જા ગાદીએ ત્યારબાદ મહારાજા ભગવતસિંહજી કે જેમણે ગોંડલ રાજ્ય ને એક આદર્શ રાજ્ય બનાવ્યું અને પ્રજાના કલ્યાણાર્થે ઘણા કર્યો દ્વારા ચિરંજીવી નામના મેળવી ભગવતસિંહજી ૧૯૪૪ માં સ્વર્ગે સિધાવ્યા, તેમના પુત્ર ભોજરાજસિંહજી એ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ લોકકલ્યાણાર્થે દેશને સમર્પિત કર્યું ત્યારે આ રાજ્યની આવક અંદાજે રૂ. આંઠ લાખ જેટલી અને ૧૧ ગન ની સેલ્યુટ નું માન ધરાવતું રાજ્ય હતું.
ઠાકોર સાહેબ ભોજરાજસિંહજી બાદ તેમના પુત્ર વિક્રમસિંહજી બાદ હાલ ઠાકોર સાહેબ શ્રી જ્યોતીન્દ્રસિહજી હયાત છે, અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી કે જેઓ પોતાના પૂર્વજોની કીર્તિને વધારી રહ્યા છે, તેઓ વિન્ટેજ કારો તથા નુતન કારો નું સુંદર કલેકશન ધરાવે છે, ગોંડલ ખાતે નો પેલેસ પણ આકર્ષણ નું કેન્દ્ર છે, ત્યાં અવાર-નવાર ગુજરાતી, હિન્દી ફિલ્મો અને સિરિયલો નું શુટિંગ પણ થાય છે.
*ગોંડલ ને આદર્શ રાજ્ય બનાવવા માં મહારાજા ભગવતસિંહજી અને મહારાણી નંદકુંવરબા નો મોટો ફાળો છે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*ગોંડલ નરેશ શ્રી ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા*
👑🔑👑🔑👑🔑👑🔑👑🔑👑
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*👏👏👏🚩📍🚩1915 – માં ૨૭ જન્યુઆરી માં મહારાજા ની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔશધાલય માં રાજવૈધ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ (ભુવનેશ્વરી પીઠ) દ્વારા ગાંધીજી ને “મહાત્મા” ની પદવી થી નવાજ્યા હતા.👏👏👏👏👏👆👆*
*ઉપનામ :ગોંડલ બાપુ*
*જન્મ : 24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી*
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ ભાણજી જાડેજા
*રાજ્યાભિષેક :- ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.*
*👣👣લગ્ન – (ચાર રાણીઓ):- પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા.*
*👫👭સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.*
*📚📖📚અભ્યાસ :* નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા,
📕1887 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
📗1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
📘1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
🗂વ્યવસાય : રાજકર્તા
*☎️📞1887 – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.*
*⏳1895 – માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.*
*1900 – માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરીજે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.*
*📝✏️1919 – માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.*
*⚡️⚡️1924 – માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.*
*📚📚📚📚📚1928 – માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ – માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.*
*🚩🚩1934 – માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.*
*🎯🔰👉1934 – માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.*
*1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – ⛩⛩પુલો, 🏚નિશાળો, 🗺રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, 🚂ટ્રામની સગવડ; 🎯👉🎯ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,🎯👉🔘ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,👈🎯🔰🎯🔰
🙌🏻🙌🏻1936 – માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.
*🌴🌱🍀વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.*
*📖📚📓📔📒પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.*
🚩🚩📍📌1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિતરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
🚩📍🚩1915 – માં ૨૭ જન્યુઆરી માં મહારાજા ની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔશધાલય માં રાજવૈધ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ (ભુવનેશ્વરી પીઠ) દ્વારા ગાંધીજી ને “મહાત્મા” ની પદવી થી નવાજ્યા હતા.
🚩🎌🚩1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
અવસાન : 9 મી માર્ચ 1944.
*🔰🔰👇ગોંડલના મહારાણી નંદકુંવરબા :-🔰👇🔰*
પટરાણી – નંદકુંવરબા મહારાજ ભગવતસિંહજી ના પ્રથમ ધર્મપત્ની અને ધરમપુર માં મહારાજા
રાણા નારાયણદેવજી રામદેવજી ના કુંવરી હતા.
*🙏💠💠💠💠🔷તેમણે મહારાજા ની અનુમતિ મેળવી કન્યા કેળવણી ફરજીયાત બનાવી,સ્ત્રી શિક્ષણ અને જાગૃતિ ના કર્યોકર્યા ૧૮૮૯ માં પડદા પ્રથા બંધ કરાવી.
આથી તેમને પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે ૧૮૯૨ માં રાણી વિક્ટોરિયા દ્વારા તેમને સી.આઈ.ઈ ( ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’) નો ખિતાબ આપેલો હતો.
મહારાણીએ મહિલાઓ ના વિકાસ તેમજ અધિકારો માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.*
🎯🔰🔰🙏આમ ગોંડલ ના રાજવી તરીકે મહારાજા ભગવતસિંહજી એક ઉમદા રાજવી હતા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા તેમણે પોતાના રાજ્ય ઓદ્યોગિક વિકાસ નો પાયો નાખ્યો તથા પોતાના કર્યો દ્વારા પ્રજા ના હૃદય માં *“ભગાબાપા”* તરીકે ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુય
*ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઈને*
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.
રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા. ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા. મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, “બોલો બહેન, શું કામ છે ?” પેલા બહેને કહ્યુ,”ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને ?”
મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા. પેલી બહેને કહ્યુ,”આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ,”બહેન આ થાકલા એટલે શું ? ” પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ, ” માણસની ઉંચાઇ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઇ શકે અને જ્યારે ફરી આગળ વધવુ હોય ત્યારે કોઇ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઇ શકે.” માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા.
મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો. મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલા વાળી વાત કહીને સુચના આપતા કહ્યુ કે રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો જેથી મારા રાજ્યની કોઇ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઇની રાહ ન જોવી પડે અને કોઇના ઓસીયાળા ના રહેવું પડે. આ થાકલાનો માઇલસ્ટોન તરીકે પણ ઉપયોગ કરો જેથી ઉભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દુર છે એની પણ વટેમાર્ગુને ખબર પડે.
ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે.(ફોટામાં રહેલા આ થાકલાઓ જોઇને બળબળતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી થંડક મળે છે.) જ્યારે જ્યારે હું મારા ગામ મોવિયા જાવ છું ત્યારે રસ્તામાં આ થાકલાઓ જોઇને એવુ થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી ?
બીલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે ‘ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરુર જ નહિ. આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણકે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઇ જાય અને ગોંડલની હદ પુરી થતા ફરી રોદા આવવાના શરુ થઇ જાય.’
એક એ ગોંડલ હતુ અને એક આજનું ગોંડલ છે . આજે વર્તમાન સમયે પણ ગોંડલની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જાણવા માટે નકશો હાથમાં લેવાની જરૂર નહી. આંખો બંધ કરીને બેસો. રોદા આવવાના શરુ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલ આવ્યુ અને રોદા આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલની હદ પુરી.
🙏🙏🙏સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાશનને શત શત વંદન🙏🙏🙏🙏🙏🙏
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
*ગોંડલના વિદ્યાપ્રેમી અને ખુદ વિદ્વાન મહારાજા ભગવતસિંહજી શબ્દને બ્રહ્મ માનતા*
👌👏👌👏👌👏👌👏👌👏👌
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*પ્રાચીનથી માંડીને અર્વાચીન એવા બધા જ લેખકોના નામ અને કામ વિષેની સંક્ષિપ્ત ટિપ્પણી ધરાવતો ગ્રંથ ‘ગુજરાતના સારસ્વતો- ખંડ-1 અને 2’ ગુજરાત સાહિત્યસભાનું એક અતિશય મૂલ્યવાન પ્રકાશન છે. આપણા મહાવિદ્વાન એવા કે.કા. શાસ્ત્રીએ તેનું લેખન અતિ ખંત અને ચીવટથી કરેલું. તેની પ્રથમ આવૃત્તિ 3 જી માર્ચ 1977 ના રોજ પ્રકાશિત થયેલી અને તે પછી તરત જ તે બે ભાગનો ગ્રંથ અપ્રાપ્ય બનેલો. એ પછી છેક 2013 ના જાન્યુઆરીમાં તેને સંવર્ધિત કરીને બીજી આવૃત્તિ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો, જેને ત્રણ મહિલા સંપાદિકાઓ (ડો શ્રધ્ધા ત્રિવેદી, ડૉ. કીર્તિદા શાહ અને ડૉ. પ્રતિભા શાહ)એ તૈયાર કર્યો છે.*
🙌🏻🙌🏻એના પાનાં ફેરવતા અમુક લઘુ રાજવી સાહિત્યકારોને બાદ કરતા ચાર નોંધપાત્ર રજવાડી પાત્રોનાં નામ નજરે ચડે છે. લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’, ગોંડલના રાજઘરાનાના બે સભ્યો અને પાજોદ દરબારબાબી ઈમામુદ્દિખાન ઉર્ફે રુસ્વા મઝલૂમી. એ ચાર નામો તેમના સત્વશીલ અને માતબર પ્રદાનને કારણે ધ્યાન ખેંચે છે. ગોંડલ મહારાજા જેમનું નામ ભગવતસિંહજી સંગ્રામજી જાડેજા (જન્મ 24-10-1865 અને અવસાન 9-12-1944) તરીકે મુકવામાં આવ્યું છે અને તેમના રાણીસાહેબા જેમનું નામ નંદકુંવરબા નારણ દેવજી / નંદકુંવરબા ભગવતસિંહજી જાડેજા (જન્મ ઈ.સ. 1961) અવસાન તારીખ લખી નથી પણ રાજેન્દ્ર દવેના પુસ્તક મુજબ તે 1936ના માર્ચની 9મી છે.) તરીકે મુકવામાં આવ્યું છે. નારણ દેવજી તેમના પિતાનું નામ હતું.
આઝાદી મળ્યા પહેલાં રજવાડાના રાજકુંવરો રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણતા હતા તો અનેકો ભારતમાં આવેલી બીજી એ જ કક્ષાની શિક્ષણસંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા. વિદેશોની નામાંકિત શાળા-કોલેજોમાં ભણવા જનારા પણ અનેક. ભણવામાં તેજસ્વી હોય એ બધા કંઈ હાથમાં કલમ પકડીને લેખકો બનતા નથી અને એ જરૂરી પણ નથી. પણ જેમનામાં નિઃસર્ગદત્ત લેખનપ્રતિભા હોય તેઓ રાય હોય કે રંક પણ લેખનક્ષેત્રે પ્રવૃત્ત બને છે. રજવાડી પરિવારના સભ્યો જો પોતે રાજ્યધૂરા સંભાળવાના હોય તો એમને માટે રાજપદ અનુકુળતા આપનારું પણ છે અને અવરોધક પણ છે. કમાવાની કોઈ ચિંતા નહિ. ભરપૂર સુખસગવડભરી જિંદગી, બધી રીતની અનુકુળતા અને વાચનની ઈચ્છે તેટલી સવલત. આ બધાં પરિબળો તેમની લેખનપ્રવૃત્તિને અનુકુળ પવન આપનારા છે, તો સામે પક્ષે રાજકાજનો ભાર, બેતહાશા એશોઆરામ, ભોગવિલાસની કોઈ પણ રોકટોક વગરની છત. આ બધાં પરિબળો તેમને નિષ્ક્રિયતાના માર્ગે પ્રેરનારાં છે. અને એટલે જ ભરપૂર રાજસી ઠાઠ ધરાવનારા રાજઘરાનાઓમાંથી બહુ ગણ્યાગાંઠ્યા કલમકારો પાક્યા છે.
🙌🏻👉🙌🏻🙌🏻🙌🏻પણ જે છે તેમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને તેમના રાણી નંદકુંવરબા ઝળહળતાં રત્નો જેવાં છે. તેમને બેઉને રજવાડાની કોઈ રંગીનીઓ કે ભોગવિલાસ કદિ સ્પર્શી જ શક્યા નહિ. એ બધા ભપકા કે ઠાઠ વચ્ચે તેઓ જલકમલવત્ જ રહ્યા. એમની એ અંગત વિરક્તિઓ વિષે રાજકોટના પ્રવીણ પ્રકાશને પ્રગટ કરેલા વિગતપ્રચુર પુસ્તક ‘ભગવત-ગુણભંડાર’ (લેખક રાજેન્દ્ર દવે)માં બહુ અધિકૃત આલેખન છે. અહીં તેનું પુનરાવર્તન કરવાનો ઈરાદો નથી.
🙌🏻👉🙌🏻માત્ર નવ વર્ષની વયે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવનારા ભગવતસિંહજી 1883ની સાલમાં ઉચ્ચ અભ્યાસ માટે યુરોપ ગયા. 1884માં રાજ્યની ધૂરા સંભાળી 1885માં મુંબઈ યુનિવર્સિટીમાં ફેલો નિમાયા (જે પદ હોંશિયાર વિદ્યાર્થીને જ મળે) 1886માં તબીબી અભ્યાસ માટે સ્કોટલેન્ડ ગયા. 1892માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.સી.એમ.ની પદવી મેળવી. આર્યુવેદનો સંક્ષિપ્ત ઈતિહાસ અથવા આર્યુવેદિક વિદ્યાનો ઈતિહાસના તેમના ડોક્ટરેટના મહાનિબંધ પર તેમણે 1859માં એડિનબરો યુનિવર્સિટીમાંથી એમ.ડી. (ડોક્ટર ઓફ મેડિસીન)ની પદવી મેળવી.
🙌🏻👉🙌🏻આ તો થયું તેમનું અભ્યાસલક્ષી લેખન અને કાર્ય. પણ વિદેશમાં તેમણે જે જોયું તેની વિશેષતાઓ જોઈને તેમણે પોતાના રાજ્યમાં એને અનુસારી કાર્યો કર્યાં. પોતાના રાજ્યના મુખ્ય શિક્ષણાધિકારી ચંદુભાઈ બહેચરભાઈ પટેલ પાસે અક્ષરમાળાથી માંડીને વાચનમાળા સુધીના પુસ્તકોની રચના કરાવી. નવાં પાઠ્યપુસ્તકોનું દૃષ્ટિપૂર્વકનું લેખન કરાવ્યું. એ અગાઉની વાત કરીએ તો પોતાની માત્ર વીસ વર્ષની ઉંમરે તેમણે પોતાના 1883ના ઈંગ્લેન્ડના પ્રથમ પ્રવાસનું વર્ણન પોતાના પુસ્તકમાં અંગ્રેજી ભાષામાં કાવ્યાત્મક બાનીમાં કર્યું. એમાં જેટલી કાવ્યાત્મકતા હતી એટલી જ ચિત્રાત્મકતા હતી. માત્ર ત્યાંના ત્યાંના સૃષ્ટિસૌંદર્યનું જ નહિ પણ ત્યાંના સામાજિક રીતે રિવાજો, રહેણીકરણી, રમતગમતો, ધાર્મિક ક્રિયાઓ વગેરેનું બહુ વિશદ વર્ણન આપણે ત્યાંની એવી વસ્તુઓ સાથે તુલનાત્મક ઢબે કર્યું, એમનું આ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી આંગ્લ વિદ્વાનોમાં પણ. બહુ સારી રીતે ચર્ચાયું અને વિદ્વપ્રિય બન્યું.
*🎯🔰👉પણ સૌથી મહત્ત્વનું અને ગુજરાતી ભાષામાં જેનું સ્થાન ચિરંજીવ અને અવિચળધ્રુવતારક જેવું ગણી શકાય તેવું કાર્ય તો ગુજરાતી ભાષાના જ્ઞાનકોષ વત્તા અર્થકોષ જેવા ભગવદગોમંડળ ખંડ 1 થી 9ની રચનાનું મંડાણ કરવાનું હતું. શબ્દને તેઓ બ્રહ્મ માનતા અને એના અર્થો અને અધ્યાસોને પામવાની લગની પોતાના વારંવારના વિદેશગમનને લઈને એમને લાગી હતી. એ વિચાર એમના મનમાં સતત ઘોળાતો રહેતો હતો. પોતે એકત્ર કરેલા બે લાખ શબ્દો પ્રારંભિક પ્રદાન તરીકે રાજ્યની પોતે શરૂ કરેલી કોષકચેરીને અર્પણ કરીને એમણે 1928માં એ ભગીરથ કાર્યની જવાબદારી રાજ્યના શિક્ષણાધિકારી વિદ્વાન એવા ચંદુલાલ બેચરલાલ પટેલને સોંપી અને પોતે જોડાજોડ એ કામમાં જોડાયા. અહીં એ નોંધવું જોઈએ કે ચંદુભાઈના પિતા બહેચરલાલ પટેલ પણ કવિ વિહારીનું ઉપનામ ધરાવતા બહુ સારા કવિ હતા.*
🎯🔰🎯'ચંદુલાલ બહેચરદાસ પટેલ
👉👉એનું છાપકામ ક્યાં કરાવેલું તે હકીકત જાણવા જેવી છે. ભગવતસિંહજી બાપુએ ગોંડલના કેવળચંદ કાનજીભાઈ પારેખના શ્રી ભગવતસિંહજી લીથો એડ પ્રિન્ટિંગ પ્રેસમાં કોશનું તમામ છાપકામ કરાવેલું, એમ કહેલું કે તમે કિફાયત ભાવે આ કરી આપો તો તમને રાજ્યનું બીજું કામ પણ આપું. પણ કામ ટંચન (પરફેક્ટ) કરો. સાધનસામગ્રી પૂરાં નહોતાં તે અપાવ્યાં. અમુક પ્રકારના અક્ષરના ટાઈપ નહોતા તે ત્યાં ને ત્યાં ખાસ ફાઉન્ડ્રી નાખીને બનાવડાવ્યા. વળી એ શરત કરી કે કંપોઝ થયેલાં પાનાં છપાઈ જાય તો પણ દસ વરસ સુધી તેને વીંખવા નહીં. તેનો નાશ પણ ના કરવો. અરે, કોઈ પણ જોડિયો અક્ષર છાપવાનો હોય ત્યારે બે ખંડિત અક્ષરોને જોડીને છાપવાનેબદલે આ અક્ષરોની નવી મેટ્રિક્સ (શ્રેણી) બનાવેલી, અને પ્રૂફ માટે તો શું કહેવું. તમને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે છેલ્લા પ્રૂફ તો ચંદુબાપા અને બાપુ ખુદ જ જોતા.
🎯🔰1928માં આરંભાયેલો એ શબ્દયજ્ઞ તેમના 1944માં દિવંગત થયા પછી પણ ચંદુભાઈની રાહબરી અને સંપાદન હેઠળ આગળ ચાલ્યો તે છેક સૌરાષ્ટ્ર સરકારના અમલ દરમ્યાન 1954માં સંપન્ન થયો.
🎯🔰ભાગ 1 થી 9, અ થી બ સને 1928થી 1954 વર્ષ – સાડા છવ્વીસ, છાપકામનું ખર્ચ રૂ. 1,64,096, કોષ કચેરીનું ખર્ચ 1,08,353, કુલ 500 પ્રતનું ખર્ચ 2,52,449. વજન મણ 1 શેર 15, 28 રૂપિયાભાર, ઘનમાપ 1.9 (એક પોઈંટ નવ)ઘનફૂટ, છપામણી અને કાગળના ખર્ચ પૂરતી વેચાણકિંમત રૂ. 146, ચારેનું પડતર ખર્ચ રૂ. 545, પૃષ્ઠ 925, શબ્દ 28135 અર્થ, – 5,40,445 રૂઢિપ્રયોગ 28,156,ગુજરાતી ભાષામાં જુદી જુદી 23 જેટલી ભાષાના ઘણા શબ્દો રૂઢ થયા છે.
💠👉આ શબ્દભાગિરથી ગોંડલની ધરતી ઉપર મહારાજા ભગવતસિંહજી અને ચંદુભાઈ પટેલ જેવા સરસ્વતિના તપસ્વિઓ દ્વારા ઉતરી અને ગુજરાતી ભાષા કાયમને માટે રળીયાત થઈ. એ એટલો જાજવલ્યમાન અલૌકિક હતો કે ખુદ ગાંધીજીએ લખ્યું, *‘આની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી.’* આગળ જતાં ચંદુભાઈને *આ કાર્ય બદલ આપણી ભાષાનો અતિ પ્રતિષ્ઠિત રણજિતરામ ચંદ્રક એનાયત થયો ત્યારે એ સન્માનના પ્રતિભાવમાં એ બોલ્યા કે મને એમ લાગે છે કે આ ચંદ્રક હું ભગવતસિંહજી બાપુના વાણોતર તરીકે સ્વીકારી રહ્યો છું.🔰👏👏🎯🙏*
*🎯🔰👉ખેર, મહારાજાની વાત કરવાની સાથોસાથ મહારાણીની વાત પણ અવશ્ય કરવી જોઈએ. એટલી એ વજનદાર છે. મહારાજા સાથે તેમનું લગ્ન થયું ત્યારે તેમની વય પંદર વર્ષની હતી. શાળાએ જવાને બદલે તેઓ ઘરમાં જ વાંચતા-લખતાં શિખ્યાં, છતાં બહુ ઉચ્ચસ્તરનાં ચરિત્રકાર અને પ્રવાસ-લેખિકા બન્યાં. 1890માં તેમને બીમારીને કારણે બે વર્ષ ઈંગ્લેન્ડ રહેવાનું થયું તે વખતે તેમણે માત્ર પથારીવશ ના રહેતાં એ દેશમાં પરિભ્રમણ કર્યું અને પ્રવાસવર્ણનનું સુંદર પુસ્તક આપ્યું. *🙏💠🙏👉તેનું નામ ‘ગોમંડલ પરિક્રમા’.*
*🔰મહારાણી નંદકુંવરબા*
એ અદભુત પુસ્તક લાંબા સમય સુધી અપ્રાપ્ય રહ્યું. હું જ્યારે 1982-83માં નવસારી હતો ત્યારે ચં.ચી. મહેતા જેવા સમર્થ સાહિત્યકારને વારંવાર મળવાનું થતું. અવારનવાર એ આ પુસ્તક માટે પ્રશંસાત્મક ઉદગારો કાઢતા અને એ અપ્રાપ્ય હોવાનો અફસોસ વ્યક્ત કરતા. અને એ પછી એમના જ દોરીસંચારથી એ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું અને પછી તો તેની બે-ત્રણ આવૃત્તિઓ થઈ,( ટાઇટલ કદાચ બીજું હોય પણ પુસ્તકનાં લેખિકા મહારાણી નંદકુંવરબા છે)
હાલ તે ઉપલબ્ધ છે.
પ્રકાશન વિભાગ, ગુજરાત સાહિત્ય અકાદમી
અભિલેખાગાર ભવન,સેક્ટર 17,
ગાંધીનગર-382017
(ફોન: 079-23256798 અને 23256797)
💠🎯એ અનન્ય પુસ્તક ઉપરાંત એમની એક પદ્યકૃતિ નામે ‘ગીતાંજલી’ 1919માં પ્રગટ થઈ અને અંગ્રેજીમાં પણ ‘ફિલ્ડમાર્શલ અર્લ કિચનર ઓફ ખાર્તુમ’ એક જીવનચરિત્ર તેમણે આપ્યું.*
🎯🔰🙏ખેર, એ રીતે શું શા પૈસા ચારનું મેણું ખાધેલી ગુજરાતી ભાષાને, એના જખમ ધોઈ, સાફ કરી, તંદુરસ્ત, નરવી અને ગૌરવશાળી બનાવનારાઓનાં નામ સાવ સ્મૃતિશેષ બની જાય તે પહેલાં ફરી એના પર સંજીવની છાંટનારા ‘પ્રવીણ પુસ્તક ભંડાર’વાળા ગોપાલભાઈ જેવા પણ બહાર આવ્યા. પહેલી વાર 1986માં એનો સેટ બહાર પાડ્યો અને એ પછી ફરીવાર 2005માં.વર્ષો પહેલાં કોઈએ આ ભાગીરથીને પૃથ્વી પર ઉતારી હતી, પણ પછી એનાં જળ જ્યારે પાછાં સુકાઈ જવા આવ્યાં હતાં, ત્યારે ગોપાલભાઈ જેવા કોઈએ ફરી એના તળને ખરું બનાવી દીધું. અત્યારે મારા ધારવા મુજબ એ ગ્રંથરત્ન પણ ઉપલબ્ધ છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
ધ્રુવતારક જેવું ગણી શકાય તેવું કાર્ય તો ગુજરાતી ભાષાના જ્ઞાનકોષ વત્તા અર્થકોષ જેવા ભગવદગોમંડળ ખંડ 1 થી 9ની રચનાનું મંડાણ કરવાનું હતું. શબ્દને તેઓ બ્રહ્મ માનતા અને એના અર્થો અને અધ્યાસોને પામવાની લગની પોતાના વારંવારના વિદેશગમનને લઈને એમને લાગી હતી. એ વિચાર એમના મનમાં સતત ઘોળાતો રહેતો હતો. પોતે એકત્ર કરેલા બે લાખ શબ્દો પ્રારંભિક પ્રદાન તરીકે રાજ્યની પોતે શરૂ કરેલી કોષકચેરીને અર્પણ કરીને એમણે 1928માં એ ભગીરથ કાર્યની જવાબદારી રાજ્યના શિક્ષણાધિકારી વિદ્વાન એવા ચંદુલાલ બેચરલાલ પટેલને સોંપી અને પોતે જોડાજોડ એ કામમાં જોડાયા. અહીં એ નોંધવું જોઈએ કે ચંદુભાઈના પિતા બહેચરલાલ પટેલ પણ કવિ વિહારીનું ઉપનામ ધરાવતા બહુ સારા કવિ હતા.*
🎯🔰🎯'ચંદુલાલ બહેચરદાસ પટેલ
👉👉એનું છાપકામ ક્યાં કરાવેલું તે હકીકત જાણવા જેવી છે. ભગવતસિંહજી બાપુએ ગોંડલના કેવળચંદ કાનજીભાઈ પારેખના શ્રી ભગવતસિંહજી લીથો એડ પ્રિન્ટિંગ પ્રેસમાં કોશનું તમામ છાપકામ કરાવેલું, એમ કહેલું કે તમે કિફાયત ભાવે આ કરી આપો તો તમને રાજ્યનું બીજું કામ પણ આપું. પણ કામ ટંચન (પરફેક્ટ) કરો. સાધનસામગ્રી પૂરાં નહોતાં તે અપાવ્યાં. અમુક પ્રકારના અક્ષરના ટાઈપ નહોતા તે ત્યાં ને ત્યાં ખાસ ફાઉન્ડ્રી નાખીને બનાવડાવ્યા. વળી એ શરત કરી કે કંપોઝ થયેલાં પાનાં છપાઈ જાય તો પણ દસ વરસ સુધી તેને વીંખવા નહીં. તેનો નાશ પણ ના કરવો. અરે, કોઈ પણ જોડિયો અક્ષર છાપવાનો હોય ત્યારે બે ખંડિત અક્ષરોને જોડીને છાપવાનેબદલે આ અક્ષરોની નવી મેટ્રિક્સ (શ્રેણી) બનાવેલી, અને પ્રૂફ માટે તો શું કહેવું. તમને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે છેલ્લા પ્રૂફ તો ચંદુબાપા અને બાપુ ખુદ જ જોતા.
🎯🔰1928માં આરંભાયેલો એ શબ્દયજ્ઞ તેમના 1944માં દિવંગત થયા પછી પણ ચંદુભાઈની રાહબરી અને સંપાદન હેઠળ આગળ ચાલ્યો તે છેક સૌરાષ્ટ્ર સરકારના અમલ દરમ્યાન 1954માં સંપન્ન થયો.
🎯🔰ભાગ 1 થી 9, અ થી બ સને 1928થી 1954 વર્ષ – સાડા છવ્વીસ, છાપકામનું ખર્ચ રૂ. 1,64,096, કોષ કચેરીનું ખર્ચ 1,08,353, કુલ 500 પ્રતનું ખર્ચ 2,52,449. વજન મણ 1 શેર 15, 28 રૂપિયાભાર, ઘનમાપ 1.9 (એક પોઈંટ નવ)ઘનફૂટ, છપામણી અને કાગળના ખર્ચ પૂરતી વેચાણકિંમત રૂ. 146, ચારેનું પડતર ખર્ચ રૂ. 545, પૃષ્ઠ 925, શબ્દ 28135 અર્થ, – 5,40,445 રૂઢિપ્રયોગ 28,156,ગુજરાતી ભાષામાં જુદી જુદી 23 જેટલી ભાષાના ઘણા શબ્દો રૂઢ થયા છે.
💠👉આ શબ્દભાગિરથી ગોંડલની ધરતી ઉપર મહારાજા ભગવતસિંહજી અને ચંદુભાઈ પટેલ જેવા સરસ્વતિના તપસ્વિઓ દ્વારા ઉતરી અને ગુજરાતી ભાષા કાયમને માટે રળીયાત થઈ. એ એટલો જાજવલ્યમાન અલૌકિક હતો કે ખુદ ગાંધીજીએ લખ્યું, *‘આની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી.’* આગળ જતાં ચંદુભાઈને *આ કાર્ય બદલ આપણી ભાષાનો અતિ પ્રતિષ્ઠિત રણજિતરામ ચંદ્રક એનાયત થયો ત્યારે એ સન્માનના પ્રતિભાવમાં એ બોલ્યા કે મને એમ લાગે છે કે આ ચંદ્રક હું ભગવતસિંહજી બાપુના વાણોતર તરીકે સ્વીકારી રહ્યો છું.🔰👏👏🎯🙏*
*🎯🔰👉ખેર, મહારાજાની વાત કરવાની સાથોસાથ મહારાણીની વાત પણ અવશ્ય કરવી જોઈએ. એટલી એ વજનદાર છે. મહારાજા સાથે તેમનું લગ્ન થયું ત્યારે તેમની વય પંદર વર્ષની હતી. શાળાએ જવાને બદલે તેઓ ઘરમાં જ વાંચતા-લખતાં શિખ્યાં, છતાં બહુ ઉચ્ચસ્તરનાં ચરિત્રકાર અને પ્રવાસ-લેખિકા બન્યાં. 1890માં તેમને બીમારીને કારણે બે વર્ષ ઈંગ્લેન્ડ રહેવાનું થયું તે વખતે તેમણે માત્ર પથારીવશ ના રહેતાં એ દેશમાં પરિભ્રમણ કર્યું અને પ્રવાસવર્ણનનું સુંદર પુસ્તક આપ્યું. *🙏💠🙏👉તેનું નામ ‘ગોમંડલ પરિક્રમા’.*
*🔰મહારાણી નંદકુંવરબા*
એ અદભુત પુસ્તક લાંબા સમય સુધી અપ્રાપ્ય રહ્યું. હું જ્યારે 1982-83માં નવસારી હતો ત્યારે ચં.ચી. મહેતા જેવા સમર્થ સાહિત્યકારને વારંવાર મળવાનું થતું. અવારનવાર એ આ પુસ્તક માટે પ્રશંસાત્મક ઉદગારો કાઢતા અને એ અપ્રાપ્ય હોવાનો અફસોસ વ્યક્ત કરતા. અને એ પછી એમના જ દોરીસંચારથી એ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું અને પછી તો તેની બે-ત્રણ આવૃત્તિઓ થઈ,( ટાઇટલ કદાચ બીજું હોય પણ પુસ્તકનાં લેખિકા મહારાણી નંદકુંવરબા છે)
હાલ તે ઉપલબ્ધ છે.
પ્રકાશન વિભાગ, ગુજરાત સાહિત્ય અકાદમી
અભિલેખાગાર ભવન,સેક્ટર 17,
ગાંધીનગર-382017
(ફોન: 079-23256798 અને 23256797)
💠🎯એ અનન્ય પુસ્તક ઉપરાંત એમની એક પદ્યકૃતિ નામે ‘ગીતાંજલી’ 1919માં પ્રગટ થઈ અને અંગ્રેજીમાં પણ ‘ફિલ્ડમાર્શલ અર્લ કિચનર ઓફ ખાર્તુમ’ એક જીવનચરિત્ર તેમણે આપ્યું.*
🎯🔰🙏ખેર, એ રીતે શું શા પૈસા ચારનું મેણું ખાધેલી ગુજરાતી ભાષાને, એના જખમ ધોઈ, સાફ કરી, તંદુરસ્ત, નરવી અને ગૌરવશાળી બનાવનારાઓનાં નામ સાવ સ્મૃતિશેષ બની જાય તે પહેલાં ફરી એના પર સંજીવની છાંટનારા ‘પ્રવીણ પુસ્તક ભંડાર’વાળા ગોપાલભાઈ જેવા પણ બહાર આવ્યા. પહેલી વાર 1986માં એનો સેટ બહાર પાડ્યો અને એ પછી ફરીવાર 2005માં.વર્ષો પહેલાં કોઈએ આ ભાગીરથીને પૃથ્વી પર ઉતારી હતી, પણ પછી એનાં જળ જ્યારે પાછાં સુકાઈ જવા આવ્યાં હતાં, ત્યારે ગોપાલભાઈ જેવા કોઈએ ફરી એના તળને ખરું બનાવી દીધુ
આજે ગોંડલ રાજ્યના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો જન્મદિવસ છે. નાના એવા ગોંડલ રાજ્યને મોટી નામના અપાવનાર ભગાબાપુના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો આપની સાથે વહેંચું છું.
ગોંડલમાં દરબારગઢ પાસેની એક શેરીમાં એક વિધવા બાઈ રહેતી હતી. પરિવારમાં આ બાઈ અને એનો એકનો એક દીકરો હતો. એકદિવસ આ વિધવા બાઈનો પુત્ર ક્યાંક ખોવાઈ ગયો. ખુબ શોધખોળ કરી પણ દીકરાનો કોઈ પતો મળતો નહોતો. પેલી બિચારી વિધવા પોક મૂકીને રડતી હતી.
મહારાજા સાહેબને કોઈએ આ વાત કરી એટલે મહારાજા સાહેબે તુરંત પોલીસને બોલાવીને ગમે તેમ કરી ખોવાયેલા છોકરાને શોધી કાઢવાનો હુકમ કર્યો. આટલાથી સંતોષ ના માનતા મહારાજાએ પ્રતિજ્ઞા લીધી કે 'જ્યાં સુધી વિધવા બાઈનો છોકરો નહિ મળે ત્યાં સુધી હું મોઢામાં અનાજનો દાણો પણ નહિ મુકું'. મહારાજની આ પ્રતિજ્ઞામાં મહારાણી નંદકુંવરબા પણ જોડાણા. જ્યારે છોકરો મળ્યો ત્યારે જ મહારાજા સાહેબે મહારાણી સાથે ભોજન લીધું.
એકવર્ષે ચોમાસા દરમ્યાન ઓછો વરસાદ થવાથી સમગ્ર ગોંડલ રાજ્યમાં ઘાસની અછત સર્જાણી. ખેડૂતો મહારાજાને અરજ કરવા દરબારગઢમાં આવ્યા. એક ખેડૂત આપવીતી સંભળાવતા સંભળાવતા રડી પડ્યો. ખેડૂતની વાત સાંભળીને ખુદ મહારાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. ભગવતસિંહજીએ તુરંત જ આદેશ કરી ખેડૂતોને રાહત અપાવી. આટલું જ નહીં દુષ્કાળને કારણે ગોંડલ રાજ્યનું એકપણ પશુ ના મરે એનુ ધ્યાન રાખવા અને આ માટે ગમે તેટલો ખર્ચ કરવો પડે તો તે ખર્ચ કરવા પણ ફરમાન કર્યું.
ગોંડલ રાજકુટુંબના 16 સભ્યોની રસોઈ માટે દરરોજ બળતણ માટેના લાકડા વહીવટદાર ચિઠ્ઠી લખી આપે એટલા કાઢી આપવામાં આવતા. એકવખત થોડા મહેમાનો આવ્યા આથી વધુ લોકોની રસોઈ બનાવવાની હતી. આ દિવસે પણ બળતણ માટેના લાકડા તો રોજના જેટલા જ આપ્યા હતા. મહારાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે રસોયાને બોલાવીને કહ્યું, "16 માણસોની રસોઈ માટે જેટલા લાકડા વાપરે છે એનાથી જો વધુ માણસો માટેની રસોઈ બની શકતી હોય તો એનો મતલબ એ કે તું બળતણનો બગાડ કરે છે.રાજ્યને તારા કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે તારા પગારમાથી દર મહિને 2 રુપિયાનો દંડ વસુલ કરવાનો હું હુકમ કરું છું."
એકવખત ભગવતસિંહજીના દરબારમાં એક ગઢવીએ મહારાજાના વખાણ કરતા અદભૂત દુહાઓ ગાયા. સૌ દરબારીઓને લાગતું હતું કે બાપુ આ ગઢવીને માલામાલ કરી દેશે પણ બાપુએ બહુ મામુલી ભેટ આપી. ભગવતસિંહજીએ ગઢવીનું સન્માન કરતા કહ્યું," જો હું તમને મોટી ભેટ આપું તો ભેટની લાલચને લીધે ઠેરઠેરથી લોકો અહીં આવીને મારા સાચા ખોટા ગુણ ગાવા લાગે. જો આવું થાય તો મને એનો નશો ચડે અને હું અભિમાની બની જાવ. આવું ના થાય એટલા માટે હું તમને આ સામાન્ય ભેટ આપું છું."
મહારાજા ભગવતસિંહના પાટવી કુંવર ભોજરાજસિંહને દારૂ પીવાની કુટેવ હતી. મહારાજાએ દારૂ મૂકી દેવા માટે કુંવર ભોજરાજસિંહને ખૂબ સમજાવ્યા, પણ ભોજરાજસિંહ દારૂ છોડી શકતા નહોતા. છેવટના ઉપાય તરીકે દારૂબંધીના ચુસ્ત હિમાયતી મહારાજાએ કુંવરને ગોંડલની હદ બહાર નીકળી જવાનો હુકમ કર્યો
એકવખત લોખંડના ભાવમાં અચાનક ઉછાળો આવતા ટાંચણીના ભાવ ખુબ વધી ગયા. ભગવતસિંહજી બાપુએ બાવળના દાંતણ વેંચેનારા લોકોને બોલાવીને કહેલું કે દાંતણ કાપવા જાવ ત્યારે ત્યાંથી બાવળન સુળો ભેગી કરીને સાથે લાવજો અને કચેરીમાં જમા કરાવ દેજો. બીજી તરફ કચેરીમાં પણ સૂચના અપાવીકે જ્યાં સુધી ટાંચણીના ભાવ ના ઘટે ત્યાં સુધી ટાંચણીના બદલે બાવળની સુળો વાપરો.
એકવખત ગોપાલકૃષ્ણ ગોખલે પુનાની ફરગ્યુશન કોલેજ માટે દાન લેવા ગોંડલ આવ્યા. ગોંડલ મહારાજાએ બહુ મોટી રકમનું દાન આપ્યું એટલે ગોખલેજી રાજી થઇ ગયા. એમણે મહારાજાને કહ્યું, "નામદાર, કોલેજના કોઈ ખંડ કે વિભાગને આપનું નામ આપીએ" મહારાજાએ કહ્યું,"આ નાણાં રાજ્યના ભંડોળમાંથી આપ્યા છે. રાજ્યનું ભંડોળ મારું નથી પણ પ્રજાનું છે આથી મારું નામ નથી રાખવું પણ મારી પ્રજાને લાભ થાય એવું કરો. ફરગ્યુશન કોલેજમાં મારા ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણે બે સીટ અનામત રાખો." ગોખલેજીએ આ વાત માન્ય રાખી જેનો લાભ આજે પણ ગોંડલ રાજ્યના લોકો લે છે.
આજે એવો વિચાર આવે કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી વધુ સારી.
સ્વાતંત્ર્ય પર્વ પર અમે એટલું જરૂર કહીશું કે, દેશ માટે રાજપાટ આપી દેનારા રાજ પરિવારોને સન્માન મળવું જોઈએ તેમજ વારસા અને સંસ્કૃતિની જાળવણી થવી જોઈએ." માંધાતાસિંહજી જાડેજા - રાજકોટ "ભારતની આઝાદીમાં રાજવી પરિવારોનું અમૂલ્ય યોગદાન છે તેથી રાજ પરંપરાઓ અને સંસ્કૃતિને ભૂલવી ન જોઈએ. રાજ પરિવારોની આજની પેઢી તો આ પરંપરાઓ અને સંસ્કૃતિને જાળવવા મહેનત કરી રહી છે, પણ સરકાર અને સમાજની પણ જવાબદારી બને છે. હેરિટેજ એટલે માત્ર મહેલો કે મિલકતો જ નહીં. આ પરિભાષાથી આપણે આપણા વારસા અને સંસ્કૃતિને સિમિત ન કરવા જોઈએ. રાજવી શાસનમાં પ્રજા સાથેના વ્યવહારો, સંસ્કારો કે ઉજવણીઓના પણ કેટલાંક રિવાજો હતા જેને અમૂલ્ય વિરાસત કહી શકાય." પોતાનો મત વધુ ચોકસાઈથી રજૂ કરતા માંધાતાસિંહજી કહે છે કે, "આજે પણ લોકો ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, ગોંડલના ભગવતસિંહજી, રાજકોટના લાખાજીરાજજી કે જામનગરના રાજવીઓને પ્રજાવત્સલ રાજવી તરીકે યાદ કરે છે. રાજ પરિવારોની આજની પેઢીને ગોૈરવ છે કે ભારતની અખંડિતતા અને સ્વતંત્ર્તા માટે અમારા વડવાઓએ રાજપાટ સોંપી દીધા હતા. અમે ઈચ્છીએ કે આજની પણ પેઢી એ ભવ્ય વારસાથી વાકેફ થાય." માનવેન્દ્રસિંહ ગોહિલ - રાજપીપળા મધ્ય ગુજરાતમાં રાજપીપળા સ્ટેટનું વિશેષ સ્થાન હતું. ૧પ૦૦ સ્કવેર માઇલનો વિસ્તાર ધરાવતું આ સ્ટેટ નર્મદાના કિનારાના આસપાસના રમણીય પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. જ્યારે દેશી રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણની વાત આવી ત્યારે મધ્ય ગુજરાતમાંથી રાજપીપળાના વિજયસિંહજી ગોહિલે સૌપ્રથમ તેમનું રજવાડું ભારત સંઘરાજ્યને સોંપ્યું હતું. રાજપીપળાના વર્તમાન ગે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ કહે છે કે, "અમારા માટે આ ગોૈરવની વાત છે કે જયારે દેશ અને પ્રજાને જયારે જરૂર પડી ત્યારે અમારાં વડવાઓએ પળનો પણ વિલંબ કર્યાં વગર મધ્ય ગુજરાતમાંથી પ્રથમ રાજપીપળાની રિયાસત સોંપી દીધી. ઓલ ઈન્ડિયા રેડિયો પર તેની જાહેરાત પણ કરવામાં આવી હતી." માનવેન્દ્રસિંહ કહે છે, "હાલની શાસનની સ્થિતિ જોઈને અમને થોડું દુઃખ થાય છે. અંગ્રેજોને હટાવીને સરદારની મધ્યસ્થીથી ભારતમાં નવા શાસનનો ઉદય થયો, પણ રાજવી પરંપરા કે સંસ્કૃતિ છે તે આજે જળવાતી નથી. વિદેશીઓ ભારતમાં હેરિટેજ જોવા આવે છે. સરકાર હેરિટેજ જાળવે તો વધુને વધુ વિદેશીઓ આવે અને સરકારને વિદેશી હૂંડિયામણની વધુ આવક થાય. હેરિટેજ પ્રોપર્ટીના પ્રશ્નો છે તે ઉકેલવા જોઈએ, જ્યારે અહીં તો હેરિટેજ મિલકતો છે તેના પર ટેક્સ લાદવામાં આવે છે. હરિટેજ પ્રોપર્ટી પરના આ ટેક્સ તો દૂર થવા જ જોઈએ. વિલીનીકરણ સમયે રાજવીઓએ રજવાડાંની તિજોરીમાં રહેલાં લાખો રૂપિયા સરકારને આપી દીધા હતા, ત્યારે હવે સરકારે આ ટેક્સ નાબૂદ કરી રાજ પરિવારોનું માન જાળવવું જોઈએ. અત્યાર સુધીની વિવિધ સરકારોએ આપેલાં અનેક વચનો હજુ સુધી પૂર્ણ નથી કર્યાં, જેનું એક રાજ પરિવારના સભ્ય હોવાના નાતે મને દુઃખ છે. હા, એ વાત છે કે દરેક સ્વાતંત્ર્યદિન પર અમને વહીવટી દ્વારા ધ્વજવંદન માટે આમંત્રણ જરૂર આપવામાં આવે છે." સત્યજિતકુમાર ખાચર - જસદણ હાલ રાજકોટ જિલ્લામાં આવેલું જસદણ કાઠી દરબારોનું સ્ટેટ હતું. આ સ્ટેટ અને આજુબાજુના સ્ટેટમાં કાઠી દરબારોની વસતી અને પ્રભાવ હોવાથી આ વિસ્તારને કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતો હતો. સમય જતાં સમગ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરીકે ઓળખાવા લાગ્યું. જસદણના રાજવી પરિવારના સભ્ય સત્યજિતકુમાર ખાચર કહે છે, "રાજવી પરિવારોનું યોગદન ચોકક્સપણે ન ભૂલાવું જોઈએ. અમારાં વડવાઓએ તેમની પ્રજાના હિત માટે સર્વસ્વ સોંપતા પણ ખચકાટ નહોતો અનુભવ્યો. અનેક સંઘર્ષો પછી રાજવીઓે શાસન અને મોભો મેળવ્યા હતા, જેને પળવારમાં જતા કરવા એ નાનીસૂની વાત નથી. તેથી અમારી આજની પેઢી ઈચ્છે છે કે આ રજવાડાંઓનો જે પણ વારસો છે તેનું જતન થવું જોઈએ. જેમાં સરકારે અને સમાજે મહત્તમ યોગદાન આપવું જોઈએ." સત્યજિતકુમાર ખાચર રાજાશાહી એ વખતના શાસનને યાદ કરતા કહે છે કે આજે પણ ગામડાંઓમાં જૂની પેઢીના લોકો જ્યારે અમને મળે છે ત્યારે કહેતા હોય છે કે તમારાં વડીલોના શાસનમાં પ્રજાની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવતી હતી તેમજ ભ્રષ્ટાચાર નહોતો. શાસકો જવાબદારીપૂર્વક રાજ કરતા હતા. આજે ભારત જ્યારે સિત્તેરમો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે ત્યારે રાજવી પરિવારના એક સદસ્ય તરીકે અમને અમારાં વડવાઓના કાર્ય પ્રત્યે ગૌરવની સાથોસાથ દેશની હાલત જોઈ ગ્લાનિ પણ થાય છે. આલિયા સુલતાના બાબી- બાલાસિનોર હાલ ખેડા જિલ્લામાં આવેલું બાલાસિનોર આઝાદી પહેલાં બાબી પરિવાર સંચાલિત નવાબી સ્ટેટ હતું. તે સમયે ગુજરાતમાં જૂનાગઢ, રાધનપુર અને બાલાસિનોર એ નવાબી પરિવારોનું શાસન ધરાવતા હતા. બાલાસિનોરનાં રાજવી પરિવારનાં સભ્ય આલિયા સુલતાના બાબી કહે છે, "અમને અત્યારે કભી ખુશી કભી ગમ જેવું મહેસૂસ થઈ રહ્યું છે. ભલે અમે રાજાશાહી નથી જોઈ, પરંતુ અમારાં વડીલો પાસેથી એ સમયનું શાસન અને પ્રજાના પ્રેમ વિશે સાંભળ્યું છે. ભારત આઝાદ થયો ત્યારે મારા પિતા નવાબ મોહમ્મદ સલાબત ખાનજી બાલાસિનોરની ગાદીએ હતા.
સ્ટેટ ભલે મુસ્લિમ રાજવી પાસે હતું, પરંતુ ભારતમાં તેના વિલીનીકરણની વાત આવી ત્યારે તેને તરત જ સોંપી દેવામાં આવ્યું હતું. જે એક મોટું બલિદાન કહેવાય. હાલ ભારતની આર્થિક સ્થિતિ તેમજ શહેરી વિકાસ જોઈને ખુશી થાય છે, પરંતુ ગામડાંઓમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જ્યારે લોકો કહે છે કે આના કરતાં તો રાજાશાહીનું શાસન સારું હતું ત્યારે ઘણું દુઃખ થાય છે." આઝાદી પછી આ રજવાડાંઓમાંથી કેટલાક વિદેશમાં સ્થાયી થયા તો કેટલાક ભારતમાં જ રહ્યા. કેટલાક રાજવી રાજકારણમાં પ્રવેશ્યા તો કેટલાકે અન્ય ક્ષેત્રોમાં ઝંપલાવી પરિવર્તનને હસતાં મોંઢે સ્વીકાર્યું. ત્યારે આ સ્વતંત્રતા દિને આ રાજવીઓનાં યોગદાનને યાદ કરીએ તે પણ દેશભક્તિનું જ એક કાર્ય કહેવાય. દેવેન્દ્ર જાની
==============================================================================================----------------------------------------
ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી જળહોનારતનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના ટોમ વૂટન અને ઉત્પલ સાંડેસરાએ મોરબી હોનારત વિષે પુસ્તક લખેલું જેનો નિરંજનભાઇ સાંડેસરાએ ગુજરાતીમાં અનુવાદ કરી બનાવ્યું છે. આ પુસ્તકનું આગામી તા.૧૦ના સોમવારે ૬:૩૦ વાગ્યે મોરબી નગરપાલીકાના ટાઉન હોલ ખાતે વિમોચન કરવામાં આવશે.
મોરબી ભીષણ મચ્છુ જળહોનારતની ૩૬મી વરસીની આગલી સાંજે તે બનાવ વિષેનું સૌ પ્રથમ ગુજરાતી પુસ્તકનું વિમોચન મોરબી ટાઉન હોલમાં યોજાશે. અમેરિકી મૂળના ટોમ વૂટન અને ગુજરાતી મૂળના ઉત્પલ સંડેસરાએ લખેલા અંગ્રેજી પુસ્તકનો નિરંજન સાંડેસરાએ કરેલા અનુવાદ ‘ઝીલો રે મચ્છુનો પડકાર' રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા થશે પુસ્તકનાં ૩૩૯ પાના અને ૬૦ તસ્વીરો મોરબીવાસીઓ તથા સૌરાષ્ટ્ર - ગુજરાતના બહોળા વાચકવર્ગને ગુજરાતના ઇતિહાસની એક સૌથી મોટી દુઘર્ટનાનો આબેહૂબ ચિતાર પૂરો પાડશે. કાર્યક્રમમાં ‘ઝીલો રે મચ્છુનો પડકાર'ની નકલોનું ૨૫% વળતરે વેચાણ થશે. ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ની બપોરે દસ દિવસના એકધારા વરસાદ પછી ચાર કિલોમીટર લાંબા મચ્છુ બંધ-૨ના માટીના પાળા તૂટી ગયા બંધના વિશાળ જળાશયમાંથી છૂટેલા ધસમસતા ઘોડાપૂરે નીચાવાસમાં આવેલા મોરબી શહેર અને આસપાસનાં અનેક ગામોમાં ભયંકર તારાજી સર્જી એક ક્ષણમાં સમગ્ર માનવ જીવન તહસ-નહસ થઇ ગયું. દસ હજારથી વધુ જાનહાનિ થઇ. જોકે ઘટનાનો ચોક્કસ મૃત્યઆં ક કદી બહાર આવ્યો નથી. પરંતુ પૂરના ડહોળા પાણીએ મોરબી - માળિયાનો સત્યાનાશ કર્યો ત્યાર પછીના ત્રણ દાયકામાં હોનારતની સ્મૃતિ ધીમેધીમે ઝાંખી થતી ગઇ છે. હજારો દસ્તાવેજોમાંથી એકઠી કરેલી માહિતી અને ૧૪૮ મુલાકાતીઓની કથનીઓ વણીને પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રગટ થયેલું ‘ઝીલો રે મચ્છુનો પડકાર' આ સ્મૃતિને નવતર રૂપે જીવંત કરે છે. તે બંધના ભંગાણનાં સાચાં કારણો, પૂરનાં સાક્ષીઓની અનુભૂતિ અને પુનરૂત્થાનના ભગીરથ પ્રયાસો જેવા હોનારતનાં અનેક પાસાંઓને પુસ્તક રૂપે સૌ પ્રથમ વાર આલેખે છે ધૂધવતાં પાણી સામે અંતિમ આશરો બનેલા છાંપરાથી માંડીને સત્યની શોધમાં છેવટનો રંગમંચ બનેલા હાઇકોર્ટ સુધી દુર્ઘટનાના દૃશ્યોનું આલેખન પ્રકોપના અસરગ્રસ્તોના શબ્દોમાં જ થયું છે. ગોઝારી જળહોનારત વર્ણવાની સાથેસાથે તે રજવાડી ભૂતકાળમાંથી ઔદ્યોગિક ભવિષ્યકાળ તરફ પ્રયાણ કરતાં મોરબીનો આબેહૂબ ચિતાર પણ આપે છે.
અંગ્રેજીમાં પુસ્તક લખનાર ઉત્પલ સાંડેસરા કહે છે કે હોનારતે બીજી હોનારતની યાદને તાજી કરી ત્યાંથી ‘ઝીલો રે મચ્છુનો પડકાર'ની શરૂઆત થઇ. અઢાર વર્ષના એન.આર.આઇ. તેમના કુટુંબ સાથે અમેરિકામાં હિન્દ મહાસાગરની સુનામીના સમાચાર ટી.વી. પર જોતા હતાં મચ્છુ જળહોનારત વિષે સંશોધન કરવાનો સંકલ્પ કર્યો.
તે વખતે ઉત્પલનો અભ્યાસ હાવર્ડ યુનિવર્સિટીમાં ચાલતો હતો. તેમણે પોતાના મિત્ર ટોમ વૂટનને પણ સંસોધનમાં જોડાવાનો પ્રસ્તાવ કર્યો. વૂટન કહે છે કે મને આ વાત ખૂબ રસપ્રદ લાગી મેં વિચાર્યુ કે આ તો એક સાહસ બની જશે.
ઉત્પલ અને ટોમે ગુજરાતમાં સંશોધન કરવા માટે યુનિવર્સિટી તરફથી શિષ્યવૃતિ મેળવી ક્ષેત્ર-સંશોધન માટે તેમણે ૨૦૦૬માં ત્રણ મહિના ભારતમાં ગાળ્યા. તેમણે મોરબી અને આસપાસના ગામોમાં છ અઠવાડિયા કામ કર્યુ અને સંશોધન માટે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને દિલ્હી પણ જઇ આવ્યા મોરબીના દિલીપભાઇ બરાસરાની મદદથી લેખકોએ પૂરમાંથી બચેલા માણસો, બંધ પરના કામદારો, ઇજનરો, સરકારી અધિકારીઓ, રાહત કાર્યકરો અને હોનારતની તપાસ માટે નિમાયેલા પંચના સભ્યો સહિત કુલ ૧૪૮ વ્યકિતઓની મુલાકતો લીધી.
ઉપરાંત અખબારોના લેખો અને રાહત લાભાર્થીની યાદીઓથી માંડીને હોનારત સમયના મુખ્યમંત્રી શ્રી બાબુભાઇ જશભાઇ પટેલની અંગત રોજનીશી સુધીના હજારો દસ્તાવેજો એકઠા કર્યા. લેખકો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીની પાંચ મિનિટની મુલાકાત મેળવી શકયા.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment