Monday, October 7, 2019

પ્રાગજી ડોસા --- Pragji Dosa

📕📔📘📒📗📓📕📓📘📙📗
*📚📚પ્રાગજી ડોસા📖📖*
📕📗📘📙📔📕📒📘📕📒📘
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

➡️જન્મ
7 – ઓક્ટોબર, 1907

➡️કુટુમ્બ
પિતા – જમનાદાસ ડોસા
➡️અભ્યાસ
ઈન્ટર આર્ટસ (મુંબઈ)
➡️વ્યવસાય
રૂનો વ્યવસાય

⬇️જીવનઝરમર⬇️
રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ

📗📘📔લેખન⌛️⏳
મુખ્ય રચનાઓ


⏳એકાંકીસંગ્રહ – ચરણરજ; અન્ય ⏳નાટકો -બાળનાટકો
*⏳ઈતિહાસ – તખ્તો બોલે છે ભાગ 1, 2 ; ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ*

*🗣‘‘નાટ્‍ય લેખકની કલમ બંધ થાય તો અભિનેતા આંધળો બની જાય, ને પછી આંધળે બહેરૂં કુટાય''-ઉપેન્‍દ્ર ત્રિવેદી.*

*🗣‘‘પ્રબળ ગુજરાતી રંગભૂમિનું નાટ્‍ય લેખન નિર્બળ છે''-મધુરાય.*

👆 પોત પોતાના ક્ષેત્રની આ બે અદકેરી હસ્‍તિઓના નાટ્‍ય લેખન માટેના વિધાનો વિરોધાભાષી હોવાં છતાં એ તો સ્‍વીકારવું જ પડે કે દરેક દૃષ્‍ય-શ્રાવ્‍ય કૃતિના સર્જનની શરૂઆત તો કાગળ પરના શબ્‍દ સાહિત્‍યના નકશા દ્વારા જ થાય છે. 👏👏👏👏

*👉ખાસ કરીને બાળા રાજાઓ માટે નાટ્‍ય લેખનનું કામ કરી તેને રંગભૂમિ પર જીવંત કરનાર બહુ થોડા જ માહેના એક તે સ્‍વ.શ્રી પ્રાગજી ડોસા.*

👆👉 લગભગ ચાર-ચાર પેઢીઓ દરમ્‍યાન બાળ નાટ્‍ય પ્રવૃત્તિને વેગવંત રાખનાર શ્રી પ્રાગજી ડોસા બહુ જ નાની વયે, એ સમયના રસ કવિ રઘુનાથની સાથે નાટકો જોવા જતા હોઇ, તેનામાં નાટ્‍ય પ્રતિભાના બીજ રોપાઇ ગયા હતાં, મેટ્રીક પાસ કર્યા પછી શાળા ઉત્‍સવના *‘‘એક શેર માંસ'' અને ‘‘છત્ર-વિજ્‍ય''* નામના નાટકમાં તેઓને અભિનય કરતાં જોઇ અન્‍ય સ્‍કુલના બાળકો તેમની પાસે બાળ નાટકો આપવા વિનંતી કરવા લાગ્‍યા. 
👉૧૯ર૪માં તેમણે લખ્‍યા ભકત ધ્રુવ અને ગામડીયો માસ્‍તર. જેની એક ગ્રામોફોન કાુ.એ ગ્રામોફોન રેકોર્ડ ઉતારી, ને તે પછીથી સીલસીલો શરૂ થઇ ગયો. સર્જ્‍યા સફળ સર્જ્‍નો એકલવ્‍ય, છોટું-મોટું, સોનાની કુહાડી, ચાલો ચોર પકડીએ, *તખ્‍તો બોલે છે અને ૩ વાંદરા, બાળ નાટ્‍ય પ્રવૃત્તિની વિશેષ જ્ઞાન પ્રાપ્‍તિ માટે લંડન જઇ અભ્‍યાસ કર્યો.* આ જ પ્રવૃત્તિના જાણીતા વનલતા મહેતા સાથે રહી, 
👦🏻👧🏻ગીજુભાઇ બધેકાની બાળ-વાર્તાઓ પરથી ઘણાં બાળ નાટકો રૂપાંતરીત કર્યા. સાથોસાથ બાળકોના ઇતિહાસના પાઠય પુસ્‍તકોમાંથી ૧૬ પાઠોનું નાટ્‍ય રૂપ આપી *‘‘ઇતિહાસ બોલે છે'' ને ‘‘ઇતિહાસના પાને''* નામે પુસ્‍તકો પ્રગટ કર્યા. જેને, અને તે પછીના *🏆🏆‘‘બાળ નાટીકા'' પુસ્‍તક માટે ગુજ.સાહિત્‍ય અકાદમીનું પારિતોષિક મળ્‍યુ.* 
🔰👉તેમના છપાયેલા બાળનાટ્‍ય અભ્‍યાસ ક્રમને વિદેશી વિદ્વાનો તરફથી સ્‍વીકૃતિ મળી. અને *🏆નર્મદ સુવર્ણ ચંદ્રક તથા સોવિયેટ લેન્‍ડ નહેરૂ એવોર્ડ પણ મળ્‍યા.* 
🔰👉૧૯૬૭માં ત્‍ફવ્‍એ બાળ નાટકો માટે તેઓની ઘણાં વર્ષ સેવા લીધી. એટલું જ નહીં તેઓના નાટકો ચાલો બટુકજીના દેશમાં, બકોર પટેલ, ચાલો ચોર પકડીએ અને બટુકજીનો ન્‍યાય પણ રજુ કર્યા. ૬૭માં જ તેઓ પૂર્વ જર્મની, આ પ્રવૃત્તિના વિશેષ અભ્‍યાસાર્થે ગયા. *જયાં બાળ વિશ્વ રંગભૂમિના પ્રમુખ શ્રીમતિ ઇબ્‍સે તેઓથી પ્રભાવિત થયાં* ૭૧માં અમેરીકામાં પ્રવચનો આપ્‍યા. ફરી જર્મની જઇ વિશ્વ બાળ રંગભૂમિ પરિષદમાં પોતાના પેપરો રજુ કર્યા. 
*💠🙏🎯દેશમાં ઉ.પ્રદેશ સરકારે બે વખત બાળ નાટ્‍ય શિબિરનું સંચાલન સોંપ્‍યુ.* 👉કિશોર ભટ્ટ, જગદીશ શાહ, અરૂણા-ફીરોઝ ઇરાની અને પ્રવર્તમાન નાટ્‍ય હાસ્‍ય સમ્રાટ ‘‘ગજ્જુભાઇ'' સિધ્‍ધાર્થ રાંદેરીયા સહીતના તખ્‍તા અને ફીલ્‍મના કસાયેલા ઘણાં કલાકારોએ પોતાની બાળ-કિશોર વયે પ્રાગજીભાઇના નાટકો-માર્ગદર્શનથી જ અભિનય પગરણ માંડયા હતા. બાળ નાટ્‍ય પ્રવૃત્તિના આ રૂષિ સમાન માનવ પર *‘‘બાળ રંગભૂમિ ક્ષેત્રે પ્રાગજી ડોસાનું પ્રદાન'' નામે મહા નિબંધ પણ લખાયો.*
*💠👁‍🗨👉બાળ નાટય પ્રવૃતિની સમાંતર રહી પ્રાગજીભાઇએ વયસ્‍ક રંગભુમિ માટે છોરું-કછોરું, સમયના વહેણ, જેવી છું તેવી, એક અંધારી રાત તથા ઘરનો દિવો જેવા સફળ નાટકો પણ આપ્‍યા. છોરું-કછોરુ એ તો આં. રાષ્ટ્રીય સ્‍તરે પણ રૂપાંતરીત થઇ, મોસ્‍કોમાં ખુબજ સફળતા મેળવી.*

*💠✅🙏મુન્‍શીની નોવેલ પૃથ્‍વીવલ્લભનું આ પછી એમણે નાટ્‍ય રૂપાંતર કર્યુ. અને બ્રેખ્‍તના એક નાટકનો ચાક વર્તુળ નામે અનુવાદ પણ આપ્‍યો. નાટકો ઉપરાંત તેઓ નૃત્‍ય નાટીકાઓના લેખનમાં પણ માહિર ગણાયા.*

*💠👁‍🗨રેડીયો અને ટીવીના આગમન પછી, એક સમયે તેઓની અનેકાનેક નાટ્‍ય કૃતિઓ સતત રજુઆત આ માધ્‍યમોમાં, પામતી રહેતી. કયારેક તેઓએ નાટકોમાં અભિનય પણ કર્યો. ફીલ્‍મફેર અને નાટય હરિફાઇઓમાં નિર્ણાયક તરીકે તેઓની સેવા અગ્રસ્‍થાને ગણાતી. ગીત-નાટ્‍ય સાહિત્‍યની મુલાકાતો તેમજ કવચિત અન્‍ય વિષયેના લેખો - પ્રકાશનો પર પણ તેઓએ હાથ અજમાવ્‍યો. તેમના જીવનની ખુબ જ પ્રેરણાદાયી બાબત તો એ રહી કે છેક ૧૯૭૭ માં એમને ગળાનું કેન્‍સર થયા પછીના દેહ વિલયપર્યતના ર૦ વર્ષો દરમ્‍યાન નાટકના હિરોની જેમ વિલનસમા કેન્‍સર સામે લડત આપતા રહી, બાળ નાટ્‍ય પ્રવૃત્તિનું સચોટ અને ઉદાહરણીય કામ કરીએ પ્રવૃત્તિના ધ્રુવ તારક બની ગયાં.*
*🙏🙏🙏🙏👁‍🗨💠પ્રાગજી ડોસાના એક બાળ નાટક સાથેનું મારૂં હૃદયસ્‍થ સંભારણું અહીં નોંધવાનું મન રોકી શકતો નથી. તેઓ દ્વારા લખાયેલ ‘સૌથી મોટો મંત્ર' નાટકમાં ૧૯પ૯-૬૦ ના ગાળામાં ૧૪-૧પ વર્ષની બાળ વયે પહેલી જ વાર અભિનય ડગ માંડયા હતાં. નાટ્‍ય વિદ્‌ સ્‍વ. અમૃત જાનીના પુત્ર હેમંત જાની, તથા જાણીતા કોલમીસ્‍ટ વિદ્યુત જોષીના ભાઇ પ્રો. યશોધન જોષી પણ આ નાટકમાં હતાં. નાટકમાં કાળક્રમના ભિન્‍ન ભિન્‍ન પાત્રો, જીવનનો સૌથી મોટો મંત્ર કયો ? તે પ્રશ્નનો પોત પોતાની સિમીત સમજ મુજબ જવાબ આપે છે. જે પ્રશ્ન પુછનાર પાત્રને સ્‍વીકાર્ય લાગતો નથી. અંતે નરસી મહેતાનું પાત્ર સમજાવે છે કે જીવન જીવવાનો સૌથી મોટો મંત્ર તો છે પ્રેમ. આ નરસી મહેતાની ભૂમિકામાં, સ્‍ટેઇજ પર પ્રવેશ લેતાં પહેલાં નરસી પહેરતાં તે ખાસ ટોપી મારાથી બાળ સહજ બેદરકારીથી આડા-અવળી થઇ જતાં, ખુલ્લા માથે જ પ્રવેશ કરવો પડયો હતો. જીવનની પહેલી નાટ્‍ય એન્‍ટ્રીનો, પ૩-પ૪ વર્ષ પૂર્વેના ઝાંખો-ઝાંખો ફોટોગ્રાફ આજે પણ મારી પાસે સચવાયેલ છે. જે માત્ર નાટકમાં જ નહીં, જીવનના કોઇપણ તબક્કે બેદરકાર ન રહેવા મારૂં સતત ધ્‍યાન દોરતો રહે છે.*

*💠🙏નાટ્‍ય આચમન :- કલાકારોનું જીવન ઉજ્જડ ખેતર જેવું હોય છે. પણ તે ઉજ્જડ ખેતરના એક ખૂણે કલા રૂપે એક સુંદર ફુલ કયારોય હોય છે. -જે. કૃષ્‍ણમૂર્તિ.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment